Ek vachan books and stories free download online pdf in Gujarati

એક વચન


વસંતના વધામણાં થયા...પ્રકૃતિ જાણે પ્રેમના રંગમાં રંગાઈ ગઈ....ને એમાંય આ માનવ મન જોને કેવું ચકડોળે ચડે છે...પોતાના પ્રિયજનને પામવા.. હું ય વાટ જોઈ રહી છું કાશ એ આજ તો કહી જ દે ... હું તને ચાહું છું...ખૂબ ચાહુ છું.. પુરા બે વર્ષ થઈ ગયા પણ એવું લાગે છે જાણે હજુ હમણાં જ તો મળ્યા હતા.... હજુ ક્યારેય એવું બન્યું નહોતું કે મને કોઈ ગમે .. એવું નહોતું કે મને કોઈ મળે એમ નહોતું પણ ખબર નહીં કોઈ ગમતું નહોતું.. આપણું મન છે ને ખૂબ ભોળું છે... આ મુગ્ધાવસ્થા શરૂ થાય ને તરત જ મન કોઈકના સપના જોવા માંડે .. મેં પણ જોયેલા.. પણ વિચાર્યું નહોતું કે મારું મન કોઈક આવા માટે લલચાશે... એમાં આમ તો કશું ખાસ નથી.. ખાસ તો કેમ કેહવું.... એ એવો છે જ નહીં જેવો મેં વિચાર્યો હતો.. સાવ અલગ જ મારી કલ્પનાથી... વિચાર્યું હતું કે એ કોઈક એવો હશે જે કલાકો મારી સાથે વાતો કરશે ... અમે સાથે ખૂબ તોફાન કરીશું... એ મારો પાક્કો મિત્ર હશે.. મારુ ધ્યાન રાખશે.. હું એનું ધ્યાન રાખીશ.. પણ કલ્પનાઓ સાવ ઉંધી થઈ ગઈ જાણે...

"એક્સકયુઝ મી.. મિસ મને જણાવશો એમ.ટી.વી ક્યાં આવ્યું??" એક હેન્ડસમ ડેશીંગ છોકરો મારી સામે ઉભો હતો એની પર્સનાલિટી પર એની 'બીયર્ડ' કૈક વધારે દેખાવડો બનાવતી હતી.. પણ એની કથ્થઈ આંખો જાણે કંઈ નિર્દોષતાથી તાકી રહી હતી....

"હ... અહીં થઈ સીધા જ જવાનું..."મેં કહ્યું.. તે એની બાઇક શરૂ કરી જતો રહે છે..

"ઓહોહો.. અહીં તો અમે ય ઉભા હતા અમનેય પુછાયને.." મારી બહેનપણીઓને મજાક સુજ્યો.. આમ પણ એ કયો દિવસ હોય જયારે એમને મારી મસ્તીના કરી હોય... !

થોડાક દિવસો વીતી ગયા બાદ મારા ફેસબુકમાં મહર્ષિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી .. આમ તો હું કોઈ અજાણ્યા લોકોને મારા ફેસબુક ફ્રેન્ડ પણ ના બનાવતી રીકવેસ્ટ જ કૅન્સલ થતી કે આમ જ રાખી મુકતી.. પણ અહીં તો ચાર ચાર મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બતાવે છે.. ને મેં એની પ્રોફાઈલ ખોલી... મહર્ષિ અમારી જ જ્ઞાતીનો હોવો જોઈએ મારો પહેલો અંદાજ આવો હતો પણ મમ્મીના દૂર ના સગા હશે એવો અંદાજ નહોતો...હું એની પ્રોફાઈલ તાકી રહી હતી આ તો એ જ... પેલો જ ....એડ્રેસ પૂછવા વાળો.....ત્યાં જ મારા ફેસબુકમાં મીએજ રીકવેસ્ટ આવી મેં ઓપન કરી...

"મીરા... તું મને ભૂલી ગઈ?? ખબર છે બે ચોટલા વળીને ગલુડિયા રમાડતી તું.. મને તો હાર્દિકે કીધું કે આ મીરાનું ફેસબુક એકાઉન્ટ છે.. .. " એને લાંબો લચક મેસેજ મોકલ્યો હતો..

"કોણ છે તું હે?? આમ મેસેજ કેમ કરે છે? હું તો ઓળખતી જ નથી તને અને બે ચોટલાવાળી વાત કોણે કીધી ??? હાર્દિક ને કેમ ઓળખે??"મેં પણ પૂછી નાખ્યું.. ને એ ય હું એ મેસેજ જુએ અડ પહેલા તો ધમકાવી નાખ્યો..

"શાંત લેડી ડોન.. હું મહર્ષિ... રમેશભાઇનો દીકરો.. ખબર છે આપણે સાથે સ્કૂલ જતા.. હું મોટા ભાઈ તું ને હાર્દિક .. ? તને કેમ યાદ હશે પહેલા ધોરણમાં હતી... ફ્રોક માં રૂમાલ ને નાક તો વહેતુ જ હોય એ સ્કૂલ તો જવું જ ના હોય મારા કલાસ માં રોઇ રોઈને બેસતી... યાદ છે??"

"હ ... હા ..યાદ આવ્યું તમે રાજભાઈના નાના ભાઈ ને??"હું એને ઓળખી ગઈ હતી....અને હવે શરૂ થયો મારા પસ્તાવોના વારો પહેલા જોશ માં વધુ પડતું કેહવાય ગયું હતું તો...

"શુ મીરા થર્ડ યરમાં આવી ગઈ ને...! તારા પપ્પા એ કીધું...મને.."એને પૂછ્યું ...

"હા હમણાં ગ્રેજ્યુએટ પણ થઈ જઈશ.." મેં કહ્યું...

"એટલે જ મુરતિયો શોધે છે તારા પપ્પા તારા માટે..." એણે ફાડ પાડી દીધી... કેમકે આ એ જ મહર્ષિ છે જે વર્ષો પહેલા રમેશફુવા ની જોબ બદલવા થઈ અમદાવાદ જઇ વસેલા ને રાજકોટ આવવું જવું ઓછું થઈ ગયું હતું.. દૂર ના સગા થતા તો વહેવાર ખૂબ ઓછા અને પપ્પા અને રામેશફુવા પાક્કા ભાઈબંધ... ને હસતા હસતા કહેતા દીકરી દેવી હોય તો બોલ... ત્યારે તો કાંઈ ખબર ના પડતી.. હવે તો હું મોટી થઈ ગઈ છો તો મને શરમ આવે એ વાત તો છે જ.. હા હું શરમાય ગઈ આવી વાત મેં વિચારી નહોતી કલ્પના પણ નહોતી કરી પણ હું શરમાતી હતી મારી લજ્જાનો સાક્ષી માત્ર આ નિર્જીવ ફોન હતો... હું એના ફોટા ને જોય એની છબી નિહાળું છું.. ત્યાં જ...

"તો હું આવું ઘરે આશીર્વાદ લેવા..?." એને નટખટ સ્માઈલી મોકલી ...

"આવો આવો... " મને પણ ખબર હતી આમ જ તો એ ઘરે આવી શકવાનો નથી...

પણ એક કલાક પછી હાર્દિક સાથે સ્વયં મહર્ષિ હાજર છે... મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા બધા સાથે વાતો કરી તે હાલ કોઈ મોટી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો... હું તો બહાર આવી પણ નહોતી શકતી હું હેબતાઈ ગઈ હતી... તે ગયો પછી ખબર પડી હાર્દિક પપ્પા પાસે કૈક કામસર આવ્યો હતો મહર્ષિ એની સાથે જ હોવાથી હાર્દિક એને ઘરે લઈ આવ્યો હતો..એ લોકો ગયા ત્યાં સુધી હું એને નિહાળી રહી હતી.. પપ્પાએ પણ મારા જ ગુણગાન ગાયા એની સામે

"કેમ .. મીરા ડરી ગઈ હતી કે શું??" એનો મેસેજ આવ્યો...
"ના જરાય નહીં..." મેં પણ સામે જવાબ આપ્યો

"અરે હું મજાક કરતો હતો " એને કહ્યું...

"ને મને આવો મજાક જરાય પસંદ નથી" મેં કડકાઇથી કહી દીધું...ને મારા સંબંધો પરના ભાષણ લખી લખી મોકલ્યા.... મને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા સંબંધો પણ ના ગમે તો એના વિશે પણ લાબું ભાષણ મેં લખી મોકલ્યું..

"ઠીક સારું... " એને કીધું ...

"હમમ" મેં ટૂંકો જવાબ આપ્યો...

"તો આવજે. .. નહીં મેંસેજ કરું હવે તને જો તને ના ગમતું હોય તો...." ને મારુ મન પીગળી ગયું...

"ના એમ નહીં .. આપણે ખાલી દોસ્ત હશું ... મિત્ર એનાથી આગળ વધવાનો ના તમે કોઈ દિવસ પ્રયત્ન કરીશ ના હું...બરાબર ?" મને એનો મજાક ખરેખર નહોતો ગમ્યો... પણ ખબર નહીં એ પોતાનો લાગતો...ને એ ખડૂસ માટે મને ક્યારે લાગણીઓ ફૂટી નીકળી એની મને પણ ખબર ના પડી....

ત્યાર બાદ પ્રથમ મેસેજ હું જ કરતી ત્યાર બાદ જ મહર્ષિ જવાબ આપતો... ખબર નહીં એ મારા થી ખૂબ જ અલગ હતો શાંત... ક્યારેક જ તોફાની... મારી વાતો સાંભળતો ભલેને મારી વાતો ગમે તેટલી બેવકૂફ જેવી ના હોય... એ મને ખુબ ખિજાતો.. કેમકે ચાલતા મારા ઝગડા થતા રહેતા... ને સૌથી વધુ મારુ ખૂબ જ ધ્યાન રાખતો મને જમવા માટે ખીજાય મને સમયસર રહેવા ખીજાય... મને જરાય પંપાળે નહીં મને મજબૂત બનાવે......

એની દરેક વાત મને કહેતી ...હું ચાહું છું તને... ખૂબ પ્રેમ કરું છું...ને હું તો... અરે જ્યારે એ અનુભૂતિ થાય કે કોઈક તમને અનહદ ચાહે છે પોતાના કરતા પણ વધુ જ્યારે કોઈક તમારા માટે પોતાને ભૂલી જાય... ત્યારે મન આકાશમાં ઉડે.... ને ડગલાં પૃથ્વીથી બે વેંત ઉંચા... હા હું પ્રેમમાં હતી.. હું એને ચાહતી હતી... પણ હું વાટ જોઈતી હતી ક્યારે એ મને કહે ને હું એને હા પાડી દઉં...

અમે મળતા પરિવાર જનો કે કોઈક ને કોઈક તો સાથે જ હોય તોય મહર્ષિ જે રીતે મારી સામે જોતો ... મને લાગતું કે હું ખૂબ જ સુંદર છું... એ ક્યાંય આવવાનો હોય એના એકાદ અઠવાડિયા પહેલાં હું શુ પેહરિશ શુ કહીશ વગેરે વાતો મારી ઊંઘ ઉડાડી દેતી..

અમે ખૂબ ઝગડતા અરે હું એને બ્લોક કરતી કે એ મને પછી થોડાક દીવસો માં જ અમે વાતો કરતા થઈ જાય... અમે નાની નાની વાતે ઝઘડતા ટોમ એન્ડ જેરી જોઈ લ્યો આખો દિવસ ઝગડયા કરે પણ એકબીજા વગર ચાલે પણ નહીં....

એક વાર તો ખૂબ મોટો ઝગડો થઈ ગયેલો મહર્ષિ નું કહેવું હતું કે કંઈક છે જે હું એને કહેતી નથી ... હું એને ચાહું છું પણ કહેતી નથી .. અરે આ વાત તો એને કહેવી જોઈએ ને? એટલે હું માની જ નહીં ... એને આ વાત બધા મારા દોસ્તો ને કીધી મને બધા વધુ ચીડવવા લાગ્યા... મને ખુબ ગુસ્સો આવ્યો ને મેં વળી ખૂબ ઝગડો કરી બ્લોક કરી નાખ્યો ખબર જ હતી કે થોડા દિવસો માં પાછા વાતો કરતા થઈ જશુ...

પણ મહિનાઓ વીતતા રહ્યા મેં પણ ખૂબ પ્રયત્ન કરી જોયા તેના સુધી પહોચવાના.. પણ એને પણ મને બ્લોક કારેલી હતી....

વેલેન્ટાઈન ડે... મને ખબર જ હતી.... કે એ મને અનબ્લોક કરશે... એને મેસેજ આવ્યો . ....
"કોંગ્રેચ્યુલેશન નહીં કહે મને મીરા...???"

" કેમ પ્રમોશન મળ્યું ??" મેં હરખાય ને પૂછ્યું ...

"નહીં મારી સગાઈ થઈ .... " મારા પગ નીચેની ધરતી સરકી ગઈ... મને ચક્કર આવી ગયા મેં બસ નો થાંભલો પકડી રાખ્યો... આંખો છલકાઈ જ ગઈ. પણ આ બસ હતી એટલે મેં મારી જાત ને સાંભળી લીધી...

"ઓહ પાર્ટી નહીં આપે?" મેં સામાન્ય થવાનો પ્રયત્ન કર્યો....

"હ જરૂર.." મહર્ષિ બોલ્યો....

"આપણે હમેશા માત્ર દોસ્ત જ રહેશું... જો તને આપેલું વચન હું આખી જિંદગી નિભાવિશ..."
ને મારુ મન ચીસો નાખી રહ્યું હતું તોડી દે બધા વચન... પણ ખેર હું ના કહી શકે... કદાચ એ ઈશ્વરે મારા માટે હજુ ય કૈક અણમોલ રાખી મૂક્યું હશે વેલેન્ટાઈન ડે પર આપવા માટે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED