સ્નેહ Manisha Gondaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ

પ્રત્યેક ક્ષણ જાણે ચીસ પાડી રહી છે... આટલી પીડા તો રીતસર જીવતા માણસને ચીરી નાખતા પણ ના થાય જેટલી પીડા મને તારા ઈંગોંરન્સથી થાય છે" સ્નેહા અચાનક જ બોલી ગઈ ....

" તને તારી જ પડી છે... મારી લાગણી સમજે છે તું ક્યારેય ? ... છેલ્લો મેસેજ તારો જ હતો કે આ ભવિષ્ય વગરના સંબંધનો અંત લાવી દેવો અનહદ પ્રેમ કરું છું તને તારી મરજી વિરુદ્ધ હું કશું જ નહીં કરું તું જ મને આમ કહે ને તું જ ફરિયાદ કરે સ્નેહા ... મને કહી દે તું ઈચ્છે છે શું??"

પ્રેમના શબ્દો સ્નેહાને ભીંજવી નાખે છે... આંખ આવેલો આંશુનો દરિયો જે લગભગ બહાર આવવાની તૈયારીમાં હતો તે છલકાય ગયો.. તે પ્રેમના બાહોમાં સમાય ગઈ ને હિબકે ચડી...

"મને સમજાતું જ નથી હું શું કરું ક્યાં જાવ? મમ્મી પપ્પા ને સમજાવવુ શક્ય નથી લાગતું ... અને તમને મૂકીને કેવુક જીવીશ ધબકાર વગરના હ્ર્દય જેવું... મને દૂર લઇ જાવ... અહીં થી... નહીં તો હું સતત તમારા અને મારા કુટુંબ ના પ્રેમ વચ્ચે ઝુરતી રહીશ" 

સ્નેહાના શબ્દોમાં અજીબ કશ્મકશ હતી પ્રેમ નક્કી કરવાની રાહ કોને ચૂઝ કરવા... અને કોનો પ્રેમ વધુ ચડિયાતો એ નક્કી કરવાનો નિરર્થક પ્રયાસ તે કરી રહી હતી જવાબ રોજ બદલાતા  સાચો જવાબ શુ છે તે પ્રેમ કે સ્નેહા જાણતા જ નહોતા સ્નેહામાં હિંમત જ નોહતી કે તે એના પપ્પાને કહી શકે કે તેને એમના કોઈ ફેમિલી ફ્રેન્ડના દીકરા જોડે નહીં પરંતુ સુલજેલ અને પોતાને અનહદ પ્રેમ કરતા પ્રેમ સાથે લગ્ન કરવા છે...

પ્રેમ ... એક સફળ બિઝનેસમેનનો દીકરો .. બધાના આકર્ષણનું કેન્દ્ર એની આસપાસ છોકરીઓના વર્તુળ રચાતા પણ પ્રેમ એ દેશનો હતો જ નહીં એની નજરો તો એવી છોકરી પર ઠરી હતી જે સાવ જ એકલી ફર્યા કરતી...

એક દિવસ આમ જ લોબીમાં અથડાયા હતા પ્રેમ અને સ્નેહા.. સ્નેહા એ આંખો ઉંચી કરી ને પ્રેમને પ્રથમવાર જ જોયો હતો...પ્રેમની કથ્થઈ આંખો સ્નેહના ભાવવિભોર આંખો સામે ઝંખવાઈ ગઈ... ને આમ પેહલી જ વાર કોઈક છોકરા સાથે અથડાયા બાદ એની આંખો સહેજ એવું પાણી પણ આવી ગયું...ને તરત જ સ્નેહાએ આંખો નમાવી લીધી ને એ ત્યાંથી જતી રહી.....

પ્રેમની આવી શરૂઆત! સ્નેહા પ્રેમનો ક્રશ હતો તેને પ્રેમ જોય રહેતો...એના લાંબા વાળ જે વારેઘડીએ ઉડી ને ગાલ પર આવી જતા ... એની આમ તેમ ફરતી બદામી આંખો ક્યારેક  પ્રેમને લાગતું પોતે આ આંખો ડૂબી ના જાય... દિવસ રાત એના સ્વપ્નોમાં રાચતો...

  આ તરફ સ્નેહાને પણ પ્રેમ ખૂબ ગમતો પરંતુ આ ભીરુ છોકરીનો ઉછેર એવો કે જ્યાં પ્રેમને સંતાડીને રાખવો એને અભિવ્યક્ત નહીં થવા દેવાનો...આ ગુણ કદાચ એને એના પપ્પા તરફથી વારસામાં મળ્યો હશે...

પણ પ્રેમ સાહેબ છુપ્યો છુપાતો હશે એતો કેડી રસ્તો માર્ગ બધું જ શોધી લે છે... અને પ્રેમને પણ આખરે સ્નેહનો વહાટ્સેપ નમ્બર મળી જ ગયો ચાર દિવસની માનસિક મથામણ કર્યા બાદ પ્રેમએ મેસેજ કર્યો

"હાય"
"હું પ્રેમ જેમની સાથે તમે લોબીમાં ટકરાયા હતા"

મેસેજ મોકલ્યાને ખાસ્સો સમય થઈ ગયો હતો પરંતુ કશો રેપ્લાય મળ્યો નહોતો ....પરંતુ અચાનક જ બીપ નો અવાજ આવે છે

"સોરી હું અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી..."
પ્રેમના બધા જ સપના જાણે અદ્રશ્ય થઈ ગયા...

"તમે મને ઓળખો જ છો અને હું તમને ..." પ્રેમે આખરી દાવ અજમાવ્યો.....

થોડીક ક્ષણો માં જ એને ખબર પડી ગઈ કે તે બ્લોક થઈ ગયો છે.... તેની થોડીઘણી આશા પર પણ પાણી ફરી ગયું...બીજા દિવસે તે માસ્ટર ડિગ્રીના છેલ્લા દિવસનો ઉજવણીમાં જવાનો હતો તેને ખબર હતી હવે તે ક્યારેય સ્નેહાને જોય શકશે નહીં...

પરંતુ દિવસના અંતે સ્નેહાનો મેસેજ એના ફોનમાં પડ્યો હતો.
"સોરી તમે સિનિયર છો હું તમને ઓળખું પણ છું પરંતુ મેં આમ કોઈ સાથે વાત નથી કરીને એટલે મને...
"સંકોચ થાય છે ..." પ્રેમે વાક્ય પૂરું કર્યું અને અહીં થી શરૂ થયો વાતોનો સિલસિલો.... શેરગ સાથીદાર દોસ્ત બન્યા ને પછી પ્રેમી ....

"પ્રેમની આખરી મંઝિલ લગ્ન જ છે ? એવું જરૂરી છે ?" સ્નેહા એ પ્રેમને પૂછ્યું ...
"ના અને હા બંને "પ્રેમે જવાબ આપ્યો
"એવું કેમ જવાબ તો એક જ હોવો જોઈએ "સ્નેહા એ કહ્યું...
"હોવો તો જોઈએ પણ તારા વગર જીવવું ....." પ્રેમ વાક્ય અધૂરું જ મૂકી દે છે
"શક્ય નથી " વાક્ય પૂરું કરતા સ્નેહા કહે છે"..કદાચ હું પણ તારા વગર તારા પ્રેમને મારા હ્ર્દયમાં રાખી ને કોઈ બીજા સાથે જીવું તો એને પણ અન્યાય જ થશે ..."

"અને સ્નેહા સાચું એ છે કે તારી જગ્યા પર હું બીજા કોઈને કલ્પી શકું એમ છે જ નહીં.... બે મહિનાના વર્તનએ મને ધ્રાસકો આપ્યો હતો મને એમ હતું કે તું હવે બીજા કોઈ ને પરણી જઈશ મને મૂકી ને જતી રહીશ...અને હું તારા વગર ....જીવી લઈશ નિર્જીવ માણસ જેવું..."

'હું આજે જ પપ્પાને આપણી વાત કરીશ " સ્નેહા બોલી પહેલી વાર આ વખતે પહેલી વાર એની આંખમાં કૈક અજબ આત્મવિશ્વાસ હતો... તેજ હતો...

એક ભીરુ અને ડરપોક છોકરીમાં ખૂબ હિંમત ભેગી થઈ જાય છે અને અચાનક જ એના પપ્પા પાસે પોહચી જાય છે
"પપ્પા મારે કાંઈક કેહવું છે ..." સ્નેહા ડરતા બોલી..
"હ ... બોલને .... જો સ્નેહા આ અપૂર્વ ... કેવો દેખાવાં લાગ્યો છે નહીં....  મને ખબર છે કે અપૂર્વ મારી સ્નેહુ ને ખુબ સાચવશે ખૂબ પ્રેમ કરશે....મારી યાદ પણ નહીં આવવા દયે...." અને દીકરીને પોતાનાથી દૂર કરવાના વિચારથી પણ એક બાપની આંખ આંશુ થી ઉભરાય જ જાવા આવી હોય છે..
" પણ પપ્પા મને..... અપૂર્વ નથી ગમતો...." સ્નેહા બૉલી
"જો.... તારા પપ્પા નિર્ણય લે એ સાચો જ હોય છે મને ખબર છે કે અપૂર્વ તને સાચવશે એટલે વાત પુરી....તું જઈ શકે!"

" તારા માટે મેં જ નિર્ણયો લીધા છે એ સાચા જ પુરવાર થયા છે ને સ્નેહા  .... તો આજ કેમ પ્રશ્ન થયો તને" સ્નેહા હજુ જાવા માટે પાછળ ફરે છે ત્યાં જ બીજો પ્રશ્ન તેની સામે અથડાયો....
એને ખૂબ હિંમત ભેગી કરી અને બોલી

"કેમકે........ હું......હું.... પ્રેમને ચાહું છું..." તે બોલી ગઈ આ સાથે જ તેની આંખો ઉભરાઇ આવી આ વાત કહેવા માટે કેટકેટલી વાર પોતાની જાત ને સમજાવી હતી પરંતુ એ બોલી જ નહોતી શકતી.... પરંતુ પ્રેમે એના એવો આવિર્ભાવ રેડયો...કે તેની નસ નસ બગાવત કરવા તૈયાર હતી... એના પિતા ફાટી આંખે એની દીકરી તરફ જોય રહ્યા ...
આ એમને જ સ્નેહા હતી જેને પોતાના માટે લેવાયેલા એક પણ નિર્ણય અંગે ક્યારેય પ્રશ્ન કર્યો જ નથી...શુ પ્રેમમાં આટલી તાકાત હશે જે પારેવડાને પણ જંગે ચડવા મજબૂર કરી નાખે....

તેઓ કંઈ જ બોલ્યા વગર જતા રહે છે....સ્નેહાનું ઘરેથી નીકળવાનું બંધ થઈ ગયું હતું ત્રણ દિવસ બાદ એના રૂમનો દરવાજો ખખડે છે... સ્નેહાને લાગ્યું કે નક્કી જમવા માટે દબાણ કરવા માટે એના મમ્મી આવ્યા હશે એ એમના ઈમોશનલ બ્લેકમેઇલને સાંભળવાની તૈયારી કરી દરવાજા તરફ આગળ વધી....

તેને દરવાજો ખોલ્યો પ્રેમ દરવાજે ઘૂંટણીયા ભેર હાથમાં વીંટી લાઇ બેઠો હતો...
"વિલ યુ બી માય વાઈફ ?" પ્રેમ એની કથ્થઈ આંખોથી રાહ જોઈ રહ્યો હતો ક્યારે સ્નેહા મને ઉભો કરેને હું એના મારા હ્ર્દય સરસી ચાંપી લઉં .....
સ્નેહા નીચે બેસી જાય છે ....

" તમે અહીં કેવી રીતે કેમ ? પપ્પા??" તે વિચાર્યા વગર નું બોલે છે ..

"એજ આવ્યા હતા મારા ઘરે ..... મેં ઘરે  વાત કરી જ હતી પણ મારા પપ્પાને એમ હતું કે તારા પપ્પા માને એવા માણસ છે જ નહીં ..એમને સામે થી આવેલા જાણી મારા પપ્પા પણ પીગળી ગયા....ને હું આવી ગયો અહીં ... કાલે આપણી સગાઈ છે અને જલ્દી લગ્ન પણ " પ્રેમ એક સાથે કેટલું બધું બોલી ગયો...
અને આ સાથે જ સ્નેહાને પોતાની હ્ર્દય સરસી ચાંપી લે છે...

સ્નેહા એના પપ્પા પાસે જાય છે...
"થેંક્યું પપ્પા" સ્નેહા બોલી

" દીકરા.... તને ખબર છે તારી પ્રશ્ન ન કરવાની આદત મને ક્યારેક ખૂબ ચિંતામાં નાખી દેતી કે શું થશે ? પરંતુ જ્યારે મેં તને તારી વાત કેહતા સાંભળી પ્રેમને મળ્યો ત્યારે ખબર પડી કે તે મારી સ્નેહાને વધુ મજબૂત બનાવશે... એટલે જ મેં અપૂર્વ ના બદલે પ્રેમને તારા માટે પસંદ કર્યો..."

સ્નેહા માનભેર પોતાના પિતા ને જોય રહી અને મનમાં જ વિચારી રહી "મારા જીવનના બાવીસ વર્ષોમાં પણ હું આમને સમજી શકી નહીં... અને પ્રેમની પરિભાષા અમારા બધા કરતા તેઓ વધુ સારી રીતે જાણે છે... એનો તો મને અંદાજ સરીખો પણ નહોતો"