ઈશા.. Manisha Gondaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશા..

             
મિહિર એના ઘરના બેડરૂમમાં આવે છે આલીશાન અને ભવ્ય કહી શકાય એવું બધું જ છે છતાંય એની આંખ માં પીડા અને ભયાનક દર્દ છે...... બેડ પર બેસે છે...પોતાના ચશ્માં ઉતારે છે... મન પર કેટલાય ભાવ છે એને બધા જ ભાવ વ્યક્ત કરવા છે કેહવું છે..... આવું તો એ રોજ કરતો.... તે યાદ કરતા કહે છે કે..........

         યાદ છે મને હજુ જેમ તું નાના બાળકની જેમ જીદ કરતી.....તારી વાત માનવવા માટે તું કેટકેટલાય નખરા કરતી..... ગાંડપણ તો તારી પર્સનાલિટીનો હિસ્સો હતું... કેવી પણ સાવ પાગલ....માત્ર તારી ગાવાની સ્ટાઇલ લર હું પેટ પકડીને હસી લેતો...પાગલ બેવકૂફ ... ગાંડી સાવ જ ગાંડી.... હજુય યાદ છે મને કઇ રીતે તું મળી હતી મને.... માસ્ટરનો એ ફર્સ્ટ ડે... સાવ જ અજાણ્યાં ચહેરાઓ... અને એક પાગલ છોકરી જે બધા ને કહેતી આવે છે....

"હાઈ માય નેમ ઇઝ ઈશા પટેલ.... હેલો માય નેમ ઇઝ ઈશા પટેલ... નમસ્તે મારુ નામ ઈશા પટેલ છે... " લગભગ ચાર પાંચ ભાષા બદલતી બદલતી તું છેલ્લી બેન્ચ પર આવીને બેઠી .. કંઈક અલગ જ હતી ને તું.... વિર્યડો ટાઈપ ઓફ... જેન્સ પર કુરતો માથે અડધી પોની ઘઉંવર્ણ તેજદાર આંખો અને તને ખબર છે..... મેં વાળીને તારી સામે જોયું હતું અને તે હાથ હલાવ્યો હતો... પહેલો વિચાર હતો કે કેવી ઘેલી છોકરી છે... આમ કાઈ બોલાવતા હશે અજાણ્યા લોકોને...

પણ ખબર નહીં બધા તારી સામે તાકી રહ્યા હતા.... પણ તું તો પોતાના માં જ મશગુલ હતી...પોતાના બેગમાંથી કેટલોય સમાન તું કાઢી રહી હતી.... વેફરના પડીકા ...સ્ટીલનો મોટો ડબ્બો .. મોટી પાણીની બોટલ... ભણવા સિવાયના થોથા જેમાં કૈક કાલ્પનિક નવલકથાઓ જ હોવાની એ જ અંદાજો હતો મારો ...

તું કેટલી હોશિયાર હતી નહીં તને પહેલા જોયેલીને ત્યારે મને નક્કી લાગેલું કે તને ભણવું ગમતું જ નહીં હોય આ ઘેલા દિલ પાછળ આટલું શાર્પ માઈન્ડ ક્યાં સાચવીને રાખી મુકતી હતી એ હજુય મારા માટે કોયડો છે..હો...! ...

મને હજુય યાદ છે... કેવા પ્રશ્નનો કરતી તું... બિચારા પ્રોફેસર પણ હેરાન થઈ જતા અને અમુક તો તને બહાર જવાનું પહેલાથી જ કહી દેતા... કેમકે તારા પ્રશ્નોના જવાબ કદાચ એમની પાસે પણ નહીં હોય...અને તું કેવી ઉભી થઈ ને જતી રહેતી અને એ પણ તુજે જીના હે મેરે બીના કરતી..... આવું કેમ ગાતી તું....! અને બધા તને બાય બાય કહેતા ખડૂસ પ્રોફેસર પણ તારી હરકતો પર હસી દેતા... તું હતી જ એવી. . જીવંતતા તારામાં એ રીતે ભરી પડી છે.... ને.... જાણે આખું જીવન તારી આજુબાજુ નૃત્ય કરતું... દરેક પળ તારી ઝુલ્ફોમાં થી નાચતી કૂદતી ફરતી થઈ જતી... સમય મદમસ્ત બની જતો..... કેફ ચડતો એક .... કોઈ મયખાના વગર જ સાવ જ બેફીકરાયનો કેફ....

તારી વાતો પણ તારા જેવી.... પણ એની પાછળના ગૂઢ રહસ્યો ઉકેલવામાં હું હંમેશા પાછો પડ્યો છું.... કેમ તું આવી છે ? શા માટે આમ કે તારા આછકલા સ્પર્શને પામી લોખંડ પણ પારસમણિ થઈ જાય.... ને હું બિચારો છોકરો.... ક્યાં સુધી આવા આકર્ષણને ખમી શકેત.... જ્યારે મને ખબર પડી કે આપણી જ્ઞાતિ એક જ છે મેં સમય ગુમાવ્યા વગર જ મમ્મીને વાત કરી દીધી હતી.....

તને ખબર છે હું તારા જેવો જ થઈ ગયો હતો... ઘરે જઈ રોજ મમ્મીને કહ્યા કરતો ઈશા આમ ઈશા તેમ આજ એને આમ કર્યું આજ તેને તેમ કર્યું... જાણે હું નાનકડો ટીનેજર થઈ ગયો હતો... નિકકમાં કર દિયા થા ડાર્લિંગ તેરે પ્યારને....

અને ખબર છે ને જ્યારે તને ખબર પડી કે મમ્મી પપ્પા તારો હાથ માંગવા આવ્યા છે..... ને બીજા જ દિવસે તે મારી કોલર પકડી લીધી હતી..... કેટલો ગભરાય ગયો હતો હું.... મને ખબર જ હતી એ બલા મુજસે સેટ નહીં હોગી એટલે જ મેં મમ્મી પપ્પાને મોકલ્યા હતા....

ને તે કહેલું ને "યાર મને તો કેહવાયને આ ઈશા તને ગમે છે....મજા પડેતને  લવ સ્ટોરી જેવું થાત તે તો બધું એરેન્જ કરી નાખ્યું...." અને મને ખરેખર વિશ્વાસ નહોતો આવતો કે સાચે?!  તું મને હા પડે છે ? કે  મજાક કરે છે....મારા સપનાની દુનિયા જેની હું કલ્પના કરતો એ સાચી પડી ગઈ હતી...જ્યારે તું પાછળથી આવીને મારે ગળે વળગી પડતી ને એમ લાગતું કે સમગ્ર જીવન મારી સાથે ધબકે છે... મારી અંદર મહેકે છે....

આપણી સગાઈ ....કેવા સરપ્રાઇઝ આપ્યા હતા બધાએ... આપણને ..... અને પછી હું થોડોક વ્યસ્ત થઈ ગયો હતો ને....આઈ એમ સોરી યાર.... હું તને સમય નોતો આપી શકતો ... પણ હું બધું તારા માટે જ કરતો ને... કાંઈક બનવું હતું..ભેગું કરવું હતું જેનાથી હું મારી ઈશા માટે ખૂબ બધી ખુશીઓ ખરીદી શકું.....

કેવી ચિડાઈ જતી ને તું...? જ્યારે હું તારો ફોન રિસીવ ના કરતો કે કટ કરી દેતો... અબોલા લઇ લેતી..પણ મને ખબર જ છે મારી ઈશા .. બે મિનિટ પણ ચૂપ રે ને તો...આકાશ પડી ભાંગે .... તરત જ તું મને યાદ આપવાને ને કે જો હું હજુય ગુસ્સે છું તારા પર....

તને હજુ એક વાત કહું?? મેં છે ને ક્યારેય તને કીધું નથી પણ હું વિચારતો કે તું પોતે સાવ નાના બાળક જેવી માસૂમ છે ... ઘર કેમ સાંભળીશ?  પણ કેવું ને સાવ અલગ થયું આપણા લગ્ન પછી.    તે ઘરને મને કેવો સંભાળી લીધો? ક્યારેક મને સાચે જ વિશ્વાસ ના આવતો કે આટલી પરિપક્વ મારી ઈશા જ છે ને..... એજ ઈશા જે બેડરૂમમાં હજુય નાના બાળક જેવી છે..  ...

ઈશા..... પેલો પ્રોજેક્ટ પણ મને મળી ગયો...હવે હું ટોચ પર થી પણ આગળ જતો રહીશ ..બધા ઓળખે છે...મને....... સફળ બિઝનેસમેન ..... તરીકે..... !!

જો આંખો પાછી ભરાઈ આવી મારી. .... સોરી મેં પ્રોમિસ કર્યું હતું તારી સામે ક્યારેય નહીં રડું......   પણ પ્લીઝ ઈશા આજ તો કંઈક કહી દે.... કઈક બોલી દે યાર....

નિર્જીવ પડેલી ઈશાની આંખો સહેજ ઝબકી પણ નહીં....કાર એક્સિડન્ટ માં ઈશાની હાલત આવી થઈ ગઈ છે ને બે વર્ષથી નિર્જીવની જેમ આ રૂમમાં તે પડી છે....