પરજીવી Manisha Gondaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરજીવી

મારી જાત ને અરીસા માં જોઈ રહી છું ... ગઈ કાલે જ સલોની મને કહેતી હતી નબળી પડી ગઈ છું હું... પેહલા જેવી રોનક નથી રહી મારા માં .. મારા સામે જ ઉભેલા મારા જ પ્રતિબિંબને હું પડકારી રહી છું શુ બદલાય છે મારા માં નાહક સલોની જેવા મને વિચારના ચકડોળે ચડાવે છે કશું જ નથી બદલાયું મારા માં હું એવી જ પહેલા હતી એમ જ ... મારા પપ્પાની લાડકી હતી હવે નિલયની રાની છું ... મારા અને નિલયના આમ તો લવ મેરેજ છે ... એ એમ બી એ કરતા અને હું આર્ટસ માં ભણતી કેમકે પ્રેમકથાઓ મારો ભાગ રહી છે... પપ્પાએ કોઈ નિર્ણય મારા પર થોપ્યા નથી હું સ્વતંત્ર જ રહી પણ તોય ખબર નહીં કેમ  પણ મને પ્રેમ એવા જ માણસ સાથે થયો જે પપ્પાની  પસંદ હતી...   
      કદાચ એમના વિચારો મારા પર હાવી થયેલા હશે કે મારા જ વિચાર એવા હશે? પપ્પા ના વિચારો જેવા જ વિચારો મારા હોય એવું બને ! મારી મમ્મી પરજીવી હતી અને આખી ઝીંદગી પહેલા નાનાની મરજી મુજબ પછી પપ્પાની મરજી મુજબ જીવી ... અને હવે જયની મરજી મુજબ જીવે છે જય મારો ભાઈ છે ..
      મારા લગ્ન પણ પપ્પાએ ખૂબ ધામધૂમથી કર્યા એવા જ જેવા એ વિચારતા ..... અને કદાચ પપ્પા જેવા જ સપના મારા પણ હતા ... નિલય મહેનતુ માણસ છે ... સારું કમાય છે મારું અનહદ ધ્યાન રાખે છે મારી પસંદ નાપસંદ એને ખબર છે... પણ ખબર નહીં કેમ અમારી પસંદ અને નાપસંદ સાવ સરખી જ છે... એમે મારા માટે સાડી લઇ આવતા પહેલા મને પૂછવું ના પડે કે ડાર્લિંગ તને ક્યાં રંગની સાડી ગમશે ....તેને ગમતા બધા રંગ મને વધુ સુંદર બનાવે છે...
      જ્યારે અમે મુંબઈ શિફ્ટ થયા ત્યારે નિલયએ  મને વડોદરા જ રહેવા કહ્યું ...હજુય યાદ છે મને.... "યાર ... હું ક્યાં રહીશ તે નક્કી નથી હું તને ક્યાં સાચવીશ સમજી જા ... બધું સેટલ થાય એટલે હું તને તેડી જઈશ ..." પણ હું માનું... ક્યારેય નહીં મને નિલયની  બધી જ ખબર છે નિહાયતી કેરલેસ માણસ છે નિલય પોતાને પોતાના મોજા શોધતા પણ આવડતા નથી મિટિંગમાં જતા પહેલા મેં એને ટાઈ સાથે wwe     રમતા જોયો છે નાસ્તો મારે મારા હાથે કરાવવો પડે અને વાળ તો કેવા ચકલીના માળા જેવા રાખે મારા હાથથી  હું એના માથા માં તેલ ના નાખું તે એનું માથું દુખવા માંડે .... એટલે જ હું એની સાથે મુંબઈ આવી ગઈ...
    પાપાને ત્યાં લાડકોડથી રહી હતી નાનકડી ચોકડીવાળી ઓરડીમાં મેં એકજેટ્સ કરી લીધું..કેમકે જ્યારે હું એના છાતી પર માથું રાખતી ત્યારે એના હ્ર્દયનો પ્રત્યેક ધબકારો મારુ જ નામ લેતો એ જાણ્યું છે સમજ્યું છે...
    આજ મુંબઈના પોશ એરિયામાં  અમારો ફ્લેટ છે.. જિયા છે મારી વહોલસોઈ દીકરી ખબર નહીં કેમ પણ તે નિલય જેવી જ છે એના જેવા જ એના સપના અને વિચારો છે... મને જિયા માં જ મારી જિંદગી દેખાય છે.... મારી ઢીંગલી અને નિલય જ મારો પ્રાણ છે.... 
મારી જિંદગીના બધા જ નિર્ણય મેં લીધા છે તો આવા પ્રશ્નો કેમ થાય છે મને !??
     છટ સલોની ને શુ કામ છે પંચાત સિવાય મેં મારા જીવનન બધાં જ નિર્ણય જાતે લીધા છે હું ક્યાં પરજીવી છું!!! મારા મારા પ્રતિબિંબ ફરી માનાવી લીધું એ ફરી વિરોધ કરે એ પહેલાં જ ...!