" હેલ્લો .. મિસ્ટર માન મહેતા !! હું તમને ક્યારનો કૉલ કરવાનો પ્રયત્ન કરું છું પણ , તમે કૉલ એક પણ વાર રિસીવ નાં કર્યો!! મારે તમને એક જરુરી વાત જણાવવી છેં ...!
"....આઇ થિંક એ વાત જરુરી છેં કે નહીં બટ.. તમને જણાવવું અગત્ય નું લાગ્યું !! ડૉક્ટર પોતાને કાંઇ અજુગતું જ લાગી રહ્યુ હતુ તો ભાવથી જણાવી રહ્યા હતા"..
" કેમ ડૉક્ટર એવું તેં શુ બન્યુ છેં જે તમે મને જ જણાવવા માંગો છો!!"....ડૉક્ટર શુ મારી માનસી ને તો કાઈ નથી થયુ ને!!??".... માન માનસી ને ડૉક્ટર સામે પોતાનાપણું જતાવી રહ્યો છે એ લાગણીથી એને થોડો સંકોચ થયો...
" માન ની માનસી સાથેનો વ્યવહાર ડૉકટરે એ વાતની નોંધ લીધી..."!
નાં આમ તો કાઈ નથી થયુ ...!!"..બટ એક વાત કહું છુ, એની જરા મારે સ્પષ્ટતાની જરૂર લાગે છેં...
ફાઇલમા ક્યાંય માનસી નાં પતિનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેં વાત એક્દમ સરળતાથી માનને dr. જોશી સમજાવા લાગ્યાં.."
" માન સાથે વાત કરી ને dr ને અન્ય એક ઓપરેશનમા જવાનું થવાથી જલદીથી વાત પતાવી ને કૉલ મુકી દીધો"!!..
શા કારણે માનસી એ પોતાના બાળકને પિતાનું નામ નથી આપ્યું!?? માનસી નો પતિ એને મુકીને તો નહીં ચાલ્યો ગયો હોય ને..?? બધાં સવાલોના જવાબો મેળવવા માન વધું ગૂંચવણ ભરી પરિસ્થિતિ મા આવી ગયો... માન નું મન ચગડોળે ચડવા લાગ્યું...!! બે હાથ માથામાં ભેરવી ને પોતાના પર ગુસ્સે થવા લાગ્યો..?!!"
'...કાશ એ પરિસ્થિતિ આવી ને ઊભી નાં રહીં હોત તો આજે માનસી મારા સાથે ખુશ હોત!! મારા કારણે આજે તેંની હાલાત એવી છેં?? '
જલદી જલદી માન ગાડી પાસે આવી ને અંદરથી માનસીનો મોબાઇલ કાઢી ને ચેક કરવા લાગ્યો.
"બાહર વોલપેપર પર સક્સેસ વુમનનું માર્ક સાથે એક લેડીંનો ફોટો હતો..માન ને એ જોતાં માનસી ની એક વાત યાદ આવી ગયી.."
.."માન તમને ખબર છેં મારે પણ એક દીવસ એટલું સક્સેસ બનવું છેં કે હુ મારા માતા પિતા ને બધી ખુશી આપવા માંગુ છું જે એની જીંદગી મા નથી મળી!!"
માન પોતાના વિચારોમાંથી પાછો આવ્યો. .. માને માનસીનો મોબાઇલ ખોલ્યો તો તેમાં લોક નહોતો . માને કોલબુક ખોલી ને નંબર ચેક કરવા લાગ્યો પણ અંદર એને કોઈ માનસી નો પતિ હોય એવો કોન્ટેક્ટ નાં મળ્યો માને બહુજ વિચિત્ર લાગ્યું, ફોટો ગેલેરીમા માન ને માનસી નાં મોમ ડેડ ને ભાઈ નાં જ ફોટો હતાં અને વધું નેહા અને પ્રેમના ફોટો હતાં .માન મોબાઇલ ફેંદી લીધો આખો એને ક્યાંય માનસી નો કોઈ પતિ હોવાના સબૂત નાં મેળવી શક્યો.."
' મોબાઇલ પાછો બંધ કરી ને જલદીથી ગાડી મા બેસી ને યે હોસ્પિટલ જવા રવાના થઈ ગયો..'
*
' નેહા તુ અહિં ...અચાનક માનસી નેહા ને જોઇ ને ખુશી થી ગળે વળગી પડી'.
માનસી મને બસ કૉલ આવ્યો તારી આવી હાલાત નો તો તેં સમયે હુ રસ્તા મા હતી અને આમ પણ હુ મારી ગાડી લઇને આવી છું ..તો તારી પાસે છું .."
માનસી ની આંખમાં આંસુ જોઈને નેહા પણ રડી પડી ,એ માનસીને હિમ્મત આપતાં કહેવા લાગી..
માનસી જે થયુ તેં સારાં માટે જ થયુ છેં અનેં તારી હવે ની જીદગી નું વિચારવાનું છેં આ સમય તારો કાળ હતો તેં તુ ભૂલી જા અને આવનારા સોનેરી સમય નો વિચાર કર..અને હવે તારા ઉપર કોઈની જવાબદારી નથી રહીં અનેં તારા પાસે જે બાળક છેં એ તો નીતદિ નું છેં, ને તારું જે હતુ અનેં જેની ચિંતા તને વધું હતી એ તારા કિસ્મતથી ગણું દુર ચાલ્યું ગયું છે, તુ બધુ ભૂલી ને એક નવી શરૂઆત કર."..નેહા માનસી ને દિલાસો આપવા લાગી.
"નેહા એ જાણી જોઈને માન વિશે ની વાત છુપાવી , માનસી ને એની વાત કર્તા પહેલા એ પોતે માનને પહેલા મળવા માંગતી હતી..!!!
" માનસીને ડ્રેસિંગ કરવા માટે નર્સ આવી તો નેહા બહાર આવી ગયી.રાત નાં નવ વાગતા હતાં ,બાહર હોસ્પિટલમાં સારવાર માટે રોકયેલ પેશેન્ટ નાં ફેમેલિ લોકોની અવરજવર હતી.. નેહા બાહર આવી ને બેઠી હતી હાથમા મોબાઇલ લઇને જે નંબર પર કૉલ આવ્યો હતો માન નો એ નંબર ડાયલ કરવા લાગી ,..અચાનક કાંઇક વિચારી ને કૉલ કટ કરી ને મોઢા ઉપર હાથ મુકી ને શાંતિથી કાંઇક વિચારવા લાગી...
" મેમ .. અંદર પેશન્ટ ઊંગમા છેં તો તમે એમને જગાડશો નહીં ..ક્યારના એમને શાંતિથી આરામ પણ નથી કર્યો, એ આરામ કરશે તો એની હાલાત મા સુધારો જલદી જોવા મળશે અને મારી જરૂર જણાય તો કહેજો ઓકે.. " !! એમ કહીને નર્સ ચાલી ગયી...'!
નેહા એ સુરેશ અંકલ ને કૉલ લગાવી ને હોસ્પિટલ આવવાની નાં કહે છેં.પોતાને જરૂર જણાશે તો કૉલ કરશે અને સવાર થી બન્ને જણા પગ વાળી ને બેઠા નથી .કાલ સવારે આવવાનું કહી ને કૉલ ઉપર વાત પતાવી ને હોસ્પિટલ ની બાજુમાં આવેલ કેન્ટીન મા નાસ્તો કરી ને પાછી આવી ગઇ..
માનસી નાં રૂમમાં જાવા માટે નેહા એ દરવાજો ખોલ્યો તો.. માનસી દુનિયાનાં પોતાની પાસે રહેલ બધાં દુઃખો ની ચાદર સંકેલીને આરામ કરતી હતી.એનાં ચહેરા પર એક ચેતનાની રેખા જોવા મળી. નેહા માનસીની ઊંગ ને કોઈ હાનિના પહોચે એ રીતે બાહર આવી ગઈ. બાહર આવીને એક બાંકડા પર આડી પડી.
'આચનક કાંઈક પગલાંનો અવાજ સાંભળી નેહા સાંફળી જાગી ગયી અને અચાનક સામે પરિચિત વ્યક્તિ આવીને ઊભી રહી ગઈ..!!!'
"નેહાની સામે ઉભેલ વ્યક્તિ ગંભીર જણાતી હતી ,તેનાં ચહેરા ઉપર એક ચિંતાની રેખાઓ હતી.તેં વ્યક્તિ હાંફી રહીં હતી.. આંખો પારાવાર પસ્તાવાથી નીતરતી હતી,..."
" માન તુ અહિં ...આટલા સમય સુધી ક્યાં હતો??...
નેહા એ માન નાં કપડાંનું અવલોકન કર્યું ..કપડાં તેણે પહેરેલા હતાં તેં બિઝનેસમેન ને શોભે તેવા હતાં,અનેં હાથ મા આઈ ફોન હતો તેં પણ letest મોડેલનો. ..નેહા વિચારવા લાગી કે માન આટલો મોટો ક્યારે બની ગયો??? નેહા નું મન માન ને જોતાં વિચારોનાં વમળ વચ્ચે ગોથાં ખાવા લાગ્યું.!"
"નેહા માનસી કેમ છેં તેં ઓકે છેં ને અનેં તેંની તબિયત વધું બગડી નથી ને?? ઓપરેશન ને કારણે તેનાં શરીરમા કોઈ દુઃખાવો નથી ને?? નેહા જલદી મને કહે મારે માનસી ને મળવું છેં ..??તુ કાંઇક તો બોલ નેહા...!!!"
માન નેહા સામે ચીલ્લાંઇ ને કહેવા લાગ્યો, હોસ્પિટલનું વાતાવરણ શાંત હતુ તેથી માનનાં અવાજનાં પડગ઼ા લાંબી મા પડવા લાગ્યાં.
"માન તુ શાંત થા ..શી ઇસ ઓલવેંઝ ગુડ ...અને નર્સ હમણાં જ તેંની સાથે હતી ને હુ તેને જઇને નાં મળું અને તેની સાથે બેસવાની મને નાં કહીને ગયી છેં!!" કેમ કે તેને આરામ ની બહુ જ જરુર છેં..."
નેહા ની વાતો માનનાં મનને શાંત કરવામાં સફળ થયી.
માન તુ અહી ક્યાંથી અને અચાનક તને માનસી ક્યાંથી મળી ગયી?? કદાચ તુ એ નાં ભુલ કે માનસીને એકલી આ હાલાતમાં મુકી ને ક્યાં ભાગી ગયો હતો...???
"માન ને નેહાની વાત થોડી અચંબિત લાગી કે, પોતાને માનસીની હાલતનો જીમ્મેદાર કેમ માને છેં!! માન આગળ કૈક બોલે તેં પહેલા તેનાં મોબાઇલ મા રિંગ વાગી..મોબાઇલ સામે માને જોયું તો, મોમ નેમ ફ્લેશ થયું.. એ કૉલમાં વાત કરવા બાજું તરફ ગયો....!"
હા મોમ હુ આવી જઈશ તમે મારી ચિંતાનાં કરો...ઓકે.."
માન'.
" નેહા એ અનુમાન લગાવ્યું કે ...એની મોમનો કૉલ છેં સારુ તો ક્યાંક એની પત્ની નો ફોન નાં આવ્યો નહીં તો માનસી ને જવાબ આપવો કઠીન પડત"... !!
માન કૉલ ખતમ કરી ને નેહા જોડે આવ્યો..
' નેહા ચાલ આપણે બાહર બેસીને વાત કરીયે, અહિં આપણી વાતોથી પેશેન્ટ ને તકલીફ થાય છે..'
ઓકે.. બટ મને એક વાત નો જવાબ આપ..કે, તુ બોમ્બેમા પચીસ હજારની નોકરી કરવાવાળો અને હોન્ડાની સાદી ગાડી ને મોબાઇલ એન્ડ્રોઇડ યૂસ નાં કરવાવાળો વ્યક્તિ આજ આવડો રિચ કેમ દેખાય છેં???" નેહા.
નેહા ની વાતો માનને થોડી તકલીફ આપી ગયી,,પણ એ ચુપ રહ્યો આગળ એ કાંઈ બોલે અને માનસી કાઈ જુદું સમજે તેં પહેલા એ શાંતિથી વાત કરવા માંગતો હતો.
"ચાલ બાહર ...માન નેહા ને બાહર આવવા માટે કહેવા લાગ્યો"
નેહા માનની જોડે બાહર જવાં રાજી થઈ ગઈ.
માને નર્સને બોલાવી ...તમે આ પેશેન્ટ ને એક મિનીટ પણ એકલી મુકી ને નાં જતા અમે હમણાં જ આવીએ છીયે , તમે અંદર તેમની જોડે જ રહેજો . હુ તમારી વાત dr ને કહીં દવું છું અને તમારો ચાર્જ બે ગણો હુ આપીશ બટ તમારે આમની જોડેથી દુર જવાનું નથી.. ઓકે ..
નર્સ સમજી ગયી અને વધું ચાર્જ મળવાને કારણે એ સાચવવા રાજી થયી ગયી.
માન નેહા ને પોતાની કારમા બેસાડીને પાંચ મિનીટ હોસ્પિટલથી દુર કોફી હૉઉસમા લઈ ગયૉ...
"રસ્તામાં નેહા માનની આવડી મૉગી કાર જોઈને તેનાં વિચારમાં પડી ગઈ કે...માન જોડે આવડો રૂપિયો ક્યાંથી આવ્યો..શું સાચ્ચે જ માને માનસીને દગો આપીને ચાલ્યો ગયો હતો..
' મને નથિ લાગતું કે માને માનસી ને છોડી હોય તેને દગો આપ્યો હોય..." નેહા વિચાર કરતી હતી ત્યાં જ કોફી શોપ સામે માને ગાડી ઊભી રાખી ..'!
બન્ને કૉફી શોપમા આવ્યાં . અંદર જઇને એક ખૂણા મા બન્ને જઇને બેઠા.આ જગ્યા માન ની ગમતી જગ્યાઓ માંથી એક હતી..ત્યાં જ વેઈટર આવ્યો..,, સર ઓર્ડર પ્લીઝ...." માન એ નેહા ને પૂછી ને કોફી નો ઓર્ડર આપી દીધો.."!!
" નેહા ..આ માનસી નો મોબાઇલ , સુરેશ અંકલ નાં ઘરે હતો તો હુ લઈને આવયો છું..આગળ તુ કાંઈક મને પૂછે પ્રશ્ન એ પહેલાં હુ તને બધુ જાણવા માગું છું કે, હુ કોણ છું અને સુરેશ અંકલને કેવી રીતે ઓળખું છું ને શા કારણે આટલા સમય સુધી હુ માનસીથી દુર હતો??? હુ બધુ તને જણાવીશ ! એ પહેલાં તુ મને માનસીના બાળકનાં પિતા ની ઓળખાણ આપ મારે એમને મળવું છેં????" 'માન'.
નેહા માન ની વાત સાંભળી ને અવાક બની ગયી કે માનસીનાં બાળક નો પિતા?? મનમાં વિચાર આવ્યો કે..માનસી નાં પતિની વાત સુરેશ અંકલે કરી હશે.!"
માન એ હુ બધુ જણાવીશ ...એ પહેલાં તુ મારા પ્રશ્ર્નો નાં જવાબ આપ ?? તુ સમજે જ છેં કે હુ શુ કહેવા માંગુ છું ???નેહા માન સામે ધારદાર નજરથી જોવા લાગી."
માન એ નજર નો સામનો નાં કરી શક્યો એ નીચું જોઇ ગયો
' સર ..મેમ તામારી કોફી..વેઈટર કોફી મુકી ને જતો રહ્યો ..
ઓકે ..નેહા હુ તને જે જાણવું છું તેં તુ સાંભળ જે યોગ્ય રીતે , મારા જીવન ની એજ સચ્ચાઈ છેં એમા કાઇ તને ખોટું હુ ની જાણવું અને તને જો એવું લાગે તો તુ સુરેશ અંકલ ને બધુ પૂછી શકે છેં !!..' એને મારા જીવનની દરેક બાબતમાં મારી સાથે છેં.."..'માન'.
"હા..તુ જણાવ હુ તારા ઉપર વિશ્વાસ કરીશ કે નહીં એ તારી યોગ્યતા ઉપર વધું ડિપેંડ કરશે કે, તારી જીદગી શુ છે!?"નેહા.
" નેહા ....મારુ સાચું નેમ માનવ ધીરજ મહેતા છેં, ગ્રુપ ઓફ મહેતા ,ઈંડિયા નાં ટોપ પચીસ બિઝનેસમા જેમની નામના છેં એવાં ધીરજ મહેતાનો દિકરો છું હુ..."
" .નેહા નાં હાથમા જ કોફીનો કપ રહી ગયો એ માન સામે એક અંચબિત આંખોથી જોવા લાગી.."
મનમાં નેહા કહેવા લાગી કે માન આવડા મોટા બિઝનેસ મેન નો વારસદાર છેં .જેની નામના દેશ વિદેશઓ મા થાય છેં તેવા ધીરજ મહેતા નો દિકરો છેં..
"માન કોફી નો કપ હાથમાં લઈને આગળ બોલવા લાગ્યો ...."
વધું આવતાં અંકે..
માન શા કારણે માનસીને દુર કરી અનેં એની જીદગી ની સાચી હકીકત શું છેં?? નેહા માનસી અનેં માન ને મેળવવા મદદ કરશે?.. શુ માનસી માનને મેળવવામા સફળ થશે??? શું માન માનસી ને સ્વીકારશે???
'જણવા વાંચતા રહો..પ્રેમની પરિભાષા..:'