Khunchvayelo Dikaro books and stories free download online pdf in Gujarati

ખુંચવાયેલો દીકરો

બ્રોમ્ટ્નમાં (કેનેડા) રહેતી લીંચને ફોન ઉપર પોલીસનો સંદેશો મળે છે.” ૧૯૮૭માં તારો ૨૧ મહીનાનો તારો ખુંચવાયેલ દીકરો જર્મીન આજે કનેક્ટી કટમાં થી જીવતો મળ્યો છે.” અને તારા છોકરાને ખુંચવનાર તેનો બાપ એલનનું જુઠાણું પકડાયુ છે. લો વાત કરો જર્મીન સાથે.”
લીંચ તો સ્તબ્ધજ થઈ ગઈ
જર્મીન ફોન પર બોલ્યો “ મોમ !”
લીંચની આંખો ભરાઈ ગઈ..
તે બોલી “ મારા ભગવાન! તેં મારી લાજ રાખી .”
જર્મીન ફરી બોલ્યો “ મોમ સાચું કહું એલેને મને નાનપણથી એમજ કહ્યું હતું કે તુ ૨૧ મહીને મરી ગઈ છે, પણ હું માનતો નહોંતો અને સમજણો થયો ત્યારથી મોમ તમને ખોળતો હતો.” તેનાં પુખ્ત અવાજમાં નાનું બાળક બોલતુ હતુ.
લિંચ ગદગદ હતી "મને ટીકીટ અડધા કલાક પછીની મળી છે હું બે ફ્લાઈટ બદલી ને દોઢ કલાકે કનેક્ટીકટ પહોંચુ છું. ૬૬ વર્ષની વયે આજે જાણ્યા પછી મારામાં તને મળવાની આતુરતા ઘણી વધી ગઈ છે"
“ મોમ મારી પણ એજ દશા છે હું એર પોર્ટ ઉપર ઘણી આતુરતા થી તારી રાહ જોઇશ,,” જર્મીનનાં અવાજ માં કંપનો દેખાતા હતા.
વાત જાણે એમ બની હતી કે જર્મીન નાં જન્મ પછી મળેલા છૂટા છેડામાં એલન ઝનુને ભરાયો હતો અને તે ગોઝારા દિવસે વિઝીતેશન વખતે તક મળતા જ પાણી માર્ગે ટોરંટો થી તે તળાવ ક્રોસ કરી અમેરિકા પહોંચી ગયો. તેને આ ચોરી કરવામાં સહાય કરી એંજેલાએ. અને પાસ્પોર્ટ ઉપર નામ બદલવાની સહાય કરી એજેંલા નાં પતિ પીટરે કરેલી હતી., નવા પાસપોર્ટનાં સહારે અમેરિકામાં દાખલ થયેલા એલને પહેલું કામ કર્યુ જુનો પાસપોર્ટ અને જુના નામ એલને નેસ્ત નાબુદ કર્યુ અને નવો અવતાર મેક્ષ કોનાર્ક નાં નામે શરુ કર્યો, જર્મીનને મેક્ષ જુનિયર નાં નામે ભણવા મુક્યો અને એકલ પંડે કનેક્ટીકટ્માં કોફી શોપ ખોલી.


આ બાજુ રડી રડીને લીંચનાં હાલ બુરા હતા.તેના જર્મિન ની યાદોને સહારે જીવવાનું હતું. પોલિસ પાસે કોઇ જ માહીતિ નહોંતી.. છ મહીને કેસ ફાઈલ થઈ ગયો..પણ લીંચ ને ધરપત નહોંતી.દર રવિવારે ચર્ચમાં જતી અને પ્રભુને પ્રાર્થના કરતીકે તેના જર્મીનને લાંબુ આયુષ્ય આપે અને સર્વ રીતે સહાય કરે. અને પ્રભુને પ્રાર્થના કરતી કે એક દિવસ એના દીકરા સાથે તેની મુલાકાત કરાવે…પાંચ વર્ષ વીતી ગયા પછી કેનેડીયન પોલિસે ફાઇલ બંધ કરી પણ લીંચ પાસે એવી ક્યાં કોઇ શક્યતા હતી? તેની તપશ્ચર્યા તો જ્યાં સુધી જર્મીન ન મળે ત્યાં સુધી હતી.તે દ્ર્ઢ પણે માનતી કે,પ્રભુએ વિખુટો પાડ્યો છે અને તેજ ભેગા કરશે


એલન અને જર્મીન સમય સાથે આગળ વધતા જતા હતા. ક્યારેય વાતો કરતા ત્યારે દરેક વાતોનો અંત મમ્મી ઉપર આવી જતો.પુખ્ત જર્મીન પપ્પાનાં જુઠ પકડવામાં માહીર થઈ ગયો હતો.ખાસ્તો દારુ પીધા પછીનાં બડબડાતમાં સત્ય આપોઆપ ખુલી જતું. લીંચનો સંદર્ભ લીસા તરીકે થતો એ એક ગુંચવનારી વાત હતી. તે જાણતો કે તેની મા જીવે છે અને તે કેનેડામાં છે.
આ બાબતે ઝઘડા પણ થતા.બાપ કહેતો “તારી માએ જન્મ આપ્યો અને મેં તને પાળી પોષીને મોટો કર્યો તેનું કંઈ નહી?” જ્રર્મીન બોલતો “તમે ગુનેગાર છો મને મારી માથી છુટો પાડ્યો છે.”


પોલિસ્ ને ક્યાંક્થી બાતમી મળી મીસ્ટર મેક્ષ માર્કનાં ડોક્યુમેંટ નકલી છે. ડીટેક્ટીવ પાછળ લાગ્યો..૩૧વર્ષ જુનો કેસ ખુલ્યો. પ્રૂફ ભેગા થયા લોહીનું પરિક્ષણ થયુ. મેક્ષ જ એલન છે તેમ સાબિત થયુ અને પોલિસે ફોન કર્યો..” ૧૯૮૭માં તારો ૨૧ મહીનાનો તારો ખુંચવાયેલ દીકરો જર્મીન આજે કનેક્ટી કટમાં થી જીવતો મળ્યો છે.” અને તારા છોકરાને ખુંચવનાર તેનો બાપ એલનનું જુઠાણું પકડાયુ છે. લો વાત કરો જર્મીન સાથે.”
ફલાઈટ્માં લીંચ કનેક્ટીકટ પહોંચી ત્યારે જર્મીન માને માટે મોટો ફુલોનો ગજરો લઈને ઉભો હતો. અને ૩૧ વર્ષનો દુઃખ નો ગાળો આંસુઓમાં પીગળી ગયો.


તેને ચર્ચનાં પાદરીનાં શબ્દો સંભળાતા હતા " ધીરજ અને હકારાત્મક અભિગમ ચમત્કારિક પરિણામ લાવે છે."


સત્ય ઘટના ના આધારે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED