“સ્ટ્રીમીંગ નાવ“ ! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“સ્ટ્રીમીંગ નાવ“ !

“ સ્ટ્રીમીંગ નાવ “.!!!

શાહરૂખખાન....રાધિકા આપ્ટે....સુશાંતસિંહ રાજપૂત....વિદ્યા બાલન...સૈફઅલી ખાન.....ઇમરાન હાશમી...કરિશ્મા કપૂર.....એન્ડ મેની મોર....!!! આ બધા ઓલરેડી સિલ્વર સ્ક્રીનના ચમકતા સિતારા તો છે જ, ઈનફેક્ટ શાહરૂખ ને વિદ્યા જેવા તો ઓલરેડી સુપરસ્ટાર છે જ છતાં પણ આ લોકોને સિલ્વર સ્ક્રીન સિવાય પણ નાના પડદે ચમકાવવાનો મોહ લાગ્યો છે...અને એનું કારણ છે શોર્ટ, સચોટ અને બેધડક વાતો કહેતી વેબ-સીરીઝીસ....!!! જી હા શાહરૂખ તો આમેય નાના પડદા થી જ મોટા પડદે આવેલો છે એટલે એના માટે તો બેક ટુ પેવેલીયન જ કહેવાય, જો કે શાહરૂખ પોતે તો વેબ સીરીઝમાં એક્ટિંગ નથી કરવાનો પણ એના બેનર નીચે એક વેબ સીરીઝનું નિર્માણ કરવા જઈ રહ્યો છે કે જેમાં ઇમરાન હાશમી મેઈન લીડ રોલ ભજવશે... આ વેબ સીરિઝ વાર્તા ' ધ બોર્ડ ઓફ બ્લડ પર આધારિત હશે. જેમાં ઇમરાન હાશ્મી મુખ્ય રોલમાં જોવા મળશે. ઇમરાન કબીર આનંદનું પાત્ર ભજવતો જોવા મળશે.!!! રીપોર્ટ તો એવા છે કે વિદ્યા બાલન એક વેબ સીરીઝમાં ઇન્દિરા ગાંધી બનીને આવી રહી છે...!!

સમય સમય મુજબ દર્શકોને બાંધી રાખવા કે પોતાની તરફ ખેચવા માટે મનોરંજનના નવા નવા આયામો વિકસતા રહેતા હોય છે, વેબ સીરીઝ આમાનું એક લેટેસ્ટ અને અત્યારના સંજોગોમાં અતિ લોકપ્રિય અને બળકટ માધ્યમ છે. સાસ – બહુ ના બોરિંગ ડ્રામામાંથી દર્શકોને ઉબકા આવવા લાગ્યા હતા એનો લાભ લઈને વેબસિરીઝે દર્શકોમાં પોતાનું આગવું સ્થાન જમાવી લીધું છે. વેબસીરીઝમાં કહેવાતી વાર્તાઓ અમુક અંશે ફિકશનલ જરૂર છે પણ ઓરીઝનલ અને નેચરલ નજર આવે છે, વેબસિરીઝની વાર્તાઓ ઓવર ડ્રામાથી દુર અને રજુઆતમાં ક્રિસ્પ લાગે છે એનું કારણ છે વેબ સીરીઝના કલાકારોની નેચરલ એક્ટિંગ અને ખાસ તો મેકઅપના થથેડા સિવાય રજુ થતી અસલ લાગતી કાલ્પનિક વાર્તાઓ..!!!! ખાસ કરીને રજુઆતની છૂટછાટને લીધે બોલ્ડ કન્ટેન્ટ પીરસી શકતી વેબસીરીઝ યુવા દર્શકોમાં ખાસ અને આગવું સ્થાન જમાવી ચુકી છે. ફિલ્મના બે કે ત્રણ કલાકમાં કહી ના શકાય એવી વાર્તા કે પછી સેન્સરની આંટીઘુંટીમાં પડ્યા વગર વાત કહેવી હોય તો વેબ્સીરીઝ છે બેસ્ટ ઓપ્શન....!!!!

શુશાન્સિંહ રાજપૂતને જ લઇ લ્યો ને....આમ તો શુશાંત એમ.એસ.ધોનીની હીટ બાયોપિક પછી મોટો સ્ટાર ગણાય છે . નવેમ્બરમાં એની સૈફની છોરી સારા સાથે કેદારનાથ રજુ થઇ રહી છે પણ શુશાંતને પણ વેબસીરીઝનું માધ્યમ ગમી ગયું છે. ૫૪૦ બીસી થી લઈને ૨૦૧૫ સુધીના ૨૦૦૦ વર્ષના સમયગાળામાં થઇ ગયેલી ભારતની હસ્તીઓ પરની આ વેબસીરીઝ્માં શુશાંત ચાણક્ય, ટાગોર, કલામ જેવા લોકોની જીવનયાત્રા કહેવા માટે અલગ અલગ ૧૨ પાત્રોમાં નજરે પડશે...!! દર્શકોને તો બખ્ખા જ છે...!! તો સર્જીકલ સ્ટ્રાઈક પર ઓલરેડી લેટેસ્ટ હોટ અને હીટ વિક્કી કૌશલના રોલવાળી ફિલ્મ ‘ ઉરી ‘ તો બની જ રહી છે પણ બિરલા ગ્રુપની વેબ સીરીઝ કંપની દ્વારા ‘ ઇન્ડીયા સ્ટ્રાઈક – ૧૦ ડેય્સ “ નામે વેબ્સીરીઝ પણ બની રહી છે..!!

અત્યારે નેટફ્લીક્સ, હોટસ્ટાર અને એમેઝોન વેબસીરીઝ્ના ક્ષેત્રમાં અગ્રેસર છે પણ તમે યુટ્યુબ કે એકતા કપૂરના બાલાજી એએલટી પર અનેકો વેબ્સીરીઝ જોવા મળશે. ૨૦૧૪માં આવેલી પહેલી વેબ્સીરીઝ ‘ પરમેનન્ટ રૂમમેટ “ ની સફળતાથી વેબ્સીરીઝ્ની સીરીઝો શરુ થઇ ગઈ ટીવીના એકને એક ઘીસાપીટા મનોરંજનથી યુવા દર્શકવર્ગ ઉબકી ગયો છે એવામાં વેબસીરીઝની આ નાની નાની ફૂલઝડીઓ યુવા દર્શકોમાં મનોરંજનની ફુહાર લઈને આવી છે. અને આ તો ઓનલાઈન છે એટલે ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે એટલા સમય માટે જોઈ શકાય છે અને આ જ આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે..!! અને બીજું કે દુનિયાભરનું કન્ટેન્ટ તમારા મોબાઈલ કે લેપ્પીમાં હાજર છે. તમે પાકિસ્તાની, કોરિયાઈ, જાપાનીઝ કે મરાઠી, પંજાબી કે પછી યુરોપિયન કોઈ પણ લેન્ગવેજમાં ગાજેલી અને વખણાયેલી આ છોટી છોટી સીરીઝો આસાનીથી અને આરામથી જોઈ શકો છો. યુવાનોને આ વધુ માફક આવી ગયું છે. અને સામે છેડે વેબસીરીઝ્ના નિર્માતાઓ અને કલાકારો પણ એક થી કે ચડિયાતા વિષયો સાથે મનોરંજન પીરસી રહ્યા છે અને એ પણ બેધડક અને બેરોકટોક....!!!

જો કે આ બેરોકટોકને લીધે વિવાદો પણ એટલા જ થાય છે. એટલે જ ‘ ઇટ્સ નોટ સિમ્પલ ‘ સિરીઝની નાયિકા સ્વરાં ભાસ્કર બીજી સીઝન માટે તૈયારી કરતા કહે છે કે આમાં સેન્સર બોર્ડ ઇન્વોલ્વ નથી એટલે કલાકારો છૂટથી અને રીયલ લાગતું કામ કરી શકે છે. વાત પણ સાચી છે કેમકે વેબસીરીઝ પ્યોરલી એક્ટિંગ પર ડીપેન્ડ છે. મોટાભાગની સફળ વેબ્સીરીઝ એના કલાકારોના દમદાર અભિનયને લીધે અને બાકી જો બચા તો વાર્તાને લીધે લોક્પ્રિય થઇ છે એ હકીકત છે જ..!! જેમ કે નેટફ્લીક્સ પર હમણા જ રીલીઝ થયેલી અને ત્રણ ભાગમાં આવેલી રાધિકા આપ્ટેની ‘ ઘોલ ‘ રીલીઝ થતા જ હીટ થઇ ગઈ છે. ‘ ઘોલ ‘ માં હોલીવુડ ફિલ્મોમાં જોવા મળે એવા વિઝ્યુલ છે તો નેટફ્લીક્સ પર જ જુલાઈમાં રીલીઝ થયેલી સૈફને ચમકાવતી ‘સૈક્રેડ ગેમ્સ ‘ પછી રાધિકાની આ સીરીઝ વધુ ચર્ચિત છે. તો મુંબઈના બહુચર્ચિત કોલા કમ્પાઉન્ડ કાંડ પર એકતા કપૂર બાલાજી એએલટી પર ‘ હોમ ‘ નામે વેબ્સીરીઝ લાવી રહી છે જેમાં અનુ કપૂર અને સુચિત્રા મેઈન રોલમાં છે કે જેમાં બિલ્ડરની ભૂલોને લીધે તોડી પડાવવા જઈ રહેલી સોસાઈટીને બચાવવા માટે સંઘર્ષ કરતા લોકોની વાત છે.

વેબ્સીરીઝનો જાદુ એટલો બધો છે કે લગભગ બધાને આમાં કામ કરવું છે પછી ચાહે એ નિર્માતા તરીકે કે પછી કલાકાર તરીકે. શાહરૂખની વાત તો આગળ કરી જ પણ એ સિવાય શ્રધ્ધા કપૂર પણ વેબ સીરીઝના આંગણે પગ માંડવા તૈયાર છે તો બહુચર્ચિત રાધે માં પણ એક વેબ સીરીઝ “ રાહ દે માં “ માં આવી રહ્યા છે..!! તો ડાયરેક્ટર ઈમ્તીઆઝઅલી અને કારણ જોહર પર ડીજીટલ પ્લેટફોર્મ માટે કશું બનાવવાની વેતરણમાં છે. તો ફિલ્મ “ સંજુ “ માં ના કહેવાયેલી સંજય દત્તની લાઈફ પર એક વેબ સીરીઝ બની રહી છે. હીટ ફિલ્મ “ બાહુબલી “ ની શીવગામી પર ૧૦ હપ્તાની એક વેબ્સીરીઝ બની રહી છે જેમાં શીવગામીના પૂર્વ જીવનની વાત હશે...!! ‘ કાંટા લગા “ ગીતથી રાતોરાત હીટ થઇ ગયેલ શેફાલી જરીવાલા બાલાજીની કોમેડી વેબ સીરીઝ ‘ બેબી કમ ના ; માં શ્રેયસ તલપદે અને ચંકી પાંડે સાથે જોવા મળશે.

વેબસીરીઝ મનોરંજનનો નવો ખજાનો છે અને હીટ એટલા માટે છે કે એક તો એને સેસરનો કોઈ બાધ નથી એટલે જે બતાવવું હોય તે બતાવી શકે છે, બીજું કે સામજિક બંધનોને પાર કરીને અલગ વાત કહી શકે છે. આજકાલની વેબસિરીઝોમાં નગ્નતા, ધાર્મિક મતભેદો, લૈંગિક સંબંધો, સેક્સ, હત્યા સહીત બધું જ જોવા મળે છે અને ટીવી કે ફિલ્મોની સેન્સરશીપથી ઉબકી ચુકેલા દર્શકો માટે આ આંચકાની સાથે સાથે કુછ હટકે મનોરંજન છે. અસલમાં વેબસીરીઝ તમારા વિચારો બદલવાની ક્ષમતા ધરાવે છે અને એનું કારણ બેઝીઝક કહેવાતી વાર્તાઓ છે. ચોક્કસપણે વેબસીરીઝ સિનેમા અને ટીવીના મુકાબલે શશક્ત માધ્યમ સાબિત થઇ રહ્યું છે અને આવનારો જમાનો એનો જ છે...!!