કયો લવ ? ભાગ : ૪૫ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ? ભાગ : ૪૫

કયો લવ ?

ભાગ (૪૫)

તે સાથે જ રુદ્ર પ્રિયાની નજદીક ગયો. એણે પ્રિયાની આજુબાજુ બંને હાથ દિવાલ પર ટેકવ્યા. અનાયસે જ પ્રિયાથી દિવાલને ટેકી જવાયું. રુદ્ર પ્રિયાની ઝીણી કાતિલ આંખોમાં આંખ મેળવતા કહ્યું, “ પતિ પત્નીના સંબંધ કેવા હોય છે. તને ખબર છે?” એટલું કહેતાની સાથે જ રૂદ્રે ઝડપથી પ્રિયાના કપાળે, ગાલ પર, હોઠ પર ગરદન પર હાથ પર નીચે સરકતો પેટ પર, નાભી પર કિસ કરતો ગયો. રૂદ્રે પહેલી વાર પ્રિયાની મુલાયમ ત્વચાને એ પણ આવી રીતે ટચ કરીને માણી રહ્યો હતો. સામેથી પ્રિયાએ પણ એના શરીરને ચૂમવા માટે આવાહન આપી દીધું હોય તેમ આનંદમાં આવી ફક્ત ‘ઓહ્હ રુદ્ર નહીં’ ‘ઓહ્હ પ્લીઝ’ ‘ઓહ્હ માય ગોડ..ઉહ્હ..અહહ..’ જેવા શબ્દો કાઢી રુદ્રના દિલો દિમાગને તેજ કરી રહી હતી. રુદ્રના હોઠ પ્રિયાના પૂરા શરીર પર ફરતાં રહ્યાં.

રૂદ્રે એણે છાતીમાં લઈને ભીંસી નાંખી. પ્રિયાને એણી વજનદાર છાતીમાં ભીંસાવા ગમી રહ્યું હતું. તે કહેવાં જતી હતી કે રુદ્ર છોડ યાર હું ગુંગળાઈને મરી જઈશ. પરંતુ પ્રિયાના મોઢામાંથી અવાજ પણ નીકળતો ન હતો. તે બોલી સકતી ન હોતી. બંને પાણીથી લથબથ હતાં તેમ છતાં બંનેનો ઉચ્છશ્વાસથી ગરમ ઉષ્મા નીકળી રહ્યો હતો. તેઓ બંને હોશ ખોઈ રહ્યાં હતાં. રુદ્ર પ્રિયાના મદમસ્ત તનબદનમાં સમાવા માગતો હતો. એના શરીરની ભીની સુંગંધમાં ભળી પોતાની જાતને સમાવી દેવા માગતો હતો. એણે પોતાના બદનમાં સમેટી દેવા માગતો હતો.

રૂદ્રે એણે ધીરેથી ફર્શ પર સૂવડાવી દીધી. એના સાડીના પાલવને છાતી પરથી કાઢી નાંખ્યો. પ્રિયાના સ્તનયુગ્મ આછા પ્રકાશમાં કઈક જોરથી ધબકારા કરતાં આવાહન આપતા હોય તેમ રુદ્રને સમાવી દેવા માગતા હતાં. પ્રિયાના સ્તન રુદ્રની પ્યાસી નજરોને જોતાં તંગ થઈ રહ્યાં હતાં. રુદ્ર કઈક ઝડપથી એના ભરાવદાર સ્તનોની વચ્ચે પોતાનો ચહેરો છુપાવતો હોય તેમ પડી રહ્યો. એણે ફરી છાતી સરસી લગાડીને ભીંસી દીધી. “ઓહ્હ રુદ્ર !! ઓહ્હ !!” પ્રિયા માદક સ્વરથી કહી રહી હતી. પરંતુ તે જ ક્ષણે રુદ્રને પ્રિયાના મોમ અને સૌમ્યનો ચહેરો દિમાગના એક ખૂણે તરવરતા દેખાઈ રહ્યો હતો.

રુદ્ર પોતાના સંવેગો પર કાબૂ રાખી શકતો ન હતો. એ ફરી પ્રિયાના ચહેરા પર આવ્યો. એણી ઝીણી કાતિલ આંખોમાં આંખ પરોવી. એ હાંફતો ધીરેથી માદક સ્વરે કહી રહ્યો હતો, “ પ્રિયા, તારા હોઠોને ચૂમું કે નહિ ?” પ્રિયા સેકેંડ માટે તો આછા ઉજાસમાં રૂદ્રનો ચહેરો જોતી રહી. એણે રૂદ્રનો ચહેરો પ્યારો લાગતો હતો. એ રુદ્રની હતી. ફક્ત રુદ્રની.

“હું ના પાડીશ તો તમે નહીં ચૂમો?” પ્રિયાએ ધીમા અવાજે કહ્યું પરંતુ તેની જોરથી ચાલતી ધડકનના ધબકારા રુદ્રને સંભળાઈ રહ્યાં હતાં. એના ભરાવદાર સ્તનમાંથી તેજ રફતાર સાથે આવાહનનો પડઘો સંભળાઈ રહ્યાં હતાં.

“હા હું નહીં ચૂમું.” રૂદ્રે પ્રિયાના હોઠોને જોતાં કહ્યું.

“હમણાં જે થયું એ શું હતું રુદ્ર ?” પ્રિયાએ પૂછ્યું.

“તારો અને મારો ફક્ત આવેગ.” પ્રિયાના શરીર પર પડેલો રુદ્ર કહી રહ્યો હતો. એણે પલક ઝપકે સૌમ્યની વાત યાદ આવી ગઈ હતી કે ‘તમે બંને તો સમજદાર જ છો. શું ખરાબ અને શું તમારા માટે યોગ્ય હશે એ પણ તમે જાણતા જ હશો.’ અને તે જ ઝટકે રૂદ્રે નિર્ણય કર્યો હોય તેમ પ્રિયાને થોડી પળો માટે જોતો રહ્યો. ધીરેથી એણે પ્રિયાનાં કપાળ પર કિસ કરી. “પ્રિયા હું તમારા બ્રો અને મોમનો વિશ્વાસ તોડવા નથી માગતો. જે વિશ્વાસથી આપણે બંનેને એકલા એમણે મોકલ્યા છે તે વિશ્વાસને જ્યાં સુધી તારા મોઢે લગ્ન માટેની ‘હા’ ના સાંભળું ત્યાં સુધી હું તને ફરી ટચ આવી રીતે નહીં કરું. અને એ ઊભો થયો. પ્રિયા એક શબ્દ ના બોલી. એ ઝડપથી ઊઠી. અને તે જ સમયે પાવર આવ્યો. આખા કમરામાં પ્રકાશ ફેલાયો. પરંતુ આ ઉજાસ પ્રિયાને ના ગમ્યો. એ પ્રકાશ જાણે એણે કરડવા આવ્યો હોય તેમ ઝડપથી ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. તે સાથે જ રૂદ્રે દિવાલમાં જોરથી મુઠ્ઠી વાળીને પછાડી. એ મનમાં જ બબડ્યો, “ શું કરી રહ્યો છું હું? પ્રિયાને નારાજ અને પોતાના આવેગોને એટલો કન્ટ્રોલ કેમ કરી રહ્યો છું?”

સામેથી જાણે એનો જ પડઘો કહી રહ્યો હોય તેમ, “ ના રુદ્ર !! તે જે કર્યું તે બરાબર કર્યું છે. પ્રિયાનો જવાબ પણ એટલો જ જરૂરી છે લગ્ન માટેનો. તું એની સાથે આવો જ કડક મિજાજ ધરાવશે તો જ એ લગ્નનો વિચાર શું છે એ કહેશે. તું ક્યાં સુધી? કેટલા વર્ષો સુધી લગ્ન માટે પ્રિયાની પાછળ પડતો રહેશે....” એવા અનેકો વિચારે રુદ્રને બેચેન કરી દીધો.

થોડી વારે પ્રિયા ફ્રેશ થઈને આવી. રુદ્ર ફ્રેશ થવા માટે ગયો. એ ફ્રેશ થઈને આવ્યો ત્યારે જોયું કે પ્રિયા પડખું ફેરવીને બેડ પર સુતી હતી.

રુદ્ર લાકડાના બનાવેલા સોફા પર જઈ સુવાની કોશિશ કરતો રહ્યો પરંતુ એણે ઊંઘ આવી ન હતી. જયારે પ્રિયાને ઊંઘ તો આવી હતી પરંતુ કેટલા કલાકો બાદ. પ્રિયા જયારે ઘસઘસાટ સુતી હતી ત્યારે રુદ્ર એની સામે ગયો અને પ્યારથી ધીમે રહીને વહાલ કરતાં માથે કિસ કરતાં ‘સોરી’ કહ્યું.

મન તો હતું બંનેને રોકવા માટેનું પરંતુ બંને સવારે જ ઘરે જવા માટેની આજીને મળીને પરવાનગી લીધી. આદિત્ય સહિત બીજા બધાને મળીને રુદ્ર અને પ્રિયા ઘરે આવવા માટે કારમાં ગોઠવાયા.

****

રુદ્ર પ્રિયાને ઘરે મુકવા માટે આવ્યો. પ્રિયાની મોમેં જોયું કે બંનેના ચહેરા પર પ્રવાસ દરમિયાનની થાક જરા પર દેખાતી ન હતી. બંનેના ચહેરા એકદમ ફ્રેશ અને આનંદિત લાગતા હતાં. તેમણે મન થઈ આવ્યું કે પૂછી લઉં, લગ્ન માટે શું વિચાર્યું છે !! પરંતુ બંનેના ચહેરાના હાવભાવ પરથી તેઓ કળી શક્યા કે બંને હવે પરણી જ જશે.

રૂદ્રે પ્રિયાની મોમ સાથે થોડી ઘણી ઔપચારિક વાતો અને પ્રવાસની તથા આદિત્યના આજીના જન્મદિવસની વાતો કરી. તે દરમિયાન સૌમ્યની સગાઈ નક્કી થઈ ગઈ છે તે પણ ખુશખબરી આપી. પ્રિયા તો આ સાંભળી ઉછળી જ પડી. “ મોમ તમે મને નાં જણાવ્યું. બધા જ આજકાલ મને સરપ્રાઈઝ અને સસ્પેન્સમાં રાખ્યાં કરો છો.” એણે મોમ ની તરફ થોડો મીઠો અને રુદ્રની તરફ થોડો તીખો ગુસ્સો ઠાલવ્યો.

“અરે સરપ્રાઈઝ અને સસ્પેન્સ જેવું તો તમે બધાએ મળીને અમારા માટે રાખેલું કેમ?” રુદ્ર અને પ્રિયા સામે નજર કરતા પ્રિયાની મોમે કહ્યું.

બંને ચૂપ જ હતા.

“રિધીમાના પ્રેમમાં સૌમ્ય ક્યારનો પડયો હતો. એટલે જ તે કોઈ બીજી છોકરીને પણ લગ્ન કરવા માટે જોતો ન હોતો.” પ્રિયાની મોમે કહી સંભળાવ્યું.

“અરે મોમ પણ ત્રણ દિવસમાં સગાઈ ક્યારે નક્કી થઈ ગઈ.” પ્રિયાએ આશ્ચર્યથી પૂછ્યું.

“તમે ગયા પછી સૌમ્યએ આખી વાત માંડી હતી. એના ભાઈ રોબર્ટ વિષે પણ જણાવ્યું. રિધીમા લાખ્ખોમાં પણ ગોતવા જાય તો પણ જડે નહીં એવી સૌમ્ય માટે બંધબેસતી છોકરી હતી. મારે તો ના પાડવાનો સવાલ જ ન હતો. બાકી તમારા ડેડને મનાવાનું કામ હતું. એમને તો આપણા ઘરે રિધીમાને જોઈ જ હતી. હવે આટલો બધો સંબંધ બંને છોકરા છોકરીનો આગળ જતો રહ્યો હોય તો ના પાડવાનો સવાલ ક્યાંથી આવે. બધું જ ફોન પર ગોઠવી દીધું, એમના અંકલ થોમસ અને મેરી આંટી સાથે વાતચીત કરીને.” પ્રિયાની મોમે ટુંકમાં વાત પતાવી.

“અરે વાઉં મોમ. તમે તો ગ્રેટ છો યાર. અમને એમ કે ડેડ માનશે કે નહીં...!! એટલે થોડી વાત ને પડતી રાખી હતી.” પ્રિયાએ કહ્યું.

રુદ્ર ક્યારેક પ્રિયા તરફ તો ક્યારેક મોમ તરફ નજર ઠેરવીને બંને વચ્ચે થઈ રહેલી વાતચીતને કંઈક ધ્યાન દઈને સાંભળતો હતો.

“તો ચાલો સૌમ્ય સાથે તમારા બંનેના લગ્ન પણ ગોઠવાય જાય એવું સમજું હું?” પ્રિયાની મોમે સવાલ કરી જ નાંખ્યો.

રુદ્ર કશું બોલે એના પહેલા જ પ્રિયાએ કહી નાંખ્યુ, “ મોમ, અમે બંને હજુ નક્કી નથી કર્યું.”

રૂદ્રે કહી જ દીધું, “આંટી મારી તો હા જ છે...પણ પ્રિયા..” રુદ્રનું વાક્ય હજુ પૂરું ન થયું ત્યાં તો મોમ બોલી પડ્યા, “ અરે રુદ્ર બેટા !! પ્રિયાની પણ હા જ છે. તને ફક્ત રાહ જોવાડે છે..” પ્રિયાના મોમે હસતાં હસતાં કહ્યું.

“મોમ..!!” પ્રિયાએ ડોળા કાઢતાં કહ્યું.

“ચાલો આંટી હું રજા લઉં છું.” એમ કહીને રુદ્ર ઊભો થયો.

“હું નીચે મુકવા આવું છું.” પ્રિયાએ કહ્યું પણ રૂદ્રે જવાબ ના આપ્યો. એ દરવાજાની બહાર નીકળ્યો. દાદરા ફટાફટ ઉતર્યો. પ્રિયા એના પાછળ ગઈ. “રુદ્ર !! શું છે આ ..??” રુદ્ર આ સાંભળી ઊભો રહ્યો. પ્રિયા એની નજદીક ગઈ. કોઈ સુવાળા પીછાની માફક એણે રુદ્રના ગાલ પર હાથનાં આંગળા ફેરવ્યા, “ તું કેમ આવી રીતે નારાજ થઈને જાય છે. મને કિસ નહીં કરે ?”

“મેં તને કીધું ને હું તારા તરફથી લગ્ન માટેની ‘હા’ સાંભળવા માગું છું. તારી જયારે હા હશે તો જ હવે હું તને ટચ કરીશ.” રૂદ્રે કહ્યું.

“મને સમય આપ..!!” પ્રિયાએ કહ્યું.

“કેટલો સમય પ્રિયા? હું આ વર્ષે લગ્ન કરવાનો છું. તારી ના હોય તો હું બીજી છોકરી સાથે લગ્ન કરી લઈશ.” રૂદ્રે કઈક અકળામણથી ગુસ્સાથી કહ્યું.

“જા જોઈ લેજો બીજી છોકરી. અને આજે જ લગ્ન કરી લેજો.” પ્રિયા છણકો કરતી દાદરા ચઢી ઘરમાં આવી. રુદ્ર પણ રોકાયો નહીં. તે સીધો કારમાં જઈ ગોઠવાયો. એવામાં જ અનનોન નંબરથી કોલ આવ્યો. રૂદ્રે કોલ રિસિવ કર્યો. સામે છેડેથી કોઈ નાજુક્તાથી બોલતી સ્ત્રીનો અવાજ સંભળાયો, “ રુદ્ર તું રોંગ નંબર લગાડી રહ્યો છે. નકામો ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે.”

“કોણ છો તમે? ” રુદ્રને સમજ પડતી ન હતી કે શું બોલવું. “ તમે કોઈ પણ હો.. વાર નહીં લાગશે અંદર કરાવતા.” રૂદ્રે બરાડા પાડ્યા.

“પ્રિયા ચાહત હૈ રુદ્ર કી ઉસસે ચાહતા નીલસર હૈ.” એણે ફિલ્મના હિન્દી સોંગ ને કઈક આ શબ્દો વાપરીને ગાઈને સંભળાવ્યું. પછી એ ખૂબ હસી.

“બકવાસ બંધ કર.” રુદ્ર સાપની જેમ છંછેડાઈને ફાટતી અવાજે બરાડ્યો.

“જસ્ટ વેઈટ એન્ડ વોચ. પ્રિયા નીલ બંને લગ્નનાં બંધનમાં જોડાઈ જવાના છે.” એટલું કહીને સામેવાળી ઔરત હસી.

રૂદ્રે ફોનને ગુસ્સામાં કટ કર્યો અને બાજુની સીટ પર ફેંક્યો. હજુ તો પ્રિયાના તનબદન શરીરના સ્પર્શનો નશો ઉતર્યો પણ ન હતો ત્યાં તો અનનોન નંબરથી રુદ્રના દિલો દિમાગમાં પ્રિયા વિરુદ્ધનાં બીજ ફરી રોપવામાં આવ્યા. એ જાણતો હતો કે પ્રિયા એણે લવ કરે છે. પરંતુ એ લવનો ઈઝહાર કેમ નથી કરતી. એ લગ્ન માટે પણ હા કેમ નથી પાડતી. શું સાચે જ કોઈ લવ ગેમ પ્રિયા રમી રહી છે? એવા અનેકો વિચારો લઈને રુદ્ર ગાડી હંકારતો હતો.

****

સૌમ્યએ ભવ્ય પાર્ટી રાખી રિધીમા સાથે સગાઈ કરી. સગાઈમાં વગદાર લોકો સાથે પ્રિયાની કોલેજમાંની આખી ટોળકી પણ આવી હતી. ટોળકીમાં કુલદીપ અને રોનક પણ હતાં જ. રુદ્ર, એમના મોમ ડેડ તેમ જ આદિત્ય પણ સામેલ થયો હતો. રોઝ તરફથી ગોવામાં રહેતા માર્યા આંટી થોમસ અંકલ, રિધીમાના ડેડ વિરેન, રિધીમાના મૌસી તેમ જ થોડાક આંગળીનાં વેઢે ગણાય એવાં ફ્રેન્ડો ઉપસ્થિત હતા. સગાઈ દરમિયાન લોકોમાં પણ ગણગણાટ હતો કે આ રુદ્ર નામના છોકરા સાથે પ્રિયાનાં પણ લગ્ન થવાના છે.

પ્રિયાએ નીલ સરને પણ બોલ્યા હતાં. પરંતુ તેઓ કોઈ અગત્યના કારણસર આવી શક્યા ન હતાં. સગાઈની લાજવાબ મેનેજમેન્ટ જોઈને અમીરીની છાપ આંખે ઊડીને દેખાઈ રહી હતી. લગ્ન મે મહિનામાં નક્કી થયા હતાં. જેમાં પ્રિયાની પણ બોર્ડની એક્ઝામ પતી જવાની હતી.

સગાઈમાં પ્રિયા અને પ્રિયાની ટોળકીએ ખૂબ ધમાલ મચાવી હતી. તેઓએ બોલીવૂડ હોલીવૂડ ગીતો પર નાચી ધૂમ મચાવી દીધી હતી. નારાજ રુદ્ર પ્રિયાને આજે મળી રહ્યો હતો. પ્રિયા ચાહતી હતી કે રુદ્ર વાતની પહેલ કરે. પરંતુ રુદ્ર અડગ હતો. પરંતુ પ્રિયાની ખુબસુરતી આખી સગાઈ દરમિયાન એટ્રેક્ટ કરી રહી હતી. એણી સાથે લગ્ન કરવા માટે બીજા ચાર પાંચ છોકરાઓ પણ ઊભા થઈ ગયા હતાં. કોઈ પોતાનાં મોમ ડેડને પ્રિયા વિષે કહી રહ્યાં હતાં. તેમ જ મોમ ડેડો પોતાનાં છોકરાઓને પ્રિયાને દેખાડી રહ્યાં હતાં. સગાઈ પત્યા બાદ પ્રિયાના મોમ ડેડનાં કાનમાં પોતાનાં દીકરા સાથે પરણે એ વાત નાંખવા માગતાં હતાં.

સગાઈ પણ પૂરી થઈ ગઈ હતી. પરંતુ રૂદ્રે પ્રિયા સાથે ઘડીભર પણ વાત કરી ન હોતી. પ્રિયાને ગુસ્સો ચઢી રહ્યો હતો. પરંતુ તે પણ અડગ રહી હતી. તેને પણ વાતની શુરૂઆત ન જ કરી. આદિત્યને આઈડિયા આવી ગઈ હતી. બંનેની ખામોશીની.

બધું પત્યા પછી પ્રિયા પોતાની ટોળકીને મૂકવા માટે બહાર ગઈ હતી. ત્યાં જ એણી માસીની છોકરી રિંકલ દ્વારા ખબર મળી કે રુદ્ર તેનો મેકઅપ રૂમ માં વેઈટ કરી રહ્યો છે. તેમ જ સોની દ્વારા રુદ્રને મેસેજ મળ્યો કે પ્રિયા તેનો મેકઅપ રૂમમાં વેઈટ કરી રહી છે. પ્રિયા તો આજ મોકાની તલાશમાં હતી. એનો અહં થોડો સંતોષાયો. તે ઝડપથી પગલા ભરતી મેકઅપ રૂમમાં પહોંચી. રુદ્ર ત્યાં જ ઊભો હતો અને અરીસામાં જોઈ પોતાનાં વાળ સરખા કરી રહ્યો હતો. પ્રિયા આતુરતાથી અંદર પ્રવેશી અને દરવાજો બંધ કરી રુદ્ને પાછળથી વળગી ગઈ.

“તમે મારા વિના રહી નાં શકો તો મૌન પણ કેમ રહો છો. આવ્યો ને મારી પાસે જ.” રૂદ્રનો ચહેરો હજુ પણ અરીસા તરફ હતો. એ વળ્યો. પ્રિયાનું આવું બોલવું તેના અહમને ઠેસ પહોંચાડનારુ હતું. તેને પ્રિયાને ધીરેથી અળગી કરી. મન તો એવું થતું હતું રુદ્રનું કે પ્રિયાને ફરી એવી જ છાતીએ લગાવીને ભીંસી નાંખે. એણે ચૂમી નાંખે. પરંતુ આ વખતે એણે પોતાની જાત પર કન્ટ્રોલ કર્યો હતો. એનું કારણ એટલું જ હતું કે પ્રિયા પોતાને ચાહે છે તો લગ્ન માટે પણ હા કહે. તે કેટલા વર્ષોથી પ્રિયાના પાછળ હતો. તેને ફક્ત હવે હા સાંભળવા માટેની તમન્ના કે હટ, જીદ કહી શકાય એ જ પોતાનો મકસદ બનાવી દીધો હતો.

“બોલ, શું કહેવાં મને બોલાવ્યો છે અહિયાં?” રૂદ્રે સીધો જ પ્રશ્ન પૂછ્યો.

“હું શું કામ તમને બોલાવું. તમારો જ તો મેસેજ હતો રિંકલ દ્વારા કે તમે મારો વેઈટ કરી રહ્યાં છો મેકઅપ રૂમમા.” પ્રિયાએ ઝીણી આંખને હજુ નાની કરતાં કહ્યું.

“મને સોનીએ....” રુદ્ર કહેવાં જતો હતો પરંતુ તે મુખ્ય વાત પર આવ્યો, “ જવા દે એ બધું. શું વિચાર્યું લગ્ન માટે..?” કઠણ ચહેરો કરતા રૂદ્રે પૂછ્યું.

“નથી વિચાર્યું મેં આના વિષે..” પ્રિયાએ બેઅદબીથી કહ્યું.

“ઠીક છે મારે અહિયાં એમ પણ શેના માટે ઊભું રહેવું છે ?” રુદ્ર ગુસ્સાથી બોલી ગયો અને જોરથી દરવાજો ખોલી સડસડાટ બહાર નીકળી ગયો. એ દરવાજો જોરથી બંધ થયો. પ્રિયાને એમ જ લાગ્યું કે એ દરવાજાનો પછાડ એના સ્વઃ ને લાગ્યો હોય. થોડી વાર માટે તે શૂન્યમસ્ક નજરે દરવાજા ભણી જ જોતી રહી. તેને થોડીવારે ભાન થયું કે તે મેકઅપ રૂમમાં એકલી હતી. તે પણ દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. રુદ્ર અને પ્રિયા બધાને વિદાય વેળે આમનેસામને આવી જતાં ત્યારે ઔપચારિક ખાતર ચહેરે સ્મિત લાવી દેતાં.

બંને ગુસ્સામાં જરૂર હતા. પરંતુ બંને એકમેકને દિલોજાનથી પ્યાર કરતા હતાં. રૂદ્રે પ્રિયા પાસેથી હા પડાવા માટે પોતાનો સ્વભાવ બદલીને કડક કરી દીધો હતો. જયારે પ્રિયા પહેલા ફક્ત રુદ્રને ફ્રેન્ડ તરીકે માનતી હતી. હોસ્પિટલમા થયેલ કેરીંગનો બનાવ બાદ અચાનક એણે રુદ્ર સાથે લગ્ન કરવા માટેનો નિર્ણય લઈ લીધો હતો. પરંતુ રુદ્રને તડપાવીને તેણે સરપ્રાઈઝ કરવા માગતી હતી કે તે રુદ્રને ખૂબ ચાહે છે અને તેણી સાથે જ લગ્ન કરવા માગે છે. પરંતુ એ પ્યારભર્યો બધો જ સરપ્રાઈઝ એણે પોતાની બોર્ડ એકઝામ પછી રાખવા માગતી હતી. એટલે તે હજુ સુધી મૌન સેવીને રાખ્યું હતું. તેનું કારણ પણ એટલું જ હતું કે પહેલા તે સારી રીતે બોર્ડની પરીક્ષા આપી દે. જેથી એનું મન ફક્ત રુદ્રમા જ ભટકી ને ન રહી જાય.

મહેમાનોની વિદાય વેળા બંને અરસપરસ તો થઈ ગયા હતાં. પ્રિયાનું જયારે ધ્યાન ન રહેતું ત્યારે રુદ્ર ખૂબ જ પ્રેમપૂર્વક પ્રિયાના સમગ્ર ચહેરાને નિહાળી લેતો. એવું જ પ્રિયાનું પણ હતું. જયારે રુદ્ર ક્યાંક બીજે જોઈ લેતો ત્યારે પ્રિયા એણે પ્રેમ ભરી આંખોથી જોઈ લેતી. બધા મહેમાનો છુટા પડ્યા. રુદ્ર, રુદ્રના મોમ ડેડ સાથે જ આદિત્ય પણ ત્યાંથી ઘરે જવા માટે રવાનો થયો.

****

પ્રિયાના કલાસીસ, બોર્ડની તૈયારી માટેની સ્ટડીઝ જોર શોરમાં ચાલી રહી હતી. રૂદ્ર અને પ્રિયા મેસેજ કે કોલ પણ હવે કરતાં ન હતાં. સૌમ્યની સગાઈના એક અઠવાડિયા બાદ પ્રિયાના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ રૂદ્રનો આવ્યો હતો કે “ તે આઉટ ઓફ ટાઉન જઈ રહ્યો છે કંપનીના અગત્યના કામ માટે. મારા પ્રસ્તાવનો જવાબ ‘હા’ કે ‘ના’ માં આપી દેજો. હા તમારી બોર્ડની પરીક્ષા સુધી હું વેઈટ કરીશ. સ્ટડીમાં ધ્યાન આપજો. ઓલ ધી બેસ્ટ. આઈ લવ યુ સો મચ.” પ્રિયાએ એનો રિપ્લાય આપ્યો નહીં.

****

સ્ટડી દરમિયાન પ્રિયાને નીલ સરના સબ્જેક્ટમાં ક્યારેક સમજ પડતું ન હતું ત્યારે તેમના ઘરે સોની સાથે જતી. બંનેની દોસ્તી ઘણી ગાઢ બની ગઈ હતી. એક દિવસ એકાંત દરમિયાન વાતો કરતાં પ્રિયાએ નીલ સરને ફરી પૂછી પાડ્યું, “ સર !! તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફ..આઈ મીન તમે સીંગલ છો?”

(ક્રમશઃ..)