મીસ્ટરી : ધ કન્ક્લ્યુઝન Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીસ્ટરી : ધ કન્ક્લ્યુઝન

મીસ્ટરી : ધ કન્ક્લ્યુઝન

નવા ઘરમાં રહેવા આવેલા સ્નેહા અને સોહમ દામ્પત્ય જીવન ખુશી ખુશી જીવી રહ્યા હતા. તેવામાં એક રાત્રે સ્નેહાને પોતાના ગાર્ડનમાં કોઇ સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા સ્નેહા કોઇ બીહામણી સ્ત્રીને ગાર્ડનમાં જુએ છે, પણ ગભરાઇ ગયેલી સ્નેહાની બૂમો સાંભળતા દોડી આવેલા સોહમને ગાર્ડનમાં કોઇ જ દેખાતું નથી. આવું સ્નેહા સાથે વારંવાર થાય છે. સ્નેહાની માતા સુરતની પ્રસિધ્ધ ડાઇમંડ કંપની મજમુદાર પ્રા.કંપનીના માલિક જયરામ મજમુદારની વિધવા પત્ની ચરૂલતા મજમુદાર તે કંપનીની માલિક હતી. તેમના વિરોધમાં સ્નેહાએ સોહમ સાથે લવ મેરેજ કર્યા હતા. ચારૂલતા મજમુદારને પેરેલિસીસ થયા પછી કંપનીની બધી જવાબદારી સોહમ પર આવી હતી. ચારૂલતાએ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ પોતાની એક્માત્ર દીકરી સ્નેહાના નામ પર વીલ કરી હતી. અચાનક શ્વાસ રૂંધાવાથી ચારુલતા મજમુદારનું મૃત્યુ થયા પછી કંપનીનું બધું જ કામ સોહમ સંભાળતો હતો. તેમણે બનાવેલ નવા ઘરમાં આવ્યા પછી આ નવી મુશ્કેલી ઊભી થઈ હતી. હોસ્પિટલમાં રાખેલી સ્નેહાને સ્ટોરરૂમમાં ફરી તે બીહામણી સ્ત્રી તેની તરફ છરો લઈ મારવા આવતી દેખાય છે જેનાથી ડરીને સ્નેહા બેભાન બની ઢળી પડે છે. સોહમની સાઇકિયાટ્રીક ફ્રેન્ડ ડૉ.સપના મિશ્રાને સ્નેહાની માનસિક સ્થિતી અસ્થિર લાગતા તેને મેન્ટલ અસાઇલમમાં રાખવા સલાહ આપે છે. મેન્ટલ અસાઇલમમાં પોતાના રૂમમાં સ્નેહાને કોઇ પડછાયો દેખાય છે, પણ તે બૂમો પાડતા તે પડછાયો ક્યાંય અલોપ થઈ જાય છે. મોડી રાત્રે ધડાકાભેર અવાજ સાથે કોઇ વોર્ડબોય હોસ્પિટલના ટેરેસ પરથી પાર્કિંગની ગાડી પર પડી મૃત્યુ પામે છે. આ મૃત્યુની તપાસ કરવા સુરતમાં થોડા સમય પહેલા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ તપાસ કરવા આવે છે. ઇન્સ્પેક્ટર વિજય અને સ્નેહા વચ્ચે બાળપણનો સંબંધ છતો થાય છે. સ્નેહા ઇન્સ્પેક્ટર વિજયના પાલક માતા પિતાનું સંતાન હોય છે. પોતાનીબહેનની આવી સ્થિતી જોઇ ઇન્સ્પેક્ટર વિજયનું હ્રદય દ્રવી ઊઠે છે. તપાસ કરતાં કરતાં ઇન્સ્પેક્ટરને સ્નેહાના પતિ સોહમ અને ડૉ.સપના પર પણ શંકા જાય છે. સોહમ અને ડૉ.સપના વચ્ચે ભૂતકાળથી રહેલ સંબંધ વિશે જાણકારી મળતાં ઇન્સ્પેક્ટર વિજય સ્નેહાના ઘરે દોડી જાય છે.

અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહા સાથે બનેલ ઘટનાઓ માત્ર કોઇ પ્લાન હતો..?
  • શું સ્નેહાને ફસાવવા આ તેનો પતિ સોહમ જ બધું કરી રહ્યો હતો..?
  • ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ સ્નેહાને બચાવી શકશે..?
  • વધુ જાણવા ચાલે વાંચીએ અંતિમ ભાગ.... મીસ્ટરી : કન્ક્લ્યુઝન

    સ્નેહાના ઘરે પહોંચતા તે જુએ છે કે સ્નેહાના ઘરે લૉક છે. વૉચમેન પાસેથી જાણવા મળ્યું કે સ્નેહા અને સોહમ સ્નેહાના પિતાના લોનાવાલાવાળા ફાર્મ હાઉસ પર ગયા છે..! ઇન્સ્પેક્ટર વિજયના મનમાં સ્નેહાની ચિંતા થાય છે. તે તરત જ પોતાની ગાડી લઈ લોનાવાલા જવા નીકળે છે. આ તરફ લોનાવાલાની ઘાટીઓમાંથી પસાર થતા સોહમ અને સ્નેહા સાંજ થતામાં સ્નેહાના પિતાના ફાર્મહાઉસે પહોંચે છે. સોહમ સ્નેહાના કહેવા પર તેને આ ફાર્મહાઉસ પર લાવે છે. ફાર્મહાઉસમાં આવતા જ સ્નેહા જાણે જૂની યાદોમાં ખોવાઇ જઈ ખુશ થઈ ફાર્મહાઉસમાં દોડી જાય છે. ઘડીભરમાં જ કાળા ડિબાંગ વાદળમાં વીજળીના ચમકારા થવા લાગે છે અને વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે. સોહમ ફાર્મહાઉસના કેરટેકર અને વૉચમેનને પૈસા આપી ઘરે જવા જણાવે છે. હવે ફાર્મહાઉસમાં સોહમ અને સ્નેહા જ એકલા છે..!

    ઘરમાં જતા સોહમ દરવાજો બંધ કરે છે. સ્નેહા સોહમ તરફ રોમાંચિત થઈ જુએ છે. તે શરમથી માથુ નીચે કરી દે છે. તેને સોહમ સાથેની પ્રેમભરી જૂની પળ યાદ આવે છે.

    “કેમ આમ દરવાજો બંધ કર્યો..? શું વિચાર છે..?” સ્નેહાએ હળવા સ્મિત સાથે પૂછ્યું.

    “વિચારતો ઘણું બધું કરવાનો છે. આજની રાત તુ ક્યારેય નહીં ભૂલે..!” સોહમે વરસાદના પાણીથી ભીંજાયેલા વાળ હાથથી ઝાપટતા કહ્યું.

    “કેમ એવું તો શું કરવાના છો આજે રાત્રે..?” મસ્તીભરી આંખે ફરકતા હોઠથી સ્નેહાએ ફરી સવાલ કર્યો.

    “માય ડીયર વાઇફ, જસ્ટ વેઇટ એન્ડ વૉચ..!” હળવા સ્મિત સાથે સોહમે સ્નેહાને ટૂંકમાં જવાબ આપ્યો.

    બહાર ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના ઝબકારનું પ્રતિબિંબ કાચની બંધ બારીમાંથી સ્નેહાની આંખો પર પડતા ઘડીભર તે અંજાઇ ગઈ. તરત થયેલા કડાકાથી ગભરાઇ સ્નેહા દોડી જઇ સોહમના ગળે વળગી પડે છે..! સ્નેહાની આંખો નશીલી થવા લાગે છે. બહાર વરસાદથી વાતાવરણમાં છવાયેલી ઠંડકમાં તે પતિનો હૂંફભર્યો સહવાસ ઝંખે છે. સોહમ સ્નેહાને ઊંચકી સેકન્ડ ફ્લોરના બેડરૂમમાં લઈ જાય છે. અચાનક લાઇટ જવાથી ચોતરફ અંધકાર છવાઇ જાય છે. સોહમ સ્નેહાને બેડ પર બેસાડી નીચે કિચનમાં કેન્ડલ્સ લેવા જાય છે. સ્નેહા બેડ પર બેસી હેર ક્લિપથી બંધાયેલા વાળને ખુલ્લા કરી સોહમના આવવાની રાહ જુએ છે.

    ઘણો સમય થવા છતાંયે સોહમ ના આવતા તે નીચે જવા કરે છે ત્યાં જ નીચે દાદર પર કોઇ ધુમાડો દેખાય છે. સ્નેહા આ બદલાવથી ઘણી પરિચિત હોવાથી ગભરાઇ જાય છે. તે સોહમના નામની બૂમ પણ પાડે છે, પણ કોઇ જ જવાબ મળતો નથી. બહાર થતી વીજળીના ચમકારાના પ્રકાશમાં સ્નેહાને ફરી તે બિહામણી સ્ત્રી દાદર ચઢી તેની તરફ આવતી દેખાય છે. સ્નેહા ગભરાઇ બેડરૂમ તરફ દોડવા કરે છે, ત્યાં જ પેલી બિહામણી સ્ત્રી દાદર પર સ્નેહાનો પગ પકડી નીચે તરફ ખેંચવા કરે છે. સ્નેહા ચીસો પાડતા પોતાનો પગ છોડાવવા ખૂબ પ્રયત્નો કરે છે. સ્નેહા જોરથી પગ વડે લાત મારતા પેલી બિહામણી સ્ત્રીનો હાથ છૂટી જાય છે અને તે દાદર પરથી ઘસડાતી નીચે સરકી આવે છે. સ્નેહા બેડરૂમમાં દોડી જાય છે. તેની પાછળ પેલી બિહામણી સ્ત્રી દોડી જાય છે.

    સ્નેહા બેડરૂમનો દરવાજો બંધ કરે તે પહેલા તે સ્ત્રી દરવાજાને જોરથી ધક્કો મારે છે, જેથી સ્નેહા રૂમના બેડ પર પડે છે. વીજળીના ચમકારે સ્નેહાને પેલી બિહામણી સ્ત્રીનો ભયાનક ચહેરો દેખાય છે. તે સ્ત્રીના ચહેરા પરની ચામડી બળીને સંકોચાઇ ગયેલી હતી. એક તરફની આંખ પર પાંપણ જ ના હોવાથી તેની આંખ ખૂબ ભયાનક લાગતી હતી. તેની આ આંખ પર કોઇ ભ્રમર ના હતી. આંખોના સફેદ ડોળાથી જાણે તેની આંખમાં કીકી જ નથી તેવું લાગતું હતું. વીજળીના ઝબકારા અને ગડગડાટ વચ્ચે તે સ્ત્રીના મોંથી નીકળતો વિચિત્ર ગણગણાટ અને હાસ્ય વાતાવરણને વધુ બિહામણું બનાવતું હતું. વીજળીના દરેક ઝબકારે તે સ્ત્રી સ્નેહાની વધુ ને વધુ નજીક આવતી જતી હતી. બીકથી ધ્રુજતી સ્નેહા બેડરૂમના ખૂણામાં નીચે લપાઇને બેસી ગઈ. “સ્નેહા..... હું તને મારી સાથે લેવા આવી છું...મારે તારા શરીરમાં ધબકારા મારતું હૃદય મારા આ હાથથી નીચોવી પીવું છે...!” બોલતા તે સ્નેહાની વધુ નજીક આવવા લાગી. ફરી વીજળીનો ઝબકારો થયો. સ્નેહાને પેલી બીહામણી સ્ત્રી દેખાઇ. “સ્નેહા.....તારા શરીરમાં ફરતાં ગરમ લોહીના એક એક ટીપાંને મારે ચાખવા છે....!” તે સ્ત્રીએ પોતાના જ લોહી નીતરતા હાથને પોતાની જીભ વડે ચાટતા કહ્યું. સ્નેહા ચીસ પાડી ઊઠી. વીજળીના ચમકારા બંધ થતા રૂમમાં ગાઢ અંધકાર છવાયેલુ જોઇ તક મળતા સ્નેહા બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ..! સ્નેહા તક મળતા ત્યાંથી દોડી જાય છે. તે નીચે દોડી આવે છે અને સ્ટોરરૂમમાં છૂપાઇ જાય છે. વીજળીના ઝબકારા અને ગડગડાટ વચ્ચે ધ્રુજતી સ્નેહા સ્ટોરરૂમમાં બહારથી આવતા અવાજ સાંભળે છે.

    “તને કેટલી વાર કહ્યું કે તેને એવી રીતે બીવડાવ કે તે સાવ પાગલ જ થઈ જાય..!” કોઇ પુરુષનો અવાજ આવે છે.

    “બહુ ઓવરસ્માર્ટ ના બનજે, હું કરું જ છું અને આ પાગલ કરવા કરતા આજે તેનું કામ કાયમ માટે તમામ જ કરી નાખ ને..!” કોઇ સ્ત્રી સામે વાત કરે છે.

    “તને જે કહ્યું તે જ કર. સ્નેહા પાગલ થશે તો તેની બધી જ સંપત્તિ મારી..!” પુરુષ અવાજ આવ્યો.

    “ઓ હેલો....સંપત્તિ મારી એટલે...? મારો પણ ભાગ છે આ બધામાં..! તારી દાનત બગડતી લાગે છે..!” સ્ત્રીનો અવાજ આવ્યો.

    “કોઇ દાનત નથી બગડી, પહેલા આજનું કામ પતાવ..!” સ્નેહાને પુરુષ અવાજ સંભળાયો.

    સ્નેહાએ ધ્યાનથી આ પુરુષનો અવાજ સાંભળ્યો. તેને પોતાના કાન પર વિશ્વાસ ના હતો તેથી બંધ સ્ટોરરૂમની કી હોલથી બહાર જોવા પ્રયત્ન કર્યો. બહાર ગાઢ અંધકારમાં કોઇ બે વ્યક્તિ ઊભી હોય તેવું દેખાયું. ઘડીભરમાં વીજળીનો ચમકારો થતાં તેના પ્રકાશમાં સામે તરફ ઊભેલા પુરુષનો ચહેરો દેખાતા વીજળીના ચમકારા પછીનો ગડગડાટનો કડાકો સ્નેહાના હૈયામાં પડઘો પાડી તેને હચમચાવી ગયો..! તે વ્યક્તિ બીજો કોઇ નહીં પણ તેનો પતિ સોહમ જ હતો..! એટલે કે સોહમ જ તેને પાગલ કરવા આ બધું તરકટ રચી રહ્યો હતો...! તેના પર હુમલો કરાવનાર અન્ય કોઇ નહીં પણ સોહમ જ હતો..! જેના પર પોતે સૌથી વધુ વિશ્વાસ મૂક્યો તે સોહમ જ દગાખોર નીકળ્યો..! જેને જીવથી વધુ ચાહ્યો તે સોહમ જ પોતાના જીવનો ભૂખ્યો નીકળ્યો..! ઘડીભરમાં લાઇટ આવતા બધે પ્રકાશ ફેલાયો.

    સ્નેહાને શોધવા સોહમ અને પેલી બિહામણી સ્ત્રી દરેક રૂમમાં ફરી વળ્યા. સ્નેહા અંદરથી સાવ તૂટી ગઈ, પણ હવે તેના મનમાંથી પેલી બિહામણી સ્ત્રીની બીક દૂર થઈ ગઈ હતી. તે સામેથી સ્ટોરરૂમ ખોલી સોહમ સામે આવી ઊભી રહી ગઈ. સોહમ સ્નેહાને આમ અચાનક પોતાની સામે જોઇ ગભરાઇ ગયો..!

    “મને જ શોધે છે ને તુ..? બોલ, મારી સાથે આ બધું શું કામ કર્યું..?” સ્નેહાએ સોહમને સવાલ કર્યો.

    સોહમ મૌન બની ઊભો રહે છે.

    “મેં તો તને સદાય સાચો પ્રેમ જ કર્યો, પણ તે મારી સાથે આ દગો કેમ કર્યો..?” સ્નેહાએ આંખમાં આવેલા આંસૂ લૂંછતા ફરી સવાલ કર્યો.

    સ્નેહા સોહમને એક થપ્પડ મારે છે. સોહમ ગુસ્સે થઈ સ્નેહાના વાળ પકડી પછાડે છે. સ્નેહા ઊભી થવા જાય છે ત્યાં જ તેના માથામાં કંઇક જોરથી વાગતા તે દર્દથી કણસતી નીચે પડી બેભાન થઈ જાય છે..! ભાન આવતાં સ્નેહાને બધું ઝાંખુ દેખાય છે. પોતે કોઇ ખુરશી પર બેઠેલી છે. તેની સામે સોફા પર સોહમને બેઠેલો જુએ છે. સ્નેહાના માથામાં કંઇક વાગવાથી તેના ચહેરા પર આવેલી લોહીની ધાર લૂંછવા સ્નેહા હાથ ઊંચો કરવા પ્રયત્ન કરે છે, પણ ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેના હાથ ખુરશી સાથે બાંધેલા છે. સ્નેહા પોતાના બાંધેલા હાથ છોડાવવા ખૂબ પ્રયત્નો કરે છે, પણ બધાં જ વ્યર્થ..! સોહમ શાંતિથી પગ પર પગ ચઢાવી સ્નેહા સામે જોઇ રહે છે.

    “બોલ, તારે કયા સવાલ પૂછવા છે..?” સોહમ બિલકુલ શાંતિથી સ્નેહાને પૂછે છે.

    “તારા જેવા નીચ સાથે વાત કરવી પણ નક્કામી છે..! તું જ આ બધું મને પાગલ કરવા કરતો હતો..?” સ્નેહાએ સવાલ કર્યો.

    “યસ માય ડિયર વાઇફ. તુ ડાહી જેટલી સારી લાગે તેના કરતાં પાગલ જેવી બને ત્યારે ખૂબ સારી લાગે છે હોં..!” સોહમ બેશરમ બની હસતા હસતા કહે છે.

    “સાલા બેશરમ.... શું હસે છે...? તુ તો સાવ હલકો જ નીકળ્યો..!” સ્નેહાએ ગુસ્સામાં કહ્યું.

    “તુ મને બેશરમ કહે કે હલકો....આઇ ડોન્ટ માઇન્ડ..!” સોહમ ઊભો થઈ સામેના વાઇન કાઉન્ટર પાસે જઈ પોતાની ફેવરીટ ગ્રોવર લા રીઝર્વ વાઇનની બોટલ લઈ એક ગ્લાસ વાઇન ભરી તેમાં થોડી સોડા ઉમેરી આઇસ ક્યૂબ્સ નાખી શાંતિથી ફરી સ્નેહાની સામે સોફા પર પગ પર પગ ચઢાવી બેસી જાય છે. “ડુ યુ વોન્ટ સમ..?” સ્નેહા તરફ ગ્લાસ કરી હસતા હસતા સોહમ સવાલ કરે છે.

    “એક વાર મારો હાથ છોડ, પછી તને કહું વોટ ડુ આઇ વોન્ટ..!” સ્નેહાએ ગુસ્સામાં જવાબ આપ્યો.

    “ડીયર વાઇફ, શું કરીશ હાથ છોડીશ તો..? પોલીસને બોલાવીશ...અરે, નો..નો.. તારા પેલા સંકી ભાઇ ઇન્સ્પેક્ટર વિજયને બોલાવીશ..? મારા વિરુધ્ધ કમ્પ્લેઇન કરીશ..?” વાઇન ગ્લાસમાં આઇસ ક્યૂબ્સ હલાવી ઘૂંટ ભરતા ભરતા સોહમે સ્નેહાને સવાલ કર્યા.

    “હા....એક વાર જો મારા ભાઇને તારી કરતૂતો વિશે ખબર પડશે તો તને એ નહીં છોડે..!” સ્નેહાએ સોહમને જવાબ આપ્યો.

    “હમમમમ.... વાત તો સાવ સાચી...!” સ્નેહાની વાત પર ઉંડો વિચાર કરી ટૂંકો જવાબ આપી ગ્લાસમાંના વાઇનનો છેલ્લો ઘૂંટડો ભરી ખાલી ગ્લાસ વાઇન કાઉન્ટર પર મૂકી ફરી સોહમ પાછો ફરી સોફા પર બેસે છે.

    “હવે તો તને ખબર પડી જ ગઈ છે કે હું તને પાગલ કરવાં કરતો હતો, મીન્સ હવે તો તુ પાગલ થઈશ નહીં..! અને જેમ તે કહ્યું એમ જો હું તને છોડીશ અને તારા પેલા સંકી ઇન્સ્પેક્ટર ભાઇને આ વિશે ખબર પડશે, તો તે મને છોડશે નહીં..!” હળવા સ્મિત સાથે વિચાર કરવાની એક્ટીંગ કરતો હોય તેમ સ્નેહા સામે જોઇ સોહમ બોલ્યો.

    ઘડીભર શાંત રહી સોહમ ખીસ્સામાંથી સીગાર બોક્ષ નીકાળી તેમાંથી એક સીગાર મોંમાં મૂકી લાઇટરથી સળગાવે છે. “તને ખબર છે આ બધું મેં શું કામ કર્યું..?” સોહમે સ્નેહાના મોં પર સીગારનો ધુમાડો ઉડાડતાં પૂછ્યું.

    “હા, તારા જેવા નીચ માણસને પૈસા સીવાય બીજું શું જોઇએ..?” સ્નેહાએ સવાલ સામે સવાલ કરી ઉત્તર આપ્યો.

    “યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. આ બધું મની માટે જ ડીયર..! એટલા માટે જ તે જેવી મને અહીં લોનાવાલાના ફાર્મહાઉસ આવવા કહ્યું કે મેં તરત જ હા પાડી. તને ખબર છે...આ જગ્યાએ ઘણી જૂની યાદો છે...? આજે આપણે અહીં જે આવ્યા છીએ તે મારો એક માસ્ટર પ્લાન છે..!” મોંમાં સીગારથી કશ લેતા સોહમે કહ્યું.

    “પણ તને મેં પૈસા બાબતે ક્યારેય ના કહી..? કરોડો રૂપિયાની કંપની તુ જ ચલાવે છે ને..? બીજું શું જોઇએ..?” સ્નેહાએ સોહમને પૂછ્યું.

    “એ બધું જાણે મને ભીખમાં મળ્યું હોય તેમ લાગ્યા કરતું. મને તારી ભીખ નહીં, મારું જ જોઇએ..!” સોહમે ગુસ્સામાં સ્નેહાના વાળ ખેંચી હડસેલી કહ્યું.

    “તુ ત્યારે પણ ભીખારી હતો, અને આજે પણ..!” દર્દથી જરા કણસી સ્નેહાએ તિરસ્કાર સાથે સ્મિત કરી સોહમને કટાક્ષ કર્યો.

    સોહમે ગુસ્સામાં સ્નેહાને જોરથી થપ્પડ મારી. “એક સ્ત્રીને બાંધી તેના પર આમ જોર બતાવે છે કાયર..! એક વાર મને છોડી બતાવ, પછી તને કહું..!” સ્નેહાએ સોહમને ધીક્કારતાં કહ્યું.

    “સાચી વાત.....જો હું તને છોડીશ, તો તુ મને નહીં છોડે એમ જ ને...? તો પછી હું તને છોડું જ શા માટે..? હવે પ્લાન ચેન્જ....હવે જ્યારે તુ મારી બધું સીક્રેટ જાણી ચૂકી, તો હવે પાગલ સ્નેહા કરતા ડેડ સ્નેહા જરૂરી બની છે..! હવે તારે મરવું જ પડશે સ્નેહા...! યુ વીલ હેવ ટુ ડાય..!” સોહમે સ્નેહા તરફ નફરતભરી દ્રષ્ટી કરી કહ્યું. સોહમની વાત સાંભળી સ્નેહા જરા કાંપી ઊઠી..!

    “એક્સક્યુઝમી.... હજુ તેણે ક્યાં બધું સીક્રેટ જાણ્યું છે..? હજુ મને તો ઓળખવી તો બાકી છે. એન્ડ બાય ધ વે, ક્યારથી તમારા હસબન્ડ વાઇફ વચ્ચે ખૂબ ડિસ્કશન થયું, જરા મને પણ ફોકસમાં આવવા દ્યો..!” સ્નેહાની પાછલથી દાદરા ઉતરી નીચે આવતી પેલી બિહામણી સ્ત્રી બોલી.

    “ઓહ યસ...પ્લીઝ કમ.” સોહમે સીગારની કશ ભરી પેલી બિહામણી સ્ત્રી તરફ સીગાર લંબાવી. પેલી સ્ત્રી સોહમના હાથમાંથી સીગાર લઈ મોંમાં મૂકી સોહમની પાસે સોફા પર આવી બેઠી.

    “લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય પાર્ટનર ઇન પ્લાન...” સોહમના આ શબ્દો પૂરા થતાં પેલી બિહામણી સ્ત્રીએ હાથથી ખેંચી ચહેરા પર લગાવેલ માસ્ક નીકાળી ટોવેલથી મોં સાફ કરી સ્નેહા તરફ હસતા જોયું. સ્નેહા તે સ્ત્રીનો ચહેરો જોઇ અવાક જ બની ગઈ અને સહજ રીતે તેના મોં માંથી શબ્દો નીકળ્યા, “ડૉ.સપના..!”

    “યસ, ડૉ.સપના...! હું તો રોજ ડબલ રોલ નીભાવતી હતી. એક આ ભયાનક બિહામણી સ્ત્રીનો અને બીજો ડૉ.સપનાનો..!” ડૉ.સપનાએ નીકાળેલા માસ્કને સોફા પર નાખતા કહ્યું.

    “હવે તારે આ કોઇ રોલ નહીં કરવો પડે, આજથી આ ચેપ્ટર પરમેનેન્ટલી ક્લોઝ થશે..!” સોહમે ડૉ.સપનાના સામે હસતાં કહ્યું.

    “ડૉ.સપના, તે જાણી જોઇ આ બધું કર્યું..?” સ્નેહાએ સવાલ કર્યો.

    “હા જ તો....આ તો પેલો તારો સગલો પોલીસવાળો ક્યાંથી આવી ગયો એટલે તને મેન્ટલ અસાઇલમમાંથી પાછી ઘરે મોકલવી પડી, નહીં તો તને ત્યાં જ પાગલ કરી કાયમ માટે રાખવાની હતી..! અને તેમાં પેલો વોર્ડબોય આ બધું જાણી ગયો, એટલે તેને ટેરેસ પરથી ધક્કો મારી મારવો પડ્યો..!” ડૉ.સપનાએ નફરતભરી દ્રષ્ટિથી સ્નેહા તરફ જોઇ કહ્યું.

    “ડોન્ટ પેનીક. આજે આની સ્ટોરીનો ધ એન્ડ આવી જશે..!” સોહમે ડૉ.સપનાના હાથને હાથમાં લેતા કહ્યું. ડૉ.સપના સોહમના ગળે વળગી ગઇ..!

    “એટલે તમારા બંને વચ્ચે હવે અફેર પણ..!” સ્નેહાએ તિરસ્કારભર્યા અવાજે કહ્યું.

    “હવે...?” અરે તુ મારી લાઇફમાં આવી તે પહેલાથી જ સપના મારી લાઇફનો પાર્ટ બનેલી છે. યુ નો તુ તો માત્ર મારી કમાણીનું એક સાધનમાત્ર છે, બાકી મારી સાચી પાર્ટનર તો આ સપના છે..!” સોહમે સપનાને વધુ મજબૂતીથી બાહુપાશમાં જકડી કહ્યું.

    “યુ આર સચ અ શેમલેશ પર્સન. આઇ હેટ યુ લાઇક એનીથીંગ..! મારી મમ્મી મને કાયમ ના જ કહેતી હતી કે આવા સાથે મેરેજ ના કરજે, પણ હું માની જ નહીં..!” સ્નેહાએ નફરતભરી નજરથી સોહમ તરફ જોઇ કહ્યું.

    “યસ....યુ મસ્ટ હેટ મી...! યુ ડોન્ટ નો ધ ફેક્ટ કે તારી મમ્મી ચારુલતા મજમુદાર સાથે આ જ ઘરમાં શું બન્યુ..! અહીં જ તેમનો શ્વાસ ચડતા તેમણે પેલા ડેસ્ક પાસે પડેલ પમ્પ લાવી આપવા મને ખૂબ વિનંતી કરી અને સાસુમા મને કાંઇ કહે તો મારે તો કરવું જ પડે...એટલે તે પમ્પ મેં મારા હાથમાં લીધો, પણ તેમને હાથમાં આપ્યો નહીં. બિચારા ખૂબ તરફડવા લાગ્યા. મને દયા આવી એટલે જરા આ કુશન લઈ તેમનો શ્વાસ ઝડપથી રોકવા હેલ્પ પણ કરી..! હવે આમ પણ તેમની એઇજ થઈ હતી ને..?” સોહમે હસતા હસતા સ્નેહાને બધી વાત કરી.

    “યુ રાસ્કલ...હું તને નહીં છોડું...આઇ વીલ કીલ યુ....તે મારી લાઇફ બરબાદ કરી નાખી...તુ ખૂની છે...તે મારા મમ્મીને.....એકવાર મને છોડ પછી તને બતાવું...!” ચેર પર બંધાયેલી ગુસ્સે થયેલી સ્નેહા પોતાને છોડાવવા ખૂબ ઉછળવા કરી છે, પણ પોતાને છોડી શકતી નથી..!

    “હવે તારી મા પાસે જવા તૈયાર થઈ જા..!” બોલતા ખીસામાંથી ગન કાઢી સોહમ સ્નેહા તરફ તાકવા કરે છે.

    બેઠકરૂમની દિવાલ પર લટકાવેલી એન્ટીક ઘડીયાળમાં રાતના બાર વાગ્યાના ટકોરા પડ્યા. ત્યાં જ અચાનક લાઇટ જાય છે અને રૂમમાં ગાઢ અંધકાર છવાઇ જાય છે. બાહર ચાલતા વરસાદનો અવાજ ચાલી રહ્યો છે. બહાર ચમકતી વીજળીના ચમકારા રૂમમાં પડે છે. અંધારુ થવાથી સોહમ અને ડૉ.સપના વીજળીના ચમકારાના પ્રકાશમાં સ્નેહાને પકડી રાખવા કરે છે, પણ સ્નેહા ખુરશીને ધક્કો મારી નીચે તરફ પડી ગબડતી સોફાની સાઇડમાં આવી જાય છે.

    સ્નેહાના આશ્ચર્ય વચ્ચે તેના બાંધેલા હાથ જાણે કોઇએ છોડી નાખ્યા તેવું લાગ્યું. સ્નેહાને જાણે કોઇ કાંઇ કહી રહ્યું હોય તેમ લાગ્યું. આટલા અંધકારમાં પણ તેની નજર સમક્ષ કોઇ છાયા તરવરી રહી હોય તેવું સ્નેહાને ભાસતું હતું. સ્નેહાને આવો અહેસાસ અગાઉ પણ ઘણીવાર થયો હતો. અંધારામાં સ્નેહા સોફાની આડશમાં છૂપાઇ રહી. સોહમ અને સપનાએ મોબાઇલ ટોર્ચ કરી સ્નેહાને શોધવા કર્યું, પણ તેમનો મોબાઇલ આપોઆપ બંધ થઈ ગયો. વીજળીના દરેક ચમકારે સોહમ અને સપનાને પણ જાણે તેમની આસપાસ અન્ય કોઇ વ્યક્તિ હાજર હોય તેવો આભાસ થયો..! એક ઝટકાથી સોહમ ઉછળીને દાદાર ઉપર પડ્યો. ત્યાંથી ઘસડાતો નીચે ધકેલાયો. સપના પણ જોરથી ફંગોળાઇ સામેની દિવાલ પર અથડાઇ નીચે પડી. તે વરંવાર સોહમના નામની બૂમો પાડતી રહી. સપનાની દર્દભરી બૂમો બહાર વીજળીના ગડગડાટ પાછળ ક્યાંય ઢંકાઇ જતી..! સ્નેહા આ બધું વીજળીના દરેક ચમકારે જોઇ રહી. તેને કાંઇ જ સમજાતું ના હતું કે આ બધું શું થઈ રહ્યું હતું. વીજળીના ઝબકારે સોહમનું ધ્યાન સોફા પાછળ સંતાયેલી સ્નેહા તરફ જાય છે. તે સ્નેહા તરફ ધસી જાય છે કે તેને કોઇ ફંગોળતા દીવાલ પર અફળાવે છે. તે દીવાલ પર લગાડેલ વિશાળ કદના પિક્ચર ફ્રેમ સાથે અથડાઇ નીચે પડે છે. તે પિક્ચર ફ્રેમ તૂટી સોહમ પર પડે છે. તેના તૂટેલા કાચના ટૂકડાં સોહમના માથામાં વાગી લોહીની ધાર કાઢે છે..! સોહમ દર્દથી કણસી ઉઠે છે. સોહમ અને સપના જોરજોરથી “કોણ છે..? કોણ છે...?” ની બૂમરાણ મચાવતા હોય છે.

    ઘડીભરમાં આખા રૂમમાં એક અજ્ઞાત પ્રકાશ ફેલાય છે. આછો ધૂમાડો દૂર થતાં દાદરથી ઉપર હવામાં કોઇ વ્યક્તિની છાયા નજરે પડે છે. છાયાની ચોતરફ પ્રસરેલો હળવા ધૂમાડારૂપી લાંબા કેશ ધારણ કરેલી કોઇ સ્ત્રીનું ઝાંખુ સ્વરૂપ દેખાયું. આ છાયાને જોતા જ સોફા પાછળ છૂપાઇ બેઠેલી સ્નેહાના મોંથી અનાયાસે જ શબ્દ સરી પડે છે, “મમ્મી..!” ખૂબ ધીમે બોલાયેલ આ શબ્દ સાથે જ બહાર થતી વીજળીનો ગડગડાટ ઘડીભર શાંત થઈ ગયો અને પેલી અજ્ઞાત છાયામાં પરિવર્તન થતાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો. તે ખરેખર સ્નેહાના મમ્મી ચારુલતા મજમુદાર જ હતા..! ચરુલતા મજમુદારનો ચહેરો આમ કોઇ છાયામાં જોતા સોહમ અને સપના ખૂબ જ ગભરાઇ ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું વાસ્તવિકતામાં થઈ રહ્યું હતું.

    રૂમમાં છવાયેલા આછા પ્રકાશમાં સપના સ્નેહાને જોઇ લે છે અને તેને પાછળથી પકડી તેના ગળે ચાકુ રાખી પેલી છાયાને બૂમ પાડી જણાવે છે, “જો હવે મને કે સોહમને જરાય નુકશાન પહોંચાડ્યું તો આ સ્નેહાનું ગળુ તેના ધડથી અલગ કરી દઈશ..!” સ્નેહાના ગળે રાખેલ સપનાનો ચાકુવાળો હાથ આપોઆપ પાછળ ખેંચાય છે અને તે પોતાના જ હાથે પોતાના ચહેરા પર ચાકુથી ઘા કરવા લાગે છે. સપનાની ચીસો આખા ઘરમાં ગૂંજી ઉઠે છે. ઘરમાં બંધ થયેલી લાઇટ ઝબકારા મારતી ચાલુ બંધ થાય છે. લાઇટ આવતાં ડ્રોઇંગરૂમમાં વચ્ચે રાખેલ મોટા લાઇટવાળા ઝૂમ્મરના ઝળહળતા પ્રકાશમાં સોહમ સપનાનાં લોહી નીતરતો ચહેરો જોઇ ચીસ પાડી ઊઠે છે..! અચાનક સપના ઉપર ઉછળે છે અને લાઇટથી ઝળહળતા ઝૂમ્મર પર જોરથી અથડાય છે. લાઇટના ભારે કરંટથી તે ચીસો પાડતી ઝૂમ્મર પર લટકી રહે છે. તેનો કરંટથી અરધો બળી ગયેલો અને લોહી નીતરતો ચહેરો હવે તેણે અગાઉ સ્નેહાને ડરાવવા કરેલા ગેટ અપ જેવો જ વાસ્તવિકતામાં બની ગયો હતો..! ઘણીવાર સુધી ચીસો પાડતી સપના તરફડતી શાંત બની જાય છે. સપના ઝૂમ્મર પર મૃત બની લટકી રહે છે. ઝૂમ્મર પર લટકતા સપનાના મૃતદેહમાંથી નીચે સોહમના ચહેરા પર લોહીના ટીપાં ટપકે છે. સોહમ આ દ્રષ્ય જોઇ ડરથી ચીસો પાડવા લાગે છે..!

    સોહમ નીચે પડેલી ગન હાથમાં લઈ સ્નેહા તરફ તાકે છે. ત્યાં જ રૂમના બંધ દરવાજાને જોરથી ફટકો મારી ઇન્સ્પેક્ટર વિજય ત્યાં આવી પહોંચે છે. તે સોહમને સ્નેહા સામે ગન તાકેલો જુએ છે. તરત જ પોતાની ગન કાઢી તે સોહમ તરફ તાકે છે. એક ત્રાસી નજરે તે ઝૂમ્મર પર લટકતી ડૉ.સપનાની લાશને જુએ છે. સ્નેહાના લોહી નીતરતા ચહેરાને જોઇ વિજયને બધું જ સમજાઇ જાય છે. વિજયનું ધ્યાન આ તરફ જાય છે ત્યાં જ ચાલાકીથી સોહમ પોતાની ગનથી વિજયના હાથ પર ગોળી મારે છે. ગોળીના ધડામ અવાજ સાથે વિજયના હાથમાંની ગન દૂર પડી જાય છે. સ્નેહા આ જોઇ “વિજયભાઇ..” એમ બૂમ પાડી ઊઠે છે..! તરત જ સોહમ પોતાની ગન સ્નેહા તરફ તાકે છે.

    “ડોન્ટ ડેર યુ ટુ શૂટ ગન..!” લોહીયાળ હાથને દબાવી રાખી વિજય સોહમને વોર્નિંગ આપે છે.

    “શટ અપ યુ સ્ટુપીડ કોપ...! તુ અહીં મરવા જ આવી ગયો છે....અને સ્નેહા, હવે તુ તો ગઈ...તારી મા પણ આ નજારો જોશે હવે....!” સોહમ ટ્રીગર દબાવવાનો પ્રયત્ન કરતા બોલે છે.

    વિજયને સ્નેહાની મા આ નજારો જોશે તેવી સોહમની વાત સમજાતી નથી, ત્યાં જ રૂમમાં છવાયેલા ધુમાડા અને ચારુલતા મજમુદારની છાયા જોઇ તેની આંખો આશ્ચર્યથી ફાટી રહે છે. સોહમ ટ્રીગર દબાવવા ખૂબ જોર લગાવે છે, પણ ટ્રીગર દબાઇ શકાતું નથી..! રૂમમાં વચ્ચો વચ્ચ ઉભેલા સોહમની આસપાસ રૂમમાં રહેલા સોફા, ટેબલ, ખુરશી, વૉલપીસ, શૉ પીસ, એલસીડી બધું જ ફર્નિચર હવામાં ગોળકારમાં ફરવા લાગે છે. સોહમની આસપાસ ગોળાકાર ફરતો સામાન એક પછી એક સોહમ સાથે અથડાય છે. એક ધડાકા સાથે એલસીડી સોહમના માથે પછડાય છે, જેથી સોહમના હાથમાંની ગન ક્યાંય દૂર ફેંકાઇ જાય છે. એલસીડીના ના કાચના ચૂરા સોહમના ચહેરાને લોહી નીતરતા કરી મૂકે છે..!

    આખો થ્રી સીટેડ સોફો સોહમના હાથ પર અથડાતો તેની ઉપર પડે છે. દર્દથી સોહમ કણસતો રહે છે. બહાર ધોધમાર વર્ષા સાથે વીજળીના કડાકા સાથે સોહમની ચીસો ક્યાંય સુધી ગૂંજી રહે છે..! સોફા નીચે દબાયેલા સોહમ આપોઆપ બહાર ખેંચાઇ સામેની દીવાલ પર અફળાય છે. સોહમ આટલા મારથી અધમૂઓ થઈ ગયો. સોહમ હવામાં ક્યાંય સુધી ઊંચે જાય છે અને તેની આસપાસ ધુમાડો વધી જાય છે. ધુમાડા વચ્ચે ઝાંખા પ્રકાશમાં વીજળીના ઝબકારાના અજવાળે સોહમ હવામાં ગૂંગળતો દેખાય છે, જાણે કોઇ તેનું ગળુ દબાવી રહ્યું હોય. ઘડી બે ઘડીમાં સોહમની આંખો મોટી થઈ ફેલાઇ જાય છે અને જીભ બહાર આવી મોંથી લોહી નીતરી તેનું શરીર અચેતન બની જાય છે. એક ધડાકા સાથે સોહમનું મૃત શરીર હવામાંથી નીચે કાચની મોટી ત્રિપાઇ પર પછડાય છે...!

    રૂમમાંનો પ્રકાશ સ્નેહાની નજીક આવે છે. તેની સમક્ષ તેના મમ્મી ચારુલતા મજમુદાર સાફ દેખાઇ આવે છે. તે સ્નેહાના માથે વહાલભર્યો હાથ ફેરવવે છે. સજલ આંખે સ્નેહા “મમ્મી...” આટલું જ બોલી શકે છે ત્યાં ચારુલતા મજમુદારની છાયા ધુમાડો બની રૂમના તૂટેલા દરવાજેથી બહાર નીકળી જાય છે. રૂમનો ઝાંખો પ્રકાશ ઘટી જાય છે. ઘડીભરમાં રૂમમાં લાઇટ આવી જાય છે. વેરવિખેર ઘરમાં સોહમ અને ડૉ.સપનાની ડેડ બોડીઝ પડેલી રહે છે. સ્નેહા તેના ભાઇ વિજય તરફ દોડી જાય છે. ઇન્સ્પેક્ટર વિજય કંટ્રોલરૂમમાં કોલ કરી આ ઘટનાની જાણ કરે છે. થોડીવારમાં ત્યાં લોનાવાલા પોલીસ સ્ટેશનથી પોલીસ પલટન આવી જાય છે અને સોહમ અને સપનાની ડેડ બોડીઝને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી સ્નેહાને પોતાની ગાડીમાં બેસાડી ઘરે લાવે છે. સ્નેહાને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે એડમીટ કરી રખાય છે. સ્નેહાના મનમાંથી સોહમે કરેલ દગો ભૂલાવો ઘણો મુશ્કેલ બને છે, પણ સોહમ અને સપનાના હલકા કર્મોનું ફળ તેમને મળી ગયું તે બાબતનો સંતોષ પણ રહે છે.

    હોસ્પિટલના સ્પેશીયલ રૂમમાં સૂતેલી એકલી સ્નેહાની નજર સમક્ષ ભૂતકાળ ઉપસે છે. અગાઉ હોસ્પિટલ અને ઘરમાં વારંવાર તેની આગળ આવેલા પડછાયાએ તેને સોહમના દગાની વાત કરેલી. જાતે તપાસ કરતાં સોહમ અને સપનાના અફેરની સ્નેહાને અગાઉથી જ જાણ થયેલી. પોતાની મા ચારુલતાના મૃત્યુનું સાચું કારણ પણ સ્નેહા આ અજ્ઞાત છાયા પાસેથી જાણી ગઈ હતી. સ્નેહા ઘણી વાર એકાંતમાં કોઇ સાથે વાતો કરતી હોય તેમ લાગતું, જે જોઇ સોહમ સ્નેહા માનસિક અસ્થિર થવા લાગી હોય તેમ માનતો, પણ વાસ્તવિકતામાં સ્નેહા તેની માતા ચારુલતાની છાયા સાથે વાતો કરતી..! જે ઘરમાં સોહમે ચારુલતા મજમુદારની હત્યા કરી હતી, ત્યાં જ તે સોહમને મારી શકે તેવું હોવાથી ચારુલતાના કહેવા પર જ સ્નેહા સોહમ આગળ લોનાવાલાના ફાર્મહાઉસ જવા ઇચ્છા વ્યક્ત કરે છે..! આ બધું વિચારતા જાણે સ્નેહાના માથે કોઇ છાયા વહાલભર્યો હાથ ફેરવે તેવું લાગે છે.

    “મમ્મી, તમે આવી ગયા..?” સ્નેહાએ અજ્ઞાત છાયાને પ્રેમભર્યો સવાલ કર્યો.

    “હું ક્યારેય મારી દીકરીથી દૂર જ નહોતી ગઈ..!” છાયાનો અવાજ આવ્યો.

    સ્નેહા સમક્ષ તેની મા ચારુલતા દેખાઇ. સ્નેહાએ તેની મા સાથે ચોધાર આંસુડે રડી બધી હૈયા વરાળ ઠાલવી મન હળવું કર્યું...! રૂમ બહાર ખખડાટ થતાં તે છાયા અદ્રશ્ય થઈ ગઈ. સ્નેહાને મળવા હાથે પાટો બાંધેલ ઇન્સ્પેક્ટર વિજય આવે છે.

    “હાઉ આર યુ નાવ સીસ્ટર..?” વિજય બીજા હાથમાં લાવેલ સ્નેહાના ફેવરીટ રજનીગંધાના ફૂલનું બૂકે સ્નેહાને આપે છે.

    “આઇ’મ ફાઇન. એન્ડ યુ..?” સ્નેહા વિજયને સામે ખબર પૂછે છે.

    “ક્વાઇટ વેલ..!” વિજય સ્નેહાને ટૂંકો જવાબ આપે છે.

    “સ્ટીલ યુ રીમેમ્બર ધેટ આઇ લાઇક ધીસ ફ્લાવર્સ સો મચ..!” સ્નેહાએ વિજયે આપેલ રજનીગંધા ફૂલના બૂકેમાં આંગળીઓ પસવારતા કહ્યું.

    “હાઉ કેન આઇ ફર્ગેટ ઓલ ધીઝ, માય ડીયર સીસ્ટર..!” વિજય સ્નેહાને વહાલભર્યો જવાબ આપે છે.

    થોડા જ દિવસોમાં સ્નેહા સાવ સાજી થઈ મજમુદાર પ્રા.કંપનીનો ચાર્જ સંભાળી લે છે. પોતાની ફેવરીટ મર્સીડીઝ બેન્ઝ ગાડીમાં જાતે ડ્રાઇવ કરી ઓફીસે જતા સ્નેહાના હાથમાં સોહમનો જૂનો મોબાઇલ આવે છે. તે મનોમન બોલે છે, “સોહમ, યુ ટોલ્ડ મી ધેટ ઇટ વૉઝ યોર માસ્ટર પ્લાન...સોરી, બટ ઇટ વૉઝ માય માસ્ટર પ્લાન..!” પૂરઝડપે ચાલી જતી ગાડીના ગ્લાસ ખોલી સોહમનો જૂનો મોબાઇલ સ્નેહા બહાર ફેંકે છે, પાછળ આવતી ટ્રકના વ્હીલ નીચે સોહમનો મોબાઇલ આવતાં તેનાં ટૂકડા ઉડી સોહમની આખરી નિશાની પણ નાશ પામે છે. તેના મોબાઇલના ઉડતાં ટૂકડાં વાચકની આંખ આગળ છવાઇ જતા આ રહસ્યમય વાર્તા - મીસ્ટરી પૂર્ણ થાય છે.

    *********