Chakravyuh - 1 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ 1

ચક્રવ્યૂહ - 1

જેનીફર મેડમ કોલેજના લીટરેચર ક્લાસમાં એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust) લીટરેચરના ટોપિક્સની ચર્ચામાં મશગૂલ હતા.

“Lies and deceit, it’s all around me

Lies and deceptions, two bad

surroundings...”

ટ્રસ્ટ એન્ડ બીટ્રેયલ ની ચર્ચા કરતા જેનીફર ક્યારે પોતાના ભૂતકાળમાં સરી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો.! દસ વર્ષ પહેલા આ જ ક્લાસમાં સામેની તરફ પહેલી બેંચ પર બેસી પ્રો. યશપાલ યાદવના લીટરેચરના ક્લાસમાં સૌથી વધુ ધ્યાન આપનાર જેનીફર માત્ર એક ટેલેન્ટેડ સ્ટુડન્ટ જ નહીં, પણ પ્રો.યશપાલની સૌથી ફેવરીટ સ્ટુડન્ટ પણ રહેલી. રેગ્યુલર ક્લાસ સિવાય પણ બંને ઘણીવાર લીટરેચરના ઘણા ટોપીક્સ પર ડિસ્કસ કરતા રહેતા. ધીમેધીમે તેમનું ડિસ્કસન પ્લેસ માત્ર કોલેજ કેબીન ના રહેતા, કેમ્પસ કેન્ટિન અને પછી હોટેલમાં પણ બનવા લાગ્યુ. જેનીફર અને પ્રો.યશપાલની ઉંમર વચ્ચે વીસ વર્ષનું અંતર, પણ બંને વચ્ચે એક સ્ટુડન્ટ ટીચર કરતા ફ્રેન્ડલી બીહેવીયર વધુ રહ્યું.!

ઘઉંવર્ણી જેનીફર દેખાવે ઘણી ઉજળી નહીં, પણ તેનો નમણો ચહેરો અને ઘાટીલુ શરીર કોઇને પણ આકર્ષી શકે તેવુ હતું. જેનીફર અને પ્રો.યશપાલ વચ્ચે લીટરેચર અને એસ્થેટીક પ્લેઝર પર જોરદાર ડીબેટ ચાલતી, પણ દરેક ડીબેટમાં વિજયી માત્ર જેનીફર જ રહેતી કા બનાવવામાં આવતી.! પ્રો.યશપાલ સાઉથ ઇંડિયન એટલે તેમની ઇંગ્લીશ લેગ્વેજ પરની અદ્ભૂત માસ્ટરી કોઇને પણ આકર્શી લે તેવી હતી. જેનીફરના મનમાં પ્રો.યશપાલ માટે માત્ર એક ટીચર તરીકેનું જ માન અને લાગણી ના હતી, પણ કૈંક વિશેષ પણ રહ્યું હતુ. પ્રો.યશપાલના મનમાં પણ જેનીફર વિશે સોફ્ટ કોર્નર રહેવા પામ્યો હતો.!

જેનીફર આજે ક્લાસમાં પોયમના શબ્દો માત્ર વાંચી જ રહી હતી....

“You see and hear it, find it hard to believe...!”

પણ તેના માનસમાં ભૂતકાળ ભમતો હતો. તે દિવસ જેનીફરના જીવનનો સૌથી યાદગાર અને આઘાતજનક દિવસ પણ રહ્યો. કોલેજ એન્યુઅલ ડેની પ્રીપરેશન્સ પછી પ્રો.યશપાલે જેનીફરને લંચ કરવા ઇન્વાઇટ કરી. હોટેલમાં જેનીફરની ફેવરીટ દરેક ડીશીઝ મંગાવી સોફ્ટ મ્યુઝીકના બેકગ્રાઉન્ડમાં યશપાલે તે વાત કરી જેની જેનીફર મનોમન ઘણા સમયથી રાહ જોઇ રહી હતી..! પોતાની ચેરથી ઉભા થઈ જેનીફર સામે ઘૂંટણિયે બેસી જઈ પ્રો.યશપાલે કોઇ ફિલ્મી સ્ટાઇલથી જેનીફરને પ્રપોઝ કર્યું..! પોતાનાથી વીસ વર્ષ મોટી ઉંમરના ચાલીસી વટાવી ચૂકેલ હોવા છતા પ્રો.યશપાલના આ પ્રપોઝને તેણે સહર્ષ એક્સેપ્ટ કર્યું.

આ સાથે પ્રો.યશપાલે પોતાની લાઇફની એવી વાત કરી જે જેનીફર માટે ઘણી શોકીંગ હતી..! જ્યારે પ્રો.યશપાલે જેનીફરને જણાવ્યું કે તેમના મેરેજ થઈ ગયા હતા, અને તે હવે વીડો છે તે સાંભળતા જ જેનીફરના પગ તળે જમીન ખસી ગઈ તેના હાથમાંની સ્પૂન નીચે સરકી ગઈ, આંખ આગળ અંધારુ છવાઇ ગયું..!

પહેલી વાત તો પ્રો.યશપાલ અને તેના વચ્ચે આટલો મોટો એઇજ ડિફરન્સ અને બીજુ તે વીડો..! આ બંને બાબતથી જેનીફરને ઘરેથી સ્વીકૃતિ ના જ મળે. જો કે એઇજ ડીફરન્સ જેનીફરને સ્વીકાર્ય હતી, પણ પ્રો.યશપાલ એક વીડો આ બાબત તેના માટે સ્વીકારવી પણ સરળ ના હતી..! કૈંક કેટલાય દિવસો વિચાર કર્યા પછી જેનીફરે પ્રો.યશપાલ સાથે લગ્ન કરવા નિર્ધાર કર્યો. હવે તેની સામે મોટો પડકાર તેના ઘરેથી આ લગ્ન માટે પરવાનગી લેવાનો રહ્યો.

એક નામાંકિત વકીલ અને સામાજીક કાર્યકર મા-બાપ પોતાની એક માત્ર સંતાનને આમ અલગ સમાજના ઘણી મોટી વયના વીડો સાથે લગ્નની પરવાનગી કઈ રીતે આપી શકે..? ઘરમાં વાત કરી ત્યારથી ખૂબ જ મોટી ઘમસાણ ચાલતી રહી. કાયદાની કેટલીયે આંટીઘૂંટીમાં માહેર તેના પિતા આજ સુધી તેમની વકીલાતની કારકિર્દીમાં એક પણ કેસ હાર્યા ના હતા, તે આજે પોતાની દીકરીની જીદ સામે હાર માને..?

એક સવારે કોલેજમાં જતા જેનીફરે જાણ્યુ કે પ્રો. યશપાલને પોલીસ અરેસ્ટ કરી ગઈ. પાછલી રાત્રે તે કોઇ સ્ત્રી સાથે નશાની હાલતમાં ક્ઢંગી અવસ્થામાં હોટેલથી પકડાયા અને સાથે એન્યુઅલ એક્ઝામના પેપર્સની ફાઇલ પણ પકડાઇ..! મારી આંખ આગળ અંધારુ છવાઇ ગયુ. આ બધું શું થઈ રહ્યુ હોય તે સમજાયું જ નહીં. તાત્કાલિક ઘરે જઈ પપ્પા સાથે આ બાબતે વાત કરી અને જણાવ્યું કે “પ્રો.યશપાલને હું ખૂબ સારી રીતે ઓળખું છું, તે આ કંઇ કરી જ ના શકે...પ્લીઝ એમને હેલ્પ કરો.!” થોડીવાર કંઇક વિચાર કરી પપ્પાએ કહ્યું, “ડોંટ વરી, આઇ વીલ હેંડલ ધ કેસ.” તે આટલી ઝડપથી પ્રો.યશપાલ વતી કેસ લડવા તૈયાર થઈ ગયા તે જાણી થોડું આશ્ચર્ય થયું, પણ સાથે વિચાર આવ્યો કે પોતાની દીકરીની જીદ આગળ હવે તેમણે નમતુ મૂક્યુ હશે..!

દિવસો પસાર થવા લાગ્યા. કેસ ચાલતો રહ્યો. દરેક કેસની તારીખ વખતે હું કોર્ટરૂમમાં અચૂક હાજર રહેતી. દિવસે ને દિવસે અમારો કેસ નબળો પડતો જણાયો, આજ સુધી એક પણ કેસ ના હારનાર મારા પપ્પા પણ આજે જાણે મૂંઝાયા, જ્યારે પ્રોશીક્યુશને પ્રો.યશપાલના હાથે અન્ય છોકરીઓને લખેલ પત્રો, એન્યુઅલ એક્ઝામ પેપર્સની નકલો, અને તે રાત્રે સાથે હોટેલમાંથી પકડાયેલી સ્ત્રીએ આપેલ નિવેદન કોર્ટમાં રજૂ કર્યું..! હવે મને પણ ખાતરી થવા લાગી હતી કે પ્રો. યશપાલ વિશે મારો ખ્યાલ ઘણો ખોટો હતો. તે વાસ્તવમાં એક હલકી પ્રકૃતિની જ વ્યક્તિ છે. પ્રો. યશપાલનો કેસ લડવાની મારી જીદને કારણે મારા પપ્પા પહેલી વાર કોઇ કેસ હાર્યા..!

પ્રો. યશપાલ ગુનેગાર સાબિત થયા અને તેમને કોઇ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ અને કોલેજના એક્ઝામ પેપર્સ લીક કરવાના ગુનામાં કોલેજમાંથી છૂટા કરવાની સાથે 7 વર્ષ કેદની સજા આપવામાં આવી. મારા મતે તેમની આ 7 વર્ષની કેદ ઘણી ઓછી હતી. ચૂકાદાના દિવસે કોર્ટ બહાર નીકળતા પહેલા છેલ્લીવાર તેમણે મને મળવા માટે માંગણી કરી. બધા વચ્ચે તેમણે મને માત્ર એટલું જ કહ્યું, “આ બધુ ખોટુ છે, બીલીવ મી...” મારા હાથથી મારેલા એક સણસણતા થપ્પડથી તેમના શબ્દો અધૂરા રહી ગયા. પોલીસ તેમની ખંચી ગઈ, આંસુના ધાર વહાવતી નજરે તે મારી નજરથી દૂર થયા..!

આગળ પોયમ વાંચતા આંખની પાંપણ પર બાઝેલા આંસુના ટીપા કોઇનું ધ્યાનના જાય તેમ રૂમાલ અડાડી લૂંછતા આગળ પોયમની લાઇન વાંચી...

“You don’t know who to trust,

everyone’s a target...”

કેટયાય દિવસો સુધી હું જમી ના શકી કે ઊંઘી ના શકી. પણ મારા મમ્મી પપ્પાના સપોર્ટથી હું ધીમેધીમે આ આઘાતમાંથી બહાર આવી શકી. એક સવારે પપ્પાએ વાત કરી, “આજે યુ.એસ.થી વિલીયમ અંકલનો દીકરો જોન્સન તને મળવા અને જોવા આવી રહ્યો છે..!” પપ્પાની વાતને સાફ નકારી કાઢવા વિચાર કર્યા પછી તેમણે મારા માટે કરેલ બધી બાબાતો યાદ આવતા હું કંઇ ના બોલી. જોન્સન સારો છોકરો લાગ્યો. આમ પણ મારી મેરેજ યોગ્ય ઉંમર અને બીજો કોઇ વિકલ્પ ના હોવાથી અને મારા માટે મારા મમ્મી પપ્પાએ કરેલ સેક્રિફાઇસીસ જોઇ મેં મેરેજ માટે હા કહી..!

મેરેજ કરી હું જોન્સન સાથે યુ.એસ.આવી. જોન્સન મને ખૂબ ખુશ રાખવા કરતો, પણ ઘણીવાર મને તેનો નેચર કંઇક સશ્પીશીયસ લાગતો. તે કંઇક મારાથી છૂપાવ્યા કરતો હોય તેવું લાગતું. પણ આ બાબતે હું બહુ વિચાર કરતી નહી. મેરેજ પછીની મારી પહેલી ક્રિસમસ મારા માટે ઘણી આઘાતજનક બની રહી..! ક્રિસમસની શોપિંગ કરી હું ડાયરેક્ટ જોન્સનની ઓફીસે તેને મળવા જઈ ચડી, જ્યાં તેને તેની સેક્રેટરી સાથે ખૂબ કઢંગી અવસ્થામાં જોઇ હું ચોંકી ગઈ..! ગુસ્સામાં આવી તેને ઓફિસમાં જ બે થપ્પડ મારી ઘરે જવા નીકળી ગઈ. આંખમાંથી જોન્સનની બેવફાદારીના ગુસ્સા અને દુ:ખને કારણે વહી જતા આંસુની ધાર સાથે ઘરે આવી તેના રૂમનો પર્સનલ કપબોર્ડ ફેંદવા લાગી. તેના કેટલાક જૂના કપડાની વચ્ચે છૂપાવેલા કેટલાક કાગળ અને સાથે પડેલો એક મોબાઇલ જોઇ હું આશ્ચર્યમાં પડી..! મોબાઇલમાં કંઇક જોઇ મને હૃદયમાં સખત આઘાત લાગ્યો..!

જેનીફરે એવું તો શું જોયું કે તેને આટલું આશ્ચર્ય થયું...?

જેનીફરને કઈ બાબતનો આમ સખત આઘાત લાગ્યો...?

આ સવાલના જવાબ મેળવવા જરા રાહ જોઇએ....ટૂંક સમયમાં આવે છે...ચક્રવ્યૂહ 2

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED