Chakravyuh - 3 books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ 3 - અંતિમ પડાવ

ચક્રવ્યૂહ – 3

કોલેજના ક્લાસમાં એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust)ની ચર્ચા કરતા કરતા પોતાના ભૂતકાળમાં સરી પડેલી જેનીફરની દ્રષ્ટિ સમક્ષ તેના અને પ્રો.યશપાલ વચ્ચેનો પરિણય દ્રશ્યમાન થાય છે. કોઇ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ અને કોલેજની એન્યુઅલ એક્ઝામના પેપેર્સ લીક કરવાના ગુનામાં પ્રો.યશપાલને 7 વર્ષ જેલ થાય છે. જેનીફર તેના પિતાના કહેવાથી યુ.એસ.માં રહેતા જોન્સન સાથે લગ્ન કરી યુ.એસ. સેટલ્ડ થાય છે. તે જોન્સનના તેની સેક્રેટરી સાથે અફેર વિશે જાણી જાય છે. જોન્સન છૂપાવેલા કેટલાક કાગળ અને મોબાઇલ મળે છે જેનાથી જેનીફરને જાણ થાય છે કે પ્રો.યશપાલ સાવ નિર્દોષ હતા અને આ બધુ તેને ફસાવવા અને જેનીફરને યુ.એસ. મોકલવા માટે તેના મમ્મી પપ્પા અને જોન્સને રચેલ એક ચક્રવ્યૂહ હતુ, જેમાં ફસાઇને પ્રો.યશપાલે સુસાઈડ કરી લીધું. જોન્સનના દગાથી ગુસ્સે થયેલી જેનીફરે જોન્સન પર બીઅર બોટલથી હુમલો કર્યો. ફસડાઇ પડેલા જોન્સનના મોબાઇલથી તેની સેક્રેટરીને મેસેજ કરી જેનીફર ઘરે બોલાવે છે. પ્રો.યશપાલના મૃત્યુનો બદલો વાળવા જેનીફર કોઇ બીજા ચક્રવ્યૂહની વાત કરે છે.

જેનીફરે વિચારેલ આ બીજું ચક્રવ્યૂહ શું છે તે જાણીએ આ ભાગમાં...

......

જેનીફર જોન્સનની સેક્રેટરીને આવતા જાણી તરત જ પોલીસને કોલ કરી બોલાવે છે. ક્યાંય સુધી ડોરબેલ વગાડવા છતાં જેનીફર દરવાજો ખોલતી નથી. નીચે અર્ધબેભાન હાલતમાં પડેલા જોન્સનના માથા પર બીજી બીઅરની બોટલ ફટકારી તે તૂટેલી બોટલ તેના પેટમાં મારી દીધી. થોડા તરફડીયા મારતા જોન્સન મૃત્યુ પામ્યો. બોટલ તૂટવાના અવાજથી જોન્સનની સેક્રેટરી ચિંતામાં આવી જઈ બેકયાર્ડના ગ્લાસ તોડી અંદર આવે છે. ઘરમાં બધુંયે વેરવિખેર થઈ પડેલું જુએ છે અને સામે ખૂણામાં જોન્સનને પડેલો જુએ છે. ઉતાવળમાં તે જોન્સન પાસે દોડી જઈ તેના પેટમાં મારેલ બીઅરની બોટલ હાથથી પકડી બહાર કાઢે છે. ત્યાં જ પાછળ જેનીફર દરવાજો ખોલી પોલીસને ઘરમાં બોલાવે છે. જોન્સનની સેક્રેટરીએ પહેલા જોન્સનને મારી નાખી પછી જેનીફર પર પણ જીવલેણ હુમલો કર્યાના જેનીફરના નિવેદન સાથે પોલીસે જોન્સનના પેટમાં મારેલ બીઅરની બોટલ તેની સેક્રેટરીના હાથમાં જોઇ તેને અરેસ્ટ કરી. જોન્સનના મૃત્યુ પછી જેનીફર ઇન્ડિયા પોતાના મમ્મી પપ્પાને ત્યાં આવી ગઈ.

જેનીફર ક્લાસમાં એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust)ની ચર્ચામાં આગળની લાઇંસ રીડ કરે છે.

“Deceit and deception over and over

The chances of good friend, like foul leaf clovers..!”

ઇન્ડિયા પરત ફરી જેનીફર ગ્રેવયાર્ડમાં ગઈ. પ્રો.યશપાલની ગ્રેવ પર ફ્લાવર્સ મૂકી તે પોક મૂકી રડી પડી. તેણે પ્રો.યશપાલની માફી પણ માંગી..! હવે જેનીફરના બદલાનો ટાર્ગેટ તેના જ મા-બાપ હતા, પણ એક દીકરી તરીકે તે તેમને મારી શકતી ના હતી, તો પ્રો.યશપાલ પ્રત્યેનો પ્રેમ તેને બદલો લેવા મજબૂર કરતો રહ્યો..! ધીમે ધીમે જેનીફરે તેના મમ્મી પપ્પાના કામકાજમાં વધુ રસ લેવા શરૂ કર્યું. તેમાંથી તેને આઘાત સાથે ઘણું જાણવા મળ્યુ કે તેના વકીલ પિતાએ પૈસા માટે કેટલાયે નિર્દોષોને આરોપી સાબિત કરી મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેની મમ્મીએ સામાજીક કાર્યકર તરીકે કેટલાયે નિર્દોષોની જીંદગી બરબાદ કરી નાખી હતી..! હવે તેણે ‘ઘરકા ભેદી લંકા ઢાયે’નું કામ શરૂ કર્યુ. પપ્પાના કેસની ફાઇલ્સ બહાર વિરોધી વકીલ સુધી પહોંચાડી તેના જ પિતાની સફળ વકીલ તરીકેની કારકિર્દીમાં નડતર બનવા લાગી. સાથેસાથે પ્રો.યશપાલ વિરુધ્ધ ઉભા કરેલા પુરાવા શોધવા પ્રયત્નો પણ શરૂ કર્યા. જેનીફરના આવા કેટલાક વર્તનથી તેના મમ્મી પપ્પાને તેના પર શંકા ગઈ, અને એકવાર સાચુ બહાર આવી પણ ગયું.!

જેનીફરની વાસ્તવિકતા સામે લાવવા તેના પપ્પાએ પ્રો.યશપાલના નામની એક ફેક ફાઇલ તૈયાર કરી ઘરમાં રખાવી. જેનીફર તે ફાઇલને સાચી માની ઘર બહાર લઈ જતા રંગે હાથ પકડાઇ..! પોતાના મા બાપે જેનીફર પર પહેલી વાર હાથ ઉઠાવ્યો. આંખમા આંસુની ધાર સાથે જેનીફરે બધી વાત સ્પષ્ટ જણાવી, “આઇ નો કે તમે બંને જ રીયલ કલ્પ્રિટ છો..! હું તમારી વિરુધ્ધ કેસ કરીશ..!”

“જેનીફર, કાં તો આ બધું ભૂલી જઈ ચૂપચાપ જીવ, નહીં તો ઘરની બહાર નીકળી જા..!” પોતાના મા-બાપના આ જાકારાને જેનીફરે એક્સેપ્ટ કર્યો. તે ઘર છોડી નીકળી ગઈ. પોતાના પિતા વિરુધ્ધ કેસ લડવા તેણે શહેરના લગભગ દરેક વકીલનો કોન્ટેક કર્યો, પણ કોઇએ પ્રો.યશપાલનો કેસ લેવા અને ખાસ તો જેનીફરના વકીલ પિતા સામે કેસ લડવા તૈયારી દર્શાવી જ નહીં. થાકી ગયેલી જેનીફરને ખ્યાલ આવી ગયો કે અહીં સાચું બોલનાર કે સાચું સાંભળનાર કોઇ જ નથી. એકલતા માણસને સાવ કોરી ખાય છે અને જ્યારે તેનો સામનો પોતાના સાથે જ હોય ત્યારે કોઇ પણ નિર્ણય કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. હવે વાત માત્ર પ્રો.યશપાલના મોતના બદલાની જ ના રહી હતી, પણ પ્રો.યશપાલ જેવા ઘણા નિર્દોષોના મોતના બદલાની અને હજુ બીજા ઘણા નિર્દોષોના જીવને બચાવવાની હતી.!

ગઈકાલે સવારે જ તેણે જાણ્યુ હતુ કે તેના મમ્મી-પપ્પા શહેર બહાર કોઇ મોટા ફંક્શનમાં હાજરી આપવા જવાના છે. ગઈ રાત્રે પોતે જ છૂપા વેશે પોતાના ઘરે ગઈ. દરેક પળ મમ્મીના મીઠાં હાલરડા, પપ્પાએ પૂરી કરેલ દરેક જીદ, પોતાનું બાળપણ બધું જ નજર સમક્ષ તરવરી રહ્યું, પણ સાથેસાથે પ્રો.યશપાલનો ચહેરો અને બીજા ઘણા નિર્દોષ વ્યક્તિઓની ચીસો સંભળાતા તેણે આંખના આંસુ લૂંછી ધ્રુજતા હાથે પોતાના પિતાની કારનો બ્રેક વાયર કાપી નાખ્યો અને સાથે સી.એમ.જી. ગેસ પાઇપ લીકેજ કરી. જસ્ટીસ મેળવાવા આજે પોતે પણ એક ક્રિમીનલ જ બની ગઈ તે વિચારમાત્રથી તે પોતાની જાતને કોસતી રહી, પણ તેની પાસે આ સિવાય બીજો કોઇ વિકલ્પ તેને શોધ્યો મળતો ના હતો.

આજે સવારે કોલેજના લીટરેચરના ક્લાસમાં જેનીફર એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust)ની ચર્ચા કરી રહી હતી.

“The thing that’s done determines your fate

makes choices for the best, better soon than late..!”

બપોરે કોલેજથી છૂટી પોતાના રૂમ પર પહોંચ્યા પછી ટી.વી. ઓન કરતા ન્યૂઝ આવ્યા.

‘આજે સવારે શહેરના નામાંકિત વકીલ અને તેમની સામાજીક કાર્યકર પત્નીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ..! પ્રાથમિક તપાસ પરથી કારનો બ્રેક વાયર તૂટવાથી અને સી.એન.જી.ગેસ લીકેજ થવાથી અકસ્માત બાદ કાર બળીને રાખ થઈ ગઈ. તેમાં સવાર દંપતિ તેમની કારમાંથી સાવ સળગેલી હાલતમાં મળ્યા..!’ જેનીફરના મનમાં સવારે ડિસ્કસ કરેલી એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ (Deceit, Deception and Trust)ની લાસ્ટ લાઇન્સ આવી ગઈ.

‘Lies spread like a disease infection

Life’s just full of deceit and deception.”

તે પોક મૂકી રડી પડી. આ કદચ તેનું રચેલું નહીં, પણ તેના દુર્ભાગ્યનું રચેલું ચક્રવ્યૂહ હતું..!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED