Easy chhe. aengar managment books and stories free download online pdf in Gujarati

ઇઝી છે ‘એન્ગર મેનેજમેન્ટ’ !

ઇઝી છે ‘ એન્ગર મેનેજમેન્ટ’ !!!

‘ સાધકો ગુસ્સો એ આપણો સૌથી મોટો દુશ્મન છે ...આપણી આખીયે વિચારધારાને ગુસ્સો પળવારમાં બદલી નાખે છે ....ગુસ્સો માણસને વગર વિચાર્યું કરવા મજબુર કરી મુકે છે ...ગુસ્સો કાબુમાં લેતા શીખવું એ જ મોટી કસોટી છે આ જીવનની ......” પંડાલમાં ક્યાંક કશોક ગણગણાટ થતા જ સ્વામીજી લાલઘુમ ‘ ઓ ભાઈઈઈ ખબર નથી પડતી પ્રવચન ચાલે છે ને વચમાં બોલબોલ કરો છો ? વાતું કરવા આવ્યા છો કે કશુક સારું ગ્રહણ કરવા ? ના ગમતું હોય તો ઉભા થઈને બહાર નીકળી જાવ ...” !!!! જોક્સ અપાર્ટ ગુસ્સો ચાહે રાજા હોય કે રંક ...સંસારી હોય કે સાધુ ..જ્ઞાની હોય કે અજ્ઞાની બધાને એકસરખો અને અચૂક આવે જ છે ....ત્યાં કોઈ જ્ઞાન કામ લાગતું નથી ....!!!

ક્રોધ યાની ગુસ્સો એટલે જાતે જ પોતાને આગ લગાવવી ..જી હા, ક્રોધ કરનાર માણસ જેના પર ક્રોધિત થાય છે એના કરતા વધુ તો નુકશાન એને ખુદને જ થાય છે . ક્રોધ એ એક ટાઈમ બોમ્બ જેવો છે, એ જ્યારે ફાટે છે ત્યારે ખુદને, કુટુંબને અને સમાજને ભયંકર નુકશાન કરે જ છે . ઘણીવાર તો ક્ષણભરનો ક્રોધ પણ અનર્થ સર્જી જાય છે . આપણે આયે દિન છાપા-ટીવીમાં જોઈએ છીએ કે નાનકડી ભૂલના પાપે આવેલા ક્ષણિક ક્રોધના પ્રતાપે હત્યા કે મારપીટ જેવા સંગીન ગુનાઓમાં લોકો ફસાઈ જતા હોય છે . ક્ષણિક ક્રોધ ઉતર્યા પછી એને ભાન થાય છે કે ઓહ આ મેં શું કરી નાખ્યું ? પણ ત્યાં સુધીમાં તો ચીડિયા ખેત ચુગ ગઈ હોતી હૈ ...!!!! એટલે જ પાયથાગોરસે કહ્યું છે કે ‘ ક્રોધ એ મૂર્ખાઈથી શરુ થઈને પશ્ચાતાપમાં પૂરો થાય છે “. સાચે જ ક્રોધ એક તોફાન છે એમ કહો ને કે એક ક્ષણિક પાગલપન ...!! ક્રોધી અને પાગલમાં કશો જ ફરક ના હોય ..!!! ક્રોધને અંગ્રેજીમાં ‘ એન્ગર ‘ કહે છે પણ આ ‘ એન્ગર ‘ ક્યારે ‘ ડેન્જર ‘ બની જાય છે એનો ખ્યાલ નથી રહેતો . વૈજ્ઞાનિકો કહે છે કે ક્રોધ વખતે મગજ સુન્ન થઇ જાય છે, હાર્મોન્સના પ્રભાવને લીધે મગજમાં કામ કરવાની અને વિચારવાની શક્તિમાં ઘટાડો નોંધાય છે. રીસર્ચ તો એમ પણ કહે છે કે એક વાર ગુસ્સે થવાથી ઇન્સાન છ કલાકની કામ કરવાની શક્તિ ખોઈ બેસે છે ..!!!

ક્રોધ આપણા અને આપણાઓના જીવનને નુકશાન કરે એ પહેલા આવો જોઈએ થોડા એન્ગર મેનેજમેન્ટના સુત્રો, જો કે એનો ચોક્કસાઈથી અમલ જ એકમાત્ર ગુસ્સા પર કાબુ મેળવવાની ગેરેંટી છે – જો કે એ પણ ૧૦૦% તો નહિ જ ...!! સૌપ્રથમ તો ગુસ્સો આવે ત્યારે રીએક્શન કે એક્શનને થોડું લેઇટ કરવાની ટેવ પાડો. જી હા તાત્કાલિક જવાબ કે પ્રહાર કરવાનું ટાળો. ફિલ્મ વેલકમમાં નાના પાટેકર વારેવારે નથી બોલતો કે ‘ કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ “ બસ બિલકુલ એમ જ ...!!! એકવાર કન્ટ્રોલ કરવાની નેમ લેશો તો મુશ્કેલી તો પડશે જ પણ ધીરેધીરે ફાયદો દેખાશે ...!! ઘરડાઓ ઘણી વાર નથી કહેતા કે ‘ જાતું કરવું ‘ બસ એ જતું કરવાની – લેટ ગો કરવાની આદત આ ‘ કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ ‘ વાળા નુંશ્ખાથી આવી જાય તો સાધો સાધો સમજવું ...!!! ઘરડાઓ પરથી યાદ આવ્યું કે ગુસ્સો શાંત કરવાની એક બીજી પણ પ્રાચીન અને ઘરગથ્થું તરકીબ પણ છે જ ...!!! અને એ છે એક થી દસ ગણવા – મનમાં ને મનમાં જ ...!!! જી હા પ્રાચીન ‘ એન્ગર મેનેજમેન્ટ સાયન્સ ‘ કહે છે કે જયારે તમને ગુસ્સો આવે તો પહેલું કામ ગુસ્સો વ્યક્ત કરવાની રાહ જોવાને બદલે મનમાં ને મનમાં એક થી દસ કે એથી પણ વધુ ગણતરી કરવાનું રાખો ..!! આનાથી ગુસ્સો શાંત થવામાં મદદ મળશે. જો કે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી પણ આ નુશ્ખાનું સિક્રેટ એ છે કે એક થી દસ કે એથી વધુ ગણવાથી ગુસ્સો કન્ટ્રોલ કરવા માટેના બે મહત્વના પરિબળો સમય અને વ્યાકુળતાનો આમાં સમાવેશ થાય છે ...!!!

જી હા આગળ કહ્યું એમ ત્વરિત રીએક્શન કે એક્શનથી બચવું એ ક્રોધ પર વિજય સમાન છે અને આ ગિનતી કરવાથી ક્રોધને વ્યક્ત કરતા પહેલા સમય અને ગણતરીમાં જીવ પરોવાને લીધે અમુક અંશે વ્યાકુળતા પર વિજય સંભવિત છે અને આ હું નહિ પણ જર્નલ ઓફ એપ્લાઈડ શોશિઅલ સાયકોલોજીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવું કરનારા લોકોએ પોતાના ગુસ્સા પર મહદઅંશે કાબુ મેળવ્યો છે. જો કે આ ટેક્નિક પણ કંઈ દર વખતે કામ આવતી નથી. ગુસ્સાથી કાળઝાળ થયેલો માણસ દસ શું, સો સુધી પહોંચી જાય તોય તેની ગરમી ન ઘટે એવું બને. એની વે, એન્ગર અને એનું મેનેજમેન્ટ એ ટોટલી વ્યક્તિ ઉપર ડીપેન્ડ કરે છે . ઘણા ‘ પકડ મુજે જોર આતા હૈ ‘ ટાઈપના ક્રોધીઓ ને કોઈ મેનેજમેન્ટની જરૂર નથી જ કેમકે એમનો એન્ગર ટાઈ ટાઈ ફીસ્સ્સ જ થવાનો હોય છે પણ જો ખરેખર તમને વારંવાર અથવા તો અર્થ વગરના ગુસ્સ્સાઓ આવતા હોય તો સંશોધકો એક બીજો પણ ઉપાય બતાવે છે અને એ છે વોકિંગ ...!! જી હા શાસ્ત્રોમાં લખ્યું છે ને કે જ્યાં અને જેના પર તમને ગુસ્સો આવતો હોય એ વ્યક્તિ અને સ્થળ છોડી દો..કૈક આવું જ છે ગુસ્સો આવે ત્યારે ચાલવા નીકળી જવાનું લોજીક ..!! જો કે આ પાછું સિચ્યુએશન અને વ્યક્તિ પર નિર્ભર છે પણ ચાલવાથી જે એડોર્ફીન નામનું રસાયણ આપણા શરીરમાં છૂટે છે એ સકારાત્મકતા અને ખુશમિજાજી માટે પુરતું છે જે અલ્ટીમેટલી તમારા ગુસ્સાને કન્ટ્રોલ કરી શકે છે – દાખલો પૂરો ..!!!

ગુસ્સો આપણને કેમ આવે છે એના આપણી પહોંચ બહારના ઘણા કારણો હોય શકે છે પણ ગુસ્સો આવ્યા પછી એને કન્ટ્રોલ કરવા માટે તો આપણે ખુદ જ જવાબદાર રહેવાના . સાધુ સંતોના પ્રવચનો-કથાઓમાં ક્રોધને કાબુમાં લેવાના શાસ્ત્રીય ઉપાયો વારંવાર આવતા હોય છે પણ હકીકતે ક્રોધને કન્ટ્રોલ કરવામાં આવા શાસ્ત્રિક ઉપાયો કરતા પ્રેક્ટીકલ ઉપાયો વધુ કારગત નીવડે છે . જેમકે આગળ લખ્યું એમ જે વાત પર વિવાદ થઇ શકે છે એવી વાતોથી દુર રહેવું કે પછી જો વ્યક્ત જ કરવું પડે એમ હોય તો એ પહેલા થોડા સોચના કે પછી ગુસ્સો આવે તો ગમતું કોઈ ગીત સાંભળવું કે ગમતા કોઈ કામમાં મન પરોવવું કે પછી ઇવન ગુસ્સો વ્યક્ત કરતી વખતે જે વાત કે મુદ્દા પર ગુસ્સે થયા છો એને જ વળગી રહો કેમકે ઘણી વાર બીજી ભૂતકાળની વાતો એડ થવાથી મૂળ મુદ્દો ભૂલાય જાય છે અને ગુસ્સો ( તમારો કે પછી સામેની વ્યક્તિનો ) ભડકી ઉઠે છે ..!!! ગુસ્સાથી બચવું હોય તો સાયકોલોજીસ્ટો માફ કરવાના મૂળ મંત્રને પણ યાદ કરાવે છે . જી હા માફ કરી શકાય એવી કોઈની ભૂલ કે વર્તણુકને માફ કરતા શીખો એ પણ ગુસ્સા પર એક પ્રકારનો વિજય જ છે ..!!

એક નવાઈ પમાડે એવો એન્ગર મેનેજમેન્ટ મંત્ર એ પણ છે કે ‘ ગુસ્સાને કાબુમાં કરવા ગુસ્સે થાવ “ ...!! અત્યાર સુધી વાત કરી એનાથી આ ઉલટું વાંચીને નવાઈ લાગીને પણ જી હા એન્ગર મેનેજમેન્ટ એમ પણ કહે છે કે ગુસ્સે થાવ, ચીખો, ચિલ્લાવ પણ બને તો એકલા – ખુદ પર કે પછી વર્તણુક પર ..અથવા તો ધારી અસર થાય એવી રીતે ગુસ્સો પ્રગટ કરો - ઠંડકથી અને ઉશ્કેરાયા વગર સામેની વ્યક્તિ સુધી ક્રોધ પહોંચવો જોઈએ, ક્રોધભર્યું વર્તન નહીં!! ખેર ગુસ્સે થવું અને ગુસ્સો આવવો એ બંને વચ્ચે જેટલો ફેર છે એટલો જ ફેર ગુસ્સાને કાબુમાં કરવો અને ગુસ્સાને વ્યક્ત કરવામાં છે ..!!! ગુસ્સો ઘણીવાર મનની અંદર અનુભવાતી લાચારીને લીધે હોય છે, તો કયારેક અકળામણ, કોઈક ગુંચવણ કે પછી કોઈ હતાશા ગુસ્સો બનીને બહાર આવતી હોય છે, ગુસ્સો ક્યારેક ક્ષણિક હોય છે, તો ક્યારેક ઓકેઝ્ન્લી તો ક્યારેક કાયમી . ક્યારેક પાંચ મિનીટ ગુસ્સો આવે તો ક્યારેક દિવસો સુધી ..!!! થોડા ઉપાયો અજમાવી જુઓ અને મેળવો એન્ગરથી આઝાદી ...!!!

વિસામો

ક્રોધ મધપૂડામાં પત્થર મારવા જેવો છે – એક કહેવત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED