મીસ્ટરી : રીગેઇન Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીસ્ટરી : રીગેઇન

મીસ્ટરી : રીગેઇન

નવા ઘરમાં રહેવા આવેલા સ્નેહા અને સોહમ દામ્પત્ય જીવન ખુશી ખુશી જીવી રહ્યા હતા. તેવામાં એક રાત્રે સ્નેહાને પોતાના ગાર્ડનમાં કોઇ સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા સ્નેહા કોઇ બીહામણી સ્ત્રીને ગાર્ડનમાં જુએ છે, પણ ગભરાઇ ગયેલી સ્નેહાની બૂમો સાંભળતા દોડી આવેલા સોહમને ગાર્ડનમાં કોઇ જ દેખાતું નથી. આવું સ્નેહા સાથે વારંવાર થાય છે. સ્નેહાની માતા સુરતની પ્રસિધ્ધ ડાઇમંડ કંપની મજમુદાર પ્રા.કંપનીના માલિક જયરામ મજમુદારની વિધવા પત્ની ચરૂલતા મજમુદાર તે કંપનીની માલિક હતી. તેમના વિરોધમાં સ્નેહાએ સોહમ સાથે લવ મેરેજ કર્યા હતા. ચારૂલતા મજમુદારને પેરેલિસીસ થયા પછી કંપનીની બધી જવાબદારી સોહમ પર આવી હતી. ચારૂલતાએ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ પોતાની એક્માત્ર દીકરી સ્નેહાના નામ પર વીલ કરી હતી. અચાનક શ્વાસ રૂંધાવાથી ચારુલતા મજમુદારનું મૃત્યુ થયા પછી કંપનીનું બધું જ કામ સોહમ સંભાળતો હતો. તેમણે બનાવેલ નવા ઘરમાં આવ્યા પછી આ નવી મુશ્કેલી ઊભી થઈ હતી. હોસ્પિટલમાં રાખેલી સ્નેહાને સ્ટોરરૂમમાં ફરી તે બીહામણી સ્ત્રી તેની તરફ છરો લઈ મારવા આવતી દેખાય છે જેનાથી ડરીને સ્નેહા બેભાન બની ઢળી પડે છે. સોહમની સાઇકિયાટ્રીક ફ્રેન્ડ ડૉ.સપના મિશ્રાને સ્નેહાની માનસિક સ્થિતી અસ્થિર લાગતા તેને મેન્ટલ અસાઇલમમાં રાખવા સલાહ આપે છે. મેન્ટલ અસાઇલમમાં પોતાના રૂમમાં સ્નેહાને કોઇ પડછાયો દેખાય છે, પણ તે બૂમો પાડતા તે પડછાયો ક્યાંય અલોપ થઈ જાય છે. મોડી રાત્રે ધડાકાભેર અવાજ સાથે કોઇ વોર્ડબોય હોસ્પિટલના ટેરેસ પરથી પાર્કિંગની ગાડી પર પડી મૃત્યુ પામે છે. આ મૃત્યુની તપાસ કરવા સુરતમાં થોડા સમય પહેલા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ તપાસ કરવા આવે છે. જે વિજય શ્રીવાસ્તવના નામ માત્રથી ગુનેગારો થરથર કાંપી ઉઠતા તે મેન્ટલ અસાઇલમમાં સ્નેહાને જોઇ ઘડીભર થંભી જાય છે.

અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહા સાવ માનસિક રીતે અસ્થિર બની જશે..?
  • પેલી પ્રેત સ્વરૂપે દેખાતી સ્ત્રી સ્નેહાને પોતાની સાથે લઈ જશે..?
  • પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ અને સ્નેહા વચ્ચે કોઇ જોડાણ છે..?
  • વધુ જાણવા ચાલો વાંચીએ.... મીસ્ટરી : રીગેઇન

    ટેરેસ પર ગયેલા ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ દરેક ખૂણો ચકાસે છે. ટેરેસ પર તેમને એક અરધી સળગી ગયેલી સીગાર જોવા મળે છે. તેને કોન્સ્ટેબલ પાસે પ્લાસ્ટીક બેગમાં મૂકાવે છે. આ સાથે ટેરેસ પર કોઇના ફીંગર પ્રિન્ટ્સની તપાસ કરાવવા ફોરેન્સિક લેબના વ્યક્તિઓને બોલાવડાવે છે. પહેલી નજરે આ બનાવ સુસાઇડ લાગે તેવો હતો, પરંતુ વિજય શ્રીવાસ્તવની તીક્ષ્ણ નજરથી તરત જ આ મર્ડર હોવાનો અંદાજ લાગ્યો. વોર્ડબોયની બોડી પાર્કિંગની ગાડી પર ચત્તી પડી હતી. જો તેણે સુસાઇડ કર્યું હોત તો તેની બોડી ટેરેસથી પડવાથી ઉંધી પડી હોવી જોઇએ, પણ અહીં કેસ સાવ ઉલટો હતો. વિજય શ્રીવાસ્તવે હોસ્પિટલના તમામ સ્ટાફને રીસેપ્શન કાઉન્ટર પર બોલાવી સઘન પૂછપરછ કરી, પરંતુ તેમને કોઇ જ શંકાસ્પદ લાગ્યું નહીં. તેમણે હોસ્પિટલમાં એડમીટેડ પેશન્ટ્સ અને તેમના રીલેટીવ્ઝ સાથે પણ પૂછપરછ કરી. હવે પૂછપરછનો વારો સ્નેહા અને સોહમનો જ બાકી હતો. સ્નેહાને પૂછપરછ કરવા વિજય શ્રીવાસ્તવ જાતે તેના રૂમમાં ગયા. સ્નેહાના રૂમનો બંધ રદવાજો નોક કરી અંદર પ્રવેશતા જ તેમને નજર સમક્ષ જાણે બાળપણની સ્નેહા દેખાઇ..!

    નાનપણથી જ વિજયને સ્નેહા સાથે એક અલગ લગાવ હતો. પિતા જયરામ મજમુદાર સુરતની પ્રસિધ્ધ ડાયમંડ કંપની મજમુદાર પ્રા. કંપનીના માલિક હોઇ તેમનો વૈભવ ક્યાંય સમાય નહીં તેવો હતો. જયરામ મજમુદારના પત્ની ચારૂલતા મજમુદારને ઘણી મોટી ઉંમર સુધી કોઇ બાળક ના હતું તેથી જયરામ મજમુદારે ‘કિલ્લોલ’ અનાથાશ્રમમાંથી એક બાળક એડોપ્ટ કરી રાખ્યું. આ બાળકના શુભ પગલાં જયરામ મજમુદારના ઘરમાં પડવાની સાથે જ તેમની કંપનીમાં ઘણો મોટો નફો થયો અને તેમની કંપની સમગ્ર દેશમાં પ્રસિધ્ધ બની ગઈ..! આ બાળકના ઘરમાં આવ્યાના થોડા જ સમયમાં ચારૂલતા મજમુદારને ત્યાં દીકરી સ્નેહાનો જન્મ થયો. બાળપણથી જ બંને ભાઇ બહેન ખૂબ હળીમળીને સાથે રહેતા. બંને ભાઇ બહેન કાયમ રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા રહેતા. સ્નેહા તેના ભાઇના હાથે રાખડી બાંધવા જાતે રાખડી બનાવતી અને સામે તેનો ભાઇ સ્નેહાને કાયમ તેનું રક્ષણ કરવાનું વચન આપતો. સ્નેહાનો આ વહાલો ભાઇ બીજો કોઇ નહીં પણ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ પોતે જ હતો..!

    આજે સ્નેહાને પથારીમાં આ રીતે સૂતેલી જોઇ વિજય શ્રીવાસ્તવની આંખનો ખૂણો બાળપણમાં સ્નેહાને આપેલ રક્ષણ કરવાના વચનને યાદ કરી ભીનો થઈ ગયો. હળવેથી આંખનો ભીનો ખૂણો લૂંછી વિજય રૂમમાં આવ્યો. રૂમમાં સ્નેહા એકલી જ સૂતેલી હતી. સ્નેહાની આંખ ખૂલતા તેની નજર સમક્ષ તેણે વિજયને જોયો. શરૂઆતમાં સ્નેહા અચાનક આમ કોઇને રૂમમાં આવેલા જોઇ ગભરાઇ ગઈ, પણ પછી વિજયનો અવાજ સાંભળતા તેની બીક દૂર થઈ.

    વિજયે સ્નેહા વિશે માહિતી મેળવી. બાળપણથી જ મેઘાવી બુધ્ધિ ધરાવતી સ્નેહાની માનસિક સ્થિતી આમ બગડેલી હોય તે બાબત વિજયને માન્યામાં આવતી ના હતી. આ સાથે પોતાની મા સમાન ચારુલતા મજમુદારના અકાળે અવસાન વિશે જાણતા વિજયને ઘણું દુ:ખ થયું. વિજય સ્નેહા સાથે બેસી ઘણી વાત કરે છે જેમાં તેને સ્નેહાનું બિહેવીયર બીલકુલ નોર્મલ જ લાગે છે. વિજય સ્નેહાને મળી બહાર નીકળવા કરે છે ત્યાં જ સોહમ આવે છે. સોહમ વિજયને પોતાનો પરિચય આપે છે. સોહમને મળી વિજય રૂમ બહાર જવા કરે છે ત્યાં જ સોહમ પોતાના ખિસ્સામાંથી સીગાર નીકાળી મોંમાં મૂકે છે. વિજયનું તે તરફ ધ્યાન જાય છે. તે કંઇપણ બોલ્યા વિના ત્યાંથી નીકળી જાય છે.

    સ્નેહાને મળીને નીકળ્યા પછી પણ વિજયના મનમાં સ્નેહાના જ વિચારો આવ્યા કરે છે. સાથે સ્નેહાના પતિ સોહમનાં હાથમાં જોયેલ પેલી સીગાર વિજયને સોહમના વર્તન પર શંકા ઉપજાવવા મજબૂર કરતા હતાં. પોતાની બહેનના પતિ પર કોઇ નક્કર સાબિતી વગર કોઇ આક્ષેપ કરવો વિજયને યોગ્ય લાગ્યો નહીં.

    પાછલી રાત્રે અસાઇલમમાં થયેલ વોર્ડબોયના ડેથ પછી સવારે ડૉ.સપનાના કહેવાથી સોહમ સ્નેહાને ડિસ્ચાર્જ કરી ઘરે લઈ જાય છે. આ તરફ ફોરેન્સીક લેબ રીપોર્ટમાં વોર્ડબોયના ડેથ મામલે ટેરેસ પરથી મળેલી સીગાર પર કોઇ જ પ્રકારના ફિંગર પ્રિન્ટ્સ જોવા મળતી નથી, પરંતુ તેમાં લાગેલ લાળ રીપોર્ટસમાં જોવા મળી. ફરી તપાસ કરવા વિજય શ્રીવાસ્તવ અસાઇલમમાં જાય છે. ત્યાંના સ્ટાફની સઘન પૂછપરછ કરે છે, જેમાં પાછલી રાતથી એક નર્સ અસાઇલમમાં આવેલ ના હતી. આ સાથે પોતાના આવ્યા પછી અચાનક સ્નેહાને રજા આપી દેવાની વાતથી પણ વિજયના મનમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા. અસાઇલમના ઇન્ચાર્જ ડૉ.સપના સાથે ઘણી વાત કરી તેમની કેબીનની બહાર નીકળતાં તરત જ ડૉ.સપના કોઇ સાથે ચિંતામાં મોબાઇલ પર વાત કરતા નજરે પડે છે. અચાનક વિજયનું ધ્યાન અસાઇલમમાં લગાવેલ સીસીટીવી પર પડે છે. તે ફરી આ વિશે પૂછવા ડૉ.સપનાની કેબીનમાં પ્રવેશ કરે છે. અચાનક ફરી આવેલા ઇન્સ્પેક્ટર વિજયને જોઇ ડૉ.સપના જરા ગભરાઇ તરત જ કોલ ડીસ્કનેક્ટ કરી નાખે છે.

    “એક્સક્યુઝ મી. હું ફરી આવ્યો તો આમ શોક્ડ કેમ..?” વિજયે સવાલ કર્યો.

    “ના....ના....શોક્ડ..? નોટ એટ ઓલ....જસ્ટ બીઝી. સે વોટ એલ્સ કેન આઇ ડુ ફોર યુ.?” ડૉ.સપનાએ શરુઆતમાં જરા ખચકાટ પછી સ્વસ્થતા કેળવતા જવાબ આપ્યો.

    “અક્ચ્યુઅલી તમારી અસાઇલમમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે, તો મને ગઈ કાલના સીસીટીવી ફુટેજ જોવા મળશે..?” ટેબલ પર રાખેલા પેપર વેઈટને ગોળ ફેરવતા વિજયે પૂછ્યું.

    “સર, તમને સીસીટીવી ફુટેજ જરૂર બતાવત, પણ પાછલા ચારેક દિવસથી અમારે ત્યાં સીસીટીવી રેકોર્ડિંગમાં ટેકનિકલ ફોલ્ટ થતાં કેમેરાઝ બંધ થઈ ગયા..!” ડૉ.સપનાએ સમજાવતા કહ્યું.

    “વોટ અ કો - ઇન્સીડેન્સ. તમારી અસાઇલમના સીસીટીવી કેમેરાઝ બંધ થયા પછી આ ઇન્સીડેન્સ બન્યો..!” વિજયે વાત કરતાં ટેબલ પરના પેપર વેઈટને વધુ ગોળ ફેરવતા તે નીચે પડી જાય છે.

    ડૉ.સપના નીચે પડેલા પેપર વેઇટને ટેબલ પર પાછો મૂકે છે. “એક્સક્યુઝમી, મારે પેશન્ટ્સને ચેક અપ કરવા જવાનું હોવથી મે આઈ..?” બોલતા ડૉ.સપના ઓફીસ બહાર નીકળવા ઊભા થાય છે.

    “યેહ સ્યોર. યો મસ્ટ ગો...વર્ક ઇઝ વર્શીપ..!” આગવી છટાથી હળવા સ્માઇલ સાથે વિજય જવાબ આપી ઊભા થઈ ડૉ.સપના સાથે ઓફીસ બહાર નીકળે છે. અચાનક ઓફીસ બહાર ઇન્સ્પેક્ટર વિજય ઊભા રહી જાય છે. “એક્ચ્યુઅલી, મારી કેપ ઓફીસમાં રહી ગઈ છે તો જરા લઈ આવું.” ઇન્સ્પેક્ટર વિજય ડૉ.સપનાને બોલી ઓફીસમાં પોતાની કેપ લેવા જાય છે. ટેબલ પર રાખેલી કેપ લેતા ધીમેથી તેની અંદર ડૉ.સપનાએ હાથથી પકડી રાખેલ પેપર વેઇટ કેપની અંદર સાચવીને લઈ બહાર નીકળ્યા..!

    પોતાની ઓફીસે જઈ ઇન્સ્પેક્ટર વિજય ડૉ.સપનાના ફીંગર પ્રિન્ટ્સવાળા પેપર વેઇટને ફોરેન્સિક લેબમાં મોકલાવે છે. તરત જ તે સ્નેહાના ઘરે સોહમને મળવા પહોંચે છે. ઘરે પણ સ્નેહાનું બિલકુલ નોર્મલ બિહેવીયર જોઇ ઇન્સ્પેક્ટર વિજયને સોહમ પર શંકા ઊભી થાય છે. તેને મનોમન શંકા રહે છે કે સોહમ અને ડૉ.સપના વચ્ચે કોઇ તો કનેક્શન જરૂર છે..! થોડી જનરલ વાતો કરતાં કોઇ કોલ આવતા સોહમ બહાર નીકળે છે. સ્નેહા સાથે વાતો કરતાં વિજયનું ધ્યાન બહાર નીકળેલા સોહમ તરફ જ રહે છે. સોહમ કંઇ ટેન્સ દેખાય છે. પોતાના ખીસામાંથી સીગાર બોક્ષ કાઢી એક સીગાર સળગાવતો તે અંદર આવે છે.

    સોહમને આમ ટેન્સ જોઇ વિજયે સવાલ કર્યો, “એની પ્રોબ્લેમ મીસ્ટર સોહમ..? યુ સીમ સમવોટ ટેન્સ..!”

    “નો...નોટ એટ ઑલ. આ જરા કંપનીના ઑર્ડર્સને કારણે..!” સોહમે વિજયને જવાબ આપ્યો.

    સોહમ પોતાની સીગાર એશ ટ્રેમાં નાખી દે છે. વિજયનું ધ્યાન એશ ટ્રે તરફ મંડાયેલું રહે છે. તે બીલકુલ સાવચેતીથી વાત વાતમાં એશ ટ્રેમાંથી સોહમની સીગાર લઈ લે છે અને પોતાની સાથે લાવેલી બેગમાં સાચવીને મૂકી દે છે..! થોડી વાતચીત પછી ઇન્સ્પેક્ટર વિજય ત્યાંથી નીકળી પોલીસ સ્ટેશને પહોંચે છે. ત્યાં સોહમની યુઝ્ડ કરેલી સીગાર ફોરેન્સીક લેબમાં ચકાસવા મોકલે છે. થોડા સમય પછી ફોરેન્સીકના રીપોર્ટ્સ આવે છે. રીપોર્ટ્સ જોઇ ઇન્સ્પેક્ટર વિજયની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. સોહમની યુઝ્ડ સીગાર પર લાગેલ સલાઇવાનો રીપોર્ટ વોર્ડબોયના ડેથ સમયે ટેરેસ પરથી મળેલી સીગર પરના સલાઇવા સાથે મેચ થતી નથી..! તે જ રીતે ડૉ.સપનાની ઓફિસમાંથી મેળવેલ પેપર વેઇટ પર કોઇ જ ફિંગર પ્રિન્ટ્સ જોવા જ મળતા નથી..! વિજયને આ બાબતથી ઘણું અચરજ થાય છે.

    વિજયને સોહમ પર શંકા લાગતા તે સોહમના મોબાઇલની કોલ ડિટેઇલ મેળવે છે, જેમાં આશ્ચર્ય વચ્ચે સોહમ અને ડૉ.સપના વચ્ચે અઢળક વાર કોલ દ્વારા કોન્ટેક્ટ થયા હોવાનું સામે આવે છે. સોહમ અને ડૉ.સપના વચ્ચેના કનેક્શનની વધુ તપાસ કરતા ઇન્સ્પેક્ટર વિજયને ઘણી નવી બાબતો જાણવા મળે છે. સોહમ અને ડૉ.સપના સ્કૂલ ટાઇમમાં ક્લાસમેટ હતા..! સોહમ અને ડૉ.સપના વચ્ચે સ્નેહાની જાણ બહાર કોલેજ સમયથી અફેર પણ રહ્યો હતો. આટલી માહિતી મળતાં જ ઇન્સ્પેક્ટર વિજયના મનમાં સ્નેહાની હાલની સ્થિતી અને તેને દેખાતી આત્મા વિશેની બાબત સ્પષ્ટ સમજાઇ ગઈ..! તે તાત્કાલિક સ્નેહાના ઘરે જવા નીકળે છે.

    અહીં ઘણા સવાલ ઉભા થાય છે.....

  • શું સ્નેહા સાથે બનેલ ઘટનાઓ માત્ર કોઇ પ્લાન હતો..?
  • શું સ્નેહાને ફસાવવા આ તેનો પતિ સોહમ જ બધું કરી રહ્યો હતો..?
  • ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ સ્નેહાને બચાવી શકશે..?
  • વધુ જાણવા વાંચો અંતિમ ભાગ.... મીસ્ટરી : કન્ક્લ્યુઝન coming soon...