B+ Vyast raho, Mast raho books and stories free download online pdf in Gujarati

B+ : વ્યસ્ત રહો , મસ્ત રહો ......!!!!!!!

B+ : વ્યસ્ત રહો, મસ્ત રહો ...!!!

‘ આલ ઈઝ વેલ ‘.....’ આલ ઈઝ વેલ ‘....થ્રી ઇડીયટનો આમીર ઇડીયટ નહોતો કે વારેવારે આ આલ-વેલનો મંત્રજાપ કરતો રહેતો હતો ...આ મહામૃતુંન્જ્ય મંત્ર તો હતો બી પોઝીટીવનો ...આ મંત્ર હતો ડર કે આગે જીત નો ...આ મંત્ર હતો દિમાગમાં ઘુસવા મથતા કે ઘુસી ચુકેલા ડર કે નેગીટીવ થોટ્સને હટાવવાનો ....આ મંત્ર તો હતો દિલને દિલાસો આપવાનો ...દિમાગને સાંત્વના આપવાનો ...કે બકા ડરના મના હૈ ...સબ ઠીક હો જાયેગા ....!!! ખેર કોઈને આમીરનો આ ઓલ ઈઝ વેલ જો બોલીવુડીયા તકિયા કલામ લાગે તો જસ્ટ ફોર યોર ઇન્ફો કે જીવનમાં ‘ બી પોઝીટીવ ‘ રહેવા માટેનો આ બોલીવુંડીયા નહિ પણ જિંદગીનુમા શ્લોક કહી શકાય ....!!! જાણતા અજાણતા પણ આમીરના આ ડાયલોગને જીવનમાં વણી લ્યો તો પછી ‘ બી પોઝીટીવ ‘ ની કેપ્સ્યુલો ગળવાનો વારો નહિ આવે ..!!!!

પોઝીટીવીટી કે સકારત્મકતા એ જીવનનો એક એવો મસ્ટ હેવ મેચ છે કે જેમાં તમારે દરેક બોલે રન બનાવવા જ પડે , જો જિંદગીની મેચમાં રન-આઉટ ના થવું હોય તો ...!!! જિંદગી તમારી અનેક રીતે એકઝામ્સ લેતી રહે છે અને તકલીફ એ છે કે ઘણી વાર એકસાથે ઘણા પેપર આપવા પણ પડે છે અને એથી પણ વધુ તકલીફ એ છે કે જિંદગીની આ બધી જ એકઝામ્સમાં પાસ થવું અનિવાર્ય છે ...આઈ મીન પાસ થવાની ભરપુર કોશિશ તો કરતી જ રહેવી પડે છે એવામાં નેગેટીવીટી જો હાવી થઇ ગઈ તો પછી છેલ્લા બોલે સિક્સર મારો તો પણ બે રનથી હારી જાવ એવું બને ...!!! પોઝીટીવીટી કોઈ ક્લાસ , કોઈ લેકચર કે કોઈ બુકમાંથી થોડી મળવાની કે પોઝીટીવીટી કાઈ સવાર સવારમાં વોટ્સઅપમાં ઢગલામોઢે ટપકી પડતા મોટીવેશનલ મેસેજોથી થોડી મળે છે ...એને તો કેળવવી પડે ...એને તો ડેવલોપ કરવી પડે ...એને તો સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં ઉતારવી પડે ...તબ કહી જા કે આપ કિસીકો બોલ શકે કે ‘ બી પોઝીટીવ ‘...!!!

કમનસીબી એ છે કે આપણી આસપાસ ઓલમોસ્ટ નેગીટીવીટીઓ જ પડેલી છે અને ડે બાય ડે એમાં વધારો જ થતો રહે છે . ૯૯% લોકો નેગીટીવ વાતો જ કરતા રહે છે ...૯૯% માધ્યમો નેગીટીવ ખબરો જ બતાવતા રહે છે ...અને પાછા આપણે બીજાને સલાહો આપતા ફરીએ કે ‘ કૈક પોઝીટીવ વાત કર બકા ..પોઝીટીવ વિચાર બકા ’!!! હવે એ તો આપણે નક્કી કરવાનું છે કે પોઝીટીવ વિચારવું કે નેગેટીવ ...!!! ખેર જેટલા જેટલા લોકોને તમે જીવનમાં મળ્યા હોવ કે જેને તમે ‘ પોઝીટીવ પીપલ ‘ કહી શકો , જે પોઝીટીવીટીથી છલોછલ હોય એ લોકો કાઈ પોઝીટીવીટી લઈને જન્મ્યા નથી હોતા એ પણ મારી તમારી જેમ સામાન્ય માણસ જ હોય છે પણ ફરક એટલો હોય છે કે એ લોકો એ પોઝીટીવ રહેવાના અમુક નિયમો બનાવ્યા હોય છે અને એ નિયમોને એ લોકો ચુસ્તતાથી વળગી રહેતા હોય છે , પાલન કરતા હોય છે ..!!! આફ્ટર ઓલ બી પોઝીટીવ એ બીજું કાઈ નહિ પણ ‘ પ્લીઝ ડોન્ટ બી નેગેટીવ ‘ જ છે ને ....!!!

આ ‘ ડોન્ટ બી નેગેટીવ ‘ ની અમુક ફોર્મ્યુલા છે. જેમ કે કશુક નવું કરવાથી ના ડરો. જી હા કશુક નવું કરશો અને સફળ થશો તો સંતોષ થશે અને નિષ્ફળ જશો તો નાસીપાસ થયા વગર બીજા પ્રયત્નની હિમત આવશે અને આમેય ફેય્લોર ઈઝ ધ બાયપ્રોડક્ટ ઓફ સકસેસ ..!!! આનાથી ફાયદો એ થવાનો કે નેગેટીવીટી પર ધીરે ધીરે વિજય મેળવતા જશો . જો કે બી પોઝીટીવ માટે તો એમ કહેવાય છે કે નેગેટીવથી દુર રહો પણ ભાયા નકારાત્મક દુનિયામાં આ તો સાવ શક્ય પણ નથી જ ને ..!! ખેર પોઝીટીવિટીને વધુ ડેવલોપ કરવા માટે એક અમોધ સૂત્ર છે અને એ છે ‘ નો બડી ઈઝ પરફેક્ટ ‘ ..યસ કોઈ સમ્પૂર્ણ છે જ નહિ અને જે સંપૂર્ણ દેખાય છે એ આપણો ભ્રમ છે ..!! પોઝીટીવ વ્યક્તિ ટોટલ પરફેક્શન તરફ નહિ દોડતો હોય પણ જે છે , જે ઉપલબ્ધ છે પછી ચાહે એ વ્યક્તિ હોય કે સંજોગો એને પરફેક્ટ બનાવવાની કોશિશ કરતો હોય છે .....યસ્સ્સ્સ આ છે પોઝીટીવીટી ડેવલોપ કરવાની ઉત્તમ અપેક્ષિત ....!!! જે છે એ સ્વીકારો અને એને વધુ બહેતર કરવાની કોશિશ કરો તો આપોઆપ નેગેટીવીટી માય્રી ફરે હે ....!!!

ઓકે બી પોઝીટીવના આવા તો ઘણા ઉપાયો છે અને સેલ્ફ ડેવલોપ કરી શકાય એવા જ છે એમાંથી એક બહુ સરસ અને સટીક હોય તો એ છે ‘ વ્યસ્ત રહો ‘...!!! ઘરડા કહી ગયા છે ને કે ‘ નવરું દિમાગ શેતાનનું ઘર કહેવાય ‘ સાયકોલોજીકલી વિચારો તો પણ આપણું દિમાગ એકી સમયે એક જ પ્રવૃત્તિ પર કેન્દ્રિત થઇ શકે છે ધેટ મીન્સ કે કૈક ને કૈક કરતા રહેશો ( ઓબવિયસલી પોઝીટીવ જ સ્તો ) તો શેતાન તમારા દિમાગના ગમે એટલા દરવાજા ખખડાવે ને તો પણ એને ‘ નો એન્ટ્રી ‘ જ મળવાની ...!!! જો તમે વ્યસ્ત રહો તો થશે એવું કે તમારી સમગ્ર શક્તિ, ધ્યાન એમાં જ લાગેલું રહેવાનું અને એને લીધે બીજા કોઈ નેગેટીવ વિચારો કે ધારણાઓના દરવાજા પણ બંધ જ રહેવાના ...!! ચર્ચિલ રોજના ૧૮ કલાક કામ કરતા . કોઈએ એમને પૂછ્યું કે ‘તમારી પર ક્યારેય કોઈ ચિંતા કે એવા બીજા કોઈ બનાવો એ આક્રમણ નથી કર્યું ?’ ચર્ચીલે બહુ સરસ જવાબ આપ્યો કે ‘ મારી પાસે કરવા માટે કામ જ એટલું બધું છે કે બીજી કોઈ વાત પર વિચારવાનો સમય જ નથી ..!!” એ હુઈ ના બાત ...!! મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન જેવા વિશ્વનેતાઓ કે આજના મોદી જેવા નેતાઓ પણ પોતાની જાતને વધુ ને વધુ વ્યસ્ત રાખે જ છે ..!! સીધી વાત છે કે ખાલી દિમાગમાં ચિંતાઓ વધુ ઝડપથી કબજો જમાવી બેસે એ પહેલા દિમાગને કૈક ને કૈક ગમતી પ્રવૃતિમાં વાળો , પરોવો અને એમાં મચ્યા રહો ...!! પછી ચિંતા ( યાની કી નેગેટીવીટી ) નું જ ચિંતા તા ચિંતા તા થઇ જવાનું ...!!!

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક લુઈ પાશ્ચર કૈક આવું જ કહેતા કે પુસ્તકાલય અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં કાર્યરત લોકોને ના તો હ્રદયરોગનો હુમલો આવે છે ના તો અર્થહીન વિચારો માટે એમની પાસે સમય હોય છે .!! અર્થાત બીઝી રહેવાથી પોઝીટીવ રહેવાય કે નહિ એ અલગ વાત છે પણ નેગેટીવથી સ્ટે અવે તો રહેવાય જ એ નક્કી ...!! વ્યસ્ત વ્યક્તિ ખાલી નેગેટીવ વિચારોને દુર હડસેલી શકે છે એટલું જ નહિ પણ સાથે સાથે જીવનને માણી પણ શકે છે , જીવનની આંતરિક સુંદરતા અને આનંદને પણ ઓળખી શકે છે , બીકોઝ વ્યસ્તતા એનામાં સમવોટ પોઝીટીવ રહેવાની એનર્જી વિકસાવતી રહેતી હોય છે . અને જો ખાલી સમય બચે જ છે તો કોઈક શોખ વિકસાવો ચાહે એ વાંચન હોય , રમત હોય . ચિત્રકામ હોય કે બીજું કઈ ..!! પણ ખાલી દિમાગને કૈક ને કૈક કામ આપતા રહો કે જે તમને ગમતું હોય પછી જુવો કોઈ મહાન પોઝીટીવ થીન્કર ભલે ના બનો પણ એટલીસ્ટ સાવ નકારાતમ્ક તો નહિ જ બનો ...!!! આગળ કહ્યું એમ વ્યસ્ત રહેવાથી એક ફાયદો એ પણ થશે કે તમે નિરાશ ઓછા થશો કેમકે આખરે ગમતું કાર્ય કરતા જ નિષ્ફળ થશો તો દિલ કો શકુન મિલેગા કે કોઈ બાત નહિ આઈ હેવ ટ્રાઈડ એટલીસ્ટ ...!!!

વિસામો :

આજકાલ વોટ્સઅપમાં ‘ ખિસકોલી અને અખરોટ ‘ વાળું અને ‘ ૪૦ વર્ષ પછી ઉચ્ચ શિક્ષિત અને અલ્પ શિક્ષિત બંને સમાન છે ‘ જેવા ફોરવરડીયા મેસેજોને અને ‘ વ્યસ્ત અને મસ્ત રહેવું એ જ છે સાચું બી પોઝીટીવ ‘ વચ્ચે દુરદુર સુધી ક્યાય સંબંધ નથી “!!! – આ તો એક વાત !!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED