લાગણીની સુવાસ - 12 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 12

લાગણીની સુવાસ

ભાગ - 12

અમી પટેલ (પંચાલ)

ઝમકુ એ ઘરનું કામ સમય પહેલા પતાવી લક્ષ્મીના ઘેર ગઈ..… કામસર મોડુ થશે તો ત્યાં જ રોકાશે ....એમ ઘરમાં કહી તે નીકળી જતાં જતાં લક્ષ્મીને મળી વાત ભળાવતી ગઈ. તેના ઘરથી થોડીક જ દૂર વાવ હતી. એટલે તે કોઈ જોઈ ન જાય તેવી રીતે છુપાઈ નેળીયાના રસ્તે ગઈ...... રસ્તામાં તેને મેલો સામે મળ્યો... ઝમકુને જોઈ મેલો તેનો રસ્તો રોકી ઉભો રહ્યો..... ઝમકુ એની આવી હરકતથી ચિડાઈને બોલી....

“ રસ્તો કા રોક્યોસે મારો.... શરમ જેવું નઈર્યું તન નઈ ?”

“ શરમ અન ..મન ના ...હો ઝમકુડી તારા માટ બધુ સોડી દીધુંસ....”

“ તો એક કોમ કર નાકે કપાઈ દે મારા હાટુ......”

આવા શબ્દો સાંભળી મેલો રસ્તામાંથી હટી ગયો.. અને ઝમકુ એ આગળ નીકળી....... થોડીવાર ચાલ્યા પછી વાવે પહોંચી ગઈ. .....

ક્યાંક નજીક વરસાદ વરસ્યો હોવાથી ઠંડક ફેલાઈ ગઈ હતી અને વાતાવરણમાં ભીનાશ પ્રસરી ગઈ હતી.સત્ય વાવની અંદર પગથિયા પર બેઠો હતો. ઝમકુના આવવાથી તેની ઝાઝરનો અવાજ સાંભળી સત્ય ઉભો થઈ અવાજ આવતો હતો એ બાજુ ફર્યો..... ઝમકુને જોઈને સત્ય ખુશ થઈ ગયો ..... શું બોલવું એ એને સમજાતુ ન હતું એટલે એ ઝમકુને આવતી જોઈ રહ્યો.પગથી પાનીથી સહેજ ઉચો ચણીયો કાળાને લાલ રંગનું પોલકુ ને આછી ઓઢણીમાં ઝમકુ અપ્સરા જેવી લાગતી હતી . ચટકતી ચાલે તે સત્ય સામે આવી ઉભી રહી ગઈ અને સત્યનું ધ્યાન ભંગ થયું...... બન્ને એક બીજાની સામે જ હતા પણ શરમના શૈડલા તાણી બન્ને મૌન હતા. થોડીવાર પછી સત્યએ મૌન તોડી ઝમકુને નીચે બેસવાનુ કહ્યું.બન્ને નીચે બેસી વાતે વળ્યા.

“ મન ખબર હતી તું આયે....!” સત્યએ ધીમેથી કહ્યું.

“ મારે તો નતું જ આવવું પણ.... જેની હારે ભવ કાઠવાનો હોય એની હારે રીહ રાખવી ઈએ નકોમુ પડે.... જોડે જીવવાનુંસે તઈ હારુ જ ના જીવું... “ ઝમકુએ સત્યની સામે જોઈ કહ્યું.

“ હજીએ ટેમસે ઝમકુ તન હું ના ગમતો હોવ તો કઈદે હું ના કેવડાઈ દયે..... તારો ભવ નઈ બગડવા દવ ...પરોણે તું મારી હારે રે એવુ હું નઈ કરુ... ઓમે મુરત કાઢસે તો હારા ચાર મહિના રેસે....” સત્યને આટલું બોલતા ડૂમો ભરાયો પણ તે સ્વસ્થતા જાળવી રહ્યો.

“ હવ હાથ ઝાલ્યોસે તે થોડી ઈમ સોડે...... મારા માવતરે કર્યું ઈનું મોન હું રાખે....લગન ફોક નઈ કરૂ ..... મારી બધીએ ફરજ હું પૂરી કરે ..... તમન કોઈન ઓસુ નઈ આવા દઉ.....”

“ મારી હાર તું ફરજ હમજી લગન કરે........ પેલા તો હેત ઉભરાતાતા ઈ નથ રયા.....”

“ હેત તો હતા મારા ઘરવાળા માટ .... તારા હાટુ નઈ ...... ઘણાય સપના જોયાતા પંદર દાડામ ..... પણ તી મારુ મન માર્યુ ...... પોતાનું માણહ થી દલ દુ:ખે એ ચેવુ લાગે ઈ તને હું ખબર ......”

“ પોતાનોએ ગણ અન પારકોએ કર ઝમકુ આવા ઘા ના કર તન હું સુખી કરે તારા મોન હાટુ જીવ દયે .... એક સતરીન જોવ એવો ધણી બને.... હું તારા અન મારા જીવથીય વાલા લાભુના હમ ખાઈ કવ....”

“ મારા હમ ખાધા તે એટલા હેત સે મારા પર....”

“ હેતની તો ખબર નઈ પણ તારા વગર નઈ જીવાય.....જે દિ ‘ તું નઈ..... હમજ જે એ દિ’ હું એ નઈ...”

“ આવી ડાઈ વાતુ ચોથી શિખ્યા.... આટલા હેત તઈ મારા પર....”

“ બાયુ જ સપના જોવ .... પુરુષ સપના ના જોવ ....હગઈ થઈ તારથી....! “ સત્ય આગળ કંઈ બોલી શક્યો નહીં. બીજી બાજુ ફરી ગયો....

બન્નેની હાલત સરખી જ હતી પણ મર્યાદાના લીધે બન્નેના મન અચકાતા હતા.ચોખા મન અને નિર્દોષ પ્રેમ વચ્ચે બન્નેનું મન ઝોલા ખાતું હતું. પણ મન તો એક બીજાને ઓડખ્યા ત્યાંરના એકબીજાનાં થઈ ગયા હતા.પહેલ કોણ કરે બસ એની રાહ જોવાતી હતી....

“ મું તારી હાટુ એક ચુંદડીને આ કડલા લાયો તો...... તન ના ગમતો વોધો નઈ તારુ મન કર તાણ તું માગે ઈ લઈ આપે.... અતાર આ તુ રાખ.... “સત્યએ ચુંદડીને કડલા બતાવતા કહ્યું.

“ મું એ તમારા હાટુ.... ચુરમાના લાડવા લાઈ શું .... જે દન હગાઈ કરી તાર કાળીમાં કોકના હારે વાતુ કરતા તા ક લગનમ ચુંરમાં ના લાડવા રાખજો મારા છોરાને ભાવેસે...... વિચાર્યુ તમન ભાવશે એટલે લઈ આઈ...!”

“ હારુ કર્યું લે.... ઝટ દે મેં વાળુ નથ કર્યું તઈ ભુખ લાગીસે.....”

“ હાચુ કવ તો મીએ ઉતાવળમ વાળુ નઈ કર્યું.....”

“ હેત નતા તઈ ઉતાવળ કાં કરી .... ઝમકુ આ વાત હમજાઈ ના હો....” સત્ય મનમાં ખુશ થતો બોલ્યો.

ઝમકુ બોલતા તો બોલી ગઈ પણ પોતાની ભૂલ પર સરમાઈ ગઈ ને સત્ય સામે જોવાની કે જવાબ આપવાની તાકાત ન રહેતા એ ઉભી થઈ એક થાભલાના બાજુ ફરી ઉભી રઈ ગઈ...

ઝમકુએ જે પોલકુ પહેર્યું હતું એ પાછળથી ખુલ્લું ને દોરીવાળુ હતું .તેમાથી એની તાંબાજેવી કાયા સુંદર રીતે ડોકીયા કરતી હતીને ચોટલો તે હંમેશા આગળ રાખતી એટલે એ વધુ કામણ ગારી લાગતી....સત્ય તો એને જોતો જ રહી ગયો..... પ્રેમના આ બાણ સત્ય ને વિધતા જ જતા હતાં. સત્ય એ ઝમકુની નજીક જઈ ધીમેથી તેનો હાથ પકડ્યો ... અને બીજી બાજુ ફરી ઉભો રહ્યો.....તેના માટે પણ આ બધું સમજાય ના એવું જ હતું. તે હાથ પકડી ઉન્ધો ઉભો રહી ધીમેથી બોલ્યો.....

“ ઝમકુડી જુઠ્ઠુ કાં બોલી....... હેત સે એવું કેવાથી.... તારી ગામની ડોશી મરી જાવાની હતી....”

“ બાયું બોલે..... હાવ... ગોડાસો .... બળ્યા કાંય હમજતાં જ નથ...”

સત્ય એની સામુ ફરી એની સાવ નજીક ગયો અને એનો હાથ હળવેથી પકળેલો રાખી બોલ્યો...

“ ગોડીસે ..હાવ.... !!! મન ખબર પડી તારુ હગુ મારા હારે થ્યુંસે તાર થી મારુ મન ખબર નઈ ચમ પણ ચેન નઈ પડતું..... મેળામ મળ્યા ત્યારથી તું ગમી તી પણ..... મારી હગાઈ થઈ ગઈતી એટલ મી મારુ મન વાળી લીધું તું પણ ખબર પડી ક તારી હારે જ મારુ હગ્ગુ નક્કી થ્યુંસ હાચુ કવ તો કંઈજ ના એકું એટલો હરખ થ્યો તો....”

“ તઈ લાયેલી ચુંદડી ન કડલા નઈ પેરાવો.....”

“ પેરાયેન પણ મારી એક શરત સ ક તારયે લાડવા તારા હાથે ખવડાવા પડશે.... બોલ.... ખવડાયેન.....”

ઝમકુ સત્ય સામે શરમાતા ફરી અને હકારમાં મોં હલાવ્યું....બન્ને પાછા પગથિયે બેઠા સત્ય એ ચુંદડી લઈ ઝમકુને માથે ઓઢાડી અને કડલા તેની હાથે પહેરાવ્યા....

“ ઝમકુડી જોજે હો.... ફરીના જતી તારો વારો.... ઓમ તો બઉ બોલ હો... તું અતાર જીબે નઈ ઉપડતી તારી.....”

ઝમકુએ નીચું જોઈ લાડવાનો એક કોળીયો સત્ય ના મોં આગળ ધર્યો.... સત્ય ના હોઠ તેની આગળીએ અળતા તે વિજળી તેના શરીરે અડી હોય એમ ..હળવો ચમકારો અનુભવી રહી..... સત્યએ એનો હાથ પકડી કોળીયો ખાધો...... પછી પોતે એક કોળીયો ઝમકુ સામે ધર્યો.... અને બોલ્યો.....

“ મારા હાટુ ભૂખી રઈ..... ગોડી....”

ઝમકુથી તો રડાઈ ગયું.... આંખમાંથી પાણીના ટપકાં સત્યનાં હાથ પર પડ્યાં.... સત્યને લાગ્યું કે એનાથી કોઈ ભૂલ થઈ ગઈ એટલે તે ઝમકુને શાંત કરવા બોલ્યો....

“ ચમ રોવશ..... કે...તો.... મારાથી ભૂલ થઈ ... તું કે...તો માફી માગુ તારી બસ.... તું કે ઈમ કરુ.... બસ... પણ રોએ નઈ....”

ઝમકુને ડુમો ભરાયોને એ સત્યની છાતીમાં મોઢું સંતાળી રડવા લાગી.... સત્ય એને બાહુપાશમાં લઈ એની માથે હાથ ફેરવવા લાગ્યુ.... અને શું થયું છે તે જાણવા તે મથવા લાગ્યો...

“ ઝમકુ તું રોયે નઈ.... શું થયું ઈતો કે ..... મન નઈ ગમતું તું રોવ એ.... બોલ ન ... તું તારા મનની બધી વાત મન કઈ દે હું માઠુ નઈ લગાડું આજથી તારુ દુ:ખ મારુ .... તું બોલ....”

થોડીક ક્ષણો એમ જ ચાલી ગઈ ઝમકુ થોડીવાર રડી સ્વસ્થ થઈ ... સત્ય એ એને નીચે બેસાડી અને જે કંઈ તકલીફ હોય એ જણાવવા કહ્યું. ઝમકુ થોડીવાર પછી સત્ય સામે જોઈ બોલી...

“ મેં તમન અંધારામ રાખ્યા... એક વાત કેવા જેવી નઈ કીધી મું એ કેવા જ આઈ તી પણ તમારા હેત તમારી લાગણી જોઈ મારી જીભ જ ના ઉપડી....”

“ તઈ એમ હું ... હવ કઈ નાખ હું માઠુ નઈ લગાડું લગન તો એક શાશતર સ પણ મું તો તન આજથી મારી ઘરવાળી મોની ચૂક્યો સું તું જેવીસ એવી મન મંજૂર ... તું ચ્નત્યા કર્યા વના બોલ...”

“ મારા ગોમનો પેલો મેલોસે .... ઈના ભઈના હારી મારુ હગ્ગુ પેલા નક્કી કરેલું મું ઈમન કદી મલી નહીં ..... અન ઈ મેલાની નજર અન કરમ નઈ હારા એટલે હગ્ગુ મી તોડી કાઢ્યું.... પણ ઈ હજી મન અન લખમીન ખરાબ રીતે હેરોન કરસ..... તારા લગન નઈ થાવા દઉ..... થશે...તઈ કોરી નઈ જાવા દઉ જેવું ના હંભળાય એવું મન અન લખમીન બોલશ.... મન બઉં બીક લાગ કાલ ઈના લીધે મારુ ઘર ભાગ તો મું નઈ જીવી એકુ....... આજ આવત.... એ હોમો મલ્યો તો..... ! બઉં બીક લાગ ઈની..... “ આટલું કહેતા ફરી ઝમકુની આંખો ભરાઈ ગઈ.....

“ તમે તો મેળામથી ઘેર આવતા..... એટલું ઈનાથી નતા બીયા જેટલું તું આજ બીવશ....”

“ મેળામ જ્યાંતા તાર તો એ ખાલી બોલતો.... પણ ઈન ખબર પડી ક મારુ હગ્ગુ બીજે થયું .અન મેળામ બીજા ગોમના સોકરા ઘર હુદી મૂકી જ્યાં ત્યારથી વધુ અકળાયોસ..... લખમીને એટલું બધું નઈ ખબર.... મું ઈન કવ તો ઈ બીવાય.... એટલ”

“ ગોડી... ચિત્યાં ના કર ઈના જેવા ખાલી બોલ .... કરવું હોત કોક તો ઈ કરી બેઠો હોત ..... ઈ ખાલી તમન બીવડાવ.... પણ અવ હું શું તાર બીવાની જરુર નઈ મન જે સોડી કટાર લઈ હોમી થાય.... એ મેલા જેવા.... ના પાસો પાડી એક..... ગોડી.... હવ બન કર રોવાનું....” સત્ય એ એનાં આંશું લૂછતા કહ્યું..

બન્ને સ્વસ્થ થયા અને એક બીજાને ભવોભવ જોડે રહેવાના પ્રેમના વચનો આપી.... છુટા પડ્યા ...

ક્રમશ:....