ધ ફોરેસ્ટ મેન ઓંફ ઈન્ડિયા vishnusinh chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ફોરેસ્ટ મેન ઓંફ ઈન્ડિયા

      આજે આપણે એક એવા માણસ ની વાત કરવાની છે.કે જેણે પોતાનું આખું જીવન એક એવા કામ નેં સમર્પિત કરી દીધું.જેને જાણીને આપણે ઘણો પ્રાઉડ થસે કે આપણા દેશમાં આવાં પણ માણસો છે.કે જેઓ નિઃસ્વાર્થ ભાવે આવું કાર્ય કરતા જ જાય છે.એણે પોતાના એકલાના દમ પર એ પણ ખુબજ મહેનત પરિશ્રમ કરીને એક ચમત્કાર કરી બતાવ્યો.
       તમે એવા ઘણા એવા વ્યક્તિ ઓ વિશે સાંભળ્યું હશે કે તેઓ પોતાના દમ પર જે શક્ય ન હોય તેવું કામ કરી બતાવ્યું છે.એવાજ એક સુુપર મેન કે જેને પોતાના દમ પર એ પણ કોઈ સરકાર,સંસ્થા કે  મશીનરી વગર 
એકલા એ  ૧૩૬૦ એકડ /૫૫૦ હેકટર બંજર વેેેેરાન જમીન કે જંગલ ઉગાડયું.એપણ એવી જમીન કે જ્યાં કાંઈપણ ન ઉગતું હતું.તે જગ્યા જોઈને તે અશક્ય લાગે કે ત્યાંની સરકાર પણ એવું કહેતી હતી.પણ આ માણસે મન માં નક્કી કરી લીધું કે હુંજ આ કામ એકલો તો એકલો કરીશ તો જરૂર.
       એ માણસ કમ સુપર હિરો, ધ ફોરેસ્ટ મેન ઓફ ઈન્ડિયા , જાદવ મોલાઈ પાયંગ (Jadav molai Payeng) કે જેઓનો જન્મ ૧૯૬૩(ઉમર ૫૪-૫૫) આસામ ના જોરહટ શહેરના​ કોકિલામુખ નામનાં નાના ગામડામાં થયો હતો.તેમના ગામ પાસે થી મોટી બ્રહમપુત્રા નદી વહે છે. જાવદ નેં નાનપણથી જ  પ્રકૃતિ​ અને જંગલ થી પ્રેમ હતો.તેઓને જીવજંતુ , પશુપક્ષીયો વગેરે ગમતાં હતાં.તેઓ કુદરત​નેં પ્રેમ કરવા વાળા માણસ હતા.તેઓ જ્યાંરે માત્ર ૧૬ વર્ષ ના હતા.ત્યારે તેેમના ગામ મોટું  પાણી નું પુુર આવ્યું.તેના લિધે વધારે   પડતી જમીન
નુ ધોવાણ થયું હતું.તે વખતે જ તેેમણે જોયું કે તેમના ગામના આજુબાજુ પશુ પક્ષીઓ ઘટી રહ્યાં છે.કોઈક કોઈ સ્થાળાંતર કરી રહ્યા છે.ત્યારે આનું કારણ જાણવા તેેેેમણે તેમના વડીલ માણસોને​ પુછ્યું.ત્યારે જાણવા મળ્યું કે હવે અહીં પહેલા જેવું જંગલ નથી રહ્યું.જંગલ બંંજર થઈ ગયું છે.તો પશુ પક્ષીઓ તો ક્યાં થી રહીં શકે.
     એક દિવસે જાદવ એ એજ બંજર જગ્યા એ ખુબ મોટી સંખ્યામાં સાપ અને બીજા જીવજંતુ મરેલા પડ્યા હતા. તે જોયા અને તેને તે જગ્યા એ ચારે બાજુએ નજર કરી જોઈ.અને તેને આશ્ચર્ય થયું કે તે જગ્યા હવે એક પણ વૃક્ષ કે જાડજાડી બચી નહોતી.હવે તે ખબર પડી કે આ બધા નુ કારણ જંગલમાં વૃક્ષો નથી.એટલે આવું થયું છે.તેને આ બધું જોઈને ખુબજ દુઃખ થયું.તેને ત્યાંના વન વિભાગ નેં આના વિશે જાણ કરી.કે તમે  તે બંજર જમીન માં વૃક્ષો વાવો તો આવું ના થાય.વૃક્ષો નથી એટલે જ પશુ પક્ષીઓ જીવજંતુઓ મરી રહ્યા છે.
     પણ ઉલ્ટા નુ વન વિભાગવાડા એ તો એમ કહ્યું કે ત્યાં કઈ જ ના  ઉગે તે જગ્યા  તો પહેલાં થીજ એવી બંજર વેેેેરાન છે.તારે કાંઈ ઉગાડવું હોય તો ઉગાડવાની તને છુુટ છે.ત્યા તું વાંસ અને બીજા છોડ વૃક્ષો  ઉગાડી શકે છે.
વન વિભાગ ની આ વાત જાવદ ના મગજ માં ઘર કરી ગઈ.અને તેેેને એના ઉપર ખુબ વિચાર્યું.
        જાદવ એ આ કામ નુ બિડુ ઝડપી લિધુ. તેેેેને હવે નક્કી કર્યું કે કદાચ આમાં ભગવાન ની મરજી હશે કે તેઓ એ આ કામ માટે મને અહીં  મોકલ્યો હશે.અને તેને. બ્રહ્મપુત્રા  નદી નજીક ના એ બંજર જમીન માં માત્ર વિસ
વાંસ ના છોડ થી શરૂઆત કરી અને ધીરે ધીરે રોજ આવી સંખ્યા વધારતો ગયો.થોડા સમય પછી આનું પરીણામ તેને જોવા મળ્યું.તે ખુશ થયો.કારણ કે તેને વાવેેેંલા વૃક્ષો છોડ ઉગવા લાગ્યા હતા.હવે તો તે તેેેનુુું રોજનું કામ બની ગયું હતું.આવુ જોઈને તેના ગામના લોકો તેને પાગલ કહેતા હતા કે તું એકલો શું કરીશ.
         આમને આમ જાદવ વૃક્ષો ઉગાડ તો ગયો.પણ હવે એક નવી સમસ્યા પેદા થઈ આટલા બધાં વૃક્ષો નેં પાણી કઈ રીતે આપવું.આના માટે તે એકલો જ હતો.અને એકલો તો આ કામ ના કરી શકે.તેણા માટે પણ જાદવ એ એક ઉપાય શોધ્યો.તેણે દરેક છોડ વૃક્ષો ની બાજુ માં વાંસ ની મદદ થી છાપરી જેવું માટલાં મુકવા માટે બનાવ્યું.તે માટલાંમાં નાનો હોલ રાખ્યો જેના​ થી ધીરે ધીરે છોડને​ પાણી​ મલતુ રહે.જે એક અઠવાડિયા સુધી પાણી આપવું ના પડે.રોજે રોજ પાણી આપવામાંથી છુુટકારો મડયો.હવે થોડો સમય બચવા લાગ્યો.
      હવે આવુું જોઈને ગામવાળા​ પણ તેના વખાણ કરવા લાગ્યા.ઈ.સ.૧૯૮૦ માં જ્યારે વન વિભાગ નેં આ જગ્યા એ વૃક્ષારોપણ ની પરીયોજના ની શરૂઆત કરી.ત્યારે
તેમાં જાવદ મોલાઈ  પણ તેેમા જોડાઈ ગયા.અને તેઓ
ખુબ જ સખત મહેનત કરવા લાગ્યા. નાના માં નાનું કામ કરવા લાગ્યા.વન વિભાગવાળા પણ તેેઓનુ કામ જોઈને ખુશ થતા હતા.એમને એમ પાંચ વર્ષ પછી આ યોજના સરકારે બંધ કરી પુુરી થઈ.બધા વન વિભાગ ના કર્મચારીઓ​ હવે આવતા બંધ થયા.પણ જાદવ એ આ કામ ચાલુું જ રાખ્યું.તેઓ નવા નવા વૃક્ષો ઉગાડતા રહ્યા.
અને તેની દેખભાળ કરતા ગયા. 
       આવું તેઓએ લગાતાર ત્રીસ વર્ષ સુધી કામ કરતા રહ્યા.તેમણે લગભગ ૧૩૬૦ એકડ ( ૫૫૦ હેકટર) નું એક જંગલ ઉગાડી દિધું.જે ન્યુયોર્ક ના સેન્ટ્રલ પાર્ક થી પણ મોટું છે.
      આ કામ થી ભારત સરકાર​ અને આસામ સરકાર ના 
સહિયોગ થી તે જગ્યા નું નામ કે હવે તે જંગલ બની ગયું છે.તે જંગલને મોલાઈ ફોરેસ્ટ (Molai Forest) કહેવાય છે.આ જંગલ માં અત્યારે બંગાળી વાઘ, ભારતીય ગેંડા, ૧૦૦  વધારે હરણ,ઘણી જાતીના વાંદરાઓ, સસલાં અને ઘણી જાતીના પક્ષીઓ આ જંગલમાં હાલ વસવાટ કરે છે.સૌથી વધારે જો કોઈ આકર્ષણ હોય તો તે ૧૦૦ વધારે હાથીઓનું વિશાળ ઝુંડ જો કોઈ જગ્યા એ ભારત​માં દેખવા મળતું હોય તો તે આ જગ્યાએ.
   સૌથી વધારે આ જંગલ માં ૩૦૦ એકડમાં તો ખાલી વાંસ જ છે.બીજી જગ્યાઓ એ જુદાં જુદાં વૃક્ષો કે જેમાં વલ્કોલ, અર્જુન,ણજર, ગુલમહોર,કોશેઈ,મોબ વગેરે
      જાવદ મોલાઈ પાયંગ ( Jadav molai Payeng)
આજ જંગલમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે લાકડાંમાથી બનાવેલા નાના ઘર માં રહે છે.પોતાની સાથે તેઓ ગાયો અને ભૈસો રાખે છે.તેનુ  દૂધ વેચીને જે પૈસા મળે તેેેંમાથી તેેેેંઓનુ ગુજરાન ચલાવે છે.
    જાદવ મોલાઈ પાયંગ ના અદ્રિતીય​ સાહસ થી    ઈ.સ. ૨૦૧૨ માં જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય
દ્વારા તેઓને સંન્માનિત કરવામાં આવ્યા.           ઈ.સ.૨૦૧૩ માં  ઈન્ડિયન​ ઈસ્ટિટ્યુટ અને ફોરેસ્ટ
મેનેજમેન્ટ દ્વારા પણ પુરસ્કારિત કરવામાં​ આવ્યા.
તેઓની અથાગ મહેનત ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પણ સંન્માનિત કરવામાં આવ્યા હતા.
          ઈ .સ . ૨૦૧૫ માં તેઓને  ભારત ના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ શ્રી  થી સંન્માનિત કરવામાં આવ્યા હતા.
       
હવે તો તે જગ્યા એ દેેશ વિદેશ​ થી લોકો જોવા ફરવા અને જાદવ મોલાઈ પાયંગ નેં ખાસ તો મળવા માટે આવે છે.તેઓના ઘણા ઈન્ટરવ્યુ ટીવી ચેનલો પર આવ્યા.પણ હજુ પણ સાદગી ભર્યું જીવન તેઓ 
જીવે છે.તેમના આ કામ થી આજે આપણે પ્રેરણા 
લેવી જોઈએ.કે જો એક માણસ એકલો આટલું કરી શકે
તો બધાં ભેગાં મળીને કેટલું બધું કામ કરી શકે.
        મિત્રો જ્યારે જ્યારે સફળ માણસો ની વાત આવે ત્યારે આપણે બિલ ગેટ્સ , સ્ટીવ જોબ્સ, અંબાણી, ટાટા , વગેરે નેેં યાદ કરીએ  છીએ.નાનપણ થી ગરીબીમાં​ પેદા થઈ નેં ખુબ જ સંઘર્ષ કરી નેં અમીર બન્યાં હોય
તેઓને યાદ કરીએ છીએ પણ વધારે ધન પૈસા કમાવા થી આપણે સફળ થઈ નથી જતાં સફળતા નું એક બીજું રૂપ
એટલે જાદવ મોલાઈ પાયંગ( Jadav molai Payeng) જેવોએ હાંસલ કરેલી સફળતા જેઓ ના દ્વારા ઉગાડેલા વૃક્ષો થી  વરસાદ , અને કેટલા બધા ટન ઓક્સીજન આ ત્રીસ વર્ષો માં ઉત્પન્ન થયો હશે.અને આગળ ના ભવિષ્યમાં પણ ઓક્સિજન ઉત્પન્ન થતો રહેશે.જો ઓક્સિજન ની  વિશાળ માત્રાની કિંમત કરવામાં આવે તો આપણા એપલ અથવા રિલાયન્સ કંપની ની સંપત્તિ જેટલી જ હશે....
           સ્વચ્છ ભારત , હરિયાળું ભારત
                             
                                 અર્પણ 
                        મારા બે નાના પુષ્પોને
                            પરી અને શિવાય ,
                                 
આભાર ...