અદભૂત પક્ષી મંદિર - પક્ષી મંદિર vishnusinh chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

અદભૂત પક્ષી મંદિર - પક્ષી મંદિર


         ગામડું એટલે ભારત દેશનો આત્મા.ગામડું શબ્દ કાને પડતાં જ આપણી નજર સામે એક ચિત્ર ખડું થઈ જતું હોય છે.આ ચિત્ર કેવું હોય.
         ગામના પાદરે સુંદર ભાગોળ હોય એજ ભાગોળે ઘટાટોપ વડની વડવાઈઓ વચ્ચે ગામના વડીલો બેસી શકે એવો એક ઉંચો ઓટલો હોય સાંજ સવારે ગામના લોકો ત્યાં ભેગા મળીને અલકમલકની વાતો કરતા હોય.ગામની ભાગોળે બાળકો આનંદ કિલ્લોલ કરતા હોય.ગામમા એક તળાવ હોય.ગામના ચોરા પડખે એક કુવો હોય ત્યાં ત્રાંબા પિત્તળના ઝગમગતા બેડલા લઈને આવજા કરતી પનિહારી ઓ હોય.એવીજ રીતે ગામની જુદી જુદી શેરીઓ માંથી નિકળેલા ઢોર કુદતા, તોફાન કરતા સીંગડા ભીડવતા ઉતાવળા ઉતાવળા આવીને ધણમા મળી જતા હોય.ભરત
ભરેલા અને આભલાં જડેલા ઓઢની ઓઢીને નાની નાની છોડીઓ છાણ માટે ધણ વચ્ચે દોડા દોડ અને ઘૂમા ઘૂમ કરી રહી હોય.ગામના જુવાનો, સ્ત્રીઓ કે આધેડ માલઢોર હાંકી ને વગડે લઈ જતા હોય અને સંધ્યા ટાણે મંદિર માં ઝાલરો ના રણકાર થતાં હોય.ખેડૂ માલઢોર લઈને ઘરે પાછા ફર્યા હોય એવું ચિત્ર જોવા મળે તેને ગામડું કહેવાય.એવા જ ગામડાંના  પ્રવાસે અમે નીકળ્યા.
        આજે આપડે એક એવી જગ્યા ની વાત કરવાની છે.જયાં મંદિર તો છે. પણ કોઈ દેવી-દેવતા નું નથી પણ અબોલા પશુપક્ષીઓનું ભારત નું એક માત્ર મંદિર છે.આ ધરતી પર અનાદિકાળથી પશુ ,પક્ષીઓ સાથે મનુષ્યોનો અતુટ નાતો જોવા મળ્યો છે.અરે આપણી ભારતીય 
સંસ્કૃતિ મુજબ તો દેવી-દેવતાઓનાં વાહન તરીકે આ પશુ ,પક્ષીઓ આલેખ્યાં છે.
       તમને ખબર છે કે પશુ પક્ષી મંદિર ક્યાં આવેલું છે બહું ઓછા લોકોને આ વાતની ખબર છે કે આપણા ગુજરાતમાં એક પશુપક્ષી મંદિર આવેલું છે કે જે માત્ર ગુજરાતનું નહીં, ભારતનું નહીં પણ પુરા વિશ્વનું એકમાત્ર પશુપક્ષી મંદિર છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. જે તમને સાંભળીને નવાઈ લાગશે.પણ આવું મંદિર છે.જે અત્યારે થોડી જીર્ણ હાલતમાં છે.અહી પહેલા એક મોટી નગરી હતી જેના અવશેષો આજે પણ મળી આવે છે.અત્યારે તો નાનું અમથું ગામડું આ ભવ્ય ભૂતકાળ સંગ્રહીને બેઠું છે.       
          અમે ચાર મિત્રો આવાજ એક નાના ગામડામાં પશુપક્ષી મંદિર ના પ્રવાસે નીકળી પડ્યા.જેમના નામ આ પ્રમાણે છે.તરુણ શુકલજી, ચેતનસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ રાઠોડ, અને હું આવાજ એક ગામડાં પશુપક્ષી મંદિર જોવા નિકળ્યા.આ જગ્યા એટલે સાબરકાંંઠા જિલ્લાના હિંમતનગરથી માત્ર ૧૫ કિ.મિ.ના અંતરે આવેલ રાયસીગપુર ખેડ રોડા ગામ આવેલું છે. 
           પહેલાના વખતે ગુજરાતની એક ધનાઢ્ય નગરી હતી.આ જગ્યા એ જેના હાલમાં તો આ નગરીના ખંડેરો રોડા જ્યાં ત્યાં રખડતાં પડ્યાં છે.એટલે હાલમાં આ જગ્યા એ વસેલા હાલનું ગામ એટલે રાયસિંગપુર ગામ જેને રોડાં
ના ઉપનામથી ઓળખાતવામાં આવે છે.જુની નગરી નો વિસ્તાર ગામથી થોડા અંતરે હોય તેમ જણાય છે.હાલમા
રોડાં ગામે એક પ્રાચીન કુંડ અને સાત મંદિરો નો સમૂહ આ વાત ની સાબિતી આપતા મોજુદ છે.
            ગુજરાત માં બૌધ્ધ ધર્મના અસ્ત થયા પછી શિવ અને વિષ્ણુ સંપ્રદાયના મંદિરો વધુ બનવા લાગ્યા.પાંચમી થી આઠમી સદીમાં બંધાયેલ ગુજરાત ના હિન્દુ મંદિરોમાં કેટલાક નાગર શ્રેણી, ચાલુક્ય શ્રેણી વધુ જોવા મળે છે.આવા મંદિરો ખાસ કરીને રાજેસ્થાન જોધપુર થી થોડા અંતરે ઓશિયા ના મંદિરો, ગુજરાતના રોડાં મંદિરો, તથા ઝાલાવાડમાના મંદિરો, મહારાષ્ટ્ર ના ધારવાડ જિલ્લાના
વાતપી તથા બદામીના મંદિરો, મદ્રાસ તરફના પાપનાથ નું મંદિર, ઓરિસ્સાના નું મંદિર વગેરે ચોરસ એકાંકી શ્રેણીના
મંદિરો એક બીજાને મળતા અને સમકાલીન ગણી શકાય.આ જાતનાં મંદિરો ની વિશિષ્ટતા એ છે કે મોટેભાગે
મજબૂત જાતનાં ખારાં પથ્થરની બાંધણી બાર ફૂટથી માંડીને
પાંત્રીસ ફુટ જેટલી ઉંચાઇ કળશ નીચેનો  આંબલકનો ભાગ
ખુબ જ વિશાળ તથા બૌદ્ધકાલીન શિલ્પની અસરવાળા વગેરે.
          આખાયે ભારત ભરમાં રોડાં નું આ નાનકડું પશુપક્ષી
મંદિર આગવું સ્થાન ધરાવે છે.દક્ષિણમા પક્ષીતિર્થ છે.પણ
મંદિરમાં દેવી-દેવતા ઓને પશુપક્ષી બિરાજમાન હોય એવું તો આ એક માત્ર મંદિર છે.રાયસિંગપુર થી થોડા અંતરે ભૂતિયા દેરાના નામે ઓળખાતા એક દેરા નજીક આ નાનકડું
પશુપક્ષી મંદિર આવેલું છે.સમચોરસ આકારનું આઠ ફૂટ લાંબું અને આઠ ફૂટ પહોળા ઓટલા પર દશેક ફુટની ઉંચાઈ
ધરાવતું સભામંડપ સિવાય નું બેઠા પ્રકારના શિખરવાળું
નાનકડું પશુપક્ષી મંદિર રોડાના મંદિરોમાં જુદું પડે છે.તેના અંદર દેવદેવીઓની જગ્યાએ એક પથ્થર ઉપર કોતરેલ પશુપક્ષીની મૂર્તિઓ જોઈ શકાય છે.જે અદભૂત છે.
            આ મંદિરની બાજુમાં ભૂતિયા દેરાના નામે ઓળખાતું પ્રાચીન શિવ મંદિર આવેલું છે.જેના અંદર ના 
ગર્ભગૃહ શિવલિંગ મોજુદ નથી. આવુંજ મંદિર અહીંથી
થોડા અંતરે પણ થોડું તુટેલી હાલતમાં મંદિર આવેલું છે.
તેની બાજુમાં  થોડાં અંતરે ઉંચા ટેકરા પર સુંદર કલાત્મક નવગ્રહ મંદિર આવેલું છે.જેના મુખ્ય દ્વારસાખ ઉપર નવગ્રહ ની કલાત્મક મૂર્તિઓ કોતરેલી છે.જે સારી હાલતમાં છે.અહી બાજુ માં ખુબ જ તુટેલા પથ્થરો અને મૂર્તિઓ પડી છે.જેમા બે ગણેશજી ની મૂર્તિઓ છે.જે મુખ્ય મૂર્તિઓ છે.તે જોઈને એવું લાગે છે.કે અહીં ગણેશજી નું મંદિર પણ પહેલા હશે.અત્યારે તો આ તુટેલી હાલતમાં આમતેમ નજર પડે છે.જો સરકાર રસદાખવીને આ તુટેલા અવશેષો ભેગા કરેતો એક મંદિર અહીં ઉભું કરી શકાય.એટલા અવશેષો પડ્યાં છે.અહી થોડાં અંતરે એક પાળિયા જેવો પથ્થર નો સ્તંભ બે ફુટ જમીન થી બહાર જોઈ શકાય છે.જેમા સુર્ય, ચન્દ્ર, શુરવીર બિજો શુરવીર એમ ચાર બાજુએ ચિત્રોની કોતરણી કરેલી છે.જેને જલસ્થંભ કહેવાય જે વરસાદ ના સમયે નદિમા પાણી કેટલું વધ્યું તે માપવા માટે ઉપયોગ થતો.જે સખત લાકડા કે પથ્થર માંથી બનતા.જેના ઉપર સાંપ,વાઘ,હાથી, સુર્ય ચંદ્ર શુરવીર, વગેરે ના ચિત્રો કોતરવામાં આવતા.આવો જ એક જલસ્થંભ અહીં મોજુદ છે.જે પહેલા ખુબ ઉંચો હશે.ત્યાથી આગળ જતાં એક વહેળાને સામે કાંઠે વિરાટકાય શિવ મંદિર જીર્ણ હાલતમાં ઉભું છે.મંદિરનો સભામંડપ બેય બાજુ થી બંધ છે.અને આગલો ભાગ ખુલ્લો છે.સભામંડપ વિશાળ છે.ગર્ભગૃહ
માં શિવલિંગ નથી.આ મંદિરને ભુકંપ વખતે વધુ નુકસાન થયેલું છે.જોઈને બે માળનું મંદિર લાગે છે.સુંદર કોતરણી ધરાવે છે.અહીં નદીના સામેના કાંઠેથી પાછાં ફરતાં ત્રણ મંદિર નો સમૂહ દેખાય છે.જેમા વિષ્ણુજી મંદિર અને શિવજી નું મંદિર બન્ને વચ્ચે એક તુટેલું મંદિર છે.શિવ મંદિર માં ખુબ જ સુંદર શિવલીંગ છે. જોડીયા મંદિરો ની સામે ગુજરાતમાં ચાર નાના દેરાવાળો પ્રથમ બંધાયેલો લાડચી માંનો કુંડ નજરે પડે છે.કુંડની એક બાજુ સિંધી સરફેસ વાળી નવી દિવાલ પાળ બાંધેલી છે.બાકીની ત્રણેય બાજુથી નિચે ઉતરી શકાય છે.કુંડની ચારેય બાજુ એ
સુંદર નાના દેરા આવેલાં છે.જેમા વિષ્ણુજી અને સામે માતાજીની દેરી આવેલી છે.સામે ગણેશજી ની દેરી એની સામે બિજી માતાજી ની દેરી આવેલી છે.માતાજીની મૂર્તિઓ ની ઓળખ થતી નથી.ચારેય દેરીઓ ખુબ જ સુંદર કલાત્મક છે.જે સારી હાલતમાં છે.કુંડની આગળના ભાગે લાંડચીમાતાજી ની સાથે સાત માતાજીઓની મૂર્તિઓ આવેલી છે.આ રીતે સાત મંદિરો નો સમૂહ સાથે એક પ્રાચીન કુંડ પણ આવેલો છે.
          ગામનાં તે સમય ના આપડા રાજા રજવાડાઓ એ પશુપક્ષી મંદિર બંધાવ્યું હશે એ તેમનો અબોલા પશુપક્ષીઓ પ્રતયેનો પ્રેમ દર્શાવે છે.જે ખુબ જ સરાહનીય છે. પશુપક્ષીઓનો માણસો સાથેનો અતુટ નાતો જોઇને આ મંદિર બનાવ્યુંં છે એવું માનવામાં આવે છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી પણ આ મંદિરની દિવાલે-દિવાલે પક્ષીઓના ચિત્રો જોવા મળે છે. અહીં રોડા ગામે સાતમી સદીમાંં સાત મંદિરોનો સમુહ હતો.જેમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની જેમ આ પક્ષીઓની પુજા થતી હતી .અહી હાલ પણ આજુબાજુનાંં ગામનાં લોકો ખુબ જ શ્રધ્ધાથી પુજા કરવાં આવે છે. 
          રોડા ગામના સીમમાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરોનો સમૂહ આવેલા છે. આ મંદિરો રોડાના મંદિર તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી તકિતઓમાં દેવ-દેવી કે સંત-મહાત્માની જગ્યાએ પશુ પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓ છે. તેથી આ મંદિર પશુ પક્ષીઓના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પશુપક્ષીઓનું મંદિર છે.
         રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલાં છે. સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે.એક જમાના માં આ પશુપક્ષી મંદિરમાં એક નાગ નાગીન નું જોડું વર્ષોથી રહેતું હતું.કોણ જાણે આ વાઘ વાઘણ, કબૂતર કબૂતરી,પોપટ પોપટી, અને તેતર તેરરી ના કોતરાયેલા જોડાની સાથે આ નાગ નાગીન ના જીવંત જોડાને ભગવાને કેમ મૂક્યું હશે.અહીં પહેલા આ નાનકડા મંદિરે બાધાઓ કરવા માટે પોશિના પટ્ટીના ભીલ લોકો ક્યારેક ક્યારેક આવતા હતા.
       સમગ્ર પણે વિચાર કરતા રોડાના મંદિરો માં પાંચ જાતનું વૈવિધ્ય ઘણી શકાય કદાચ ભારત ભરનું એક માત્ર પશુપક્ષી મંદિર અહીં જ છે.ગુજરાતમાં પ્રથમ બંધાયેલ
દેવમંદિરો વાળો કુંડ પણ અહીં જ છે.બોધ્ધ અસરવાળી દેવદેવીઓની મૂર્તિઓ પણ અહીં જ છે.ત્રિકોણકાર છત
ધરાવતો સભામંડપ પણ અહીં જ જોવા મળે છે.અને ઉત્તર
દ્વારસાખ જુદી જુદી શ્રેણીઓ પણ રોડાના મંદિરોમાં મોજુદ છે.
          આ બધું જોતાં એમ કહી શકાય છે.કે શિલ્પરસિક ને
રોડાં મંદિરોમાં શિલ્પની બાબત જાણવાનું મળે નવી સૃષ્ટિ સૌંદર્ય પ્રેમીને નાના વહેળા ભેગા થઈને એક નાનકડી નદીને
કાંઠે ઉભેલા જુદા જુદા મંદિરો અને વૃક્ષોવાળું સૃષ્ટિ સૌંદર્ય જોવા મળે અને અદભૂત રસપ્રેમ હજારો ઉંદરોના દરોમાં
રખડતાં કાળોતરા સાંપ જોવા મળે છે.સાથે સાથે પક્ષીઓ
નો કોલાહલ પણ સાંભળવા મળશે.અહીં ગામડા ના બાળકો તો ક્યાંક ક્યાંક તમને ખેડૂતો ખેતરોમાં કામ કરતા
નજરે પડશે.રોડાં નું આ મંદિર સમૂહ એ ગુજરાત નું શિલ્પ સ્થાપત્યધન છે.અને આ વિષયના જિજ્ઞાસુઓ માટે
તીર્થસ્થ સમૂહ છે.
        અહીંના મંદિરોની અંદરની કેટલીક પ્રતિમાઓ પણ આજે હયાત નથી. આ મંદિરો એ વાતની સાક્ષી આપે છે કે આજે પશુ- પક્ષીઓને બચાવવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે. ત્યારે નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા હતા.આ મંદિરની આસપાસ અસંખ્ય વૃક્ષો આવેલા છે. જેના પર આજે પણ હજારો પક્ષીઓ વાસ કરે છે. મંદિર તથા મંદિરની આજુબાજુનું વાતાવરણ આજે પણ પક્ષીમય બની જાય છે. આ મંદિરો પૈકી સૌથી જૂનું મંદિર અદ્વિતિય અને અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે.૧૪૦૦ વર્ષ જુનું આ પક્ષી મંદિર હવે ધીરે ધીરે નાશ પામી રહ્યું છે. દેશ- વિદેશથી આવતા અનેક પર્યટકો આજે પણ આ પક્ષી મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.                                                                             આભાર
                           
                              ---અર્પણ ---
                   મારા ઈતિહાસ પ્રેમી મિત્રોને