લાલિયો લુહાર vishnusinh chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

લાલિયો લુહાર

                આ વાત નેં ઘણા વર્ષો ના વહાણ વિતી ગયા.બાળપણ માં મેં મારા બાપુજી (પપ્પા) પાસે થી સાભળેલી આ વાત છે.એ વખતે ગુજરાત નો શાસક બાદશાહ મુજફર શાહ ત્રિજો હતો તે વખતની આ વાત છે. આ વાત નેં આશરે ૬૦૦ વર્ષ થયાં હશે.( મુજફર શાહ ત્રિજા નો સરવાળો ઈ.સ. ૧૫૬૧ થી ૧૫૭૩ ) હતો.તે વખત ની આ વાત છે.ઈતિહાસ માં એક વિરનાયક અને પોતાના પંથકમાં વિરતાં, બહાદુરી, એવી દ્ઢ થયેલા લાલિયા લુહાર ની ઈતિહાસ કમ દંતકથા જેવી ઐતિહાસિક વાત છે.
         આજ ના કપડવંજ તાલુકાના બેટાવાળા ગામે ચંદન લુહાર નામનાં ગરીબ લુહાર નેં ત્યાં લાલિયા લુહાર નો જન્મ થયો હતો. ચાર વર્ષ ની નાની ઉંમર માંજ લાલિયો ન માંયો બન્યો (માં વગરનો) હતો. બાળપણથી જ હોશિયાર હિમ્મત​વાન અને કુશળ કારીગર બની ગયો હતો
         લાલિયો મિત્રો બનાવવામા પાવરધો હતો.તેને અનેક મિત્રો ની ટોળકી બનાવી હતી.તે મિત્રો નામ આ પ્રમાણે હતા ખેમા,મોતી, જીતસીંગ,મંગળ,વગેરે .નાની ઉંમર માંજ સારસ ,શુરવિર, બહાદુરી તથા ચપળતા ના ગુણો હતા.તે સાથે તેની મહત્વાકાંક્ષા પણ ઉંચી હતી. હવે લાલિયો મોટો થઈ ગયો હતો.નાનપણ માં ગરીબી જોઈ હતી.તે ગરીબી થી બંડખોર બન્યો. લાલિયા ની લુહારી કામ ની કામગીરી જોઈને તેના જ ગામના મોતીલાલ લુહાર સામે થી જ કિધું કે તું મારી દિકરી સાથે લગ્ન કરીલે અને અમારી સાથે રહેજે.પરંતુ લાલિયો બીજા નુ માને તો એ લાલિયો શાનો. સામે મોતીલાલ પણ સમાજ મોભી માણસ હતો.તેણે લાલિયા નેં તેણાજ નાત (સમાજ) માથી બહાર મુક્યો.લાલિયા નેં નાતના વાડા ઓ બાંધી શકે એમ નહોતા.
        તેથી લાલિયો બેટાવાળા ગામ છોડી નેં નજીક માં આવેલા જંગલ ના ડુંગર પાસે ના કોતરો પાસે ઝુંપડી બનાવીને રહેવા લાગ્યો.અને લુહારી કામ કરવા લાગ્યો.પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા જતો હતો.એક દિવસે લુહારી કામ કરતો હતો ત્યારે તેમાં ઘરે ટાંકલા નામના ગામનો કાળું કુહાડી લઈ ઘડાવવા આવ્યો. લાલિયા એ કુહાડી જોઈને તેને પુછ્યું કે આ કુહાડીની ધાર કેવી રીતે વળી ગઈ.કાળુ એ કિધું કે કાલે હું ટાંકલા ના ડુંગરવાળા જંગલ માં ઢોર ચરાવવા ગયેલો એ વખતે લાકડા કાપતો હતો ત્યારે થોડા લાકડા કાપ્યા એટલામાં જ કુહાડી બુઠીં થઈ ગઈ.એટલે મેં કુહાડી નેં પહાડના નાના પથ્થર ઘસી પણ કુહાડી નો રંગ પીળો  થઈ ગયો. એટલે હું  આ કુહાડી તારી જોડે લાવ્યો. પોતાની બુદ્ધિ ના લિધે.લાલિયા એ કુહાડી નેં ધ્યાન થી જોઈ એટલે એ કુહાડી નો બધો ભેદ સમજી ગયો.અને કાળું નેં એ જગ્યા બતાવવા નુ કહ્યુ પેલો બિચારો ભોળો માણસે એ જગ્યા બતાવી. લાલિયા એ કાળું નેં કાલે નવી કુહાડી આપીશ એવું કહિને ઘરે મોકલી દિધો.તેણે તે નાના પથ્થર ને ઘરે લાવીને માતાજી નુ નામ લઈને પથ્થર પર દાતરડુ઼ં ઘસ્યું.દાતરડું પીળા રંગનુ થઈ ગયું.એ રંગ ન હતો પણ સોનું હતું લાલિયો બધો ભેદ સમજી ગયો.કે આ પથ્થર નથી પણ પારસમણી છે.
        લાલિયા​ લુહાર નેં પારસમણી મળતાં તે હવે બધી ભંગાર વસ્તુઓ ને લોઢા માંથી સોનું બનાવવા લાગ્યો.અને ધીરેધીરે તે વેચવા લાગ્યો.હવે તે થોડો સુખી થઈ ગયો હતો.થોડા સમય પછી લાલિયા લુહાર ની સુખ સાહ્યબી માં વધારો થયો.અને નાનકડા બેટાવાળા માં વાતો થવા લાગી કે લાલિયા લુહાર ની કોઈ સાધુ મહારાજે​ આપેલી પારસમણી છે. એથી હવે લાલિયા નેં તે પારસમણી ની ચિંતા થવા લાગી. એટલે તેને  લુણાવાડા ખાતે ધામોદ ગામ આવેલું છે ત્યાં જંગલમાં ડુંગરાળ ગિરીકંદરાઓથી સમૃદ્ધ ગામ છે.રણીયામણા ડુંગરો અને ડુંગરની ખીણમાં વહેતી શેઢી નદી નાની મોટી ડુંગરમાળા નેેં કાંખમા બેસાડી નેં વહી રહી છે. તે જગ્યા કુદરતી કોતરો છે.અહી દિવસે પણ બિહામણો લાગે છે.તે જગ્યા એ લાલિયા લુહાર એ પોતાને રહેવા માટે પોતાના સાથી મિત્રો સાથે મળીને એક કિલ્લો બનાવ્યો.પોતે એક કુશળ કારીગર હતો.બુધ્ધીનો અને​ બાવળા નો બળિયો હતો.ગેબી ભોંયરા નેં ગેબી કિલ્લો ખડો કરવાની કામગીરી તો એનાં બાપની જ હતી.આમ પારસમણી અને મિત્રો ના સાથ થી માત્ર બાર જ દિવસમાં​ ધામોદ ના ડુંગરા ફરતે બાર કિલોમીટર લાંબો
કિલ્લો અને મહેલ બનાવ્યો.
      આ વાત ની જાણ આજુબાજુ ના ગામો માં થવા લાગી.એમ કરતાં કરતાં થાણેદાર કાને પડી થાણેદારે તેના કાસદ મારફતે તેખતના અમદાવાદ ની શાહી કચેરી માં વાત સાંભળતા જ તે વખતના ગુજરાતના બાદશાહ મુજફર શાહ ત્રિજો ડણકી ઉઠ્યો.
      આ બાજુ બાદશાહ મુજફર શાહ ના સૈનિકો નેં ફરમાન આપ્યું કે લાલિયા લુહાર નેં જીવતો પકડી નેં હાજર કરો.બાદશાહ ના સૈનિકો ધામોદ ગામે આવીને લાલિયા નેં શંદેેેશો મોકલ્યો કે તું અમારી સાથે અમદાવાદ ચાલ બાદશાહ નો હુકમ છે.પણ લાલિયો માન્યો નહીં.એટલે કિલ્લા માથે તોપ માંડી ઘમાસાણ યુધ્ધ શરૂ થયું.ગેબી ભોયરા મા અડધુ લક્ષ્કર દટાઈ ગયું બંને બાજુ ના સૈનિકો ઘવાયા હતા.કેટલાક યમલોક પોંહચી ગયા.
       લાલિયો ત્યાંથી ગેબી ભૂયરા વાટે નાસી છુટયો. છેવટે આ પારસમણી જ બધાં દુઃખો નુ મૂળ છે.તેમ માનીને​ મહીં નદીના નાગધર નામના ધરામાં પારસમણી નાખી દીધી હતી. થોડા સમય જતાં કોઈક ની ચાડી થી લાલિયો લુહાર પકડાયો. લાલિયા​ નેં કેદ કરી નેં અમદાવાદ શાહી કચેરી માં હાજર કરવામાં આવ્યો.
           લાલિયો લુહાર પકડાયો એ વાત આખાં પંથકમાં જણાવવા લાગી.લોકો એવી વાતો કરવા લાગ્યા કે તેને હવે ફાંસી આપવામાં આવશે.તો કોઈક​  વળી એવું કહેવા લાગ્યા કે તેને જાહેર માં હાથી ના પગ નીચે કુંચડવા આવશે.પણ અફસોસ આવું કાંઈજ બન્યું નહીં. 
       શાહી કચેરી માં હાજર કરતાં જ બાદશાહે તેને ધ્યાન થી જોઈ નેં તેની સામું આંખ કાઢી પણ બિવે એ બિજા આતો લાલિયા લુહાર હતો. બાદશાહ ની આંખો માં આંખ નાખી નેં જોવા લાગ્યો.પછી તેને ખ્યાલ આવ્યો કે હું એક બાદશાહ ની સામું જોવું છું.તેને આંખો નીચી કરી.એટલે બાદશાહ હસવા લાગ્યા.લાલિયા ની બધી વાત જાણીને બાદશાહ તેને માફી આપી પણ એક શરતે કે તારે મારા જોડે રહેવું પડે.મારી ફોજ માં લાલિયા જોડે બિજો કોઈ રસ્તો નો હતો.એટલે તેને હા પાડી. બાદશાહ એ લાલિયા લુહાર ની બહાદુરી તથા વિરતા થી પ્રભાવિત થયેલા બાદશાહે તેને પોતાના ગામ બેટાવાળા નો થાણેદાર બનાવ્યો હતો.
        લોકવાયકા એવી છે કે ત્યાર​ પછી લાલિયા લુહારે આંજણવા, શિરોડી, ડભોઈ, અને પાવાગઢ માં પણ કિલ્લાઓ બાંધ્યા હોવાની લોકવાયકા છે.પરંતુ પારસમણી ની રસપ્રદ વાત સાચી કે ખોટી છે તે વાયકા એ લાલિયા લુહારનેં પંચમહાલ,અરવલ્લી,મહીસાગર,
ખેડા છેક કપડવંજ પંથક સુધી આજે છસ્સો વર્ષ પછી પણ અમર રાખ્યો છે.આ જિલ્લા ની લોકવાર્તાઓ માં લગ્ન ગીતોનેં અને ફટાણાં આજે પણ ગીતો ગવાય છે.
જે લાલિયા લુહાર ની લોકપ્રિયતા ની યાદ અપાવે છે.
     અત્યારે હાલમાં લુણાવાડા ખાતે ધામોદ ગામ ના કોતરો ડુંગરાઓ માં લાલિયા લુહાર નો કિલ્લો હાલ નામશેષ થઈ રહ્યો છે.માત્ર આ સ્થાપત્ય જ લાલિયા લુહાર ની આખરી નિશાની બચી છે.તે સિવાય ધામોદ ગામ ના પાદરમાં આવેલ પાંચ વિશાળ ગુંબજો અને આકર્ષક કમાન ધરાવતું બાદશાહ ધામોદ તરીકે ઓળખાતું સ્થાપત્ય પણ કાળે જાહોજલાલી નુ પ્રતિક હતું.તેની કોતરણી કલાત્મક હતી.આજે તેની દિવાલો અને પ્રવેશદ્વારો ચારે તરફથી તુુટી ગયા છે. આજુબાજુ ગાસ ઉગી નિકળું છે.ચારે તરફ ગંદકી થી ભરેલું આ સ્થાપત્ય અસ્તિત્વ ના અંત તરફ જઈ રહ્યું છે 
       અત્યારે હાલમાં દુર દુર થી લોકો આ વાત જાણીને પારસમણી અને ખજાના ની શોધ માં આખો બાર કિલોમીટર જેટલો. કિલ્લો ગામ જાણો અને બહાર થી આવતા પ્રવાસીઓ એ તોડી ફોડીને નવરો કરી દીધો છે.પોતાના ઐતિહાસિક વારસા નુ જતન કરવું એ આપણી ફરજ છે.આવનારી પેઢી નેં વારસામાં કંઈક આપતા જઈ...
આવિ હતી એક શુરવીર લાલિયા લુહાર ની વાત
   લાલિયા​ લુહાર નામ પર નુ લોકપ્રિય લોકગીત

શ્રી ઝવેરચંદ મેઘાણી ,શ્રીહેમૂભાઈ ગઢવી, શ્રીપ્રફુલ્લ દવે 
કંઠે ગાયેલું ગીત....
      સવા બશેર નું મારું દાતરડું રે લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરાનો બંધિયો છે.એનો હાથ
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢયા છે.પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢયા છે દશ - વિશે
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવીયો રે લોલ
હું યે ઉભી તી વનવાર
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમાર્ગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યા નેં આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું છઉં
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યે​ ભર્યું છે.એનું પેટડું દે લોલ
મેં રે જમાડ્યો​ માંરો વિરો
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરાનો બંધિયો છે.એનો હાથ
મુંજા વાલમજી રે લોલ
હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ

લિ . ચાવડા વિષ્ણુસિંહ પેથાપુર
   
                                અર્પણ
     પૂ.શ્રી મારા બાપુજી અને પૂ.શ્રી મારા મોટા ભાઈને

વાર્તા વાંચી નેં કેવી લાગી એ રીવ્યું મારા ઈમેલ એડે્સ
Vishnusinhchavda@gmail.com પર ચોક્કસ આપશો.
                                  આભાર