Chalo pagpada Ambaji jai books and stories free download online pdf in Gujarati

ચાલો પગપાળા અંબાજી જઈ - ચાલો પગપાળા અંબાજી જઈએ

        જય અંબે... જય અંબે... જય અંબે... ના નાદથી
અંબાજી માતાજી ના મંદિરે દર્શન કરવા જતા ભક્તો નાદથી
અંબાજી ના રસ્તાઓ ગૂંજી ઉઠશે.જગતની સૌથી મોટી 
પદયાત્રી મેળામાં લાખો માઈભક્તો અંબાજી માં માના દર્શન કરવા આવે છે. ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે.
ઉત્તર ગુજરાત ના દાંતા તાલુકામાં આવેલા અંબાજી માતાજી મંદિર નો આસપાસ નો વિસ્તાર ખૂબ જ વનરાજી
થી ભરપુર ખીલેલું હોય છે.અરવલ્લી ની ગીરીમાળા ના 
પર્વતીય વિસ્તારના આડાં અવડા રસ્તા કાપીને લાખો ભક્તો
માં ના દર્શને આવે છે. ગામે ગામથી ભક્તો ધજા અને રથ
લઈને આવે છે.માતાજીના દરબાર માં જે ચાલીને જાય છે.
તેને માતાજી ની દિવ્યતા અનૂભૂતિ થાય છે.જેમા વર્ષો થી
ભક્તો પદયાત્રા કરી ને દર વર્ષે અહીં દર્શને આવે છે.અહી 
સાત દિવસ સુધી મહામેળો ચાલે છે.જેમા મહેસાણા, સાબરકાંઠા, બનાાકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દહેગામ,
કપડવંજ, આણંદ, નડિયાદ, કચ્છ,સુરત, વડોદરા, વગેરે તથા
બહાર ના રાજ્ય ના રાજસ્થાન, મુંબઈ,પૂના, નાસિક, બેંગલોર, નાગપુર, સહિત અન્ય રાજ્યોમાં થી  ૮૦૦ થી ૯૦૦ વધુ માતાજી ના સંઘ આવે છે.માતાજી નેં રથમાં બિરાજમાન કરી રથને રોશની થી સજાવી ને ડિ.જે ના
તાલે માના ગુુણલા ગાતાં ગાતાં કેટલાય કિલોમીટર દૂર થી 
માઈભક્તો આવે છે.
            અંબાજી માતાજી જે ૫૧ શક્તિ પીઠ પૈકી નું એક
પવિત્ર શક્તિપીઠ છે.અહી ગુજરાત અને દેશભરના લાખો
શ્રદ્ધાળુઓની આવે છે.ગાંધીનગર થી ૧૪૨ કિલોમીટર દૂર
આવેલું છે.અહી થી માઉન્ટ આબુ ૪૫ કિલોમીટર અને ગુજરાત રાજસ્થાન સિમાના આબુ રોડ થી માત્ર ૨૦ કિલોમીટર અંતર ધરાવે છે.આરાસુરી અંબાજી માતાજી ના
સ્થાનક માં કોઈ મૂર્તિ કે પ્રતિમા નથી.કે ફોટો ચિત્ર નથી પણ
શ્રી વિસાયંત્ર ની પૂજા કરવામાં આવે છે. પહેલી નજરે જોનારા ભક્તો ને તો એવું જ લાગે કે તે મૂર્તિ છે. કારણ કે
તેનો શણગાર જ એવો હોય છે. અને તેમ જુદા જુદા વાહન
સવારી ઉપર બેસાડવામાં આવે છે.રોજે રોજ ખુબજ
સુંદર સણગાર સણગારવામાં આવે છે.તેનાથી આપણે મૂર્તિ
હોવાનું ભાસે છે.
              આ શ્રી વિસાયંત્ર અંગે એવી માન્યતા છે કે એક
શ્રીયંત્ર છે જે ઉજ્જૈન નેપાળ ના શક્તિ પીઠો ના મૂળ મંત્ર
સાથે સંકળાયેલું છે.દર મહિનાની આઠમ ના દિવસે આ યંત્ર ની પૂજા કરવામાં આવે છે. દર મહિનાની પૂનમે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.અને મંદિર માં પોતાની
બાધાં પૂર્ણ કરે છે.મંદિરના શીખર પર ધજા ચઢાવે છે.ધાર્મિક
દ્રષ્ટિએ  અંબાજી મંદિર ભારતના શક્તિપીઠો માં ખુબ મહત્વ સ્થાન ધરાવે છે.આ સરસ્વતીજ નદીનું ઉદ્ગમ સ્થાન
અને આધશકિત નું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે.આ મંદિર 
કલાત્મક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે.અહી ખુબ જ સુંદર કોતરણી ધરાવતા સ્તંભો છે.જે સફેદ આરસમા થી બનાવેલા છે.મંદિર ના પ્રાગણમાં ખુબ જ મોટો ચોક છે.
જેને ચાચર ચોક કહે છે. જ્યાં નવરાત્રી દરમિયાન ગરબા
રમાય છે.અંબાજી મંદિર થી લગભગ ૨ થી ૪ કિલોમીટર
દુર ગબ્બર ની ગુફા આવેલી છે.જે અંબાજી માતાજી
નું મુળ સ્થાનક છે. આદિસ્થાન માનવામાં આવે છે.
               અરવલ્લીની ગિરિમાળાઓ માં પર્વત ના વચ્ચે
પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૧૬૦૦ ફુટની ઉંચાઈએ આવેલું છે.ગબ્બરની ટોચે
ચઢવા ૯૯૯ પગથિયાં ચઢવા પડે ત્યારે માં આરાસુરી અંબાજી માતાજી મંદિરની જ્યોત (દિવો) એક નાની દેરી 
આવેલી છે. જે માં અંખડ જ્યોત જે માતા શ્રી આરાસુરી અંબાજી માતા નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્ર ની સામે
જ હંમેશા અંખડ જ્યોત પ્રજ્વલિત રહે છે.
               શ્રી અંબાજી માતાજીની પ્રાગટ્ય કથા પોષ મહિનાની પૂનમ ના દિવસે તેમનો પ્રાગટ્ય દિવસ છે.વર્ષો
અગાઉ ભંયકર દુષ્કાળ પડ્યો હતો.અનેક જીવોને જીવવું
દુષ્કર બની ગયું હતું.માનવી અને જીવો મરી રહ્યા હતા.
બધા ભીખે બેહાલ હતાં.ત્યારે તેઓ માતાજી ની ભક્તિ કરી
પ્રાર્થના દ્વારા માતાજી ને પ્રસંન્ન કર્યો.માતાજી ની કૃપા થી 
જ્યાં દુષ્કાળ હતો તે ધરતી સુકી હતી તે હવે લીલી છમ્મ 
બની ગઈ અને જાતજાતના ફળો શાકભાજી ઉગી નીકળ્યાં
ત્યારથી માતાજી નું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ
પોષ માસની આ પુનમને શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાવવામાં આવે છે.
            એક બીજી કથા જે પુરાણો થી સંભળાય છે.તે 
મુજબ દક્ષ પ્રજાપતિ રાજા ની પુત્રી સતિએ પોતાના પિતા
દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું 
અપમાન થતાં સતિએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી
દિધી હતી.ભગવાન શંકરે સતિના મૃતદેહને પોતાના ખભાપર
લઈને તાંડવ નૃત્ય કરી‌.ક્રોધ ના કારણે પ્રલયનું વાતાવરણ
થયું‌ દેવો ની વિનંતી થી શ્રી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતિના અંગોના ટુંકડા વિચ્છેદ કર્યો હતો. આ ટુંકડાં
ભારત ભરમાં જુદી જુદી જગ્યાએ પડ્યા હતા.જે જગ્યા એ પડ્યા એ જગ્યાઓ શક્તિ પીઠ કહેવાઈ છે.જે ૫૧ 
શક્તિપિઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે.અહી સતિ માતાજી નો હ્દય નો ભાગ પડયો હોવાની માન્યતા છે.જેથી અહીં ના
શક્તિ પિઠ ધામનું મહત્વ વધી જાય છે.
            અહીં શ્રી કૃષ્ણ ભગવાન ની બાબરી ઉતારવા માં
આવી હતી.તેનુ ભાગવતમાં ઉલ્લેખ છે.એ પ્રસંગે નંદજી
અને યશોદાજી એ માતાજી ના સ્થાનકે જવારા વાવ્યા હતા.
અને સાત દિવસ સુધી અંબાજી માં રોકાયા હતા.આજે પણ
એ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.અહી પાંડવો વનવાસ
દરમિયાન માતાજી નું તપ કરવા રોકાયા હતા.તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે.અહી ભગવાન શ્રી રામ અને શ્રી લક્ષ્મણ વનવાસ દરમિયાન સીતાજી ને શોધવા અર્બુદાના 
જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા.એ ઋષિ એ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાથે મોકલ્યા હતા.ત્યારે માતાજી એ પ્રસંન્ન થઈ રાવણને મારવા ભગવાન
શ્રીરામ ને અજય બાણ આપ્યું હતું.અને એ બાણ થી રાવણ નો નાશ થયા ની માન્યતા છે. અને દંતકથા ઓ
અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.
           દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરી 
સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા.તેઓ વરદાન
મળ્યું હતું કે તેને નરજાતિના નામ વાળા શસ્ત્રોથી મારી શકાશે નહી.આ વરદાન થી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમો નાશ કર્યો.વિષ્ણુલોક અને
કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો.જેથી દેવો ભગવાન શિવજી ની શરણે ગયા હતા.ભગવાન શિવજી એ દેવી
શક્તિ આરાધના કરવાનું કહેતા દેવોએ તેમની આરાધના
કરી અને આદ્યશક્તિ પ્રગટ થયા હતાં અને તેમણે મહિષાસુર નો નાશ કર્યો હતો તેથી દેવી મહિષાસુર મર્દિની
તરીકે પણ ઓળખાય છે.
          બિજી લોકવાયકા એવી છે કે દાંતા સ્ટેટના રાજવી એ માતાજી ના પરમ ઉપાસક હતા.તેઓએ માતાજી ને દાંતા
માં આવવાની વિનંતી કરી હતી.માતાજી એ આવવાની વાત
મંજૂર રાખી પણ જો દાંતા મંદિર સુધી પહોંચો ત્યાં સુધી રાજાએ એક પણ વાર પાછળ નહીં જોવું જોતે આમ કરવામાં નિષ્ફળ જશે તો દેવિ માતાજી દાંતા નહીં આવે.
રાજાએ દાંતા ના સ્થાને માતાજી પાછળ અને રાજા આગળ
ચાલવા લાગ્યા.માતાજી પાછળથી ઝાંઝર ના રણકાર થી સંકેત આપતાં હતાં.જોકે એક વાર માતાજી ઝાંઝર નો રણકાર બંધ કર્યો.અને રાજાએ જિજ્ઞાસા વષ દેખવા પાછળ
જોયું તો માતાજી તે જગ્યાએ અટકી ગયા તે સ્થાન  એટલે 
અંબાજી મંદિરમાં આવીને બિરાજમાન થયા.
           નવરાત્રી માં અંબાજી અહીં ચાર વખત નવરાત્રિ નો
ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો) વસંતિક (ચૈત્ર) મહા અને અષાઢ માં નવરાત્રી ઉજવવામાં આવે છે.જેમા યજ્ઞ સહિતના ધાર્મિક વિધિઓ થાય છે.
નવરાત્રીના તમામ આઠ દિવસો અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે.તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દિનના
વાસન ઉપર જવારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં
આવે છે.ચૈત્રી નવરાત્રી માં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દિપની ફરતે
નૃત્ય કરે છે.તેમજ આરાસુરી અંબાજી માતાજીના ગરબા
ગાય છે.
        છેલ્લા ૬૦ વર્ષ થી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન રાત જય અંબે માં જય અંબે ની અંખડ
ધૂન ચાલે છે.દર વર્ષ ખાસ કરીને પુનમના દિવસો એ અંબાજી માતાજીના મંદિરમાં ભાવિભકતો નો માનવ સાગર
ઉમટી પડે છે.ગબ્બર પર મંદિરે નવા વિક્રમ સવંત વર્ષના
પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ)
માતાજી ને અંન્નકુટ ધરાવવામાં આવે છે.આ પાંચેય દિવસ
મંદિરમાં માતાજીના દર્શન કરીને આશિવૉદ મેળવવા લગભગ ૨૦ લાખ દર્શનાર્થીઓ આવે છે.
            અંબાજી મંદિર ૧૦૩ ફુટ ઉંચાઈ ધરાવે છે.મંદિરના
૬૧ ફુટના શિખર ને સુવર્ણમય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.જયારે ૩૫૮ જેટલા સુવર્ણ કળશ પણ શોભામાં વધારો કરી રહ્યા છે.આ સિવાય ૭૧ ફુટ ઉંચો અને
૧૮ ફુટ પહોળો વિશાળ શક્તિ દ્વારા (પ્રવેશદ્વાર) બનાવવા માં આવ્યો છે.પહેલા આ મંદિર બેઠાં ઘાટનું નાનું હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા વધારા સાથે અત્યારે આ મંદિર સર્વોચ્ચ ઉંચાઈ ને સર કરે તેવું અને
ભવ્યાતિભવ્ય મંદિર બનાવ્યું છે.મંદિરની આગળનો મોટો 
મંડપ છે.અને ગર્ભગૃહ માં માતાજી નો ગોખ છે.ખાસવાત
યાદ રાખવા જેવી છે કે અહીં શ્રી વિસાયંત્ર ની પૂજા કરવામાં આવે છે.જે શણગાર ના લિધે મૂર્તિ જેવુ લાગે છે.
             એક બીજી માન્યતા એવી છે કે અંબાજી ની વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે.એક તો અંબાજીના
કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં
તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ તેમજ માથાંમાં
પણ ના નંખાય પરંતુ ઘી નાખી શકાય.બીજુ એકે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ.કોઈ પણ પુરુષ થી કોઈ પણ સ્ત્રીની ‌‌‌‌‌‌‌‌‌મશ્કરી ના કરી શકાય.વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય.
સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુક્સાન થાય છે.એવી લોકમાન્યતા પ્રચલિત છે.આ 
શ્રધ્ધા ને પરીણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
            અંબાજી મંદિરમાં વર્ષ બેથી ત્રણ મેળાઓ ભરાય છે.અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે.દર ભાદરવી પૂનમે અહીં ખુબ મોટો મેળો ભરાય છે.અને આ 
સમયે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને સંઘ 
લઈને માં ના ગરબા ગાતા ગાતા આવે છે. જે નાનાં બાળકોની, યુવાનો, મોટેરાઓ દરેક વર્ગના લોકો નું મહેરામણ ઉભરાય છે.જેમા રસ્તા ઓ ઉપર ઠેર ઠેર ચા પાણી અને નાસ્તાના સેવા કેમ્પ હોય છે. તો કોઈ કોઈ જગ્યાએ જમવાના અને ડોક્ટરી સુવિધા વાળા કેમ્પ પણ
હોય છે. ગામેગામ લોકો પોતાના થી બનતી બધી જ સેવા
ચાલતા પગપાળા ચાલીને જતા લોકો ની સેવાનો લાભ લે છે.જેથી પોતે અંબાજી મંદિર જઈને આવ્યાં તેઓને મનનો
સંતોષ થાય છે.આ આંખો મહીનો લોકો શ્રધ્ધા પુર્વક ઉજવણી કરે છે. માં ના દર્શન કરી ને શરીરનો બધો થાક ઉતરી જાય છે.તેવુ માઈભક્તો નું કહેવું છે.
        અંબાજી મંદિરની બહાર મોટું બજાર છે.જયા આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ પ્રસિદ્ધ છે. મંદિર,
રાચરચીલું, ખાયણી, ખલ, આડણી જેવી ઘરવખરી મળી રહે છે.તો મંદિર ના પુજા માં વપરાતી બધીજ વસ્તુઓ મળે છે.ત્યાનુ કંકુ અને અગરબત્તી પ્રખ્યાત છે. તો બાળકો માટે 
વિવિધ રમકડાં પણ મળે છે.આ રૂતુમા ત્યાં ના પહાડો માથી 
લાવેલા કુદરતી કંકોળા અચુક લાવજો ખુબ જ મજા આવશે તેનું શાક ખાવાની.
          અહીં મંદિર ટ્રસ્ટ સંચાલિત ખુબ જ સુંદર ભોજન શાળા છે. નજીવા દરે સારું પોષ્ટીક ભોજન મળી રહેશે.તો રહેવા માટે ધર્મશાળા પણ છે.અહી નુ ટ્રસ્ટ ખુબજ સરસ કાર્ય કામગીરી કરે છે.જેનાથી મંદિર ની પ્રગતિમા ખુબ જ વધારો થયો છે.અહી પ્રાયવેટ હોટેલો અને ગેસ્ટ હાઉસો
પણ આવેલા છે.તો ગબ્બર જવા સાધનો ની સારી સગવડ
મળી રહેશે.ગબ્બર ઉપર જે ના ચઢી શકે તેના માટે ઉડન ખટોલા (રોપ વે) ની પણ સુવિધા છે.
        અહીં જોવા લાયક સ્થળો માં ગબ્બર મંદિર, અને તેની નજીક માં સનસેટ પોઈન્ટ છે. જ્યાં થી સુર્યોદય અને 
સુર્યાસ્ત નો નજારો જોવા જેવો હોય છે.આ સિવાય પર્વત
ની ગુફા માતાજીના ઝુલા છે. શ્રી ૫૧ શક્તિ પીઠ દર્શન પરિક્રમા માર્ગ,તો મેન મંદિર રે પ્રદર્શન શો, કુભેશ્વર મહાદેવ મંદિર, સોમેશ્વર મહાદેવ મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર,
પૌરાણિક શિવ મંદિર, તથા ખોડીયાર માતાજી મંદિર,
માંગલ્ય વન, કૈલાસ ટેકરી મહાદેવ મંદિર, કુંભારીયા જૈન દેરાસર, શ્રી કામાક્ષી મંદિર, માનસરોવર તથા અજય માતાજી મંદિર જે જોવાં અને દર્શનીય સ્થળો છે.
      આ હતી સંપૂર્ણ આરાસુરી અંબાજી માતાજી નો ઈતિહાસ વિશે ની વાતો જે અમુક દંતકથા તો અમુક લોકમાન્યતા વાળી વાર્તા ઓ છે.જેની સાથે માઈ ભક્તો ની ખુબ જ આસ્થા જોડાયેલી છે‌.મા‍ં દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ કરે....
                 
             ‌‌‌                   જય અંબે માં



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED