Shiv Panchayat Mandir Aasoda books and stories free download online pdf in Gujarati

શિવ પંચાયત મંદિર આસોડા

આજનો પ્રવાસ હરતાં ફરતાં
આસોડા નું શિવ પંચાયત મંદિર
તા. ૨૯/૧૦/૨૦૧૮
            ગાંધીનગર થી આસોડા અને દેવડા ગામ લગભગ ૪૦ કિલોમીટર દૂર છે. મુખ્ય રોડ પર થી ગામ માં જવા માટે અડધો કિલોમીટર અંતરે પાકાં રસ્તે જતાં ગામ ની ભાગોડે 
શ્રી જસમલનાથજી મહાદેવ મંદિર આવે છે.એજ શિવ પંચાયત મંદિર જેને રાષ્ટ્રીય સ્મારક (N-G-J-153) માં
સમાવેલ છે.સોલંકી રાજ્યઅમ દરમિયાન શિલ્પ તથા સ્થાપત્ય ના ઉત્તમ નમૂનાઓ ગુજરાતે મેળવ્યા છે.મંદિરોની બાબત માં એક આગવી શ્રેણી ઉભી કરનાર સોલંકી યુગને ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહિ.ભારત વર્ષ ના પુરાતન મંદિરો ની યાત્રા કરીએ તો સોલંકી યુગમાં બંધાયેલા ગુજરાતના મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ 
ખજુરાહો શ્રેણી, ભુવનેશ્વર શ્રેણી, ચાલુક્ય શ્રેણી તથા 
મધ્યભારતની માળવી અષ્ટભદ્રી શ્રેણી કરતાંય કેટલીક બાબતોમાં ચડીયાતી છે.
           ગુજરાત ના મંદિરો ની સ્તંભાવલીઓ તોરણો અને ગવાક્ષો તથા દ્વારસાખો જે સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવ્યા છે.તે વિશિષ્ટ પ્રકારના છે.ભારત વર્ષ માં ખારા પથ્થરમા ઝીણામાં ઝીણી નકશીકરવામા હંમેશા ગુજરાત આગવું સ્થાન ધરાવે છે.આ બધું ગુજરાત ના
સોલંકી રાજવીઓએ ગુજરાત ને શિલ્પ સ્થાપત્ય ના ઉત્તમ નમૂનાઓ થી અલંકૃત કરવાને કારણે બન્યું છે.
            રાજા સિદ્ધરાજ જયસિંહજી જેઓએ ગુજરાત ના વિર વિક્રમ સમા ગણવામાં આવે છે.તેઓએ ગુજરાત ને શિલ્પ ધનથી અલંકૃત કરવામાં હરેક પ્રયાસ કર્યો હતા.એક વખત રાજા સિદ્ધરાજ જયસિંહજી ને વહેલી સવારે નિંદર માં હતાં ત્યારે તેઓને ભાસ થયો કે પાટણ શહેર ની પૂર્વ દિશા માં ૨૮ માઈલ દૂર આવેલા હાલના સોખડા ગામ નજીક સ્થળે એક ભવ્ય શિવ પંચાયત મંદિર
બાંધવાની દેવી આજ્ઞા થઈ‌. રાજા સિદ્ધરાજ જયસિંહજી
તે વળતે દિવસે રાજ્ય ના શિલ્પીઓ અને સ્થપતિઓને
પોતાને ભાસ થયેલા સ્થળે જઈને મંદિર બાંધવાનો આદેશ આપ્યો.સ્થળની ગણત્રીમાં ભૂલ થવાથી સોખડા ને બદલે 
આસોડા ગામ માં મંદિર નો પાયાઓ નંખાયા. વખત જતાં 
મંદિર પુરૂં થવા આવ્યું.ત્યારે રાજા સિદ્ધરાજ જયસિંહજી ને સ્થળ ફેર લાગ્યું.પણ પછી આસોડા નું મંદિર જ સંપૂર્ણ કરવામાં આવ્યું.બાજુના સોખડા ગામે એક શિવ મંદિર બંધાવ્યું.
         સોલંકી યુગ દરમિયાન માળવા સાથે પરદેશી વિધર્મી આક્રમણકારો સાથે અને દક્ષિણ ના કેટલાક રાજ્યોમા સાથે ગુજરાત ને લડવું પડતું રાજા સિદ્ધરાજ જયસિંહજી એ દુર દેશી વાપરી ને ગુજરાત ને લશ્કરી બાબતમાં તેમજ અનાજની બાબતમાં સ્વાવલંબી બનાવવા ના હરેક પ્રયત્નો કર્યા.એ સમયે ગુજરાત ને સરહદ ની રક્ષા માટે લાખો ખર્ચીને ઉત્તમ ઘોડાઓ આયાત કરવા પડતાં.આ બાબત
માં સ્વાલંબી બનવા માટે આબું થી ઉત્તરે આવેલા મારવાડના
ઘાસિયા મૂલક માં વસતી ઘોડાઉછેર માટે સુપ્રસિધ્ધ થયેલ
દેવડા ચૌહાણ રાજપૂત જાતીના એક શાખાને પાટણ ની 
પૂર્વ દિશામાં ચૌદ ગાઉં દૂર આવેલ સ્થળ જ્યાં ઘાસના
બીડો આવેલા હતાં.ત્યાં વસાવવા માં આપી કહેવાય છે કે
આ સ્થળે દેવડા ચૌહાણ આવી ને વસ્યા તે પહેલાં
'આશાપુરી' નામે કોઈ જુના નગરના ખંડિયેરો હતા.હાલ
માં આસોડા ગામ નજીક ના ટેકરા માંથી સોલંકી યુગના
પહેલા ની વિશાળકાય ઈંટો મળી આવે છે.
          આસોડા ના શિવાલય વિશે એક બીજી લોકવાયકા એવી છે કે આ મંદિર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહજી એ બર્બરક (બાબરા ભૂત) પાસે એક જ રાતમાં પૂરૂં કરાવ્યું હતું.તદઉપરાત પાટણ થી આ શિવ મંદિરના સભામંડપ સુધી એક ભોંયરું પણ બનાવડાવ્યું હતું મંદિર ના પોઠીયા ની જમણી બાજુએ એક કાળો પથ્થર છે.તેની નીચે એક મોટું ભોંયરું આવેલું છે.લોકોકિત
પ્રમાણે આ ભોંયરા વાટે રાજા રોજ ઘોડા ઉપર બેસીને પાટણથી આસોડા શિવ મંદિર ના દર્શન કરવા આવતા હતા.આશરે ત્રીસેક વર્ષ પહેલાં નામદાર ગાયકવાડ સરકારે આ મંદિર ની મરામત કરી ત્યારે સભા મંડપ ના પોઠીયા ની 
જમણી બાજુએ આવેલા કાળો પથ્થર ઉખેડતા ભોંયરામાં થી હજારો ભમરા નીકળી આવ્યા! તાબડતોડ એ પથ્થર ને પાછો બેસાડી દેવામાં આવ્યો. રાજા સિદ્ધરાજ જયસિંહજી એ આ મંદિર બંધાવ્યું એ સાબિતી રૂપે સભામંડપ ના શિલ્પ માં રાજા સિદ્ધરાજ જયસિંહજી ની મુખાકૃતિ સુંદર રીતે કોતરવામાં આવી છે.જે હાલમાં મોજુદ છે.આવી બીજી મુખાકૃતિ સંડેરી માતાજી ના જુના મંદિર ના સભામંડપ માં પણ છે.મંદિરના આગળ ના પગથીયા માં એક શિલાલેખ છે.જેમા રાજા સિદ્ધરાજ જયસિંહજી નું નામ સ્પષ્ટ વાંચી શકાતું હતું.પણ અત્યારે વાંચી શકાતું નથી.
            આશરે સો ફુટ ની લંબાઈ અને પંચોતેર ફુટ ની પહોળાઈ વાળા છે ફુટ ઉંચા ઓટલા ઉપર શિવ પંચાયત મંદિર આવેલું છે.મુખ્ય મંદિર વચમાં અને ઓટલાને ચારે ખૂણે ચાર મંદિર બાંધવામાં આવ્યા છે.ગાયકવાડ સરકાર દ્વારા કરવેલ મરામત દેખાય આવે છે.ઓટલા પર ચઢતા બે તોરણો નજરે પડે છે.જે ખુબ જ સુંદર કલાત્મક છે.ઓટલા પર કાર્તિક સ્વામીજી અને ગણેશજી ના મંદિર ઓ આવેલાં છે.વચ્ચે આસોડા અસમલનાથજી મહાદેવ મંદિર ના વિશાળ ભવ્ય મંદિર છે.જેમા કલાત્મક સભામંડપ માં દાખલ થતાં.સભામંડપ ના ઘુમ્મટ ની અંદર ના ભાગની કોતરણી ખુબજ સુંદર છે.ગર્ભ ગૃહમા નજર નાખતા મહાદેવજીનું ભવ્ય વિશાળકાય શિવલિંગ નજરે પડે છે.કહેવાય છે કે આ શિવલિંગ સોમનાથ ના જુના શિવલિંગ ને મળતું આવે છે. આ શિવલિંગ ખુબ જ ભવ્ય છે.ઓટલા પર પાંચ મંદિર ના સમૂહ ખુબ જ ભવ્ય લાગે છે.
         અહીં મંદિર ના પ્રાંગણ એક ખૂણામાં મંદિર અર્ધ ભગ્ન છે.અને બાકીના બીજા તદ્દન સારી હાલતમાં છે.જુના વખતની તુટેલી મૂર્તિઓ પડી છે.તેમજ તોરણ ના ઉપરના ભાગના અવશેષો પણ પડ્યા છે.અહી એક કુબેરજી ની પોલી મૂર્તિ નીચેના જુના શિલાલેખ માં એમ લખાયેલું હતું કે  "માથું વાઢે તે માલ ખાય"  કોઈ ભાઈ એ 
કુબેરજી નું માથું જુદું પાડ્યું તેને મૂર્તિના પેટાળમાં સંઘરવા માં આવેલ હજારો સોનામહોરો મળી હાલ પણ મૂર્તિ તૂટેલી હાલતમાં છે.
          મંદિર ની થોડે દૂર રસ્તા પર જતા વાડીનાથ નામે ઓળખાતુ કુબેરજી નું મંદિર આવેલું છે.જેમા કુબેરજી ની દુર્લભ ભવ્ય મૂર્તિ છે.જે મનુષ્ય કદની આવી મોટી કુબેરજી ની મૂર્તિ ભારતવર્ષમા ભાગ્યે જ જોવા મળે છે.
આ ભવ્ય મૂર્તિ ની બાજુમાં વિષ્ણુ ભગવાન તથા નાગદેવની એમ બે મૂર્તિઓ પડી છે.
             શિલ્પ શાસ્ત્ર અનુસાર યક્ષાદિ જાતિના મંદિરો
બાંધતા પહેલા કુબેરજી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
એ હિસાબે આસોડા શિવ પંચાયત નું મંદિર બાંધતા પહેલા
કુબેરજી ની મૂર્તિ નું સ્થાપન કરીને તે જગ્યાએ એક
નાનું કુબેરજી નું મંદિર બાંધવામાં આવ્યું હશે.કુબેરજી
નું મંદિર તુટી ગયું પણ કુબેરજી ની મૂર્તિ કાળ સામે લળતી
મોજુદ છે.
            અલાઉદ્દીન ખૂનીનો સેનાપતિ ઉલુઘખાન આ મંદિર તોડવા આવ્યો હતો.ત્યારે અહીં ના દેવડાના હજારો 
દેવડા ચૌહાણ રાજપૂતો એ લશ્કર નો સામનો કર્યો હતો.અને શિવ મંદિર નું રક્ષણ કર્યું હતું.અને મંદિર ને વિધર્મી આક્રમણકારો થી તુટતા બચાવ્યું હતું.વંદન છે.પછી દેવડા ચૌહાણ પેઢી દર પેઢી આ મંદિર ની રક્ષતા આવ્યા.બસોએક
વર્ષ પહેલાં આ ગામ ના દેવડા ચૌહાણ રાજપૂતો મોટાં
ભાગે ગામ છોડી ને ચાલ્યા ગયા છે.શું કારણે એ ખ્યાલ નથી. હવે તો દેવડા ચૌહાણોની યાદ આપતું દેવડા ગામ
તથા આસોડા નું શિવ પંચાયત મંદિર ઉભું છે.આ મંદિર ની ઈમારત રક્ષીત ઈમારત તરીકે જાહેર કરવામાં આવી છે.
પણ જો થોડું સમારકામ કરીને તોરણો ના થાંભલા ઓ
જે સારી સ્થિતિમાં ઉભા છે.તેમની બાજુ માં પડેલા પાટ
વગેરે સરખી રીતે ગોઠવવામાં આવે તો ગુજરાત ના તોરણો માં બે નવાં નાજુક કલાત્મક તોરણો નો ઉમેરો થાય.
       આવા શૂરવિર રાજપુતો ને જેઓએ પોતાના પ્રાણ ની આહૂતિ મંદિર બચાવવા માટે આપી.પોતાનો ક્ષત્રિય ધર્મ બજાવ્યો કોટી કોટી વંદન એવા રાજપુતોને આભાર....

                                અર્પણ
              શુરવિર દેવડા ચૌહાણ રાજપૂતો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED