Rasiyo valam ane kumari amar premkatha books and stories free download online pdf in Gujarati

રસિયો વાલમ અને કુમારી અમર પ્રેમકથા

             જગતમાં પ્રેમ કથાઓ તો ઘણી છે.પણ આ કથા ની ઘણા ઓછાં લોકો નેં ખ્યાલ હશે. પ્રેમ કથાઓ તો ઘણી થઈ પણ આ અલગ છે.જેમા રસિયો વાલમ પોતાની પ્રિયતમા કુમારી કન્યા ને મેળવવા માં એક રાતમાં રાજેસ્થાન ના આબુ પર્વત પર પોતાના નખથી સરોવર તળાવ બનાવવાની શરત મંજૂર કરે છે. પણ તેમાં તે સફળ નથી થતો.અને એક પવિત્ર પ્રેમકથા નો કરુણ અંજામ આવે છે.
         એક રાજકુમારી અને એક શિલ્પકાર ના પવિત્ર પ્રેમની
આ દંતકથા સંકળાયેલી છે. જે આબુના સુપ્રસિદ્ધ દેલવાડાના જૈન દેરા પાછળ આવેલા રસિયા વાલમ
અને કુમારી કન્યા ની  દેરીઓ આવેલી છે.
            આ લોકકથા - પ્રેમકથા ને ઘણાં વર્ષો વિતી ગયા છે.તમે રાજેસ્થાન ના આબુ હિલ્સ સ્ટેશન જશો તો આબુ
ના પ્રકૃતિ પ્રદેશ માં  પગ મુકતા જ રસિયા વાલમ નું નામ સાંભળી ને તેની  પ્રેમકથા સાંભળવા ની ઉત્સુકતા વધારે 
થશે.
         કથા આ પ્રમાણે છે કે એક વખત આબુ ના રાજવી રાજા ની પુત્રી કુમારી પોતાની સખીઓ સાથે આબુમાં આવેલા અધ્ધર દેવી પર્વત પર જ અર્બુદા દેવી ના મંદિરે
દર્શન કરવા જઈ રહી હતી.ત્યારે કુમારી ગીત ગાતાં ગાતાં જતી હતી. તે વખતે પહાડના એક શિખર પર રસિયો 
વાલમ બેઠો હતો.એની નજર કુમારી ઉપર પડી અને એ 
મનો મન બોલી ઉઠ્યો. અરે  વાહ આતો આબુ રાજની પુુત્રી શો મિઠો અવાજ ! જાણે કોયલ બોલે તેેજ વખતે રસિયા એ પોતાની વાંસળી વગાડી  કુુુમારી વાંસળીના અવાજ
ની દિશા માં જોયું તો શિખર ઉપર બેઠા બેઠા રસિયો 
વાંસળી વગાડી રહ્યો હતો. કુમારી  ‌‌‌‌તે શિખર પર જઈને 
રસિયા વાલમ ની સામે ઉભી રહી પણ રસિયો તો પોતાની
વાંસળી ની ધુનમાં જ મગ્ન હતો.તેને કુમારી ને જોઈને વાંસળી વગાડવાની બંધ કરી. ત્યારે કુુમારી પુછ્યું કે તું
અહીં શું કરે છે.તો તે  બોલ્યો કે તમે જે માટે આવ્યા છો.
તે માટે રાજકુમારી ની સહેેલી વચ્ચે બોલી  તું કોની સાથે બોલે છે ‌‌‌‌‌‌તેનું ભાન છે.હા હું ભાનમાં જ બોલું છું.હું તો એક
નાનો એવો કારીગર આવડે એવું બોલુું છું.રાજકુમારી એ 
તેનું નામ પુછ્યું તે બોલ્યો મારું નામ રસિયો વાલમ છે.
માં બાપ નથી નાનપણમાં જ પરલોક પહોંચી ગયા હતા.
ભરથરી ગુફા માં ગુુુરુ મહારાજે મને ઉછેર્યો છે. અને આ વાંસળી વગાડતા સીખવી છે. કુમારી એ કિધુુંં કે મને તું
વાંસળી વગાડતા સિખવાડીસ તો તે બોલ્યો હા કેમ નઈ.પણ તમારે રોજ  અહીં આવવું પડેશે. હું રોજ અહીં
મળીશ તારા ગુરુજીએ તને  બિજુ કાંઈ શિખવાડ્યું છે.
કેતો રસિયો બોલ્યો થોડું ઘણું મંત્ર તંત્ર જાદુઈ વિદ્યા 
શિખ્યો છું.
             આવતી કાલે મળીશું તે બોલી રાજકુમારી મંદિરે
દર્શન કરીને રથમાં બેસી ને જતી રહી. રસિયો તો હજુ તે રથ ને નિહાળી રહ્યો હતો.આજે એનું મન કામ માં લાગતું નહોતું.તે એક સારો શિલ્પકાર હતો પણ આજે એનું
હયું એનું રહ્યું નહોતું એ પરાયું બન્યું હતું.અરે એતો રાધા
રાણી નો કાન્હો એ  વાંસળી વગાડતો ને રાધા ને ઘેલી કરતો.
તેને કાન્હા સાથે જરુર  સરખાવાય એ વાંસળી વાળો અને આયે વાંસળી વાળો.
          પછી તો અર્બુદા દેવી મંદિર બંને માટે મધુરમિલન
નું અલબેલુ સ્થાન  બની ગયું. કામણગારા કાનુડાની માફક
રસિયો બંસી છેડેને ગોરી ગોવાલણ રાધાની માફક રાજકુમારી ઘેલી બની. આમને આમ ગણો સમય તેઓ પર્વતીય ટેકરીઓ પર રોજે રોજ મળતા પણ હવે રાજકુમારી ને એક મુંજવણ સતાવવા લાગી  કે આ વાત 
ની મારી માતાને આપણા મિલન ની જાણ થઈ ગઈ છે.
એમને તો એમની રાજકુમારી માટે કોઈ મોટા રાજ્ય નો
રાજકુમાર જ શોધવો છે.
           તેવું  કહેતા રાજકુમારી રડી પડી અને તેેેને કહ્યું કે
પરમ દિવસે પુનમની રાત છે‌. હું અહીં તારી રાહ જોઈશ
તું આવી પહોંચજે રાત્રે ના સમયે આપણે આબુ ને છેલ્લા
પ્રણામ કરી વિદાય લઈશું ? 
           અને પુનમની રાતે બંને મંદિર ની ટેકરી એ મળ્યા અને રાજકુમારી બોલી ચાલ આપડે જઈએ પણ રસિયો તો રાજકુમારી કહેવા લાગ્યો આ રાતને આપડે એક મેકની સાથે વાતો કરીએ  ફરી આવો મોકો ક્યાં મળવાનો છે.આ 
ટેકરીઓ આ જગ્યા મને છોડવી ગમતી નથી.કારણ કે જીવનના અનેક સમણાં મેં અહીં ઘડ્યા છે. મન મોહી પડી !
         બંને આનંદ માં વાતો કરતા હતા.ત્યાતો ઘોડા નો અવાજ સંભળાયો.બંને ભયભીત બન્યા.રાજકુમારીએ કહ્યું રસિયા હવે તો આવી બન્યું જોયું વિલંબ કરવાનું પરિણામ?
         ત્યાંતો સૈનિકો આવી પહોંચ્યા રસિયા ને બંદિવાન બનાવ્યો.રાજકુમારી ને રાજ આજ્ઞા સંભાળવવામાં આવી.
રાજકુમારી એ ઘણો વિરોધ કર્યો પણ સેનાપતિ એકનો બે ન થયો.મહારાજા આબુરાજ અને રાજરાણી ને એક કારીગર સાથે રાજકુમારી પરણે એ જરાય પસંદ નહોતુ.પણ રાજકુમારી એ કહીં દિધું કે જો મને તેના જોડે નહીં પરણાવોતો હું આત્મહત્યા કરીશ.રાજા રાણી મુંઝાયા
તેઓ ઘણો વિચાર કરીને એક યુક્તિ સૂઝી રાજા એ રસિયા ને બોલાવી ને એક અશક્ય શરત રાખી કે તું મોટો શિલ્પકાર
છે.તો આબુ પર સડક (રસ્તો)અને એક વિશાળ તળાવ બાંધવાનું કામ કરી બતાવ એપણ એક રાત્રીમાં રસિયો કુશળ કારીગર હતો.તેમજ થોડો ઘણો મંત્ર તંત્ર જાણતો હતો.એટલે તેને કામનું બીડું ઝડપ્યું‌. રાજા મનમાં ખુશ થયા કે ચાલો તેનાથી આ કામ નહીં થાય અને કાંટો દૂર થઈ જશે. રાજા બોલ્યા સંધ્યા સમયથી કામનો આરંભ કરી બીજા દિવસનું ‌ પ્રભાત થાય ને કુકડો બોલે તે પહેલાં માત્ર એક જ રાતમાં તારે આબું પહાડ પર લોકો માટે રસ્તો અને તળાવ
બનાવવાનું છે.જો આ શરત પૂર્ણ થશે તો હું તને રાજકુમારી જોડે પરણાવીશ.
             રસિયો વાલમ ખુશ થઈ નેં બોલ્યો મારી માટે એક
રાતનો તો હિસાબ જ નથી.ને રસિયો ખડખડાટ હસતો રવાના થયો.બિજા દિવસે ગુરૂજી નું ધ્યાન ધર્યું ભુતનાથ ને 
યાદ કર્યા ને ભુતાવળ નાચી ઊઠી.એણે એ ભુતાવળ ને એક સડક અને તળાવ બાંધવાની સુચના આપી દીધી.સવાર સુધી તે બની જાય તેવી સુચના આપી.કામ જોરશોરથી ચાલું કર્યું.કામ જોઈને એવું લાગતું હતું કે હમણાં જ પુરું થઈ જશે.ભુતાવળના સાથસહકાર અને રસિયા ના ચમત્કારી નખ જેના થી તળાવ ખોદાયુ.એટલે તેને નખી તળાવ ( નખ્ખી ઝીલ) કહેવાય છે.જે અત્યારે સુંદર રમણીય સ્થળ બની ગયું છે.
            રાણી ને લાગ્યું કે કદાચ રસિયો મંત્ર તંત્ર ના જોરે ફાવી જશે એટલે એણે પ્રભાત થતાં પહેલાં જ કુકડો બોલાવ્યો ને ભુતાવળે કામ બંધ કર્યું. તળાવ અધુરું રહ્યું અને ભુતાવળ અદ્રશ્ય થઈ ગઈ.
            રસિયો ધુવાપુવા થઈ ગયો. આ શું હજુ તો રાત
ઘણી બાકી છે. કુકડો બોલ્યાં નો અવાજ ક્યાંથી નક્કી રાણી ની કોઈ ચાલબાજી છે.તેનું હૈયું ભાંગી પડ્યું હવે જોતા જોતાંમા  સવાર થશે.નસીબનો ચકરાવો અગમ્ય છે.તે પર્વત પર અર્બુદા દેવી ના મંદિરે આવી નિરાશ થઈ નેં બેઠો હવે તે દિવાનો બની ગયો હતો. કઈજ ગમતું નો હતું.હવે આ દુનિયા છોડવાની તેને ઈચ્છા થઈ ગઈ.પણ તેને
સવાર થવાની રાહ જોઈ.એટલા માં રાણી અને રાજકુમારી
રથમાં બેસીને આવતા જોયા તેના હૈયામાં પારાવાર વૈદના થઈ જેવા તેઓ રથમાંથી ઉતર્યા. તેવો જ એના મનમાં વિચાર આવ્યો.એણે ભુતનાથ ને યાદ કરી ને કહ્યું.
             આ બંને માં દિકરી ને પથ્થરનાં પૂતળા બનાવી દો એ કહેતાં તો બંને સાચેજ પથ્થર ના પૂતળા બની ગયાં. રસિયો વાલમ ખડખડાટ હસવા લાગ્યો.હવે વેર લિધું પણ
તેણે પછી સ્વસ્થ થતાં બોલી પડ્યો. આ મેં શું કર્યું મેં મારી
પ્રિયતમા રાજકુમારી ને પણ પથ્થર ની બનાવી દિધી હવે શું.
આશુનો અભિષેક કરું પણ તેથી શું ?
            હવે તો મારે પણ જીવીને શું કરવું એવું વિચારીને તે
બોલ્યો પણ પાપી પુતળા અહીં શું કામનાં એમ નું નામ નિશાન મિટાવી દઉં ભાંગીને ભુક્કો કરી નાખું.તેણે પુતળા તોડી ને રાજકુમારી ને પોકારી ને બોલ્યો તું ઉભીરેજે હું
આવું છું.એમ કહી ને તેણે પોતાની પાસે રહેલા ઝેરનો કટોરો પી પોતાના જીવનનો અંત આણ્યો.
             આજે પણ તમે રાજસ્થાનના આબુ પર્વત પર જશો તો ત્યાં ના લોક મુખેથી આ અમર પ્રેમ કથા સાંભળવા મળશે.જે દેલવાડાના દેહરાના પાછળના ભાગમાં રસિયા વાલમ અને કુમારી કન્યા (રાજકુમારી)ની પથ્થર ની મૂર્તિઓ
આવેલી છે. અત્યારે હાલમાં તો નાના એવા મંદિરો સામ સામે બનાવ્યાં છે.થોડેક દૂર રાણી ની પથ્થર ની મૂર્તિ છે.જેને લોકો ત્યાંની માન્યતા પ્રમાણે પથ્થર મારે છે.જે મૂર્તિ દેખાતી નથી. પથ્થરો નો ઢગલો થઈ ગયો છે.આમ આ મૂર્તિ ઓ
જોઈ ને આ કરુણ લોકકથા કહેતી ઊભેલી જોઈ શકાય.
તમે પણ કોઈક વાર આબુંની મુલાકાત વખતે આ અમર પ્રેમીઓ ના મંદિર જોવા જજો.આભાર
    
                                 અર્પણ
                      મારી અજાણી પ્રેમીકાને

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED