મામા નું ઘર કેટલે vishnusinh chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

મામા નું ઘર કેટલે

      મામા નું ઘર કેટલે તો
             દિવો બળે એટલે...
        
            આપડે બધા નાના હતા ત્યારે જેવી પરીક્ષાઓ પુુુરી
    થઈ  જાય. અને ઉનાળુ વેકેશન પડે એટલે આપણે સૌથી
પહેલાં આપણે ને મામા નું ઘર સાંભળે. આપડી સાથે સાથે
આપડી બા (મમ્મી)  ને  પણ પોતાનું પીયર વતન જ્યાં તેઓએ  પોતાની સરખીસહેલીઓ સાથે મજાનું બાળપણથી માંડીને જુવાની ગુજારી હોય.તે યાદ આવે એટલે બા પણ બધી તૈયારીઓ આગલાં દિવસે કરી લે.મામા ના ઘેર જવાની લાહ્યમાં તો આખી રાત ઉંઘ ના આવે અને 
વિચારો આવ્યા કરે કે કાલે તો એ મામા ના ઘરે જઈશું.એ ખુબ જ મજા કરીશું એ મજા નું મામાનું ગામડું.
             ગામડું એટલે જાણે નંદનવન આપડા દેશનો પ્રાણ
ને ગામડાનો પ્રાણ એટલે ખેડૂત ગામડાં ની ધરતી સાથે જડાઈ ગયેલા ને જગતના તાત નું બિરૂદ પામેલા ખેડૂત ના દર્શન કરવા હોય તો ગામડાંમાં જ જાવું પડે.
           એ નાનું સરખું ગામ હોય જ્યાં મોટી એવી સુંદર ભાગોળ હોય ગામડાં ગામની અનમોલ સંપત્તિ એટલે પશુધન ગામના પશુઢોર ને ઉભા રહેવા માટે ની ભાગોળ પાસે ની જગ્યા ને ગામની દેશી ભાષામાં ગોંદરો કહેવાય.ગામડાં ની ભાગોળ એટલે જાણે નંદનવન અહીં વટેમાર્ગુ ઓનો વિસામો હોય.પાણી માટે કુવો કે નાની એવી સુંદર વાવ હોય.ભાગોળ વચ્ચે ઘટોટોપ વડલો હોય.આજ ભાગોળે એક ચોરો હોય ત્યાં ગામ ના બધા  વડીલો બેઠ્યા હોય.બાજુમા એક દેવાલય હોય અને બાજુમાં સુંદર કોતરણી વાળો ચબૂતરો હોય.અને ગામ ની બાજુમાંથી ખળખળ વહેતી નદી હોય. જે ગામ ની મહામૂલી સંપત્તિ ઘણાતી હોય.ઉનાળામાં તો આખું ગામ આ નદીકાંઠે હોય.કોઈ બાયો કપડાં ધોતી હોય.જેનો અવાજ દૂર થી જ સંભળાય કપડાં ધોકાવવાનો અવાજ કાને સંભળાય...ધૂબાક...ધૂબાક... અને નાના બાળકો અને જુવાનીયાઓ નદીમાં ધુુુબાકા મારતાં હોય.અને ઉનાળામાં તો મામા ના ખેતરે એ આંબા પર ખાટીમીઠી કેરીઓ ઝૂલતી હોય.એ કેરીઓ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
          આપડે જ્યારે મામા ના ઘરે પહોંચીએ એટલે ભાગોળે જ મામા સામે લેવાં ઉભા હોય.તેઓ આપણે જોઈને ખુશ થઈ જાય.સાથે બિજા લોકો પણ પૂછે ભાણાભાઈ કેટલા દિવસ રહેવાનું પાછાં તોફાન ના કરતા પણ મામાનું સાંભળે કોણ આપડને તો અહીં ખુલ્લી આઝાદી મળી ગઈ હોય.એમાય મામાનો છોકરો પણ આપડા જેવો જ હોય એપણ આપડી રાહ જોઈ રહ્યો હોય.તેને પણ આપડા શહેર ની નવી નવી વાતો જાણવી હોય.
           નાનપણથી જ આપણે સૌથી વધુ જો મામા ના ઘરે કોઈ વધારે લાડ લડાવતું હોય તો તે આપડા મામી આપણે જ્યાં સુધી રહીએ.ત્યાં સુધી ભાણાભાઈ આજે શું ખાવું છે.ભાણાભાઈ માટે આ બનાવવું તે બનાવવું વગેરે...તેમનો જે મહેમાનગતીનો આદરસત્કાર તો આજે મોટા થઈ ગયા તોય એવોને એવોજ છે.ખુબ યાદ આવે એ દિવસો ભલે તેઓની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય પણ તેઓ
આર્થિક સંકડામણ અનુભવતા હોવાં છતાંય દિલાવર 
મામા ખુબ જ યાદ આવે છે.મામા-મામી નું ભોળપણ, માયાળું, પ્રેમાળ અને અતિથિપરાયણ હોય વહેંચીને ખાવા માં તેઓ માને કોઈ ને છેતરવાની તો વાત જ નહીં.
            પહેલાં તો ટીવી કે મનોરંજન નહીં એટલે મામાના ઘરે કાંતો ખેતરે જતા કાંતો નદીએ ન્હાવા જતા.કે પછી ગામની ભાગોળે આવેલા વડલા નીચે ગીલ્લીડંડો, આંબલી પીપળી,લખોટીઓ,ભમેળાં જેવી બાળરમતો રમતા એનો અનેરો આનંદ હતો.સાંજે જ્યારે ઘરે આવીએ એટલે મામી હેતથી જમાડે જમીને ખાટલે કોઈ ભાભા કે બાપા એ અલમલક ની લોકવાયકા ની વાતો માંડે. ગામડાં નું એજ મનોરંજન અને પછી નીરાંતે ઉંઘતા અને ગામડાંના સાદાં જીવન ની મજા માણતા જે મજા કંઈક ઔર છે.
           આજે પણ મને એ મામાનું ઘર યાદ આવે છે.એ ગામડાં માં રહેનારાઓ નું જીવન સરળ અને નિખાલસ સાદાઈ એમનાં જીવનમાં વણાઈ ગયેલી છે.મિલનસાર
સ્વભાવ અને ભોળપણથી એ સહુ કોઈ ને આકર્ષે એનાં 
હોંઠ અને હૈયાને વેરભાવ ન હોય ચોંખ્ખી હવા, તાજુ દૂધ,
તાજાં શાકભાજી અને જાતમહેનત થી ઉગાડેલું ધાન્ય એનામાં સ્ફુર્તિ લાવે.ખડતલ શરીર અને અખૂટ આત્મશ્રદ્ધા ભાવની અને ભાષાંની મીઠાશ તો ગામડાંમાં જ જોવા મળે.
ગામડાં માં આંગણે આવ્યો ભૂખ્યો ન જાય એવી એની 
અતિથિભાવના એવા તો જીવદયા પ્રેમી પોતે ખાય અને 
બીજા ને પણ ખવડાવવાની ટેવ એમની ગળથૂથી માથી જ હોય.આ બધું અત્યારે તો ઘણું યાદ આવે છે.એ મામાનું ગોકુળીયુ ગામ અને એ ત્યાંના ભોળા માણસો.
           આજે તો બદલાતા કાળમાં ગામડામાં પણ પરિવર્તન આવ્યું છે.આજનું ગામડું પહેલાં જેવું નથી રહ્યું.
આજે તો તેઓ પણ શહેરમાં આવી ગયા છે.અને શહેર વાળા ને ગામડાની ઝંખના રહે છે.ઘોંઘાટમય અને દોડધામ ભર્યા જીવનથી કંટાળેલો શાંતિભૂખ્યો માણસ ગામડાં નું 
એકાંત ઝંખે છે.
           ભૂતકાળ નું આવું ગોકુળીયુ મામાનું ગામડું આજે તો અદ્રશ્ય થઈ ગયું છે.આજના શહેરી જીવન થી કંટાળેલો માનસ ગામડું યાદ કરીને રડી રહ્યો છે.જેવી રીતે ત્રીસ વર્ષ પહેલાં એ મામાના ગામડે થી વેકેશન પુરુ થવાની તૈયારી હોય અને ઘરે જવાનું હોય ત્યારે મન એકદમ ઉદાસ થઈ જતું અને હું રળી પડતો કે મારે તો અહીં જ રહેવું છે.અને પછી મામી મને સમજાવતા કે ભાણાભાઈ તમે આવું કરશો તો હું તમારી જોડે નહીં બોલું એટલે હું માની જતો.અને મારાં ઘરે જવા માટે બા સાથે બસમાં બેસીને રડતાં રડતાં આવતા વર્ષે ના વાયદો કરી ને આવજો કહીને બસમાંથી હાથ હલાવી ને આવજો કહેતો હતો.આજે તો નથી એ મામા કે નથી માં સમાન મામી કે જેવો મને ભાણાભાઈ કહીને લાડ લડાવે ગામડું એજ છે પણ હવે મને ત્યાં જવું નથી ગમતું.મને એ ગામડું અને એ ઘટાટોપ વડલા વાળી ભાગોળ અને મારા માયાળું મામાનું ઘર બહું યાદ આવે છે.મિત્રો જો તમારે તમારા મામા ગામડે રહેતા હોય તો તેઓની એક મુલાકાત લેવાનું ચૂકશો નહીં.તમે અને તમારા બાળકોને મામાનું એ ગામડું બતાવવા લઈ જજો વેકેશન નજીક આવી રહ્યું છે.આભાર       
             
                 અમારા ગામડાં માં કો'ક દી '
                     ભૂલો  પડ્ય  ભગવાન
            તું  થા  અમારો   મહેમાન
                   તને  સરગ   ભુલાવું    શામળા ...

                             - : અર્પણ : -
                        મારાં મામા - મામી ને