જી.પી.એસ. - ગ્લોબલ પોઝીશન સીસ્ટમ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

જી.પી.એસ. - ગ્લોબલ પોઝીશન સીસ્ટમ

જી.પી.એસ. - ગ્લોબલ પોઝીશન સીસ્ટમ

કલ્પના કરો કે તમે કોઈ અજાણ્યા સ્થળે અત્યારે પહોંચી જાઓ તો તમે ક્યાં સ્થળે પહોંચી ગયા છો અને તમારું ઘર કેટલું દૂર છે ને કઈ દિશામાં છે તે જાણવું હોય તો તમે શું કરશો?

મારા આ પ્રશ્નના જવાબની જ આપણે આજે વિસ્તારથી વાત કરીશું. ખુબ પ્રાચીન કાળમાં લોકો રાત્રી આકાશનું અવલોકન કરતાં અને આકાશમાં રહેલાં તારાઓના સ્થાન જોઈ અને સ્થળ કે રસ્તો શોધતાં. કાળક્રમે નવી નવી શોધ થતી ગઈ અને વિજ્ઞાને પ્રગતિ કરી અને હોકાયંત્રની શોધ થઇ. આ હોકાયંત્રની મદદથી અજાણ્યા સ્થળે દિશા નક્કી કરવાનું કામ સરળ બન્યું. હોકાયંત્રની શોધથી આપણા પ્રશ્નનો જવાબ પૂર્ણ નથી થતો. હોકાયંત્ર ફક્ત દિશા બતાવે છે, સ્થળની સાચી ઓળખ નિર્ધારિત સ્થળ સુધીનું અંતર અને ત્યા સુધી પહોંચવા માટેના જરૂરી સમયનો ખ્યાલ નથી આવતો.

વિજ્ઞાનની ક્ષિતિજો અનંત સુધી વ્યાપેલી છે. દરેક ક્ષણે કોઈ ને કોઈ સ્થળે કંઇક ને કંઇક નવી શોધ થતી જ રહે છે અને આપણે જાણીએ જ છીએ કે,

“જરૂરિયાત એ શોધની જનની છે.”

દિશા જાણવા માટેના હોકાયંત્રનું આજના આધુનિક યુગમાં સ્થાન જીપીએસ એ લીધું છે. જી હા, બાલમિત્રો જીપીએસ. તમે વિચારતા હશો આ જીપીએસ વળી શું છે?

જીપીએસ એટલે જીઓગ્રાફિકલ પોઝીશનીંગ સીસ્ટમ જેને ગ્લોબલ પોઝીશન સીસ્ટમ પણ કહે છે. જે સંપૂર્ણ કૃત્રિમ ઉપગ્રહથી ચાલતી સીસ્ટમ છે. જીપીએસ એ જીએનએસએસ એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સીસ્ટમ થી ચાલતી પ્રણાલી છે. જેને યુનાઇટેડ સ્ટેટ્સના સંરક્ષણ મંત્રાલયે વિકસાવી છે અને યુનાઇટેડસ્ટેટ્સ હવાઈદળની પચાસમી અવકાશ પાંખ તેનું સંચાલન કરે છે. જે વિશ્વની એકમાત્ર સંપૂર્ણપણે કાર્યાન્વિત જીએનએસએસ છે જેનો મફતમાં ઉપયોગ થઇ શકે છે. લોકો મોટે ભાગે માર્ગનિર્દેશનના હેતુ માટે તેનો ઉપયોગ કરે છે. ચોક્કસ ઉપગ્રહોનો સમૂહ હોય છે જે આ કામગીરી કરે છે જે ચોક્કસ માઇક્રોવેવ સીગ્નાલોનું પ્રસારણ કરે છે. આ સંકેતોની મદદથી જીપીએસ રિસિવરો એટલે એવા સાધનો જે આ માઈક્રોવેવ સિગ્નલને રીસીવ કરે છે, આ સિસ્ટમનું સત્તાવાર નામ નેવસ્ટાર જીપીએસ છે.

૧૯૯૩માં સંપૂર્ણપણે કાર્યાન્વિત થયું ત્યારથી જીપીએસ વિશ્વભરમાં વ્યાપકપણે માર્ગનિર્દેશનની મદદ માટે વપરાય છે. આ ઉપરાંત જીપીએસનો ઉપયોગ નકશા બનાવવા, જમીનનું સર્વે કે માપન કરવા વ્યાપાર અને માર્ગનિર્દેશન માટે થાય છે. ધરતીકંપના વૈજ્ઞાનિક અભ્યાસો માટે પણ જીપીએસ ઉપયોગી છે. ભૂકંપમાં તિરાડોની ગતિને સીધે સીધી માપીને ભૂસ્તરશાસ્ત્ર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. આ ઉપરાંત જીપીએસની મદદથી વાતાવરણ, આયનોસ્ફિયર અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર સહિતના પૃથ્વીના પર્યાવરણ સંશોધન કરવા સક્ષમ બનાવ્યા છે. સંખ્યાબંધ દેશોમાં જે લોકો વાયરલેસ એટલે કે જે બિનતારી સંદેશાવ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે તે પણ જીપીએસ નું જ સંશાધન છે.

આકાશમાં રહેલાં તારાઓની દિશા જાણવી ત્યારબાદ હોકાયંત્ર અને હવે આ જીપીએસ. પણ આ જીપીએસનો વિચાર ઉદભવ્યો કેમ હશે?

  • ૧૯૬૦માં પ્રથમવાર યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળે વાપરેલું પ્રથમ ઉપગ્રહિય માર્ગનિર્દેશન એટલે કે જીપીએસ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત થઇ જેને વિકસાવવામાં સ્ટેનફર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર બ્રેડફોર્ડ પાર્કિન્સ નો મોટો ફાળો છે. આ પ્રોફેસરે આ સીસ્ટમ અમેરિકી હવાઈદળસાથે મળીને વિકસાવી હતી.
  • ૧૯૫૭માં સોવિયેત યુનિયને પ્રથમ સ્પુટનીક ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો. ડૉ. રીચાર્ડ વી. કર્શનરણી આગેવાની હેઠળની અમેરિકી વિજ્ઞાનીઓની ટુકડી સ્પુટનીક ઉપગ્રહની દેખરેખ રાખી રહી હતી જે ઉપગ્રહ જીપીએસ માટે પ્રેરણાસ્ત્રોત હતો.
  • ૧૯૬૭માં અમેરિકી નૌકાદળે ટાઈમેશન ઉપગ્રહ વિકસાવ્યો જે જીપીએસ ટેકનોલોજી પર નિર્ભર છે.
  • ૧૯૭૦માં પ્રથમ વિશ્વવ્યાપી રેડીયો માર્ગનિર્દેશન વ્યવસ્થા બની.
  • 1983માં માર્ગનિર્દેશન ક્ષતિઓને કારણે પ્રતિબંધિત હવાઈ અવકાશમાં ઘુસી ગયેલા નાગરિક વિમાન KAL007ને સોવિયેત યુનિયનએ તોડી પાડતાં ૨૬૯ લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને જાહેરાત કરી કે જીપીએસ તમામ નાગરીકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
  • ડીસેમ્બર ૧૯૯૩ સુધીમાં જીપીએસએ પ્રારંભિક કામગીરી ક્ષમતા હાસલ કરી.
  • ૧૯૯૬માં સામાન્ય લોકો માટે અને લશ્કરી ઉપયોગકર્તાઓ માટે જીપીએસનું મહત્વ ઓળખીને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બીલ ક્લીન્ટને જીપીએસ વહીવટી બોર્ડની સ્થાપના કરી.
  • ૧૯૯૮માં ઉપરાષ્ટ્રપ્રમુખ અલગોરે નાગરિક સુરક્ષાના સંબંધમાં સંવર્ધિત ઉપયોગકર્તા ચોક્સાઈ અને વિશ્વસનીયતા માટે જીપીએસને ઉંચી કક્ષાનું કરવાની યોજના ઘડી.
  • ૨૦૦૪માં, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે રાષ્ટ્રીય નીતિને અદ્યતન બનાવી અને વહીવટી બોર્ડની જગ્યાએ રાષ્ટ્રીય અવકાશ-સ્થિત સ્થળ-નિર્ધારણ, માર્ગ-નિર્દેશન અને સમય-નિર્ધારણ વહીવટી સમિતિ ને મુકી હતી.
  • નવેમ્બર, ૨૦૦૪માં મોબાઇલ ફોન માટે જીપીએસ ની જાહેરાત થઇ.
  • ૨૦૦૫માં, પ્રથમ આધૂનિક જીપીએસ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યો જેણે દરેક સેકન્ડે સિગ્નલ પ્રસારીત કરી માર્ગનિર્દેશન કરવાનું શરુ કર્યુ.
  • જીપીએસ રીસીવર પૃથ્વી ઉપર અવકાશમાં રહેલા જીપીએસ ઉપગ્રહો એ મોકલેલા સિગ્નલોના સચોટ સમય નિર્ધારણ દ્વારા પોતાની સ્થિતિની ગણતરી કરે છે. દરેક ઉપગ્રહ સતત તમામ જીપીએસ સંદેશ મોકલ્યાનો સમય, કક્ષાની માહિતીના સંદેશાનો પરિવહન સમય માપે છે અને દરેક ઉપગ્રહ વચ્ચેના અંતરની ગણતરી કરે છે. આ અંતરોને ઉપગ્રહના સ્થાન સાથે જોડીને રીસીવારના સ્થાનને નક્કી કરવા વપરાય છે. જીપીએસ રીસીવરમાં નકશાનાં નિદર્શનમાં અક્ષાંશ અને રેખાંશ સાથે સ્થાન દર્શાવાય છે. ઊંચાઈની માહિતી પણ સમાવી શકાય છે. જીપીએસ રિસિવરો દિશા અને ઝડપ જેવી માહિતી પણ દર્શાવે છે. ત્રણ ઉપગ્રહ સ્થાન નક્કી કરવા માટે પૂરતાં છે.

    ચોક્કસ સ્થળ નક્કી કરવાની ક્ષમતાને કારણે જીપીએસ રીસીવર સરવેના સાધન તરીકે કે માર્ગનિર્દેશનમાં મદદ કરે છે. સાપેક્ષ ગતિ નક્કી કરવાની ક્ષમતા ને કારણે રીસીવર સ્થાનિક ગતિ અને દિશાની ગણતરી કરી શકે છે જે જહાજોમાં અને પૃથ્વીના નિરીક્ષણમાં મદદરૂપ થાય છે.

    જીપીએસ રીસીવર એટલે એવા સાધનોજે આપણને માર્ગનિર્દેશન કરતાં હોય. એવા રિસિવરો ઘણા સ્વરૂપમાં મળે છે જેમકે કાર, મોબાઈલ ફોન, ઘડિયાળ વગેરે માં... આ રિસિવરોમાં આગળના ભાગે ડિસ્પ્લે હોય છે જે ઉપયોગકર્તાને સ્થાન અને ઝડપની માહિતી પૂરી પડે છે આ જીપીએસ 50 બીટ્સ પર સેકંડના દરે સતત માહિતી પ્રસારિત કરે છે. કોઈ ઘરના ધાબા ઉપર એન્ટેના ઉભું કરી તેમાં પણ જીપીએસ ચાલુ કરી શકાય છે.

    આ છે આધુનિક હોકાયંત્ર જે આપણને માત્ર દિશા જ નથી બતાવતું પરંતુ માર્ગ,ઝડપ અને સમયનો નિર્દેશ પણ કરે છે. હું હજુ પણ તમને રસ પડે તેવી સરળ ભાષામાં સમજાવું તો વિચારોકે તમે કોઈ કારમાં બેઠા છો ને ક્યાંક બહારગામ જઈ રહ્યા છો તમે રસ્તા પર દોડતી કારમાંથી બહાર નઝર કરો છો તો તમને કંઈ સમજ નથી પડતી કે તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો તો એમાં ગભરાવાની કે મુંજાવાની જરૂર નથી તમે તમારા મોબાઈલ કે કારમાં જીપીએસ ચાલુ કરો એટલે તમને એક નકશા જેવું દેખાશે અને તમારી કાર કયા રસ્તે જઈ રહી છે તે દેખાશે અને તમારી કાર જે રસ્તેથી પસાર થઇ રહી છે તે વિસ્તારનું નામ પણ આવશે. હવે માની લ્યો કે તમને જે જગ્યા એ પહોંચવું છે તે જગ્યા હજુ કેટલી દૂર છે અને હજુ પહોંચવામાં કેટલો સમય લાગશે તો એ પણ જીપીએસ તમને જણાવશે. જીપીએસના લોકેશનમાં તમને જે જગ્યા એ પહોંચવાનું હોય તે જગ્યાનું નામ એન્ટર કરો એટલે તમારી કાર કેટલી ઝડપથી જઈ રહી છે અને તમને તમારી નિર્ધારિત જગ્યાએ પહોંચતા કેટલો સમય હજુ લાગશે તે સેકંડ સહીત તમને જીપીએસ જણાવશે.

    જીપીએસનો ઉપયોગ ખુબ જ સરળતાથી કોઈ પણ સામાન્ય માણસ પણ કરી શકે છે. અરે, આ જીપીએસના ઉપાયોથી આપણે ક્યારેક તો મુસીબતો માંથી પણ બચી જઈએ છીએ. તમને સંભાળીને નવાઈ લાગીને? તો ચાલો આપણે એના ઉપયોગો વિસ્તારથી સમજીએ તો તમે પણ કણ પકડીને કબુલ કરશો કે આ જીપીએસ તો ભાઈ બહુ કમાલની વસ્તુ છે.

    જીપીએસનો અગાઉના સમયમાં લશ્કરી ક્ષેત્રે વધુ ઉપયોગ થતો જેમકે.....

  • જીપીએસની મદદથી સૈનિકો અંધારામાં કે અજાણ્યા વિસ્તારમાં વસ્તુઓ શોધી શકે છે.
  • લશ્કરી વિમાનો જે હવામાનથી જમીન પર પ્રહાર કરવા માટે વપરાય છે તે વિમાનો જીપીએસની મદદથી જમીન પર રહેલા પોતાના લક્ષ્યાંકોનો ચોક્કસ સ્થાન શોધી ત્યાં જ ચોકસ જગ્યા એ જ પ્રહાર કરે છે.
  • જો કોઈ વિમાન ખોટકાય તો જીપીએસની મદદથી તરતજ પાઈલટ સ્થાન નક્કી કરી શકે છે.
  • લશ્કરી ઉપયોગ માટે નકશા બનાવવા અને જાસુસી કરવા પણ જીપીએસ વપરાય છે.
  • જીપીએસના બીજા પણ અનેક ઉપયોગો છે જેમકે....

  • જીપીએસ ટુર હોય છે જે તમે કોઈ જગ્યા એ ટુર પર ગયા હો તો કોઈ સ્મારક અથવા જોવાલાયક સ્થળની નજીક પહોંચો એટલે જીપીએસમાં તરત જ તે સ્થળનું નિર્દેશ થાય છે.
  • જો દરિયાઈ મુસાફરી કરતી વખતે મધદરિયે કોઈ જહાજ રસ્તો ભૂલે અથવા દરિયાઈ તોફાનના કારણે ખોટા રસ્તે જહાજ ફંટાઈ જાય ત્યા આ જીપીએસ તેની મદદે આવે છે. અને જહાજનો પાયલોટ જીપીએસની મદદથી સાચો માર્ગ પણ શોધી કાઢે છે. અને તેને જ્યાં પહોંચવાનું છે તે સ્થળથી જહાજનું અંતર પણ જાણી શકાય છે.
  • આપણે ઘણીવાર સમાચારમાં સંભાળતા હોઈએ કે માછીમારો દરિયામાં માછલી પકડવા જતા હોય ત્યારે પાડોશી દેશની સીમામાં અજાણતા જ પહોંચી જાય છે અને પાડોશી દેશ તેમને જાસૂસની શંકા થી પૂછપરછ માટે રોકે છે ત્યારે આ માછીમારોને પોતાને ઘરે પાછા વળવામાં ખુબજ મુશ્કેલી પડે છે. આ માછીમારો ફક્ત માછલી પકડવા જતા હોય છે પરંતુ દરિયામાં તો એવી કોઈ દીવાલ બનેલી નથી જેથી ખબર પડે કે તેઓ પોતાના દેશની સીમા ઓળંગી રહ્યા છે. બાલમિત્રો જો આ માછીમારો પાસે જીપીએસ રીસીવર હોય તો તેને ચોક્કસ મદદરૂપ થાય અને તેઓ પોતાના દેશની સીમા ઓળંગે જ નહિ.
  • જીપીએસના અનેક ઉપયોગો અને અનેક ફાયદાઓ છે.

    જેમકે તમે કોઈ અજાણ્યા સ્થળે ફરવા ગયા. ચાલો માની કે તમે મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ફરવા ગયાં. તમે ત્યાં સૌ પ્રથમ વખત જ ગયા છો અને ત્યાં તમારી કોઈ પરિચિત વ્યક્તિ રહેતી નથી તો આ જીપીએસ તમારો ગાઈડ બનશે. તમે મુંબઈના નકશામાં જ્યાં હશો તે સ્થળ જીપીએસ નિર્દેશ કરશે અને સાથે સાથે જે સ્થળે જવાનું છે સ્થળનો રસ્તો તો બતાવશે જ અને હા તમને કોઈ રીક્ષા કે ટેક્ષી વાળા છેતરી પણ શકે.

    છોકરીઓ માટે તો આ જીપીએસ બહુજ કામનું હો ! જો કોઈ છોકરી અજાણ્યા સ્થળે એકલી ગઈ હોય તો તેના માટે પણ આ જીપીએસ બોડીગાર્ડનું કામ કરે છે. તેને તે ખોટા રસ્તે કે ભૂલા પડતાં અટકાવે છે. અને જો કોઈ રસ્તો ભૂલે તો તેને સાચો માર્ગ પણ બતાવે છે. છોકરીને જો કોઈ છેતરીને કે ભોળવીને ખોટો રસ્તો નિર્દેશ કરે તો જીપીએસ ચેતવે છે અને એકલી છોકરી અજાણ્યા સ્થળે મુસીબત માંથી બચી સકે છે.

    આપણા જીપીએસ રીસીવર એટલે કે આપણે જે સાધનમાં જીપીએસ વાપરતા હોઈએ જેમકે મોબાઈલ, ઘડિયાળ, કાર કે એન્ટેના એની સાથે જો ટ્રેકર જોડેલ હોય તો તો જીપીએસ ખુબ જ ઉપયોગી થાય.

    ટ્રેકરનો અર્થ થાય ‘માર્ગ બતાવનાર’. આપણા જીપીએસ સાથે ટ્રેકરનું જોડાણ કરી તમે જેને પણ ટ્રેકર આપો તે વ્યક્તિનું સ્થાન, દિશા, ગતિ, જીપીએસ તમને જણાવશે.

    તમે વિચારો કે કોઈ નાનું બાળક ઘરથી દૂર એકલો ક્યાંક જતો હોય તો તેને આ ટ્રેકર આપી તેની માતા પોતાના જીપીએસ રીસીવર સાથે તેને કનેક્ટ કરી લે તો માતા ઘરબેઠા જીપીએસ રીસીવરની મદદથી બાળક પર નજર રાખી શકે છે.

    ગુનાશોધક શાખા આ ટ્રેકરનો ઉપયોગ ગુનેગારો ને શોધવા અથવા ગુનેગારોના સ્થાન શોધવા કે જાસુસી કરવા વાપરે છે.

    જો વિચારીએ તો જીપીએસ હોકાયંત્રનુ અતિ આધુનિક સ્વરૂપ છે પરંતુ હોકાયંત્ર કરતા એ આપણને અનેક ગણી વધુ અને સચોટ માહિતી આપે છે. ઉપરાંત હોકાયંત્ર કરતાં જીપીએસના ઉપયોગો પણ ઘણા બધા છે.

    આમ, એક નાનકડું જીપીએસ રીસીવર તમને અનેકગણું ઉપયોગી થઇ પડે છે.

    આ ખુબ જ ઉપયોગી પ્રણાલી વિકસાવવા અને તેને સમય સાથે અતિ આધુનિક બનાવવા માટે ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૬માં વ્હાઈટ હાઉસ ખાતે રોજર એલ. ઇસ્ટોનને નેશનલ મેડલ ઓફ ટેકનોલોજીનો એવોર્ડ મળેલો છે.

    ***