Amrut jal books and stories free download online pdf in Gujarati

અમૃત જળ


અમૃત જળ


કુદરત અતિશય મહેરબાન છે અને પોતાના અણમોલ ખજાનાને ઉદારતાથી લૂંટાવે છે શીતળ પવન , સૂયૅનો તડકો અને વરસાદનાં પાણીની મહેર આવા સુખની કોઈ કિંમત ચૂક્વવી પડતી નથી પણ મફત મળે છે. આવા સુખની કોઈ કદર કે દરકાર કરતું નથી ઉલટું માનવજાતે પોતાની પ્રગતિ માટે તેને અભડાવીને ઝેરી બનાવી નાખી છે.

જલમાંથી થયુ સ્રુષ્ટિનું સજૅન, સમગ્ર સૃષ્ટિ હતી, જલ વિના નિજૅન.
ભારતીય સંસ્કૃતિમાં કોઈ વસ્તુને પવિત્ર કરવી હોય તો પાણીના અભિષેકને અનીવાયૅ ગણાવ્યું
છે. શ્રી ગુરુગ્રંથ સાહેબના આરંભમાં પ્રથમ ગુરુવાણી જપજી સાહેબ કે જેનો પાઠ પ્રત્યેક શ્રધ્ધાળુ રોજ કરે છે તેના અંતિમ શ્લોકમાં ગુરુનાનક દેવજી કહે છે.

પવન ગુરુ પાણી પિતા, માતા ધરતી મહંત, દિવસ રાત દોએ દાઈ, દાયા ખેલે સગલ જ મૃત.
અર્થાત જેમા પાણીને પિતાનું સ્થાન આપવામાં આવ્યું છે જે આપણા જન્મદાતા છે આપણું પાલનપોષણ કરે છે. પાણી આપણા જીવનની ઉત્પતિ અને જીવનને ટકાવવા માટે અતિ આવશ્યક છે. પવનને ગુરુનું સ્થાન, ધરતિને માતાનું સ્થાન, દિવસ રાતને આયાનું સ્થાન આપવામાં આવ્યું છે.

બે અક્ષરનો શબ્દ છે નાનો પણ મહિમા છે ખુબ મોટો, પાણી તો જગનું જીવન જાણો એનો કયાંય ન જડે જોટો.
તમામ જીવસૃષ્ટિ પાણીમાંથી ઉદભવે છે એ એક સનાતન સત્ય છે. બ્રહ્રાંડમાં પૃથ્વી સિવાયના અન્ય કોઈ ગ્રહ પર જીવન છે કે નહિ એ જાણવા પ્રયત્નો કરતાં વૈજ્ઞાનિકો જે તે ગ્રહ પર હવા છે કે નહિ એ જાણવા કરતાં તે ગ્રહ પર પાણી છે કે નહિ એ જાણવા પ્રયત્ન પ્રથમ કરશે. ઝાડ, પાન,પશુ,પક્ષી,મનુષ્યો બધા માટે પાણીનું મહત્વ અનન્ય છે જે સ્થળે પાણીની વિપુલતા હોય તે સ્થળ
પ્રવ્રતિઓથી ધમધમે છે, એમાં પણ ખાસ કરીને વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે અથવા વરસાદ નિયમિત છે જેમકે ઈઝરાયલ જેવા દેશમાં જયાં ફકત પાંચ ઈંચજ વરસાદ પડે છે ત્યા પાણીએ એક અમુલ્ય વરદાન છે જેની કિંમત અમ્રૂતથી પણ વધૂ છે.
ખળખળ વહેતૂં પાણી જાણે હોય કબીરી વાણી જાણે.
જળ વગરનૂં જીવન આત્મા વગરના શરીર જેવું છે પાણી એ પયૉવરણ માટે ખૂબજ મહત્વનું અંગ કહેવાય છે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે તેમાં એક ધટક પાણી છે. પ્રૂથ્વીનો 3/4 એટલેકે 70% ભાગ પાણી અને 1/4 ભાગ જમીન છે, આ કુલ પાણીનાં જથ્થામાં માનવ વપરાશ માટેનું પાણી ફકત 3% છે તેમાંથી પણ ૦.૫% પાણીજ પીવાલાયક છે જે દુનીયાની કુલ વસ્તીના લગભગ 40% લોકોને જ પૂરો પડે તેમ છે બાકી 60% લોકો ગંદું પાણી પીએ છે. હિન્દુ ધમૅમાં જળને પંચ મહાભુત તત્વમાંનું એક માનવામાં આવ્યું છે. કોઈપણ પવિત્ર પુજાનો શૂભારંભ જળથી શરૂ કરીને એ પુજાનું વિસજૅન પણ જળથી જ કરવામાં આવે છે. જૈન આચાર વિજ્ઞાનમાં પાણીનો લધુતમ ઉપયોગ કરવાનું સ્પષ્ટ જણાવેલ છે.

પ્રૂથ્વી પર મોટા ભાગે પાણી સમ્રુદ્ર અને અન્ય સ્ત્રોત સ્વરૂપે મળી આવે છે જેમાં ૧.૬% ભુગભૅજળ અને ૦.૦૦૧% વાતાવરણમાં વરાળ સ્વરૂપે હોય છે. જમીન પરનું પાણી બાષ્પીભવન પામે છે જેનાં ઠારણથી વાદળા બંધાય છે અને આ વાદળા વરસાદ આપે છે. આમ, જલચક્ર ચાલ્યા કરે છે. પાણી આપણા માટે અત્યંત આવશ્યક છે. આપણે ખોરાક વિના ૧૦ થી ૧૫ દિવસ જીવી શકીએ પરંતૂ પાણી વિના ૩ થી ૪ દિવસથી વધુ જીવી નથી શકતાં.

શરીરને ટકાવી રાખવા માટે હવા પછી બીજો નંબર આવે છે પાણી. હવા વગર માણસ થોડી ક્ષણો જીવી શકે અને પાણી વિના કેટલાક દિવસો કાઢી શકે છે. પાણી વિનાનાં પ્રદેશમાં સજીવ વસ્તી શકયજ નથી એટલેજ તો સહરાના રણ જેવા સૂકા પ્રદેશમાં વસ્તી જોવા નથી મળતી.આયૅથી શરૂ કરીને આજ સૂધી મોટેભાગે જે પણ સંસ્કૃતિ વિકસી છે એ હંમેશા કોઈ નદીકિનારે જ વિકસી છે. સંસ્કૃતિનાં વસવાટ માટે હંમેશા નદીકિનારોજ પસંદ કરવામાં આવ્યો છે કારણકે નદીકાંઠે જ જીવન શકય છે. નદીકાંઠે પાણી, ધાસચારો,ખેતી,પશૂપાલન વગેરે સારી રીતે પ્રાપ્ય થાય છે.

ઈશ્વરનાં અમૂલ્ય વરદાન એવા પાણીનાં ઉપયોગ લેખાવીએ એટલાં ઓછા છે.
જેમકે પાણી ન હોય તો ખેતીવાડી ન થાય તો અનાજ, શાકભાજી અને વનસ્પતિનો ઉછેર શકયજ નથી. નદીઓ અને મહાસાગરો જળમાગૅ મુસાફરી કરવાં માટે ઉપયોગી છે. વનસ્પતિમાં પ્રકાશસંષ્લેષણની ક્રિયા માટે પણ પાણી એટલુંજ મહત્વનું છે. લગભગ તમાંમ વિધુત્તમથકોમાં પાણીનો ઉપયોગ વિધુત ઉત્પન્ન કરવા માટે થાય છે. પાણી અગ્નિશામક છે. શરીરની ચયાપચયની ક્રિયા માટે પાણી ખૂબજ જરૂરી છે. આપણાં શરીરમાં પોષ્કતત્વોની હેરફેર માટે પાણી શ્રેષ્ઠ માધ્યમ છે. પાણી શરીરનું તાપમાન જાળવી રાખે છે.પ્રુથ્વીનો ૭૧% ભાગ પાણી છે તેમાં માત્ર ૨.૫% મીઠું પાણી છે અને એમાંથી માત્ર ૧% પાણી સાત અબજ માણસ કે અન્ય જીવસ્રુષ્ટિ માટે વાપરવા યોગ્ય છે. આ વપરાશ યોગ્ય પાણીનો ૭૦% ક્રુષિ માટે, ૨૨% ઉધોગો માટે અને ૮% વપરાશ માટે થાય છે. યુ.નો. એ આપેલાં આંકડા પ્રમાણે દુનિયાની વસ્તી સાત અબજ છે એનો આઠથી ભાગાકાર કરો એટલાં લોકોને પીવાનું શુધ્ધ પાણી મળતું
નથી. વિશ્વનાં શહેરોમાં સરેરાશ ૨૫% લોકો સ્વચ્છ પાણીથી વંચિત છે આની પાછળ જળપ્રદૂષણ અને જળનો વેડફાટ મુખ્ય કારણ છે.

છેલ્લા ૫૦ વષૅમાં વિશ્વની આબાદી બે ગણી વધી પણ માનવની બિનકુદરતી લાઇફસ્ટાઇલને કારણે ૪૦ વષૅમાં પાણીની જરૂરિયાત ચાર ગણી વધી પાણીનો વેડફાટ વિકસિત દેશોમાં વધુ છે. અમેરિકનો એક દિવસમાં ૩૭૯ લિટર પાણી વેડફે છે. નળ ખુલ્લા મૂકવાની આદત કે બગડેલા નળ રિપેર ન કરાવવાની ટેવ માણસને ભારે પડે છે કારણકે દર સેકંડે એક ટીપું પાણી લીક થાય તો ય વષૅ ૩૦૦૦૦ લિટર પાણી નકામું જાય.

યુનેસ્કોએ ૨૦૧૨માં એક અહેવાલમાં કહેલું કે ૨૦૨૫ સુધી દુનિયાની બે ત્રુતિયાંસ પ્રજા પાણીની અછતમાં રહેતી હશે. ૨૦૩૦ સુધી સુકા કે અધૅ સુકા પ્રદેશમાંથી ૭૦ કરોડ લોકોએ જળસંકટને કારણે અન્યત્ર સ્થળાંતર કરવું પડશે. આજે વિશ્ર્વની ૫૦% કરતાં વધારે આબાદી શહેરોમાં છે. ૨૦૫૦ સુધીમાં ૬૬% થશે અને ૪૦ વષૅ પછી તો ગામડામાં માણસો શોધ્યાં નહી જડે, એવી યૂ.નો.ની આગાહી છે. ૨૦૧૪ માં ન્યુયોકૅ ટાઈમ્સે જેને સહેલગાહ માટે દુનિયાનું શ્રેષ્ઠ સ્થળ ગણાવયું છે એ સાઉથ આફ્રિકાનું શહેર કેપ ટાઉન ૬૨૮ વષૅનો સૌથી કારમો દુકાળ ભોગવી રહયું છે. કેપ ટાઉન ઉપરાંત દુનિયાનાં ૧૧ મેગા સિટીમાં પાણીની અછત ભયંકર અફરા તફરીને હુલ્લડનું કારણ બની શકે એવી ચેતવણી ધણા નિષ્ણાંતો આપી ચૂકયા છે. સંશોધકોનું એવું માનવું છે કે ૨૦૨૫ સાલ સુધી અડધુ વિશ્ર્વ પાણીની ખેંચ અનુભવશે અને જો ત્રીજું વિશ્ર્વયુધ્ધ થશે તો એનું કારણ પાણી જ હશે. મોસમી પ્રકારની આબોહવાનાં કારણે આપણે ત્યાં ચોમાસાનાં ત્રણેક મહિના અનિયમિત વરસાદ પડે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પાણી તળભુમિમાં ઉતરવા કરતાં વધારે પ્રમાણમાં દરિયામા વહી જાય છે.
વિશ્ર્વનાં કુલ મીઠા પાણીનાં જથ્થામાંથી માત્ર ૩.૫% જ ભારતમાં ઉપલબ્ધ છે. ભારતનો ૭૦% ભાગ પાણીથી ઘેરાયેલું છે પણ ત્યાંજ શુધ્ધ પાણી ઉપલબ્ધ ન હોય એ એક વિકટ સમસ્યા છે. પાણીની બાબતમાં ભારત વધારે કમનશીબ છે. આપણી ધાર્મિક માન્યતાઓના કારણે આપણી પાસે છે એ પાણી પણ આપણે ગંદુ કરી મુકયું છે. યમુનાના ભકતોએ યમુના નદી ને એટલી પ્રદુષિત કરી છે કે તેમાં હવે જીવજંતુઓ પણ જીવી શકતા નથી. ગંગા નદી પણ ધાર્મિક રીત રીવાજોને કારણે પ્રદુષિત થઈ ગઈ છે. કાનપુર કાશીમાંથી ગંગાનું પાણી પીનાર ને સ્વગૅ મળે કે નહિં તેની ખબર નથી પણ રોગ તો અવશ્ય મળે જ.


ઉધોગો અને શહેરીકરણને કરણે પાણીનો વપરાશ વધ્યો છે અને સંગ્રહ કરવાનું અટકી ગયું છે જળસંકટનાં અન્ય કારણોમાં વસ્તીવધારો,વરસાદમાં અનિયમિતતા અને ઘટાડો, વ્યાકિતદીઠ પાણીની ખપતમાં વધારો અને ભુગભૅજળમાં ઘટાડો એ મુખ્ય કારણ છે. આપણાં દેશ્માં જળસંકટ કેમ થાય છે? એ નિષ્ણાંતો ને સમજાતું નથી કેમકે આપણાં કરતાં ચોથા ભાગનો વરસાદ પણ જ્યાં પડતો નથી તેવાં ઈઝરાયેલ અને બીજા અનેક દેશો પાણીનો જેટલો અને જે રીતે બચાવ કરે છે તેવું આપણે કરતાં નથી.
યુરોપ, અમેરીકાનાં તમાંમ શહેરોમાં વપરાયેલાં પાણીને શુધ્ધ કરીને વારંવાર વાપરવામાં આવે છે જ્યારે આપણે આ બધું પાણી દરીયામાં ઠાલવીએ છીએ.
આજે માનવીએ પોતાની લાલચ સંતોષવા પાણીનો એવો તો બગાડ કર્યો છે જેથી આજે વિશ્ર્વની ત્રીજા ભાગની વસતિ જાતે ઉભા કરેલાં જળસંકટનો સામનો કરી રહી છે અને આવનારો સમય
આનાથી પણ વધુ કપરો હશે. આપણી આધુનીક જીવનશૈલીનાં કારણે જે રીતે પાણીનો દુર્વ્યય થઈ રહયો છે એ જોતાં વષૅ ૨૦૨૫ સુધીમાં દુનિયામાં ૧૮૦ કરોડ લોકોની વસતિ એવી હશે જેમનાં માટે પાણી સાવ ખલાસ થઈ ગયું હશે. ભારતમાં જે ઝ્ડપથી ભુગર્ભજળ ખેંચાઈ રહયું છે એ જોતાં વષૅ ૨૦૩૮ સુધીમાં ભારતનાં ૬૦% ભુગર્ભજળ ભંડાર સમાપ્ત થઈ ગયા હશે.
પાણી બચાવ માટે ગાંધીજીએ આપેલું માર્ગદશૅન પણ યાદગાર છે. ગાંધીજી અઠવાડિએ એકવાર ઉપવાસ કરતાં અને એ દિવસ નિયત હતો ગાંધીજીએ એકવાર અન્ય દિવસે પણ ઉપવાસ રાખ્યો તો આશ્રમનાં અંતેવાસીએ પુછ્યું કે બાપુ, આપ આ દિવસે ઉપવાસ નથી રાખતા તો આજે કેમ રાખ્યો? ગાંધીજીએ જવાબ આપ્યો “આજે મહાદેવભાઇ બે ડોલ પાણીથી ન્હાયા એટલે મે ઉપવાસ રાખ્યો. જો બધાજ લોકો આમ વિચારીને બે ડોલથી ન્હાવાનું ચાલુ કરસે તો સાબરમતી સુકાઈ જશે” બાપુ સવારે દાંતણ કરવા એક લોટો પાણીજ વાપરતાં.

જળસંગ્રહ અંગે જાગ્રુતતા લાવવા માટે ૧૯૯૩માં વિશ્વ જળ સરંક્ષણ દિવસ મનાવવાની શરૂઆત સયુંકત રાષ્ટ્રની સામાન્ય સભામાં કરવામાં આવી જેનો મુખ્ય ઉદેશ સમાજમાં પાણીની આવશ્યકતા,મહત્વ, સરંક્ષણ પ્રત્યે જાગ્રુતતા લાવવાનો છે, ત્યારબાદ ૨૨ માચૅનો દિવસ વિશ્વ જલસંરક્ષણનાં નામે મનાવવાનો નિણૅય લેવામાં આવ્યો. ૨૦૧૮ થી શરૂ થયેલો દશકો ‘વોટ્રર ફોર સસ્ટેનેબલ ડેવલપમેંટ’ તરીકે મનાવવાનું યુનાઇટેડ નેશંસે જાહેર કર્યુ છે.
વ્રુક્ષ અને છોડ મોટા ભાગે વરસાદની ઋતુમાં વાવવાથી કુદરતી રીતે પાણી મળી રહે, પ્રુથ્વી પર દરેક વ્યકિત થોડું થોડું પાણી બચાવે અને પાણીનો વેડફાટ અટકાવે તો એકજ દિવસમાં કેટલું
પાણી બચાવી શકિએ, વરસાદનાં પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરી શકાય. પહેલાંનાં સમયમાં ગામ, નગર અને શહેરોમાં નાના તળાવો હતાં જેમાં વરસાદનાં પાણીનો સંગ્રહ થતો અને આખા ગામને પીવા,ન્હાવા અને પશુઓ માટે પાણી ઉપલબ્ધ થતો હતો પણ સ્વાર્થી મનુષ્યએ આવાં તળાવને પુરીતે જમીન પર પણ ઘર બનાવી રહયો છે. વિજ્ઞાનની મદદથી આજે દરિયાનું ખારું પાણી પીવા યોગ્ય બનાવવામાં આવે છે.
ગુજરાતમાં દ્વારકા જેવા શહેરોમાં દરેક ઘરમાં ઘરેલું કાર્ય માટે ખારા પાણીનો ઉપયોગ કરી શુધ્ધ પાણીની બચત કરવામાં આવે છે. વસ્તી વધારો અને વ્રુક્ષોનાં કપાવાનાં કારણે જમીનમાં ભેજ ઘટી રહ્યુ છે અને વરસાદનું પ્રમાણ પણ ઘટતું જાય છે તો જંગલોને કપાતા અટકાવવા જોઇએ અને વ્રુક્ષો કાપનાર સામે કડક કાનુની કાર્યવાહી થવી જોઈએ.
ભારત અને દુનિયાનાં અન્ય દેશોમાં પાણીની ખુબજ તંગી છે જેથી સામાન્ય માણસને પીવા અને ખોરાક રાંધવા માટે જરૂરી પાણી માટે ખુબજ દૂર સુધી જવું પડે છે જયારે બીજી બાજુ જયાં પુરતાં પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે ત્યાં લોકો દૈનિક જરૂરિઆત કરતાં વધારે પાણીનો બગાડ કરે છે. તળાવ અને નહેરોનાં કિનારે વ્રુક્ષો વાવવાની પ્રાચીન પરંપરા ફરી પુનઃજીવિત કરવી જોઇએ. ઉંચા સ્થાનો અને બંધ પાસે ઉંડા ખાડા ખોડવા જોઈએ જેથી ત્યાં વરસાદનું પાણી સંગ્રુહિત થાય અને જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય. બાગ બગીચા અને ઘરની આસપાસ વ્રુક્ષોને પાઇપથી પાણી આપવાને બદલે બાલદીથી પાણી
આપવું. બગીચામાં રાત્રે છોડને પાણી આપવું જેથી બાષ્પીભવન ઓછું થાય. ઘરમાં કોઇ નળ કે પાણીનો પાઇપ લીક થતો હોયતો તરતજ તેનું સમારકામ કરાવી પાણીનો વ્યય અટકાવવો જોઇએ.
ભુગભૅજળ ને ભુગભૅ માંથી બહાર ખેંચવા માટે પણ કાનુની નિયમ હોવા જોઇએ.વ્રુક્ષ આપણા મિત્રો છે તે વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને વરસાદનાં પાણીને જમીનમાં ઉંડે ઉતારે છે તેથી વધુ ને વધુ વ્રુક્ષો વાવી તેનો ઉછેર કરવો જોઇએ. ઘરની ઉપર આવેલ પાણીની ટાંકીજો ઓવરફલો થાયતો પાણીનો વ્યય થાય છે તેથી ટાંકીમાં ઓવરફલો વાલ્વ લગાડવો જોઇએ જેથી પાણીનો બગાડ અટકે. પાણી ફિલ્ટર કરતી વખતે ૭૫% પાણી વેસ્ટ જાય છે એટલેકે ૧ ગ્લાસ પાણી ને ફિલ્ટર કરવા માટે ૩ ગ્લાસ પાણી વેસ્ટ જાય છે તો કોશિશ કરવી જોઇએ કે આ વેસ્ટ જતું પાણી એક પાઇપ વડે બાલદીમાં એકઠું કરી તેનો ફરી ઉપયોગ કરી શકાય અને ગ્લાસમાં જરૂરી જેટલોજ પાણી પીવા માટે લેવું જેથી ફિલ્ટર પાણીની બચત થાય. મોટર ને બદલે હેંડપંપનો ઉપયોગ કરવો જેથી પાણીનો વ્યય ઓછો થાય. એરકંડિશનમાંથી નીકડતું પાણી એકત્ર કરી કુંડામાં ઉગાડેલા છોડને આપી શકાય. શાકભાજી અને ફળોને વાસણમાં પાણી લઈને સાફ કરવાથી પાણીની બચત થાય. નવા બંધાઈ રહેલા મકાનમાં પાણી સંગ્રહની જોગવાઇન હોયતો તેને રહેણાંક માટેની મંજુરી ન આપવી જોઈએ. દરેક શહેરમાં પાણીની શૂધ્ધીકરણની જોગવાઈ રાખવી જોઈએ. સુર્યનાં પ્રખર તાપનાં કારણે થતું બાષ્પીભવન ઘટાડવાનાં પ્રયોગો પણ થઈ રહ્યા છે આવી ટેક્નોલોજીનાં જાણકાર નિષ્ણાંતો આપણે ત્યાં ધણાંજ છે તો તેમનાં જ્ઞાનનો પુરતો લાભ લેવો જોઈએ. લુપ્ત થઈ ગયેલાં જળસ્ત્રોતોને પુનઃજીવિત કરવાં જોઈએ.
પાણીએ આપણાં માટે અમ્રુતથી પણ મુલ્યવાન છે પણ આ કાળા માથાંનો માનવી આ અમ્રુતજળને ગંદુ કર્યા વગર ના રહી શકયો.
ધરા કેરું અમ્રુત ભોળા તું શાને ઠોળે, પ્રુદુષણ સમું વિષ એમાં શાને તું ઘોળે.

પાણી ગંદુ થવાના અનેક કારણો છે જેમકે ઔધૌગિક એકમો વડે દુષિત તત્વો યુકત પાણી નદી, તળાવ કે જળાશયોમાં છોડવામાં આવે છે. નગરપાલિકા દુષિત પાણી જળાશયોમા છોડે છે. પાણી પ્રદુષિત થવાનું એક કારણ ખેતીક્ષેતે વપરાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા પણ છે. વિષ્વની કુલ વસ્તી ના આશરે ૬૦% વસ્તી દરિયાકિનારે અથવા તેની નજીક વસે છે. આ આંકડો ૨૦૨૦મા6 આશરે ૭૦% થઈ જશે. દરિયાનું પાણીજો પ્રદુષિત થાય તો તની અસર આ તમામ વસ્તી ઉપરાંત દરિયાઇ જીવસ્રુષ્ટી ને
થાય છે. દરિયાનું પાણી વિવિધ કારણોસર પ્રદુષિત થાય છે જેમકે તેલનાં કંટેનરો લીક થવા, ઔધૌગિક કચરો, વહાણ ઉધોગ વગેરે........

વૈજ્ઞાનિકોનાં મત મુજબ દર વષૅ ૨૫ થી ૩૦ લાખ મેટ્રિક તન જેટલું તેલ સમુદ્રમાં ઢોળાય છે નજીકનાં બે ત્રણ વષૅમાં લગભગ ૫૦ થી ૬૦ લાખ મેટ્રીક ટન તેલ સમુદ્રમાં હોમાશે. પાણીનો વધુ પડતો બગાડ પણ પાણીનો એક જાતનો પ્રદુષણજ છે ગામડાનો માનવી માથાદીઠ સરેરાશ રોજનું ૧૦ થી ૪૦ લિટ ર જેટ્લું પાણી વાપરે છે જ્યારે શહેરનો માનવી રોજનું ૫૦ થી ૩૦૦ લિટર પાણી વાપરે છે. વિકાસશઈલ દેશોમાં ૯૦% જેટ્લું ગંદું પાણી શુધ્ધ કર્યા વગરજ પાણીનાં પ્રવાહમાં છોડી દેવામા આવે છે
લગભગ ૫૦ દેશ અથવા વિષ્વની વસ્તીનો ત્રીજો ભાગ પાણીનો જરૂર કરતા વધુ ઉપયોગ કરે છે. ૧૭ જેટ્લાં દેશો પાણી વ્યવસ્થામાં રિચાર્જ થતા પાણી કરતા વધુ પાણીનો જથ્થો જમીનમાંથી ખેંચે છે.

આ પ્રદુષિત પાણી એ અનેક રોગોનો ઘર છે. આવા પાણીનાં ઉપયોગથી વિવિધ રોગો થાય છે જેવા કે કોલેરા,મરડો,ઉલટી વગેરે......વિવિધ પાણીજન્ય રોગોથી વિશ્વનાં દેશોમાં દર વષૅ આશરે એક કરોડ લોકોનામ્રુત્યુ થાય છે. આપણા ભારત દેશમાં પણ લગભગ ૮૦% રોગો પ્રદુષિત
પાણી પીવાના કારણે પ્રતીવષૅ આશરે ૧૫ લાખ બાળકો મ્રુત્યુ પામે છે.

પ્રદુષણનાં પ્રભાવથી સર્વત્ર ગંદુ પાણી બન્યું મલેરીયા,કોલેરા,મરડો જેવા રોગોથી એંધાણી બન્યું.
જાપાનનાં દરિયાકિનારે એક ગામ છે જે ગામનું નામ છે મીનામાટા. એકવાર આ ગામનાં માણસોની એકાએક તબિયત બગડવા માંડી, દશાતો એવી થઇ કે આ માણસોને પહેલા ચકકર આવતા પછે સમતોલન ગુમાવતા બોલવાના ફાફા પડતાં આંખે અંધારા આવતા, અંધાપો આવતો, હાથ પગ પર કાબુ ગુમાવી દઈ અંતે મ્રુત્યુ પામતા. આ ધટનાક્રમ એક કે બે નહિ પુરા સાત વષૅ ચાલ્યો અંતે ખબર

પડી કે આ રોગ પારાથી પ્રદુષિત માછ્લીઓનો ખોરાકમાં ઉપયોગ કરવાથી થયો છે. આ રોગ મીનામાટામાં થયો હોવાથી તે મીનમાટા તરીકે ઓળખાયો. આવા તો કેટલાય રોગો છે જે પ્રદુષિત પાણીથી ફેલાય છે અને
આ રોગોમાં મોટાભાગનાં જીવલેણ છે. જો આમ ને આમ આ પ્રુથ્વી પરનું અમ્રુત દુષિત થતું રહયું તો શુધ્ધપાણી મેળ્વવાનો વિકટ પ્રશ્ન આપણી સામે આવીને ઉભો રહેશે.

ઇશ્વરે આપણને સમયસર ચેતવણી આપી જો આપણે આ ચેતવણીને ન સમજી શકયા હોતતો આગામી દિવસોમાં ગંભીર પરિસિથિતિ નો સામનો કરવો પડ્યો હોત આ સંજોગોમાં જળવ્યવથાપન ક્ષેત્રે સ્વાવલંબન કેળવાયતે જરૂરી છે.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED