VRUKSH, PRUTHVI NU OXIGEN books and stories free download online pdf in Gujarati

વૃક્ષો – પૃથ્વીનું ઓક્સીજન

વૃક્ષો – પૃથ્વીનું ઓક્સીજન

પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના આવરણ ને કારણે ઠંડી,ગરમી, અને વરસાદ થાય છે. અને સૂર્યમંડળના નવે નવ ગ્રહોમાંથી પૃથ્વી પર જ સજીવ સૃષ્ટિ છે. એનું કારણ પણ આ વાતાવરણના આવરણ જ છે. જે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ રહી શકે તેવું તાપમાન જાળવી રાખે છે અને પાણી ને પ્રવાહી સ્વરૂપે જાળવી રાખે છે. આમ પર્યાવરણમાં દરેક સભ્યનું એક અનોખું જ કામ હોય છે.

બાળમિત્રો તમને એવું નથી લાગતું કે, શિયાળે ઠંડી મોડી શરુ થાય છે, ઉનાળામાં તાપમાન દર વર્ષ કરતાં વધતું જ જાય છે અને ચોમાસામાં વરસાદ અનિયમિત થાય છે. આવું થવાનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. ગ્લોબલ વોર્મિંગ થવાનું મુખ્ય કારણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા 60 વરસમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ વાતાવરણમાં 0.૦૩૦% થી વધીને 0.040% થઇ ગયું છે આ પ્રમાણ સરભર કરવા વધુ ને વધુ વૃક્ષ વાવવા જરૂરી છે.

પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન થઇ વાતાવરણમાં ઉમેરાય તેના સ્ત્રોત ઘણા છે. પરંતુ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ વાયુનો ઉપયોગ કરી તેનું પ્રમાણ જાળવી રાખે એવું આખી સજીવ સૃષ્ટિમાં એક જ સજીવ છે વૃક્ષો. વુક્ષો સુર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા વડે પોતાનો ખોરાક તૈયાર કરી વાતાવરણમાં ઉમેરાયેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી તેનું પ્રમાણ જાળવે છે. ભારતમાં રાંચી અને પુના પાસે જંગલો કપાતાં ત્યા ગરમી ઘણી વધી છે. ભારતની જમીનમાં 6% ભાગ ગુજરાત રોકે છે એટલે કે 196022 કિમી ભૌગોલિક વિસ્તાર ધરાવે છે જેમાં 7.62% જ જંગલો છે.

ઇસવીસન 1953માં સરકારે રાષ્ટ્રીય જંગલની એક નીતિ ઘડી જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભૌગોલિક જમીનના 33% ભાગમાં વૃક્ષો હોવા જ જોઈએ. હવે માત્ર 11% ભાગમાં જ વૃક્ષો છે. માનવ જીવન ના સમતોલ વિકાસમાં જંગલો અને સીધી રીતે વૃક્ષો ખુબ જ અગત્યનું સ્થાન ધરાવે છે.

દરેક વૃક્ષ અનેક શક્તિઓનું અદ્રશ્ય સ્ત્રોત છે. વૃક્ષ સુર્યપ્રકાશનું શોષણ કરી વાતાવરણનું તાપમાન ઘટાડે છે. વૃક્ષ ન હોય તો પૃથ્વીનું તાપમાન ખુબ જ ઊંચું હોય અને કદાચ સજીવ સૃષ્ટિ શક્ય જ ન હોત. લાખો વર્ષો પહેલા વૃક્ષોના ગાઢ વનો હતા. તે ભૌગોલિક ફેરફારને કારણે દટાઈ જવાથી તેમાંથી પૃથ્વીના પેટાળમાં અશ્મી ઇંધણ તૈયાર થયું. જેમ કે પેટ્રોલિયમ, કોલસો વગેરે.. જે આપણે ઉર્જા મેળવવા વાપરીએ છીએ.

જો કોઈ ધંધો કે કારખાનું શરુ કરવું હોય તો સૌ પ્રથમ નાણાની જરૂર પડે પરંતુ વૃક્ષ એ નાણા રોક્યા વગરનું કારખાનું છે. એક વૃક્ષ વાવાવથી તે આશરે 50 વર્ષ સુધી આપણને ઉપયોગી થાય છે. આ 50 વર્ષ દરમિયાન ...

 • એક વૃક્ષ આશરે 17.50 લાખ રૂપિયાનું ઓક્સીજનનું પ્રકાશસંશ્લેષણની ક્રિયા વડે ઉત્પાદન કરે છે. અને વાતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઈડ વાપરે છે.
 • પચાસ વર્ષ દરમિયાન વાયુના પ્રદૂષણ નિયંત્રણમાં 35 લાખ રૂપિયાનો ફાળો આપે છે.
 • પચાસ વર્ષ દરમિયાન લખો રૂપિયાનું પાણીનું રીસાયકલીંગ કરી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે. જેથી વાતાવરણમાં ૩ ટકા જેટલું તાપમાન ઘટે છે.
 • વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. અને વરસાદના પાણીને જમીનમાં ઉતારવામાં મદદરૂપ થાય છે જેથી ભૂગર્ભ જળનું લેવલ ઊંચું આવે છે.
 • વૃક્ષો તેના પચાસ વર્ષના જીવનકાળ દરમિયાન ઈમારતી લાકડું, ફળ, ફુલ, ઔષધીય ગુણો ધરાવતી પેદાશો વગેરે આપી લાખો રૂપિયાનો ફાળો આપે છે.
 • વૈજ્ઞાનિક ગણતરી મુજબ પચાસ વરશનું એક મોટું વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન આશરે 15.70 લાખ જેટલી વિવિધ પેદાશો આપે છે જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ.
 • ભારતમાં મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છતીસગઢ, ઓરિસા, મહારાષ્ટ્ર આ 5 રાજ્યોમાં જંગલનું પ્રમાણ સૌથી વધુ છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષોનું મહત્વ અને ઉપયોગીતા અનુસાર જે એક વ્યક્તિ એક પીપળો, દસ આંબલી, ત્રણ ફણસ, ત્રણ બીલી, ત્રણ આમળા અને પાંચ આંબાના વૃક્ષો વાવે તે પુણ્યાત્મા હોય. કોઈકે સાચું જ કહ્યું છે,

  “એક વૃક્ષ અપલોડ કરો વાદળોનું ટોળું આવશે લાઈક કરવા.”

  આ વાત આપણને સમજાવે છે કે વૃક્ષો વધુ ને વધુ વાવવા જોઈએ જેમ વૃક્ષો વધુ હશે તેમ વધુ ને વધુ વાદળાં ખેંચાઈ આવશે અને વરસાદ લાવશે.

  વૃક્ષો કેટલાય પક્ષીઓનું રહેઠાણ છે. એક વૃક્ષ આપણા આંગણામાં હોય તો આખું વાતાવરણ પક્ષીઓના કિલ્લોલથી જીવંત થઇ જાય.

  સવારે આંખ ખુલે ત્યારથી રાત્રે પથારીમાં સુવાની તૈયારી થાય ત્યા સુધી વૃક્ષો કેટલા ઉપયોગી થાય છે?

 • બળતણની જરૂરિયાત પૂરી પાડે છે.
 • ખોરાક પૂરો પાડે છે.
 • ફર્નીચર બનાવવા ઈમારતી લાકડું પૂરું પાડે છે.
 • જમીનનું ધોવાણ અટકાવી રણને આગળ વધતું અટકાવે છે.
 • વરસાદ લાવે છે.
 • પશુ-પક્ષીને આશરો આપે છે.
 • ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.
 • ફળ,ફુલ,અને ઔષધિઓ છે.
 • આવીતો કેટલીયે વસ્તુઓ જે આપણા દૈનિક જીવનમાં વાપરીએ છીએ તે વૃક્ષોની દેણ છે. તેથી વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ.

 • શક્ય હોય ત્યાં વધુ વૃક્ષો વાવી તેની સંભાળ લ્યો જેથી હવાનું પ્રદૂષણ ઓછુ થાય.
 • લાકડાં અને કાગળમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો. અને પુનઃનિર્મિત કાગળનો ઉપયોગ કરો.
 • ઘરની આજુબાજુ વૃક્ષો વાવો જેથી જમીનનું ધોવાણ અટકે અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે.
 • થોડું અંતર કાપવા પગે ચાલો અને વાહનોનો ઉપયોગ ન કરો જેથી અશ્મી બળતણનો ઉપયોગ તો પ્રદૂષણ ઘટશે.
 • જો તમે શહેરોમાં એપાર્ટમેન્ટમાં રહેતા હો તો છોડવાયુક્ત કુંડાનો બગીચો બનાવો જે પક્ષીઓ અને જીવજંતુઓને આધાર આપે છે.
 • જુના છાપા અને નકામાં કાગળોને કચરાની જેમ ફેંકવાને બદલે પુનઃઉપયોગ કરો.
 • પુષ્પગુચ્છ ભેટ આપવાને બદલે તમારા મિત્રને છોડવાયુક્ત કુંડુ ભેટ આપો.
 • પર્યાવરણ સલામતી અને વૃક્ષ ઉગાડો અભિયાનમાં મિત્રો સાથે જોડાયેલા રહો.
 • શકાય હોય ત્યા સુધી વૃક્ષોને ન કાપો અને કાપવા જ પડે વૈજ્ઞાનિક પધ્ધતિથી કાપો.
 • “શું વીતે છે આભ, ધરા પર વૃક્ષ પડે છે ત્યારે,

  વ્યાકુળ થઇ જતું સચરાચર વૃક્ષ પડે છે ત્યારે”

  જયારે કોઈ એક વૃક્ષ કપાય છે ત્યારે આખી સૃષ્ટિ વ્યાકુળ થઇ જાય છે. વૃક્ષોને આપણા દેવોની જેમ પુજવા જોઈએ. આપણા શાસ્ત્રોમાં વડ, પીપળો, તુલસી, જેવા વૃક્ષોને પવિત્ર માની તેની પૂજા કરવામાં આવે છે. આપણા દેશનાં અમુક પ્રદેશોમાં પ્રદેશોમાં વૃક્ષોને ધાર્મિક માન્યતા સાથે જોડવામાં આવ્યા છે. એટલે વૃક્ષ કાપવું એ પાપ ગણાય છે અને વૃક્ષારોપણ એ ઉત્સવની જેમ ધામધૂમથી ઉજવીને કરે છે.

  વૃક્ષોતો સંત જેવા છે કોઈ પાસેથી કંઈ પણ લીધા વિના છાંયડો, શીતળ હવા, ફળ, ફુલ અને આશરો આપે છે.

  “વસંતવનમાં જન-જીવનમાં

  વસે સદા મધમધતો અનીલ

  પ્રકૃતિ પ્રેમ કરો વૃક્ષરક્ષા,

  પર્યાવરણના દુષિત સલીલ”

  આપણે આપણા જન્મદિવસે કે આપણા ઘરમાં આવતાં દરેક શુભપ્રસંગે, તહેવારે વૃક્ષ વાવો અને હા, વૃક્ષ ફક્ત વાવીને ભૂલી નથી જવાનું તેનો યોગ્ય ઉછેર કરવાનો છે. ચીન અને દક્ષીણ કોરિયા એ ઘટતાં જતાં જંગલોના પ્રમાણને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે.

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED