તમાકુ એક કુટેવ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમાકુ એક કુટેવ

તમાકુ એક કુટેવ
31 મે –તમાકુ નિષેધ દિન
તમાકુનાં ઉત્પાદન અને વપરાશ બંનેમાં ભારત મોખરે છે. ભારતમાં દર વર્ષે દસ લાખ લોકો તમાકુનાં કારણે મ્રુત્યુ પામે છે. ભારતની આશરે 30% જેટલી વસ્તી જે 15 વષૅથી વધુ ઉંમર ધરાવે છે તે તમાકુનાં વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરે છે. તમાકુમાં આવેલું નિકોટીન નામનું દ્રવ્ય વ્યસની પદાર્થ છે. આજના સમયમાં એવા ધણા બધા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે જે તમાકુથી બનેલાં છે. 4000 થી પણ વધારે પ્રકારનાં જુદા-જુદા રસાયણો તમાકુ અને તમાકુનાં ધુમાડાથી શોધવામાં આવ્યા છે. ગુટખા ભારતમાં ચાવીને ઉપયોગ કરવામાં તમાકુનાં બધાજ પ્રકારોમાં સૌથી વધુ લોકપ્રિય છે.
કેંસર પર સંશોધન કરતી આંતર રાષ્ટીય એજન્સી આઈ.એ.આર.સી. દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યુ છે કે જે લોકો નાગરવેલનું પાન, તમાકુ અને સોપારી એ સાથે ખાતા હોય તેઓના પેઢાને નુકસાન પહોચાડવાનું અને મોઢા, ગળા, અન્ન્નળી અને પેટનું કેન્સર થવાનું વધારે જોખમ હોય છે. માવો એ સોપારી, તમાકુ અને ચુનો ભેગો કરીને બનાવવામાં આવતું મિશ્રણ છે જે મોઢાનાં કેન્સર માટે જવાબદાર છે. માવાની લોકપ્રિયતા અને કેંસરનાં રોગનું કારણ બનવાની ક્ષમતા ગુટખા જેવી જ હોય છે. ભારતમાં તેનો ઉપયોગ કિશોરો અને પુખ્ત વયના યુવાનોમાં વધુ જોવા મળે છે.
બીડી, સીગરેટ, સીગાર વગેરે દ્વારા તમાકુનું ધુમ્રપાન તરીકે ઉપયોગ કરનાર વ્યકિતોમાં મોઢાનું કેંસર, સ્વરયંત્ર અને ફેફેસાનું કેંસર થવાનુ જોખમ વધે છે. આ ઉપરાંત હ્રદય અને ફેફ્સાનાં રોગો, હ્રદય રોગના હુમલાનો ભય રહે છે. જે વ્યકિતઓ તમાકુનો ઉપયોગ તેમનાં મોઢામાં મુકીને કરે છે તેમને મોઢાનું કેંસર થાય છે.
વિશ્વમાં ભારતમાં સૌથી વધુ મુખ કેંસરનાં કિસ્સાઓ છે. તમાકુનાં સેવનથી 12 થી 15 પ્રકારનાં કેન્સર થઈ શકે છે જેવાકે ફેફસાનાં, ગળાનાં, અન્નનળીનાં, હોજરીનાં, સ્વાદુપિંડનાં, કિડનીના કેન્સર વગેરે.ભારતમાં પુરુષોમાં કેંસર થવા માટે તમાકુનો ફાળો 56.4% અને સ્ત્રીઓમાં 44.9% છે. 90% કરતા વધારે ફેફસાના કેંસર અને ફેફ્સાના અન્ય રોગો ધુમ્રપાનને કારણે થાય છે. તમાકુ હ્રદય, રકતવાહિનીઓના રોગ, હાર્ટએટેક, છાતીમાં દુખાવો, બ્રેઈન સ્ટ્રોક, પગનું ગેગ્રીન જેવા રોગ નોતરે છે. તમાકુ આડકતરી રીતે ફેફસાનો ક્ષય કરે છે. કાયમી ધુમ્રપાન કરનારાઓમાં ટીબી લગભગ ત્રણ ગણો હોય છે. ધુમ્રપાન કરનારને ડાયાબીટીસનું જોખમ વધારે રહે છે. ભારતમાં તમાકુનાં કારણે થતા મ્રુત્યુની કુલ સંખ્યા દર વર્ષે દસ લાખ જેટલી છે. તમાકુ ચોડવાથી વ્યકિતનાં જીવનમાં વીસ વર્ષ ઉમેરાય છે.
તમાકુનું સેવન પુરુષોમાં નપુંસકતાનું કારણ બને છે. વિશ્વમાં ઈ.સ. 2000માં આસરે 1.22 અબજ લોકો ધુમ્રપાન કરતા હતાં. એક અભ્યાસ અનુસાર પુરુષ ધુમ્રકર્તા અને સ્ત્રી ધુમ્રકર્તાના સરેરાશ જીવનમાં અનુક્રમે 13.2 અને 14.5 વર્ષનો ધટાડો થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં અંદાજ પ્રમાણે દર વર્ષે 60 લાખ લોકો ધુમ્રપાનનાં કારણે મ્રુત્યુ પામે છે, જેમા 6 લાખ લોકો એવા છે જે પોતે ધુમ્રપાન નથી કરતાં પરંતુ તમાકુનો ધુમાડો તેમનાં શ્વાસામાં જાય છે.
દેશમાં તમાકુનું સેવન કરનારી સ્ત્રીઓનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યુ છે. ડો. બંદિતા સિંહાનાં મત મુજબ તમાકુનું સેવન કરનાર સ્ત્રીઓનાં અંડકોશની ગુણવતા સારી નથી રહેતી, આવી સ્ત્રીઓમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે અને જો ગર્ભ રહેતો પણ તેની ગુણવતા સારી ન રહે. ધણી સ્ત્રીઓ પ્રેગ્નંસી દરમ્યાન પણ સ્મોકિંગ કરતી હોય તો તેમનાં ગર્ભમાં રહેલાં બાળકનાં મગજનો વિકાસ સંપુર્ણ થતો નથી . તમાકુનું સેવન કરનાર સ્ત્રીઓ પર હાર્ટ એટેકનું રિસ્ક 9 ગણું વધી જાય છે અને હાડકા પણ નબળા પડી જાય છે. બાળકનાં લાંબા ગાળાનાં માનસિક અને શારિરીક વિકાસમાં વિક્ષેપ પડે છે.
તમાકુનાં વ્યસનથી કેટલાંક કુટુંબો બરબાદ થઈ જાય છે. બીડી-સીગરેટ, તમાકુ શરીરને કુટુંબને અને સમાજને અનેક રીતે નુકસાન પહોચાડે છે. તમાકુ ધરાવતી વસ્તુઓ ખરીદવા પાચળ કુલ ખર્ચનું પ્રમાણ કદાચ ખુબજ ઓચું હશે પરંતુ વ્યસનની માંદગી પાછળ થતો તબીબી ખર્ચ, રજાઓ અને તકલીફોથી વેડફાત માનવ કલાકો આ બધા ખર્ચાઓ સમાજ માટે મોટા ભારરૂપ બની જાય છે. જે ધરમાં વડીલો બીડી-સિગરેટ ફુંકતા હોય તે ધરમાં ઉછરી રહેલા બાળકો અન્ય બાળ્કોની સરખામણીમાં વધુ માંદા હોય છે અને તેમની માંદગી પાછળ 30% વધુ ખર્ચ થાય છે.
સીગરેટ બીડી જે પીવે, મોતની નિંદર તે સુવે.