vhalnu akshaypatra books and stories free download online pdf in Gujarati

વ્હાલનું અક્ષયપાત્ર -પુસ્તક સમીક્ષા

વહાલનું અક્ષયપાત્ર

પુસ્તકનું નામ- વહાલનું અક્ષયપાત્ર
સંપાદન- જીના શેઠ , વીરેન શેઠ
પ્રકાશકનું નામ- સંસ્કાર સાહિત્ય મંડળ
આવ્રુતિ- પ્રથમ આવ્રુતિ-2019
કિમત-અમુલ્ય


વહાલનું અક્ષયપાત્ર

‘વહાલનું અક્ષયપાત્ર’ શીર્ષકજ એવું છે જે આપણને પરાણે વ્હાલું લાગે અને જાણે કોઈ વડિલની છત્રછાયામાં સુરક્ષિત હોઈએ અને તે આપણી ઉપર વ્હાલથી હાથ ફેરવે તેવો ભાવ વ્યકત થાય છે.
આ પુસ્તક શ્રી હરેશભાઈ ધોળકિયાનાં સંસર્ગમાં આવેલ વ્યકિતઓનાં વર્ણવેલાં અનુભવો છે જે હરેશભાઈ ધોળકિયાનાં જીવનની રૂપરેખા દોરે છે. અનુક્રમણિકામાં મુખ્ય સાત ભાગ પાડેલ છે. શ્રી હરેશભાઈ ધોળકિયાનાં જીવનકાળ્દ દરમિયાન તેમનાં સંપર્કમાં આવેલાં વડિલો, મિત્રો, સ્વ્જનો,કેળવણીકારોનાં શ્રી હરેશભાઈ ધોળકિયા પ્રત્યેનાં ભાવો વ્યકત કરેલાં છે,પરંતુ મને સૌથી વધુ જિજ્ઞાસા તેમનાં વિધયાર્થીઓએ રજુ કરેલાં મંત્વ્યો અને અનુભવ વાંચવામાં હતી. અહિં હું એજ વાતની સમીક્ષા કરીશ.
ડો. સર્વપલ્લી રાધાક્રુષ્ણની તેમનાં શિષ્યઓએ ગામમાં શોભાયાત્રા કાઢી બહુમાન કર્યુ હતું ત્યારે મને એક શિક્ષક તરીકે વિચાર આવે કે એવું તો શું હશે? એ શિક્ષકમાં? તેવીજ રીતે શ્રી હરેશભાઈ ધોળકિયાનાં શિષ્યોએ પણ એટલી મહેનત કરી બધાનાં વિચારોનું સંપાદન કરી આ પુસ્તક તૈયાર કરી તેમનાં ગુરુ શ્રી હરેશભાઈ ધોળકિયાને અર્પણ કર્યુ છે અને હજુ પણ આ બધા શિષ્યો તેમનાં ગુરુને ભુલ્યા નથી અને લાબાં સમય પછી પણ તેઓ પોતાના ગુરુને પ્રેરણાસ્ત્રોત માને છે, તો આ શિક્ષકમાં કઈંકતો હશેજ. બસ, આજ જિજ્ઞાસા એ મારામાં આ પુસ્તક વાંચવા માટેની ઉત્કંઠા જગાવી, કેમકે હું પણ એક શિક્ષક છું. વર્તમાન યુગમાં દિવસે ને દિવસે સમાજમાં શિક્ષકનું અવમુલ્યન થતું જાય છે ત્યારે શ્રી હરેશભાઈ ધોળકિયા જેવાં શિક્ષક મારા માટે હિંમત અને પ્રેરણા પુરી પાડે છે.તેમનાં એક વકિલ મિત્ર સાથેનો સંવાદ શિક્ષકનું મહ્ત્વ દર્શાવે છે જે સંવાદમાં મિત્ર શ્રી હરેશભાઈ ધોળકિયાને પુછે છે કે તેમણે વકિલાતની પરીક્ષા પાસ કરી છે છતાં શિક્ષક થવાનું કેમ પસંદ કર્યુ? ત્યારે તે જવાબ આપે છે કે “શિક્ષકની નોકરી મામુલી નહિં મહામુલી છે, એમાં તો ભોળા બાળકોનાં જીવન ધડતર માટે પોતે મેળવેલી વિધ્યાની વહેંચણી થાય છે.”
શ્રી હરેશભાઈ ધોળકિયાનાં વિધયાર્થીઓ વર્ણવેલાં અનુભવોનો નિચોડ હું અહિં રજુ કરુ છુ જે અનુભવનાં નિચોડએ મને એક સારા અને સાચા શિક્ષક થવા માટેની પ્રેરણા પુરી પાડે છે. શ્રી હરેશભાઈ ધોળકિયાનાં શિક્ષક તરીકેનાં કેટલાંક ગુણો જે મને સ્પર્શી ગ્યાજે એમનાજ વિધયાર્થીઓનાં શબ્દોમાં અહિં રજુ કરુ છુ.
વર્ગમાં પ્રવેશે એટલે વર્ગમાં બેઠેલાં તમાંમનાં ચહેરા પર સ્મિત આવી જાય.
અંગત સ્વજન બની હુંફ આપે અને કપરા સમયમાં જરૂરી વ્યવસ્થા પણ ગોઠવી આપે.
શિક્ષક ખુબ વાંચે, ચિંતન કરે, સુંદર લખાણ, વકતા અને ક્રિકેટ પણ રમેં.
બિમાર વિધયાર્થીને મળવા હોસ્પિટલ પહોંચી જાય.
યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લેવાની હિંમત દાખવી કમ્ફર્ટઝોન છોડતાં જઈએ.
દરેક વિધયાર્થીની વ્યકિતગત ખબર રાખવાની અને ઉંડો રસ લેવાનો.
ક્યારેક કોઈ વિધયાર્થીને ધમકાવવાની,મારવાની કે શાંતિ માટે સુચના આપવાની જરૂર ન પડે.
સાદું, સ્વતંત્ર, ભાવાત્મક તેમજ વૈચારિક જીવન
એક સારા શિક્ષક તો ખરા જ પણ સાથો સાથ એક સારા કાઉંસેલર, ચિંતક,
અનુવાદક, લેખક, વકતા, મિત્ર આવાં કેટલાય વિશેષણ જેનાં માટે વપરાય.
કોઈ પણ જિજ્ઞાસુને ખોબે ખોબે પીરસવાએ ઉત્સુક જ હોય છે, હજુ પણ ધણુ કરવાનું બાકી છે એવી જ્ઞાનપિપાસા.
આ તમામ ગુણો શ્રી હરેશભાઈ ધોળકિયામાં છે તેથીજ આજે પણ તેમનાં ભુતપુર્વ વિધયાર્થીઓ તેમને પ્રેરણારૂપ માને છે. એક શિક્ષક માટે તેનાથી વધુ ગૌરવની વાત કઈ હોઈ શકે કે તેનાં વિધયાર્થીઓ તેને પ્રેરણારૂપ માને અને વર્ષો પછી મળે તો આદર અને માન આપે. સાચા શિક્ષક માટે એજ એની જમાપુંજી કે એવોર્ડ છે.ધન્ય છે આવા મહાન પ્રેરણા સ્ત્રોત સંત શિક્ષકને..
સમીક્ષક- જોશી જિજ્ઞા એસ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED