ભગવાન હે કહા રે તું....
Sultan Singh
[ ]
Mo. +91 - 9904185007
પ્રસ્તાવના
મારી આ રચના ઘણા લોકોને વિચારવા પર મઝબુર કરશે. અત્યાર સુધીમાં મનની ગહેરાઈઓમાં સમાયેલી ગણી આસ્થા અને અંધશ્રધ્ધાના વિચારોને ઝંઝોળી નાખશે. પણ જે સત્ય છે એજ વાત કરવાની મને ટેવ છે મારા મનના સવાલો હું સ્પષ્ટ પણે બધા સામે ખુલ્લા કરી દઉ છું કદાચ મારી આ ખરાબ ટેવ હોય અથવા સારી મને ખબર નથી.
મારી આ રચના વાંચતા પહેલા એક વિનંતી છે કે મારી આ રચના ભલે તમને ગમે કે ના ગમે પણ હા એના વિચિત્ર તર્ક દ્વારા એને ધર્મ અને અન્ય પરિબળો સાથે સરખાવીને એનો અલગ અર્થ બનાવની કોશિશ ના કરવી. સારી લાગે તો મારી વાતોને અનુસરવા પ્રયાસ કરજો અને ના ગમે તો કઈ વાંચ્યુંજ નથી એમ વિચારી આગળ વધી જજો.
મારા ચારેક નાના મોટા લેખ અત્યાર સુધી માતૃભારતી પર પ્રકાશિત થયા છે પણ હવે કદાચ મને એક નોવેલ લખવાની ઈચ્છા થઇ રહી છે. અત્યારે મારી ચારેક નોવેલ અને એક શ્રીમદ ભગવતગીતા નો વિશાલ અર્થ સભર પુસ્તક પરની તૈયારીઓ પણ ચાલુજ છે લગભગ મારી જલ્દીજ પૂર્ણ થનાર નોવેલ “સ્વપ્નશ્રુષ્ટિ” નું કાર્ય ૫૦ ટકા જેવું પત્યું છે પણ એક નવાજ નામ સાથે અહી પણ એક નોવેલ લખવાનો મારો વિચાર પણ છેજ. મને મળતા પ્રતિસાદ પર બધોજ આધાર રહેલો છે. સારા નરસા પ્રતિસાદ આપવા વિનંતી છે.
Mail –
Mobile - +91-9904185007 [ whatsapp ]
Facebook – @sultansinh
Twitter- @imsultansingh
Linkedin- @imsultansingh
ભગવાન હે કહા રે તું....
બધાના મનને મૂંઝવતો કોઈ સવાલ હોય તો બસ એકજ કે આ ના દેખાતો અને તેમ છતાય મંદિર, મસ્જીદ અને ચર્ચમાં પુજાતો આ પરમાત્મા કોણ જેને આપને ધર્મના થપ્પા મુજબ ભગવાન, જીજસ અને અલ્લાહ કહીએ છીએ ? શું એનું અસ્તિત્વ ખરેખર છે ? હવે તો હદ થઇ ગઈ તમેં કહેવા શું માંગો છો કે એ નથી ? આવા સવાલો આપણી સામે કરનારાઓના જાણે ટોળે ટોળા આવી જાય અને અપણે કઈ દેવું પડે અરે હા ભાઈ તમે બધાજ સાચા છો બસ પણ ? હવે આ પણ શું તમે શું ધારીને આવ્યા છો ? પણ શું કોઈએ એને જોયો છે ? બધીજ વાતો ફક્ત સાંભળેલી છે અને વર્ષોથી કહેવાતી અને લાખો ધર્મ ગ્રંથો અને પુસ્તકોના થોથાઓમાં વર્ણન પામેલો એ એક માત્ર પરમાત્મા જેને આપણે આજના ધર્મના આધારે કોઈ પણ નામે ઓળખતા હોઈએ પણ હજુય છેવટનો સવાલ તો એજ આવીને અટકે કે આ લાખો નામે ઓળખાતો અને દરેક ધર્મ સ્થાનોમાં પુજતો આ પરમ પરમાત્મા કોણ ?
કદાચ ધર્મના નામે સવાલ કરવો એ પણ એક પાપ ગણી લેવાય છે ? શું બધા કહેતા હોય એ વાત સાચીજ હોય ? પણ આમતો કેમ માની લેવાય જેને આપને કદી જોયોજ ના હોય ? કે ના એને અનુભવ્યો હોય ? બસ એના વિશેની વાતો સાંભળેલી હોય જેનો ભલેને આધાર કોઈ પ્રકારે હોય કે ના હોય પણ હા આવી આધાર વગરની વાતોનું પણ અનુકરણ કરીને દોડનારા આંધળા માણસોની પણ કોઈ કમી તો નથીજ. કદાચ સચ્ચાઈ થી બધાય અજાણ તો છેજ મારા મનમાં ચાલે એવાજ સવાલો દરેકના મનમાં પણ છેજ કે ભાઈ સાચેજ જાણવુંતો મારેય છે કે આ પરમાત્મા કોણ છે જેને આખીયે દુનિયા માંને છે ખરા પણ જણતું કોઈજ નથી ? મારે તો એને જાણવોજ છે બસ જો આ વિચાર તમારા મનમાં આવતો હોય તો કદાચ તમે જલ્દીજ એને ઓળખી પણ લેશો એવો મને વિશ્વાસ છે.
આજની આ આંધળી શ્રુષ્ટિ બસ ધર્મના નામે લડી લેવા જાણે ખડે પગે હોય છે. કેટલાયે પ્રકારે વ્હેચાતી જઈ રહી છે એટલી હદે કે આજ ધર્મની આંધળી ધજા લઈને એકબીજાને વધેરી નાખવા શુધી વધી ચુકી છે. સમજાતું નથી કેમ આજે આ બધાયે પોતાના ધર્મને એક આસ્થાના પડદામાં છુપાવી એને વ્યાપાર બનાવી લીધો છે આજે દરેક ધર્મના જાણે ઠેકેદારો પોતેજ એનું સંચાલન કરવા લાગ્યા છે. કદાચ બદલાતા સમય સાથે તો ધર્મની વ્યાખ્યા પણ બદલાઈ ચુકી છે પલ પલ રંગ બદલતો માણસ આજે એ રૂપ બદલતા પરમાત્માંનેય જાણે પાછળ મૂકી રહ્યો છે. પેલા તો ધર્મની વ્યખ્યા વર્તનથી થતી પણ હવેતો જાણે દરેક ધર્મના ઠેકેદારોયે એને એક સંસ્થા જેવી બનાવી દીધી છે અને એને પણ એક યુનિટીના જેમ ગણવેશ પહેરાવી દીધા છે. હું પણ ક્યારેક તો અચરજમાં પડી જાઉં છું કે શું રંગ, રૂપ અને પહેરવેશ પણ હવે ધર્મની વ્યાખ્યાઓ કરતુ હશે.
જે રંગો કુદરતની કરામત હતી કદાચ એને પણ હવેતો ધર્મના નામે વહેચી દેવાયા છે. શું હાલ જે ધર્મના ઠેકેદારો કરી રહ્યા છે એજ રસ્તો ખરેખર એ પરમાત્માએ બતાવેલોજ માર્ગ છે કે પછી આપણેજ રસ્તો ભૂલી રહ્યા છીએ ? કદાચ મને નથી લાગતું એનો જવાબ કોઈની પાસે હોય કારણ હવે આપણે એ પરમાત્માને ભૂલી ચુક્યા છીએ ? જેને આ દુનિયા બનાવી છે હવે આપના માટે એ પરમાત્માનું કોઈ મહત્વ નથી હવે તો બસ ધર્મના આગેવાનો જે કહે એજ સાચો ધર્મ બાકી બધું અધર્મ બની ગયું છે. અપનો પરમાત્મા પણ હવે અપને જાતેજ બનાવી લીધો છે જે આપની જેવોજ સ્વાર્થી અને મતલબી છે, જે લાંચ માંગે છે, ગુસ્સે થાય છે, રિસાઈ જાય છે, જલ્દી સંભાળતો નથી, કઈ કરતો નથી પણ શું સાચો પરમાત્મા આવો હશે ? ના એતો હશે તોય દયાનો સાગર હશે, માયાની વહેતી ધારા હશે, ક્ષમા આપનાર દાની હશે, હસતા મુખે ભૂલો માફ કરનારો કરુણારથી હસે અને સાચી રાહ દેખાડનારો હશે.
થોડાક દિવસ પહેલાજ મેં “ભગવત ગીતા” વાંચેલી અને એના વિષે એક મિત્ર સાથે ચર્ચા કરેલી. એને કરેલી ગણી વાતો મને જાણે અજાણે ગળે ઉતરી પણ એને મને કહેલું કે ગીતા આપણા હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે મને નવાઈ લાગી હું અંદરથી બહાર સુધી હચમચી ગયો. મને હતું એને ખરેખર ગીતા ને સમજી હશે પણ કદાચ મારી ધારણા ખોટી હતી મેં એને ટોક્યો અરે ભાઈ તે હજુ ગીતા નથી વાંચી લાગે છે. પણ એને પોતાની વાત પર મક્કમતા જાળવી રાખી મેં એની વાત માની લીધી. પણ એ દિવસે મેં ફરી મારા મનને મનાવ્યું મેં ગીતા ત્રણેક વાર વાંચી લીધી મને મારા સમજવા પર વિશ્વાસ તો હતો પણ આધાર વગર કઈ કહેવું મને ઉચિત ના લાગ્યું.
એ દિવસે મેં પેલા કરતાય વધુ ઉત્કંઠા થી એ પવિત્ર બુક વાંચી અને વધુ સારી રીતે સમજી પણ લીધી. એ દિવસ ખરેખર મારું મસ્તક એ પવિત્ર ગ્રંથ સામે જુકી ગયું મને એમાં જાણે જીવનની બધીજ વાસ્તવિકતા દેખાઈ આવી. મારા બધાજ પ્રશ્નો હવે મને સાફ દેખાતા હતા મારા મત મુજબ મેં આજ સુધી વાંચેલી પુસ્તકોની શ્રેણીમાં મુકાય એવું એ સર્વપ્રથમ એ પુસ્તક હતું. મારા મને પ્રથમ વખતજ કદાચ કોઈ જાતનો પ્રશ્નાર્થ ચિન્હ મુક્યા વગર સ્વીકારેલું એ પ્રથમ પુસ્તક હશે. મને લાગ્યું કે એમાં લખાયેલો એક પણ શબ્દ નકારી શકાય એવો નથીજ. પણ ? હજુય મારું મન જાણે કઇક દુવિધામાં હતું. કારણ મેં જે અનુભવ્યું અને એના વિષે જે સાંભળ્યું એ સદંતર અલગજ હતુપણ હું ખુશ હતો એને મારા લગભગ બધાજ વિચારોને બદલી નાખ્યા.
આટલું બધું શીખ્યા પછી પણ આ વાત પર પ્રશ્નાર્થ કેમ લાગ્યો ? કદાચ અત્યારે તમારા મન એજ પ્રશ્ન ગોળાઈ રહ્યો હસેને ? બધુજ તમે સ્વીકારી લીધું અને તમે પોતે માન્યું એમ બધુજ સાચું છે તો ? સવાલ જે તમારા મનમાં છે એ શેના છે ? અરે એના વિષે ની પણ કઈ ગીતા ને મારે સત્ય માનવી એમ ? તમે જે રટેલી છે એ ગીતા ? જેના વિષે તમે સાંભળ્યું છે એ ગીતા ? કે પછી તમે જેને સમજી છે એ ગીતા ? મેં સમજી છે કદાચ સમ્પૂર્ણ તો નથી કહી શકતો પણ જે કઈ પચાસેક ટકા સમજી છે. અરે હા કદાચ હાલ સુધીનું બધુજ તમારા ઉપરથી ગયું હશે કે ભાઈ તમેતો કદાચ મૂરખ લાગો છો પણ અમને શું કામ આમ મુર્ખ બનવા આમ માંથી રહ્યા છો સાચું ને ? એવું નથી મેજે સમજ્યું એના મુજબ આ વાત ખરેખર સમજવા જેવિ છે અને મારુ માનોતો એને જીવન માં ખરેખર વધાવી લેવા જેવી વાત છે.
“ ગીતા “ કેટલો પવિત્ર શબ્દ છે ને પણ શું આપણા આજના ધર્મની વ્યાખ્યાઓ કરતા વિચારો એને સન્માન આપી શકે છે ખરા ? જરા દિલથી વિચારીને જુઓ કે ખરેખર આ ગ્રંથ કયા ધર્મનો છે ? હવેતો તમારા મનમાં મારા માટે કદાચ મૂર્ખતાની છાપ સ્પષ્ટ પણ થઇ જતી હસેને ? કારણ બધાના મનમાં આ સવાલની જવાબ રાટાઈ ગયેલો છે કે ભાઈ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલો અદભુત કાવ્ય ગ્રંથ છે એને આપણા ધર્મ મુજબ હિંદુ ધર્મ ગ્રંથ છે એમજ કહેવાય ને એમાં પૂછવા જેવું શું ? પણ મને લાગે છે તમે પણ અત્યારે મારા એ મિત્રના જેવીજ બોલવામાં ભૂલ કરી રહ્યા છો કેમ સાચું ને ? હવે તમને પાછો એ સવાલ ગળે બાજસે કે તો તમારો જવાબ શું નકારમાં છે ? ગીતા હિંદુ ગ્રંથ નથી ? એ પવિત્ર નથી ? એ સત્ય નથી ? નામે એ બધું નથી માનતા એમાંજને ?
મારો જવાબ કદાચ પવિત્રતા અને સત્યતામાં જરૂર હકારમાં આવી શકે પણ હિંદુ ગ્રંથ કદાચ કઇક એને સમજવામાં ઓછપ હોય એવું લાગે છે યાર. હવે કરીએ મારા એ અનુભવની વાત જે મને ગીતા વાંચ્યા પછી થયેલો મારા પુરા સંસોધન બાદ મેં જાણ્યું કે એ આખાય પુસ્તકમાં ક્યાય ધર્મનો એવો ઉલ્લેખ હયાત નથી જેવો આજના ઠેકેદારો અથવા દુનિયામાં આપને સંભાળતા હોઈએ છીએ. ગીતા એ ખાલી જીવવાના ઉત્તમ માર્ગ બતાવતો એક અદભુત અને દુર્લભ ગ્રંથ છે પણ એ ધર્મની સીમાઓથી પરે છે એ દરેક ધર્મ મારે એકસમાન રાહ ચીન્ધનારો છે. મને તો એવુય લાગ્યું જાણે આજે અપણે એના ખિલાફ ચાલી રહ્યા છીએ જે અજાણતા કરેલો પરમાત્માનો વિરોધ પણ ગણી શકાય. અરે હા એમાં ધર્મની જે વ્યાખ્યા છે એ કદાચ આ પ્રકારે છે “ ધર્મ એટલેકે ઉચિત કર્મ ” અને “ ઉચિત કર્મ એજ ધર્મ ”. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એટલેકે પરમ આત્મા અને અર્જુન એ એક માનવ ચંચળ મન છે કદાચ એ પરમ આત્મા આપનાજ શરીરમાં છુપાયેલી એ દિવ્ય આત્મા હોય અને આપણે એને ઓળખીજ ના શકતા હોઈએ ? કદાચ ગીતા લખાઈ અથવા ગવાઈ હશે ત્યારે કોઈ ધર્મ અસ્તિત્વ ધરાવ્તોજ નઈ હોય નઈતો એનો પણ ઉલ્લેખ એમાં જરૂર થી મળીજ રહેતોને.
મને હવે સમજાયું કે કદાચ લોકો એને સમજવામાં ક્યાંક ભૂલો કરી રહ્યા છે અને એ એક ભૂલ પાછળ બીજા આંધળું અનુકરણ કરી રહ્યા છે જેમને સત્યની સમજ છેજ નઈ. કારણ ગીતાને જાણનારો કોઈ ધર્મની વાતો કરે એ મને નથી લાગતું કે યોગ્ય ગણી શકાય ? ચાલો દુનિયા છે અને એમાં બધું રહેવાનું કદાચ વધુ ઊંડા ઉતારવા જઈશ તો કેટલાય આંધળા ધર્મપ્રેમીઓ મારા સરનામે દોડયા આવશે અને કદાચ એમની વાત માનાવવાની કોશિશો કરશે પણ એની જરૂર નથી હું માની લઈશ પણ એનાથી કઈ સત્ય તો બદલાઈ જવાનું નાથીજને ? મારી માનોતો આપણે ધર્મ પ્રેમી બનતા પહેલા એક વાર માણસ બની જવું જોઈએ પછી કદાચ આપણને એજ પરમ તત્વને શોધવા માટે મંદિર, મસ્જીદ કે ચર્ચ જેવા ધર્મ સ્થાનોમાં જવાની જરૂર નઈ જણાય. મને તો એટલો વિશ્વાસ છે કે જયારે તમેં ખરેખર માણસ બનસો ત્યારે તમારે એને શોધવો નઈ પડે એ પોતેજ તમને શોધતો આવી જશે કદાચ તમારે એને યાદ પણ નઈ કરવો પડે એ તમારી આસપાસજ હશે. કદાચ તમારી માણસાઈ ની તાકાતજ એમને તમારા આશિક બનાવી દેશે. તમાર પુકારેલા એક સુરે એ બધા બંધનો તોડીને આવી જશે કદાચ એ પણ તમારા માણસ બનવાની રાહ જોઇને બેઠો હશે.
હવે સવાલ છેકે શું અમે માણસ નથી એવું કહેવા માંગો છો ? ના હો જરાય નઈ માણસ થી મારો ઈશારો એક યોગ્ય માણસ બનવા તરફ છે અને કેવા યોગ્ય ? એટલા યોગ્ય કે પરમાત્માંનેય તમારી પાસે આવવા માંઝ્બુર કરી મુકે એવા માણસ બનવાની વાત છે. હવે પાછો સવાલ એ આવે કે પરમાત્માને આવે તોય ઓળખવો કેમ ? લો આનો જવાબ તો એનાથી પણ સરળ છે એને ઓળખવા જતા પેલા અપણે પોતાની જાતનેજ ઓળખી લેવી જોઈએ કદાચ એજ કણ કણમાં છુપાયેલો પરમાત્મા તમને કણોના વિશાલ સમૂહ જેવા અપણા આ શરીરમાંજ હોય. વાત તો સાચી ? પણ ? કદાચ હજુય સવાલો હોયજ ને ?
જયારે કોઈ તમને તમારો ધર્મ પૂછે તો તમે એને એટલુજ કહેજો કે મેં હજુ સુધી એના વિષે કઇજ વિચાર્યું નથી કારણ હજુ સુધી મને એ બાબતમાં કઈ સમજાયું નથી પણ જે દિવસ સમજાશે તમને સ્પષ્ટતા જરૂર કરીશ અને રહી વાત મારા પરમાત્માની તો એને પણ હું મારા અંદરજ અનુભવી લેતો હોઉં છું અને એટલેજ હું કોઈ ધર્મસ્થાનોમાં માથા ટેકવા જતો નથી. હા જયારે મને મદદની જરૂર હોય હું એકાંતમાં બેસીને મારા અંતરમનમાં ડોકિયું કરી લઉં છું અને મને મારા જવાબો પણ મળી જાય છે કદાચ મારા અંદર રહેલો પરમાત્માજ મને એના જવાબો શોધી દેતો હશે..કદાચ તમેય એને અનુસરી જોજો...
કદાચ મારી બધી વાતો તમને ના સમજાતી હોય પણ એક વાત હું સ્પષ્ટતા પૂર્વક કહીશ કે ધર્મના નામની પીપુડી વગાડતા પહેલા એક વાર અત્યાર સુધી લખાયેલા કોઇપણ ધર્મગ્રંથને સમજજો એના આંધળા અનુકરણ કરતા પહેલા એના પાછળના મર્મને સમજવાની કોશિશ જરૂર કરજો પછી એ ભલે ને ગીતા હોય, બાઈબલ હોય, કે પછી કુરાન-એ-શરીફ હોય હું વિશ્વાસ સાથે કહી સકું કે એનો મર્મ આજના ચાલી રહેલા આંધળા ધર્મ પ્રેમીઓના વર્તન કરતા સંપૂર્ણ અલગજ હશે. કારણ કે સત્ય હમેશા સનાતન હોય અને સનાતન સત્ય હમેશા માત્ર એકજ હોય જ્યારે એમાં બે-મત જણાય એટલે સમજવું એમાં ક્યાંક બદલાવ ની જરૂર છે. અથવા કઈક ખોટું થઇ રહ્યું છે તમે એને સુધારી ભલે ના સકતા હોય પણ એનો સાથ આપીને એને બઢાવો આપવા કરતા એને છોડી દેજો.
કદાચ બધાને સમજાવવું મુશ્કેલ કામ છે પણ આપણે કોઈને ક્યાં સમજાવવું છે અપણેતો બસ પોતેજ સમજવાનું છે. કદાચ એના પર હું એક બુક પણ લખી રહ્યો છું જેની અંદર આની વધુ સ્પષ્ટતા કરીશ પણ હાલ એટલું ઊંડું ઉતરવું એના કરતા આ લેખના અનુસંધાનમાં મારા પોતાનાજ વિચારોને જોડી મેં એક કવિતા લખી છે જે હું અંતમાં કહેવા જરૂર માંગું છું.
तू कोन हे येतो नहीं जनता,
सुनी सुनाई बातोको में नहीं मानता,
भगवान कहेते हे भले लोग तुजे,
बिना देखे मेंभी कभी नहीं मानता...
तू कोन येभी कोई नहीं जानता,
बस आदर्श हे तेरे तुजेतो कोई नहीं मानता,
हर दिन तुजे ढूंढते हे पथ्थरो में लोग,
एकभी पत्थर कोमे भगवान नहीं मानता...
कहेते हे अबतक तुजे कोई नहीं जनता,
इस बतकोभी में सच नहीं मानता,
तू हेतो मेरे आसपास ही कही,
नजाने कोई ये बात क्यों नहीं मानता...
सच्चाईतो तेरी आजभी कोई नहीं जानता,
तेरी बातोकोही अब कोई नहीं मानता,
रहेतो कई हे यहाँ तुज तक पहोचनेकी,
दुसरोकी दिखाई रहे में सच्ची नहीं मानता...
तू हे कहा सायद येतो कोई नही जनता,
परन्तु तू नहीं येभी में नहीं मानता,
मुजमे ही बसा हे तू कही पर,
मुजसे अलग हे बस ये भी नहीं मानता...
तेरी सच्चाई कोई क्यों नहीं जानता,
तेरी हकीकत क्यों कोई नहीं मानता,
पथ्थरको तेरा नाम दिया आज इंसानोंने,
ऐ दुनिया बनाने वाले आज तुजे ही कोई नहीं मानता...
[ ली. सुलतान बारोट ]
આખરી શબ્દોમાં એટલુજ કહીશ જે મારા અનુભવો છે એ જરૂરી નથી કે તમારા અનુભવો સાથે મેળ ખાતા હોય પણ હું જે અનુભવું એટલુજ મારા લેખમાં હું ટાંકતો હોઉં છું અને મારા લેખ માં ફિક્શન કરતા જીવેલા અનુભવ હું વધુ વાપરતો હોઉં છું. પણ તેમ છતાય કદાચ મારા વિચાર તમારી વિચારધારા સાથે મેળ ના પણ ખાય તો એને એક આંખે જોઈ બીજી આંખે ભૂલી જવા વિનંતી. અને આજકાલના એક અગત્યના રોગ મુજબ મારા વિચારોને કોઈપણ પ્રકારે કોઈ ધર્મ સાથે કે એના વિરુધ્ધ સરખાવીને વિચિત્ર તર્ક કાઢવા પ્રયાસ ના કરવો કારણ મેં આજ સુધી દુનિયાનીતો શું મારી જિંદગીમાય કોઈ ધર્મની વ્યાખ્યા વિચારીજ નથી. મારા માટે મારું કર્મ એજ મારો ધર્મ છે અને મારી આત્મજ મારો પરમાત્મા છે.
છેલ્લે મારા અનુભવના પોટલાને સંકેલતા પહેલા મારી વાતોને નકારનાર માટે એક પુસ્તક ની સજેસન આપવા માંગું છું એમણે એક વાર ગીતા જરૂર વાંચવી. પણ એને વાંચતા પહેલા અત્યાર સુધી સાંભળેલા વિચારોને બાજુ પર મુકીનેજ સમજસો તોજ કદાચ સાચું સત્ય સમજાશે અને હા એમાં ક્યાય ધર્મની વ્યાખ્યા દેખાય તો મારું ધ્યાન જરૂરથી દોરજો મારા કોન્ટેક્ટની વિગતો પરિચય માં આપેલ છે.
લી. સુલતાન બારોટ