Mare jivavu chhe....! Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Mare jivavu chhe....!

મારે જીવવું છે....!

સુલતાન સિંહ

મો.નં. +૯૧ – ૯૯૦૪૧૮૫૦૦૭

raosultansingh@gmail.com

જીવન....કેવી વિચિત્ર વસ્તુ છે નઈ ?

કદાચ એનો જવાબ હા અને કદાચ ના પણ હોઈ શકે એની સાથેજ કેટલાય સવાલો ઉભાય થાય અને એના વિચિત્ર જવાબોય સામે આવે. અને મળી પણ શકે ને એનાતો કેટલાય જવાબો છેજ એટલું મુશ્કેલ પણ નથી ને શોધવું તો ? પણ શું થાય આતો જીવન છે અને જેવું છે એવું પણ આતો ભાઈ જીંદગી છે કેમ સાચુંને ?

એને તમે માનીલો કે પછી એને માનવાથી ઇનકાર કરો પણ એને કઈ બદલી થોડેને શકાય અથવા કઈ એને ધિક્કારી દેવાથી પણ કઈ બદલાય થોડે જાય ? કેમ સાચું ને ? અરે હા યાદ આવ્યું જો હું પણ કેટલો ભુલકણો છું ને મેજ મારા પ્રથમ લેખ “ પ્રેમમાં જીવવું છે “ માં કહેલુંને કે જીવનની ડોરતો આપણાજ હાથમાં હોય છે. અને સાચું કહું મારા અનુભવ મુજબતો એજ સદંતર સાચું છે. પણ એનો મતલબ એ નથી કે એનો વિરોધ થઇ જ ના શકે એના પર નાદાનીની છાપ મારીને એને દબાવાની કોશિશ કરનારા પણ કઈ આ દુનિયામાં ઓછા નથીજ ?

પણ એક બીજું અને અહેમ જીવન સત્ય જેને માનવા માટે બધાય બંધાયેલા છે અને જેને નકારી કાઢનારાઓની સંખ્યા પણ લગભગ ના ને બરાબર હશે. કોઈની તાકાત નથી કે એને જુઠું પાડી શકે આ વાતને તો હું ખુલ્લા મને કઈ શકું છું.

એક સવાલ જાણે પાછો ત્યાજ મનના દરવાજે આવીને ટકોરા મારતો ઝડપભેર આવી ચડે કે અલ્યા ભાઈ બોલને શું છે ભાઈ એ સત્ય જેની તું ક્યારનો વાત કરી રહ્યો છે. મારું મન જાણે હવે પાછું વિચારમાં ડૂબી જાય છે કે એનો મારે તમને શું જવાબ આપવો ? વિચારતો કરવોજ પડેને કારણ કે બધાજ એનો જવાબ તો જાણેજ છે તેમ છતાય બધા આમ અજાણ બનીને ફરે છે. પણ “મૃત્યુ” એવો શબ્દ તો બોલવું પણ આપણે જાણે આપશુક્નીયાળ સમજી બેઠા છીએ.

ચાલો હવે મારા મત મુજબ વધારાની વાતોને કહી દઈએ અલવિદા અને મુદ્દાની વાત પર આવીએ. અને એ સત્ય છે અંત જે બધાનો છેજ પણ શું એ આપણી તરફ એકાએક આવી જશે પણ શું એ સમયે આપણી પાસે સમય હશે ખરા ? કદાચ ? પણ હાલતો છેને તો કાલ પણ થવાની વાતમાં દમ છે પણ એ એક સંભાવના સૂચવે છે. સત્યતા તો નઈજ ને ?

ઘણા લોકો કહેશે કે મરીજ જઈશુને એનાથી વધુ શું ? હા વાત તો સાચી કે એનાથી વધુ કઈજ નથી હોતું પણ શું જયારે એ પળ ખરેખર સામે હોય ત્યારે હસતા મુખે એને વધાવી લેનારા કેટલા ? શું એવા લોકો મળી શકે ખરા ? આ શું ? એવો કોણ પાગલ હોય જે હસતા મોતને વધાવીલે ? આવો સવાલ વળી ? આંખોના પોપચા પણ જાણે ફાવીકોલની મઝબુત ઝોડની જેમ એમજ ચોટી જાય અને ત્યાજ સ્થિર થઇ જાયને ? આવાની એ વાત સાચી પણ એને હાલથી વિચારવુજ શા માટે અને હા એના ડરથી કઈ જીવવાનું છોડી દેવું ? અરે ના હો મારો મતલબ એવો તો હરગીજ નથીજ, મન મુકીને અને ખુલ્લા મને આ કઠીન કહેવાતી જિંદગીના દરેક પળને જીવી લેવી એતો હોશિયારી છે પણ ? પણ શું ? અરે કાલની આશા છોડીને આ સત્ય બરાબર મનના અંદર સુધી ઉતરવું તો પડશેજને ? પેલી અમુક લીટીઓ યાદ આવી જાય છે ને લો જોઇલો ...

“ કલ કરે સો આજ કર, ઓર આજ કરે સો અબ ” હા બિલકુલ સાચેજ બસ એટલેજ તો કાલ પર કઇજ છોડવું એના કરતા આજે અને આજમાંજ જીવી લેવું જોઈએ સમજ્યાને ?

આમતો મુત્યુને આપણે દરેક પુરાણો અને ગ્રંથોમાં મોક્ષ તરીકેજ જોઈ છે અને મોક્ષના માર્ગ તરીકે બધાએ જાણે એને સર્વાનુમતે સ્વીકારી પણ લીધો છે. તેમ છતાય જયારે એનો વિચાર કરવાનો હોય ત્યારે મારે શું કામ આવું વિચાર્વુજ પડે એમ કઈ બધા છૂટી પડતા હોય છે ? સવાલ સાચો તો છેજ સાથો સાથ એમાં મઝા પણ છેજ ને....

એક લેખકના થોડાક શબ્દો મને યાદ છે કદાચ એમનું નામ મને યાદ નથી હમેશની જેમ મને સારી વાતોજ યાદ રહે એને કહેનાર કે લખનાર નઈ.... છેને વિચિત્ર બીમારી....

“ મોતભી ક્યાં અજીબ ચીજ હે ના,

જોભી મીલતાહે જીના છોડ દેતા હે...”

મને આ વિચાર ગણા સમયથી સતાવતો હતો એટલેજ કદાચ મેં મારાજ જીવનની છેલ્લી ઘડીએ જીવવાનો પ્રયત્ન કરેલો ભલે એ સત્યના હતો પણ મને તો એજ બધું જાણે હકીકતજ લાગેલું અને જીવનના ઘણાય વણઉકેલાયેલા સવાલોના જવાબો પણ મળેલા. મને થયું મારો આ અનુભવ બધા સાથે શેર કરવો એક ઉત્તમ વિચાર હોઈ શકે કદાચ ઘણાને એમાં કઇકને કઇક માળશેજ...

- - - - - - - - - -

મારું મન જાણે આજ ખુબજ ઉદાસ અને ખોવાયેલું હતું મારા મનમાં આજે જાણે આજ મોતનો ભય આમતેમ હિલોળે ચડેલો હતો. બપોરનો સમય હતો અને હું ઘરમાં હતો કદાચ બાર સુરજ માથે ચડી ચુક્યો હશે અને ગરમી પણ ભારોભાર છવાયેલી હશેજ. હું પલંગમાં ચુપચાપ પડ્યો હતો અને મારી આંખો ઘેરાઈ રહી હતી ક્યારે મારી આંખો લાગી ગઈ હશે કદાચ એનુય મને ભાન નહિજ હોય.

વિચારી રહ્યો હતો કે ક્યાંક ખોવાઈ રહ્યો હતો પણ મારા મનમાં જાણે એક વિચાર ખુબ તાકાતથી જાણે ઘેરાઈ રહ્યો હતો મન ભારેભરખમ થવા લાગેલું. જાણે મારી આંખો હમણાં ક્યારે અને કયા પળે ઢળી પડશે એની કોઈ ચોક્કસ ખાતરી ના હતી. હું કદાચ સુઈ ગયો હોઈશ પણ મારું મન સતત વહેતા ઝરણાની જેમ પોતાના માર્ગમાં વહી રહ્યું હતું.

કદાચ હું થોડીકજ ક્ષણોનો મહેમાન બની જાઉં અને કાલનો દિવસ મારા માટે ઉગેજ નહિ તો શું ? શું મારા પાછળ દુખી થનારું કોઈ ? અરે કોણ હોઈ શકે ? આમતો એમની ગણતરી મુશ્કેલ છે પણ સાચે મારા માટે તૂટી જાય એવું કોણ ? કોઈજ નહિ ? કેમ ? અચાનક મન જાણે વિચારોના એ વહેણમાં દોડતું અટકી ગયું મારી સામે કદાચ જવાબ હતો હા એ મારી માં હતી. જેને મને જન્મ આપેલો મારા માટે આટઆટલા તડકા છાયડા વાઠેલા અને મને અનહદ પણે ચાહતીજ રહી. બુલેટ ટ્રેનની માફક દોડતાએ ગતિમાન ટ્રેન જાણે પટરીઓ સાથે ફસડાઈ પડી અને સ્થિર થઇ ગઈ મારી સામે માનો ચહેરો ઉપસીને આખાય વિશાલ આકાશમાં છવાઈ ગયો. મારો જવાબ હતો એ કદાચ જે એના આકાર વડે મારા દિલમાં મારી માની જગ્યાને દર્શાવી રહ્યો હતો પણ આ શું ? આટલી વિશાળતા છે માની ? આકાશ પણ એને છાપવામાં જાણે ટૂંકું પડી ગયું. સુરજ, ચંદ્ર, તારા અને વદળો બધુજ ભૂસાઈ ગયું પણ અજુય જાણે જગ્યા ખુટતીજ હતી કેમ ? એનો જવાબ મને મળી ગયો એમાં મારા પપ્પા પણ હતાજ કદાચ મારી માં જેટલી જગ્યા ભલેના બનાવી શક્યાં પણ મારા માટે તો પૂજનીય હતા.

મારી માની એ વીશળતાનેય ઢાંકી દેનારી છાપ એ જવાબ સ્પષ્ટ કરી રહી હતી કે મારા પાછળ આ વ્યક્તિ કદાચ તૂટી જશે અરે જીવીજ કેમ શકશે પણ શું થાય ? હું તડપી ઉઠ્યો મારી રોમે રોમ જાણે થરથરી રહી હતી મારું મન ક્યાયથી ક્યાય ફલાંગો મારીને જાણે અદ્રશ્ય થઇ જતું હતું. મારી પાસે સાદા શબ્દોમાં કઉ તો કોઈજ જવાબ ના હતો જાણે પણ મારું મન તૂટીને વહેવા લાગેલું અને એમાં મન અરમાનો જાણે હું વહેતા જોઈ જોઇને રડી રહ્યો હતો, રડો નાખી રહ્યો હતો અને હૈયાફાટ રુદન કરી રહ્યો હતો. પણ આ શું ? આ કોણ છે હવે મારું દિલ વચ્ચેજ મને રોકી લેતું જાણે સામે છેડે કોઈની સામે આંગળી કરતુ હોય તેમ મને કિનારા પર કોઈકને દેખાડીને પાછું ભાવનાઓમાં વિખેરાઈ જતું. આ શું છે ? એ કોણ છે ? અંધારામાં હું એનો ચહેરો નહતો જોઈ શકતો પણ જાણે મારું દિલ એની તરફ એક વિચિત્ર પ્રકારે મને ખેંચી રહ્યું હતું. હું દિશાહીન એની તરફ ચાલી રહ્યો હતો કેટલુય ચાલ્યો પણ મારી દુરીઓ જાણે હજુય એટલીજ હતી. એ કોણ હતી એ કદાચ મારી એ પ્રિયતમા તો ? ના એ કેમ આમ સામે ના આવે ?

મારું મન હજુય એમજ વિચારતું હતું કે મારું વિચારનાર અહી ક્યાં કોઈ છેજ મારું ચાહનારો હુજ છું. અને કદાચ એટલે મારા રહેવા કે જવાથી કોઈને વધુ ફર્ક નઈ પડે ? પણ એ વ્યક્તિ જે મારા માટે કિનારે આમ બેઠી છે ? એ પણ મારીજ રાહમાં ? દિલતો એની તરફ આંગળી કરીને ગયુંને ? કદાચ એજ પ્રેમ ? પ્રેમ ? પણ એ વળી કોણ ? અચાનક મારા હોઠ સુકાઈને બરછટ થઇ ગયા પણ મારા મુખમાંથી થોડાક શબ્દો સરી પડ્યા અને હું ફરી એક ગહન વિચારોની ગહેરાઈઓમાં અલોપ થઇ ગયો.

મારા દિલના કોઈક ખૂણામાં એજ વ્યક્તિ જે પેલા કિનારે મેં જોઈ એનીજ ધડકનો હજુય મારા કાનોમાં જાણે ગુંજી રહી છે, દિલમાં જાણે કોઈકની વાટ જોવાઈ રહી છે, હું મારા માટે નઈ પણ જાણે એના માટેજ જીવી રહ્યો છું પણ ? એ કોણ છે ? એનું નામ ? ફરી એક વિચારોની ટ્રેન ભાવનાઓની પટરીઓ પર લાગણીની જેમ ઝડપભેર દોડવા લાગી છે. ભાવના અને લાગણીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે કેમ હજુ સુધી એનું કોઈ નામ નથી ? કે પછી કોઈ છેજ નઈ ? આ બધું શું અનુભવી રહ્યો છું મારી પાસે એટલો સમયજ ક્યાં છે ? મારી આંખો ? આમ કેમ નિરંતર વહી રહી છે ? વિચારો ઘેરાઈ રહ્યા છે મારા પપ્પા મારી સામે મને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પણ એમના મુખ પર હંમેશના જેવું સ્મિત જાણે આજે ગાયબ છે કોઈક ઘોર ચિંતા એમના ચહેરા પર અતિવૃષ્ટિના વાદળોની જેમ ઘેરાયેલી છે. એમનો આ ચહેરો હું જોઈનેજ તૂટી રહ્યો છું મારી આંખો હવે દુખવા લાગી છે. હું કેમ આમ રડતો હોઈશ કેટલો રોતલું છું ને ? એમાં વળી રોવાનું હોય બધાય એક દીતો જવાનું તો છેજ ને પપ્પા પણ હવે ક્યાં...? પણ હજુય પેલો કિનારે બેઠેલો એ સોનેરી ચહેરો મારી આંખોમાં જળહળીને દિલમાં કેમ છપાઈ રહ્યો છે બસ એક આકાર છે ચહેરો હજુય સ્પષ્ટ નથી. હું કેમ એને શોધી રહ્યો છું ? શા માટે ? એ મને મળશે ? કેમ એનો કોઈ મને જવાબ નથી આપતું ? અને કદાચ એ મને ના મળે તો ? પ્રેમ ? હા.....અમ.......ના.....ઉફ.....હા.... એજ. અને જો એ ના મળ્યો તો શું આ દિલમાં થતું દર્દ આમજ તાડપાવશે તો હું કેમ જીવી શકીશ ?

મારું શરીર હવે જાણે દર્દ થી તૂટી રહ્યું છે મારી મમ્મીની યાદો ફરીને મારી આંખોમાંથી રેલાઈને મારા દિલમાં એક ખંજરની માફક ચુભી રહી છે. મારી આંખો ફરી એક વાર આશુઓના સાગરો છલકાવી રહી છે એક પ્રચંડ આગની એમાં પ્રજ્વલિત થઇ ચુક્યો છે. મન જાણે પુરઝપટે દોડી રહ્યું છે, કેટલી ખુશી હોયને કોઈકના ખોળામાં સમાઈને આંખો બંદ કરી દેવાની વાહ...શું આનંદ...અનહદ...અને અખૂટ શાંતિ...વાહ... શું જીવન હોય ને કદાચ આજે આવાજ કોઈકનો ખોળો મનેય મળી જાય એ પેલીનોજ હોય જે કિનારે બેઠી છે કદાચ એજ મારો પ્રેમ છે જે ઝૂરી રહ્યો છે ? આજે મારો કદાચ છેલ્લો શ્વાસ પણ નીકળી જવાનો અને એ આમ દુર છે મારાથી ? મને અફસોસ ના હોત જો મારી અંતિમ શ્વાસ વખતે મારું માથું એના ખોળામાં હોત અને મારું મુખ એના મુખને નિહાળતું હોત.. કેટલીયે ચાહતો જેમાં માટે દિલમાં અવિરત પાને ઉભરાઈને વહેતી હોય એનો ખોળો કદાચ સ્વર્ગનેય ભુલાવી દેને ? મારા અંતિમ શ્વાશોમાંય એનો ચહેરો મારી આંખોમાં દેખાતો હોય એનું મુખ અવિરત હાસ્ય વેરતું હોય અને મને પોતાના હસતા મુખે વિદાય આપે અને મારા એ વિદાય લેતા જીવના સુકા હોઠોને પોતાના વહેતા હોઠોથી ભીના કરી દે.

શું આ બધું શક્ય છે ? એના માટે ? પણ મને કેટલી ખુશી મળે વાહ જાણે મારતા પેલાજ સ્વર્ગની સફર કરી આવ્યાનો આનંદ કદાચ એના એ ભીના હોઠ મારા હોઠોને ફરી ભીંજવી દે ? મારા જીવમાં જાણે ફરી નવી કુંપળો ફૂટી નીકળે અને મારો જતો જીવડો દોડીને એની બાહોમાં સમાઈ જાય. અને એ બધું ભલે ના બને પણ જતા જીવને બીજી તું શું તમન્ના હોઈ શકે ? એક તરફ એની જિંદગીને પ્રકાશિત કરનારી માં હોય અને સાથે એના દિલના બગોને હાર્યા ભર્યા રાખનારી એની પ્રિયતમા હોય બંને ના સાથમાં આખરી શ્વાસ પણ જાણે આખરી ના લાગે. કદાચ એજ મારા દિલના બાગ ખીલવનારી મારીએ મલિકા મારી જનનીને સાચવી લે અને મારો આત્મ ખુશી ખુશી એ પરમાત્મામાં વિલીન થઇ જાય. જાણે એક અદભૂત આનંદ તરફની મારી નવીજ સફર શરુ થઇ રહી છે. મારી આત્માને પરમશાંતિ મળી જાય અને મારા જીવને મુક્તિ પણ ? કેવી રીતે બને આ બધું ?

મારા એ છેલ્લા પળોમાય મારા દિલના કોઈક ખૂણામાં જાણે કોઈકની વેદના સદંતર તડપી રહી હોય અને મારું દિલ દુભાતું હોય. માની મમતાય પાસેજ હોવા છતાય જાણે મારું દિલ નિરંતર રડતું રહેતું હોય, અને જાણે કાળજું ફાડી નાખે એવી વાતતો એ છે કે એટલી વેદનાય ઓછી હોય તેમ એક તરફ સાથ છોડતા શ્વાસ અને બીજે પડખેજ મારા શરીરે લપેટાયેલી એ જનનીના વહેતા આંશુ મારા દિલને સળગાવી રહ્યા છે. આ વહેતા આંશુ જાણે બળતી આગમાં ઘીની જેમ એને વધુ ભડકાવી રહ્યા છે દર્દની સીમાઓ તૂટી રહી છે. કઇક જ્વાળાઓ વહી રહી છે... અને ..? અને..? હું મારી જવાની કગાર પર છું બસ ? સાવ આમ નિરર્થક રીતે મરી જઈશ ? શાવ નાકામોજ ? તો શું ? કોઈને મારું ના બનાવી શક્યો ? પોતાનું કહી શકાય એવુય ના બનાવી શક્યો.

મમ્મી અરે હા મારી માં... એતો મારી છેને ? પણ જાણે કેમ એવું લાગે છે કે એમનેતો મને પોતાનો બનાવેલોને ? મેં ક્યાં એમને મારી બનાવી છે એનેજ મનેય પોતાનો બનાવ્યો તો પછી તરત બીજો સવાલ આવ્યો તો મારું કોણ ? અરે મમ્મી તુજ મારી એક માત્ર સગી છો તેમ છતાય મારું મન હજુય જાણે કોઈકની વાટમાંજ ખોવાયેલું રહે છે. કેમ ? જોને મમ્મી પપ્પા પણ અજેય એટલાજ સ્નેહથી મને જોઈ રહ્યા છે જાણે કદાચ પ્રથમ વખત એમને મને પોતાના ખોળામાં લઈને રમાડ્યો હશે. પણ ? તને ખબર છે મમ્મી એ આજે એક શબ્દ નથી બોલતા મારી સાથે.... કહોને પપ્પા કેમ કઈ વાત નથી કરતા કેમ આમ ચુપ છો ? નારાજ છો મારાથી ? પણ કેમ ? હું વધુ સવાલ કરું એ કઈ જવાબ આપે એ પહેલાજ એમનો ચહેરો જાણે વાદળોમાં ભળીને ઓગળી જાય છે...

અરે અપ્પા આમ અચાનકજ ? પણ કેમ ? જયારે હું છેલ્લી ઘડીએ છું અને તમે આમ ? પણ આમ કેમ ? મારે તો હજુય જીવવું છે ? કેમ એટલે ? મારે હજુ તો મારા દિલમાં દફ્નાયેલા અરમાનોને કાઢવાના છે, દિલની વાતો કરવાની છે, કોઈકને એકાંતમાં મળવું છે, એને મારી લાગણીઓ સંભળાવવી છે. અરે હજી કાલ જ તો ? પણ ? એને ના પડેલી ને ? પણ એનો શું મતલબ ? મારે તેમ છતાય જીવવુતો છેજ આમા અચાનક કેમ હું વિદાય લઇ શકું ? મારે થોડાક દિવસો જોઈએ છે હજુય... એને મળવું છે... એને સમજાવવું છે... એને મનાવવું છે... પણ કદાચ તમે ના સાંભળોને તમારા માટે પણ હું નાસ્તિક હોઈશને ? પણ મારી વાત તો સાંભળવી જોઈએ ને ? કેમ પ્રેમ ? અરે હા એ કિનારે ફરતી આકૃતિ ક્યાં ગઈ જોઈલ્યો એના માટે થઇ મને સમય આપી દો...

જવાબ આપો ? શું એનો કોઈજ જવાબ નથી ? પણ શા માટે ? હા કદાચ એની પાસે પણ મારી વાતો અને સવાલોના કોઈજ જવાબો ના હતા અને સાચું કઊ તો હવે મારી પાસે એના માટેના કોઈ સવાલો નથી. પણ આમ અચાનક કેમ ? અને હુજ કેમ ?

અરે માં એમને કઈક સમજાવને જોને મને લઇ જવા આવ્યા છે. અને તું છે કે આમ રોવામાં કેમ વ્યસ્ત છે મને કેમ નથી બચાવતી તેતો ઘણાય પથ્થર પૂજ્યાં છેને ? એમને કઈક કેને હવે ? મારે જીવવું છે ? જોજે તુજ તો આમ તૂટી ગઈ છે પણ તને ખબર છે પપ્પા તો અજેય એમજ કેવા મુસ્કુરાઈ રહ્યા છે. આજે કદાચ ખુશ લાગે છે ....

અવા વિચાર મને કેમ આવી શકે ? હું કેમ આવી વાતો કરી રહ્યો છું શું મારા પપ્પા મારા જવાથી રાજી થઇ શકે. શું પણ એમની આંખોમાં એકેય આંશુ છે કદાચ સુકાયા હોય પણ એમની આંખોમાં તડપતી વેદના તો જાણે સ્પષ્ટ દેખાયજ છેને. પણ શું કામ એ આમ તડપતા હશે અરે તમારી શું ભૂલ છે એમાં કદાચ મારાજ વધુ જીવવાની આશાઓ મને તડપાવી રહી હોય ? પણ શું કરું એક તરફ આ ધડકતું દિલ અને પેલા દિલે બતાવેલા કિનારે ફરતી એ વાત જોતી આકૃતિ એનું શું કરું ? દિલ જાણે એકજ રાગ રેલાવી રહ્યું છે કે મારે તો જીવવું છે...

આંખો બંધ થવા લાગી છે પાંપણો ભારે થઇ રહી છે જાણે દુનિયામાં અંધાર પટ છવાઈ રહ્યો છે અને ઘોર અંધકાર છે. કોઈજ પ્રકાશ નાથી તો આ સોનીરી કિરણો માં શું ? તમે ? પણ કોણ છો તમે ? લાગણીઓ કે પ્રેમ ? પ્રેમ.... પણ તમે પેલા કિનારે હતાને ? પણ હવે શું તમે થોડેના સાથે આવસો કઈ. નહિજ આવોને ? કેમ ના ? અહી શું કારસો ? કેમ પણ...?

ચલ કોઈ વાંધો ની તમતમારે રહો અહી, મારો સમય હવે પતિ ગયો અને મને નથી લાગતું કે તમને કોઈ ફર્ક પાડવાનો હતો કે પડશે ? અરે પણ મારી કહાનીઓનું શું ? શું એ એમજ રહી જશે ? અધુરી ? નિરંતર તરસ્તીજ ? પણ કેમ ? અરે હા પરમ’દી તો મારો જન્મદિવસ છે શું હું એપણ નઈ ઉજવી શકું ?

મારો એ એક દિવસ તો જીવી લઉં ને કદાચ એજ દિવસમાં કેટલીયે તમન્નાઓ પૂરી થઇ જાય... કદાચ મારી ચાહત મને મળી જાય, મારી એ રોતી માંને દીકરો પાછો મળી જાય, એને એક વાર લપેટાઈને રોઈ લેવું છે મારે અને મારી ભૂલોની માફીઓ પણ માંગવી છે. પણ મારી પ્રીત ? અરે યાર હું પણ ક્યાં વારંવાર ત્યાજ આવીને અટકી જાઉં છું.

પપ્પા તમે ? અરે તમનેય મારે ઘણુય કહેવું અને સંભાળવું છે તમેય આમજ અચાનક જતા રહ્યા હતા ને ? પણ ત્યાતો આમે હું આવીજ રહ્યો છું એટલે શાંતિથી વાત કરીશું તમારે હવે દુખી થવાની જરૂર નથી. બધુજ કહીશ તમને પણ હાલતો તમે મમ્મીની હાલત જોઈજ રહ્યા છોને મારે એને સમજાવવી છે અને હા મારો બીટ્ટુ પણ ? અરે એતો જાણે ભૂલઇજ ગયો એતો ક્યારનો એના મોસાળે છે કાલજ વાત થઇ એને જાણે દુર હોવાની કલ્પનાએ પણ કેટલો રડાવેલો મને. મારા એ લાડકા ભત્રીજાને મળવાનુંતો રહીજ જશેને ? ના એવુતો કેમ ચાલે ? હું જતો રઈશ અને એ પાછળથી એ સાદ કરશે “કાકા...” શું હું નિરાંતે રહી શકીશ ત્યાય ? અરે પણ મમ્મી જે થવાનું છે એતો થશે પણ આમ તું કેમ તૂટી રહી છે..

એક માને કેટલો ઊર્મો હોય દીકરાને ખોવાનો એ હુય જણૂજ છું પણ આમ તો તું કેમ કરીને જીવી શકીશ યાર તું તો તૂટી જઈશ ને ? પણ હવે શું થાય કે ? તારે તો હિંમત રાખવી પડશેને ? ચલ હવે તું શાંત થઇ જા અને એક મીઠા સ્મિત સાથે મને વિદાય આપ... એમજ જેમ જાણે મારા દિલના કોઈક ખૂણામાં વસતી એ પ્રિયતમા મને લપેટાઈને હસતા મુખ સાથે વિદા કરતી હોય મને તારા એ ખોળામાં ઉંગવું છે આજે અને તારી સહમતીથી જ વિદા પણ થવું છે.

પપ્પા...... પપ્પા....... ક્યાં છો તમે આ મમ્મી ને સમજાવોને મને તમારી પાસે આવવા નથી દેતી જાણે એમની આંખોનેય હું નીતરતી જોઈ રહ્યો છું..

આંખો ભારે થઇ રહી છે...

મમ્મી હવેતો બસ કરને...

સમજને યાર... જો સામે છેડે પેલા કિનારા પર બેઠેલી મારી પ્રીત જોતો એને ક્યાં કોઈ ઊર્મો છે એતો મારા દિલનો ટુકડો હોવા છતાય કેટલી નિશ્ચિંત છે... મારો અવાજ હવે નથી નીકળતો મારાથી કદાચ હવે વધુ ના બોલી શકાય.... પણ મને વચન આપ કે તું હમેશા હસતા રહીશ તારી ખુશી વગર મારી ખુશી હું ત્યાય કેમ શોધી શકીશ.

ચલ જવાદે....સમય નથી હવે....

મને કઈજ નથી દેખાતું કે સંભળાતું પણ નથી. પણ મમ્મી તું હવે મઝબુત બનજે.. અને મારા એ લાડકવાયા બીટ્ટુ ને પણ મારી યાદો આપજે. તું સાંભળે તો છેને મમ્મી.........?

બસ એક તમન્ના હજુય હતી દિલમાં..........

“ મારે જીવવું છે...”

અને અચાનક મારી આંખ ખુલી અને કદાચ મેં મારી સ્ટોર થયેલ યાદોને કલમ વાતે કાગળ માં સમાવી લીધી પણ સાચેજ “ મારે જીવવું છે............