Tolashahi Bhushan Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tolashahi

ટોળાશાહી

એક વાર કોઇક સરમુખ્ત્યારની આત્મકથા વાંચતા બાદશાહ અકબરને વિચાર આવ્યો.

"બીરબલ, કેટલાક લોકો સરમુખ્ત્યારશાહીને લોકશાહી કરતા વધુ સારી શા માટે ગણે છે?"

"કારણ કે, દીન-એ-ઇલાહી, ટોળામાં અક્કલ નથી હોતી."

આમ છતાં બાદશાહની શંકાનું સમાધાન ના થયું.

"તો શું આટઆટલા iit, iim, વગેરે બનવા છતાં ટોળામાં અક્કલ નથી આવી?"

"આલમપનાહ, ટોળામાં રહેલ વ્યક્તિ પોતાની આગવી બુદ્ધી ગુમાવી બેસે છે."

આમ છતાં અકબરને ગળે વાત ના ઉતરતાં બીરબલે સાબિત કરવાનું કબુલ કર્યું.

"આલમપનાહ, આપણા બ્રોકરને ફોન કરી ઇન્ફોસીસનો ભાવ પૂછો, અને કહો કે વેચવાનો છે."

"અરે બીરબલજી, તમારા ફ્ન્ડામેન્ટ્લ અને ટેક્નીકલ રીસર્ચ પર અમને પૂરો વિશ્વાસ છે, પણ ઇન્ફોસીસ તો સ્ટ્રોન્ગ બાય ગણાય છે. એ વેચશું તો રોકશું શેમાં?"

"હજુર, આપણે ફરી એજ શેર ખરીદશું. આજે સાંજે માર્કેટ બંધ થતા પહેલાં બ્રોકરને ભાવ પૂછી લેજો, અને કહેજો કે કાલે ખૂલતી બજારે વેચવાનો વિચાર છે!"

બાદશાહે કહેવા મુજબ જ કર્યું. અને બીજે દિવસે સવારે શેરબજાર ખૂલતા ભેગાં જ બાદશાહે પોતાનું હોલ્ડીંગ ફૂંકી માર્યું. સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ગબડી પડ્યું અને ઇન્ફોસિસમાં ૨૦% ગાબડું પડ્યું.

"બીરબલ, વૈશ્વિક આર્થિક વાતાવરણ તો હજી પણ સારું છે. યુરોપિયન બજારો અને નેસ્ડેક પોઝીટીવમાં જ હતાં. અને હેન્ગ્સેન્ગ પણ ઉપરમાં બંધ થયું’તું અને ખુલ્યું! તો આપણું બજાર કેમ ભાંગ્યું?"

મલકતા મોઢે બીરબલ બોલ્યા, "જહાંપનાહ, ગઇકાલે તમે બ્રોકરને ફોન કર્યો ત્યારે સાંજે બધે વાત ફેલાઇ ગઇ કે નામદાર આલમપનાહ ઇન્ફોસીસના શેર ઓફલોડ કરવાના છે. એટલે સટ્ટોડિયાં અને ડે-ટ્રેડરો મંદીનો ખેલ રમી ગયાં. બહુ ઓછા લોકોમાં પોતાની બુદ્ધી હોય છે, અને લાંબા કે મધ્યમ સમયગાળા માટે રોકાણ કરતા હોય છે. બાકીના લોકો ટોળાના ભાગ હોય, જેમાં અક્કલ નથી હોતી. એટલે કંપનીના ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપવાને બદલે ટોળાશાહિમાં મુર્ખામી કરીને પૈસા ગુમાવે છે.

ટોળામાં અક્કલ નથી હોતી, એટલે કોઇએ પોતાની અક્કલ ચલાવ્યાં વિના મંદીના ખેલમાં પૈસા ગુમાવી દીધા, અને મોટા ખેલાડીઓ ફાવી ગયાં.

બીરબલ પર ખુશ બાદશાહે એને અપ્પર-ક્ર્સ્ટ અમદાવાદમાં એક મહિના સુધી લન્ચ અને ડીનર ફ્રી કરાવી આપ્યાં, કારણ કે સાબિતી સાથે બાદશાહને માતબર નફો પણ મળ્યો હતો!

દિવસનાં અંત ભાગે એમણે ૨૦% ઓછા ભાવથી ફરી ઇન્ફોસીસમાં એન્ટ્રી લઇ લીધી.

સમાપ્ત