“ આત્મવિલોપન “
સંદીપે એકાએક લવ –મેરેજ કરી લેતા તેના ઓફીસ સ્ટાફ તથા મિત્રો ને ખુબજ નવાઈ લાગી હતી. કારણ કે સંદીપ હંમેશા લગ્ન ની ના પડતો હતો. છોકરી જોવા જવાની અને લગ્ન ની વાતો ને ઉડાવી દેતા સંદીપે લવ –મેરજ કરી લેતા બધા અચંબામાં પડી ગયા હતા. સંદીપના લવ – મેરજ ના અચંબા માંથી હજી કોઈ બહાર નીકળ્યા નહોતા અને સંદીપ ને મળવા બધા ઉત્સુક હતા પરંતુ લગ્ન બાદ સંદીપ તેણી વાઈફ સાથે કાશ્મીર હનીમૂન માટે ઊપડી ગયો હતો.
સંદીપને કશી આદત નહોતી. સારી આવક હોવા છતાં કરકસર થી રહેતો હતો. સંદીપ-શીલા એકબીજા સાથે કાશ્મીરની વાદીઓમાં આંનદ માણી રહ્યા હતા. ખુશનુમા મોસમની મઝા માણતા બંને જુવાન હેયા એ પણ ભૂલી ગયા હતા કે તેમનો પરિચય થયો તેને હજુ પંદર દિવસ પણ નથી થયા. પંદર દિવસ ની ઓળખાણ હોવા છતાં બંને જાણે જન્મો જન્મથી એકબીજાને ઓળખતા હોય તેમ લાગતું હતું. કાશ્મીર ના અલોકિક સોંદર્ય માં નામી અનામી અનેક જગ્યાઓ જોવામાં પંદર દિવસ ક્યાં પસાર થઇ ગયા તે ખબર ના પડી.
સંદીપ ,શીલાને લઇ પોતાના વતન રાજકોટ પહોંચ્યો. મમ્મી એ દરવાજો ખોલ્યો ,સંદીપ સાથે એક અજાણી ખુબસુરત નવોઢા ના રૂપમાં ઉભેલી યુવતીને જોઈ નવાઈ પામ્યા. સંદીપ બોલ્યો ,”મમ્મી આ તમારી વહુ શીલા છે”. સંદીપ માં મમ્મી બોલ્યા ,આ તારી બધુ અચાનક કરવાની આદત ક્યારે જશે ? સંદીપ અને શીલા એ મમ્મી ને પ્રણામ કર્યા. બેટા અહીંજ ઉભી રહેજે, ને તુરંત ઘરમાં જઈ વહુની આરતી ઉતારવાની થાળી લઇ આવી વહુ ની આરતી ઉતારી, ખુબ ખુબ આશિર્વાદ આપી શીલા ને ભેટી પડ્યા. ત્યાં સંદીપ બોલ્યો, મમ્મી પપ્પા ક્યાં છે ? બેટા હમણા આવશે બહાર શાક લેવા ગયા છે મમ્મી એ જવાબ આપ્યો. બધા ડ્રોઈગ રૂમ માં બેસી વાતો કરી રહ્યા હતા. શું આ દરવાજો ખુલ્લો રાખ્યો છે એમ કહેતા સંદીપ ના પપ્પા ઘરમાં દાખલ થયા. ત્યાં સંદીપ ના મમ્મી બોલ્યા જુઓ,”તમારો આ બધુ અચાનક કરવાવાળો દીકરો શીલા વહુ ને લઇ ને આવ્યો છે”. સંદીપ – શીલા પપ્પા ને પ્રણામ કર્યા પપ્પા એ ખુબજ પ્રેમથી આશિર્વાદ આપ્યા અને સંદીપ ને ભેટી પડતા બોલ્યા તે મારો બોજો હલકો કરી દીધો.
સંદીપ ના પપ્પા આગળ બોલ્યા ,સંદીપ હું ખુબ ખુબ ખુશ છું ,તું આ વખતે આ રીતે ના આવ્યો હોત તો તું એકલો જઈ ના શકત. મેં અને તારી મમ્મી એ નક્કી કર્યું હતું કે તને પરણાવી ને પછી જ મોકલવો. ખેર જે થયું તે સારું જ થયું છે. શીલા એ દસ દિવસમાં સંદીપ ના મમ્મી પપ્પા ના દિલ જીતી લીધા હતા. બે દિવસ બાદ સંદીપ શીલા ને પાછા જવાનું નક્કી કર્યું. સંદીપની રજા પૂરી થવા આવી હતી. અંતે સંદીપ –શીલા ના વિદાય સમયે ચારેયની આંખો ભીની થઇ ગઈ હતી.
સંદીપ- શીલા મુંબઈ આવી મશીન લાઈફ માં સેટ થઇ ગયા હતા. થોડા દિવસ બાદ સંદીપે પોતાના ઓફીસ સ્ટાફ તથા મિત્રો ને શાનદાર પાર્ટી આપી બધા ને ખુશ કરી દીધા હતા. સંદીપ ની આવક સારી હતી તેથી જ તે પોતાની માલિકી નો નાનો ફ્લેટ ધરાવતો હતો. તેના પપ્પા ને પેન્સન આવતું હોવાથી તેમને પેસા મોકલવાની જરૂર નહોતી પડતી. શીલા ના આગમન બાદ શીલાએ ફ્લેટ ને એક નવો જ રૂપ રંગ આપી દીધા હતા.
સંદીપ ના ઓફિસે ગયા બાદ એકલતા કોરી ખાતી હતી. ત્રણ મહિના તો જેમ તેમ પસાર કર્યા પછી શીલાએ પણ સર્વિસ મેળવી લીધી. હવે સંદીપ – શીલા ઓફિસે જવા બંને સાથે જ નીકળતા હતા. સવાર થી સાંજ સુધી ઓફીસ અને સાંજે લગભગ સાથે જ ઘરે પહોંચતા હતા. દરરોજ ઓફિસે થી આવી બંને સાથે ચા પીધા બાદ રસોઈ કરતા. સંદીપ પણ શીલાને કોઈને કોઈ કામમાં સાથ આપતો હતો. ખુશ ખુશાલ સંદીપ – શીલા ને એક બીજા સામે કોઈ ફરિયાદ નહોતી.
શીલા પોતાની ઓફિસમાં કામ કરતા સુનીલ સાથે સારા સંબંધ હતા થોડા સમય બાદ તેઓ સારા મિત્રો બની ગયા હતા. સુનીલ અવાર નવાર ઘરે પણ આવતો હતો. સુનીલ નો સ્વભાવ ખુબજ સારો હતો તેથી તે સંદીપ નો પણ મિત્ર બની ગયો હતો. એક દિવસ શનિવારે શીલા એ તેમની ઓફિસેથી સંદીપ ને ફોન કર્યો ,”હેલ્લો ,સંદીપ આજ ના હાફ ડે નો લાભ લેવા મુવી જોવા જવાનું નક્કી કર્યું છે તું ત્રણ વાગ્યે “ઈરોઝ” પહોંચી જજે ,હું અને સુનીલ ટીકીટ લઇ ઉભા રહેશું તો તું આવી જ જે “. સંદીપે કહ્યું “શીલા મને સખત માથામાં દુખાવો છે એટલે હું નહિ આવી શકું તું અને સુનીલ જોઈ આવજો “. શીલા બોલી “નહિ સંદીપ તું આવી જજે અમે તારી રાહ જોઈશું “. સંદીપે ફરી કહ્યું “પ્લીઝ શીલા મારા કારણે તમે તમારો મૂડ ખરાબ ના કરો તમે બંને જોઈ લેજો હું દવા લઇ ઘરે જઈશ. ”એમ કહી ફોને મૂકી દીધો. રાત્રે શીલાએ કહ્યું “ તું આવ્યો હોત ખુબ મજા પડત ફ્રેશ થઇ જાત સરસ મુવી હતી “.
સુનીલના સંપર્ક માં આવ્યા બાદ સંદીપને શીલા માં આવેલું પરિવર્તનને ધ્યાન પર લીધું હતું. વાત વાત માં શીલા ના મુખ પર સુનીલનું નામ અચૂક આવી જતું હતું. સમય પસાર થતો ગયો શીલા માં સમય સાથે ઘણા પરિવર્તનો આવી ગયા હતા. તેણી વધુ પોતાના પ્રોગ્રામ સુનીલ સાથે બનાવવા લાગી હતી. સુનીલ ઉદાર અને દિલદાર યુવાન હતો. સંદીપને ખ્યાલ હતો કે આજકાલ શીલા તેનાથી દૂર અને સુનીલની નજીક જઈ રહી હતી. પરંતુ તેમણે કદી શીલાને ફરિયાદ નો એક હરફ સંભળાવ્યો નહતો.
તે તેની નબળાઈ હતી કે પછી ઉદારતા તે તેમને ખબર નહોતી. તેને ખ્યાલ હતો કે થોડા દિવસ પૂર્વે ડોકટરે તેમને કહ્યું હતું કે “મી. સંદીપ આપ બ્રેઈન ટ્યુમર ના પેશન્ટ છો અને તેમની ગંભીરતા આપ સમજો છો તેમ હું માનું છું “ આ મુલાકાત પછી થોડા દિવસ બાદ સંદીપે એક નિર્યણ કરી લીધો અને તેને અમલમાં મુકવા માટે તેમણે સુનીલને એકાંતમાં મળવાનું નક્કી કરી લીધું. “સુનીલ,મેં તને ખાસ વાત કહેવા માટે જ અહી સન્તાકુઝ જુહ્બીચ પર બોલાવ્યો છે “સંદીપ બોલ્યો. ” પરંતુ એવી શું વાત છે કે તે મને અહી અને તે પણ શીલા ને જાણ ન થાય તે રીતે બોલાવ્યો છે “ સુનીલ એ કહ્યું.
“સુનીલ ,મારી ઈચ્છા છે કે તું અને શીલા લગ્ન કરી લો “સંદીપ એ કહ્યું. સુનીલે આ વાત સાંભળતા તેને થયું કે જુહ્બીચ પર ની રેતી તેના પગ નીચેથી સરકી રહી છે. સંદીપ આગળ બોલ્યો “હું તને સાચી જ સલાહ આપું છું મને ખબર છે તમને બંને ને એકબીજા માટે લાગણી છે અને તેણી તને પોતાની લાગણી અમારા લગ્ન રૂપી બંધનને કારણે વ્યક્ત કરી શકતી નથી. સુનીલ તો હજુ મુઢ ની જેમ ઉભો હતો તેને ખ્યાલ નહોતો આવતો કે શું ઉતર આપવો છતાં તે બોલ્યો ,”સંદીપ ,તું શીલા નો પતિ થઈને શીલાની આવી વાત કરે છે “. ત્યારે સંદીપ બોલ્યો “સુનીલ આ વાત કહેવાનું એક ખાસ અગત્યનું કારણ છે તેથી જ કહું છું “,સંદીપ એ અટકી આગળ કહ્યું “ એ કારણ મારા સિવાય કોઈ જાણતું નથી !.
સંદીપ એ સુનીલના ખંભા પર હાથ રાખી કહ્યું ,” સુનીલ,મને બ્રેઈન ટ્યુમર છે. થોડ દિવસ પૂર્વે ડોક્ટર પાસે ચેકઅપ કરાવી આવ્યો છું ,હું હવે ત્રણ ચાર મહિનાનો મહેમાન છું મારું મૃત્યુ નિશ્ચિત છે તેથી હું તમારા બંને ના રસ્તામાંથી ખસી જવા માગું છું. તેમ સમજે તો એમ , પણ હકીકતે હું શીલા ને દુઃખી જોવા નથી માંગતો “સંદીપ એક શ્વાસે બોલી ગયો. સુનીલ તો આ સાંભળી ને ગળગળો થઇ ગયો અને બોલ્યો. સંદીપ, આવું ના બોલ”. “સુનીલ, આપણે વાસ્તવિકતા નો સ્વીકાર કરવો જ રહ્યો, આપણી હા કે ના કહેવાથી કશો ફેરફાર થવાનો છે ?સંદીપ બોલ્યો.
સાંજનો સમય હતો. મુંબઈ પરાના રેલ્વે સ્ટેશનો કીડીઓ ઉભરાઈ હોય તે રીતે ઊભરાયેલા નજરે પડતા હતા. અંધેરીના સ્ટેશના એક છેડા પર માણસો ટ્રેન પાસે ટોળે વળી ઉભા હતા. એક યુવાન ટ્રેન નીચે કપાઈ ગયેલો પડ્યો હતો. મુંબઈના લોકો માટે આ કોઈ નવાઈ ની વાત નહોતી. રેલ્વે પોલીસે લાશ નો કબજો લઇ લીધો હતો અને કાર્યવાહી શરૂ કરી દીધી. ફરી સ્ટેશનની ચહલપહલ શરૂ થઇ ગઈ હતી. ટ્રેન ફરી પોતાના ચર્ચગેટ – વિરાર રૂટ પર આગળ વધી ગઈ હતી. મલાડ સ્ટેશને પહોંચતા ત્યાં પણ એક યુવતી ટ્રેન નીચે આવી ગઈ હતી. મલાડ સ્ટેશન પર માણસોનો ઘસારો ઓછો થઇ ગયો હતો. લાશ નો કબજો રેલ્વેપોલીસે સંભાળી લીધો હતો.
બીજા દિવસે સુનીલ ઓફિસે પહોંચ્યો તો બધા કર્મચારી તેને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા તારી મિત્ર શીલા અને તેના પતિ સંદીપ એ આત્મહત્યા કરી છે. સુનીલ લોકલ પેપર માં ફોટા જોઈ રડી પડ્યો. અને એક બાજુ બેસી ગયો ત્યાં પીયુન એ પાણી નો ગ્લાસ આપ્યો અને બધા તેમને આશ્વાસન આપી પોતપોતાના કામ પર લાગી ગયા. સંદીપ લોકલ ન્યુઝ પેપરમાં આવેલા વિગતવાર સમાચાર વાંચવા લાગ્યો. હેડીગ હતું
“બે અતૃપ્ત પતિ – પત્ની એ મૃત્યુ અપનાવી માણેલી તૃપ્તિ “
બંને ના ફોટા સાથે તેમના છેલ્લા લખેલા લેટર વાંચવા લાગ્યો.
પ્રિય સંદીપ,
જિંદગીની આ સફર માં તારો સાથ છોડી જઈ રહી છું તો મને માફ કરજે. બે દિવસ પૂર્વે ડોક્ટર પાસે મેં મારું ચેકઅપ કરાવેલું. મારો અતીત મેં તારાથી છુપાવેલો જ હતો તેનું ફળ મને મળી ગયું. મારો અતીત હું ખુદ પણ પૂરો જાણતી નહોતી !યુવાનીમાં જયારે મારાથી એક ભુલ થઇ ગઈ હતી ત્યારે સમાજના ડરે મારા મમ્મી પપ્પા એ મારું ઓબેશન કરાવેલું હતું તે વાત મેં તારા થી છુપાવેલી હતી. પરંતુ કુદરતની સજા કે ડોક્ટર ની ભુલ ની મને હમણાં જાણ થઇ કે મેં મારી માતૃત્વ ધારણ કરવાની શક્તિ ગુમાવી દીધી છે ! મને આ વાત ની જાણ થતા મને ખુબજ આઘાત લાગ્યો છે. હું આ દુનિયા છોડી જઈ રહી છું ,તું મને માફ કરીશ તો મારા આત્મા ને શાંતિ થશે. તારી શીલા.
સુનીલની આંખોમાં અશ્રુ નો સાગર ઉમટ્યો હતો. પછી તે સંદીપ ના ફોટા નીચે આપેલ લેટર વાંચવા લાગ્યો
પ્રિય શીલા,
તારી સાથે ગુજારેલ હર પલ ની મધુર યાદ મારા સાથે છે, અને મને એ પણ યાદ છે જે મને ડોકટરે કહ્યું હતું કે “ મી. સંદીપ આપ બ્રેઈન ટ્યુમર ના પેશન્ટ છો અને તેમની ગંભીરતા આપ સમજો છો “. આવત જાણ્યા બાદ મને તારી ખુબજ ચિંતા સતાવતી હતી. મારી હયાતીમાં હું તને સુખ આપી શકું તેમ નથી મારા પાસે વધુ સમય નથી. તેથી મેં આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો છે. તું સુનીલ સાથે લગ્ન કરી લેજે તો મારા આત્મા ને શાંતિ મળશે. સુનીલ તારો મારો સારો મિત્ર છે. તું તેમના સાથે સુખી થશે. મને આશા છે કે તું મારી આ વાત માની મારા આત્મા ને શાંતિ થાય તેમ કરીશ. તારો સંદીપ.
સુનીલ ચોધાર આંસુ એ રડતો રડતો બંને ની લાશ નો કબજો લેવા માટે ઓફિસેથી નીકળી ગયો.
અનિલ ભટ્ટ
૯૪૨૮૦૭૪૫૦૮