ચાર લઘુકથા Anil Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાર લઘુકથા

તેણી

સમયનું વહેણ તો એવું વહી ગયું છે .તેથી જ તો યાદ નથી કે તેણી કયા દિવસે જન્મી હતી .હા ,એટલું તો જરૂર યાદ છે તેણી મધરાતે જન્મી હતી.તેણી ના જન્મ બાદ તરુંત તેણીની માતા મૃત્યુ પામી હતી .અને તેણી ...?તેણી તો જન્મતાની સાથે બોલવા અને ખડખડાટ હસવા માંડી હતી.હા ...હા.....હસવા અને બોલવા લાગી હતી !તમે ન માનો તો કઈ નહિ પરંતુ તે એક હકીકત છે .હા , મેં તમને કહ્યું ને કે તેણી ક્યારે જન્મી તે વિસરાઈ ગયું પરંતુ આજે તેણી યુવાન થઈ ગયી છે .તેણી તો સાવ નફફટ છે.તેમ જ નથી કોઈની શરમ કે મર્યાદા દેશની કે સમાજની,દિવસે દિવસે તેણી ખાઈ પીને મોટી થતી જાયછે.

તેણીની નફ્ફટાઈને કારણે ઘણાએ તેણીને મારી નાખવાની કોશિશ કરી ...હા ..હા ..મારી નાખવાની ,કારણકે તેને કાન નથી ,કોઈનું સાંભળતી નથી,પણ તેણીને મારવા હજુ કોઈ સફળ થયું નથી .શું કહ્યું તમે ? તમે મારશો ? તમારું એ કામ નહીં ! જેને આપણા દેશના શાસકો ન મારી શક્યા .તેને તમે કે હું શું મારશું ?હા ,કદાચ તમે મરણીયો પ્રયાસ કરશો તો તેણીને મામુલી ચોટ જરૂર થશે પરંતુ તેણી મરશે તો નહીં જ કારણ કે તેણી તમને મારી શકે તેમ છે .તેણીની એક થપ્પડથી તમે અને હું રસ્ત્તો માપતાં થઇ શકીએ તેમ છીએ .

જો કે તેણીનું અસ્તિત્વ ,આપણા દેશના દરેક શહેર્રો અને ગામડે ગામડે છે જ.હમણાં તેણીએ અમારા શહેરમાં દર્શન આપ્યા .અમારા શહેરનો એક ઉદ્યોગ બંધ થતાં તેણીએ તો હદ ઉપરાંત નફફટાઈ અપનાવી છે .મને તો તે ઉદ્યોગના બધા કામદારો પર દયા આવે છે .અરે ,તેણીએ ઘરની ઘરવખરી વેચાવી ત્યાં સુધી બેશરમ થઇ ગઈ છે .મારે તેણી સાથે બહુ સંબંધ નથી પરંતુ મારા મિત્રોના ગાઢ સંબંધોને કારણે હું પણ તેણીને ઓળખું છું .

શું કહ્યું તમે ?તેણીનું નામ ? શું તમે નથી ઓળખતાં અરે ,ભાઈ શા માટે આવી બનાવટ ?અને તે પણ મારી સાથે !કેમ ભૂલી ગયા તે દિવસને ?જયારે તમે ગ્રેજ્યુએટ થયા અને તે પણ યુનિવર્સીટીમાં ફસ્ટ નંબર પર પાસ થયા હતા .તમે માર્કશીટ લઇ બહાર નીકળતા હતા અને તેણી તમને વળગી પડી હતી અને તમે ..!દોડતા દોડતા ભાગ્યા હતા અને તેણી તમારી પાછળ ,કેમ યાદ આવ્યું તેણી નું નામ ?ખેર ,ત્યારે હું જ કહી દઉં ,પણ ડર લાગે છે તેણીનું નામ લેતા .પરંતુ તમને ઓળખ તો આપવી જ રહી .આમ તો એનાથી દૂર સારા ,પરંતુ તમારે જાણવું જ છે ,તો પછી મારે ક્હેવુંજ રહ્યું .

તમે ક્યા નામે તેણીને ઓળખશો ?તેણીના તો ઘણા નામ છે ...જુઓ જુઓ ,ત્યાં ઊભી ને તે ખડખડાટ હસી રહી છે .કેવી નફફટ છે ?જોયું ને તમે.તેણીનું નામ તો હવે સાંભળો .શું કહી રહી છે તે ?”હું બેકારી , હા..હા હું બેકારી ,મારું નામ બેકારી છે.

અલગ અલગ

ડ્રોઈગરૂમમાં ફોનની ઘંટડી વાગી રહી હતી .રીમા બેડરૂમમાં સાડીનો ઢગલો કરી વિચારોમાં ખોવાયેલી બેઠી હતી .વડીલોએ લવ મેરેજ ની પરવાનગી ન આપી તે ન જ આપી ,અને અંતે વ્યોમેશ સાથે વડીલોની પસંદ મુજબ લગ્ન કરવા પડ્યા .વ્યોમેશની પણ એ જ હાલત હતી બંને પ્રેમીઓએ પ્રેમને ત્યાગનું પ્રતિક માની છુટા થવું પડ્યું હતું .

એક દિવસ “એક દુજે કે લિયે “ જોવા જતા અકસ્માતે મીના મનિષ મળી ગયા .વ્યોમેશ બોલ્યો ”રીમા,મેં તને વાત કરી હતી તે મીના “ ત્યાં રીમા બોલી ,”મેં જે વાત કરી હતી તે મનિષ આ “ કોલબેલ સતત વાગી રહી હતી ,રીમા વિચારોના વમળમાંથી જાગી દોડીને દરવાજો ખોલ્યો ,ત્યાં વ્યોમેશ આવ્યો : અરે રીમા ! તું શું કરતી હતી ?કેટલી વખત મેં ફોનની રીંગ પણ કરી . ચાલ , જલદી તેયાર થઇ જા ,મૂવી જોવા જવું છે “. આમ કહી તે બેડરૂમમાં પ્રવેશ્યો.બેડરૂમમાં સાડીનો ઢગલો જોઇને સમજી ગયો .સૌથી ઉપર પીળા કલરની સાડી ફેલાયેલી પડી હતી .વ્યોમેશના મનમાં વિચાર આવ્યો કે ,”પીળી સદીમાં મીના પણ કેવી ખૂબસૂરત લાગતી ?”...ત્યાજ રીમા બેડરૂમમાં પ્રવેશી અને વિચારવા લાગી ,” મનિષ હોય તો એમજ કહે કે રીમાદેવી પીળા કલરની જ સાડી પહેરવાની છે .તેમાં તું અપ્સરા જેવી લાગે છે “

*****

“ રંગ “

આકાશ આજે જે કઈ પણ હતો તેમાં તેના પિતા અમૃતલાલ નો અમુલ્ય ફાળો હતો.દરેક પિતા પોતાના સંતાનોને સોનેરું ભવિષ્ય જોતા હોય છે.અમૃતલાલ એ તો ગામ ની જમીન મકાન વેચી ને શહેર માં આકાશને સ્મૃધિ નું આકાશ આપ્યું હતું.

શહેર ની રહેણીકરણીમાં આકાશ પિતા ના યોગદાન ને વિસરી ચુક્યો હતો.આકશની પત્ની અમી ના વાણી વર્તન અમૃતલાલ સાથે સાવ નિરાળા હતા.અમૃતલાલ ને આનંદ માં ફક્ત તેનો પ્રોત્ર આનંદ રાખતો હતો.સાત વરસ નો હોવો છતાં આંનદ દાદા નું ખુબ ધ્યાન રાખતો હતો.

એક દિવસ આકાશ કાર લઈને અમૃતલાલ ને વૃધાશ્રમ લઇ ગયો આંનદ પણ સાથે હતો.આશ્રમ પાસે ઉતરતા જ અમૃતલાલ સમજી ગયા કે દીકરા સાથે ની લેણદેણ પૂરી થઇ.આકાશ બધી વિધિ પહેલા જ પૂરી કરી આવ્યો હતો તેથી અમૃતલાલ ને ત્યાં મૂકી ને આનંદ ને લઇ ને ઘરે પહોચ્યા. અમી બોલી હવે મને શાંતિ થઈ.આનંદ કઈ સમજાતું નહોતું ,તે ફક્ત એટલું બોલ્યો પપ્પા મમ્મી તમે દાદા જેવડા મોટા થસો એટલે હું તમને બંને ને પણ દાદા ને જ્યાં મુક્યા છે ત્યાં મૂકી જઈશ.

આકાશ અને અમી ના ચહેરા નો રંગ ઉડી ગયો .

પીછાં

રૂમની દીવાલ પરના વોલપીસનું તેણીને ખાસ આકર્ષણ હતું વોલપીસનું લખાણ ધ્યાનાકર્ષક હતું .“ Why can’t people just get along ?” વોલપીસ પર જગ્યા ન હોવા છતાં ચકલો માળો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો .તેણી નિષ્પલક ચકલાને જોઈ રહી હતી .તેણીની નજર એકાએક ડ્રેસીંગ ટેબલ તરફ જતાં કંકાવટીની ગેરહાજરીથી તેણીની રડી રડી કેસુડા જેવી થઇ ગયેલી આંખોએ બે વધુ મોતી અર્પી દીધા .ચકલો હજુ માળો બનાવવાના પ્રયત્નમાં હતો .વેંશાખી બપોરની વધતી ગરમીએ પંખાની ઝડપ વાધરી હતી.કોલબેલ રણકતા તેણીએ દરવાજો ખોલ્યો .આનંદના આગમને તેણીનું મન પરમ શાંતિ અનુભવવા લાગ્યું .આનંદની દ્રષ્ટિ એકાએક વેન્ટિલેશનમાંથી પ્રવેશી રહેલા ચકલા તરફ ગઈ .તે ઉભો થતા બોલ્યો ,”તું આ ચકલાને માળો કેમ બનાવવા દે છે ?” કહી તેણે માળાની ડાળખીઓ ઉંચકી બહાર ફેંકી દીધી.

ત્યાં તેણી ચીસ પાડી આનંદને ચોંટી પડી .પેલો ચકલો ભયના ફડફડાટમાં પંખાની હડફેટે આવી ગયો હતો .અકાળે આવેલી પાનખરના પણોંની જેમ આખા રૂમમાં તેના પીછાં વેરાય ગયા હતા .

અનિલ ભટ્ટ .જામનગર

૯૮૨૮૦૭૪૫૦૮