કુંડલીમેળ Anil Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

કુંડલીમેળ

કુંડલીમેળ

સાંજનો સયમ હતો.જયારે સૂર્ય દરિયાના વિશાળ ખોળામાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું.ત્યારે અવંતીએ પોતાના બેડરૂમની લાઈટ ઓન કરી.લાઈટ ફક્ત રૂમમાં જ પ્રકાશ આપી શકે તે તેણી મર્યાદા હતી.અવંતી લાઈટ સામે જોઈ વિચારવા લાગી કે તેમાં જીવનમાં આવી રોશની આપતી લાઈટ કોણ ઓન કરશે ?અને ક્યારે ?તેણી પલંગ સામેના અરીસા સામે બેસી પોતાના ખુબસુરત,કાળી નાગણ સમા વાળને અનોખો નિખારઆપવા લાગી.એકાએકવાળની ગુંચમાં તેણી કાંસકી અટકી ગઈ.તેણી પોતાના પ્રતિબીંબને અરીસામાં જોઈ ફરી વિચારવા લાગી કે આ જિંદગીની ગુંચ કઈ કાંસકીથી ઉકેલાશે,શા કામનું આ રૂપ ?આ શણગાર કોના માટે ?

અવંતી ઘણી વખત આવા વિચારો સાથે દામપત્ય જીવનની મધુર કલ્પનામાં ખોવાય જતી.તેના યૌવનની પાત્રીસ વસંત વીતી ચૂકી હતી,છતાં તેના દિલના ચમનમાં કોઈ મહેકતું પુષ્પ ખીલ્યું નહોતું.શા માટે ?શું ખામી હતી તેણીમાં?તેણીનો એકજ દોષ હતો કે લગ્નની પાકટ ઉંમરે યોગ્ય જીવનસાથી શોધી શકી નહોતી.તે પણ માતા-પિતાના “કુંડલીમેળ”ને કારણે જ .સૌપ્રથમ તેને જોવા આવેલા યુવક પર તે કેવી મોહી પડી હતી?યુવકે તો અવંતી ને જોતા જ લગ્ન માટે ‘હા’ કહી હતી.અંતે વડીલોના કુંડલીમેળે બંને યુવાન હેંયા ના સ્વપ્નને છિન્નભિન્ન કરી નાખ્યા.બંનેમાંથી કોઈ એક હરફ સુધ્ધા ઉચ્ચારી શક્યા નહોતા.પછી તો અવંતીને જોવા આવનાર જોઇને જતા રહેતા,પરંતુ અવંતી દરેક પ્રસંગે યંત્રવત્ હાજરી આપતી હતી.તેણીને મનમાં “કુંડલીમેળ”નો ડર સતત સતાવતો હતો.

સમયની રફતારમાં પછી તો વીસથી પચીસ અને પચીસથી પાંત્રીસ થતા સુધીમાં જિંદગીમાં કશુંજ મેળવી ન શકી,ઉપરથી માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી.નાનો ભાઈ પ્રદીપ પણ હવે તો સમાજની કહેવાતી લગ્નસંસ્થાના ઉંબરે ઉભો હતો.પ્રદીપ માં જાણે કોઈ નવોઢાની શરમનો દરિયો સાંગોપાંગ ઊતરી ચુક્યો હતો.પ્રદીપ તેના મેનેજર સાથે તેણી કેબિનમાં ઓફીસ કામની ચર્ચામાં મશગુલ હતો.છ માસ પહેલા જ પ્રદીપને નોકરી મળી હતી.પ્રતિષ્ઠિતકંપની હતી.મેનેજર સરળ સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતો હતો.પ્રદીપ પર તેના ચાર હાથ હતા. સમય જતા પ્રદીપ અને મેનેજર અંગત મિત્ર બની ગયા હતા.ઓફીસ સમય બાદ બંને સાથે જ હરતા-ફરતા.તેનો મનેજર રમેશ હજુ સુધી અપરણિત હતો અને જાણે તે સમાનતાએ જ મિત્રતા ગાઢ કરવામાં ફાળો આપ્યો હતો. એક સાંજે ઓફીસથી છુટ્યા બાદ રમેશ અને પ્રદીપ હેવમોર હોટેલના એક ટેબલ પર ઢળતા વૈશાખની ગરમીને ભૂલવા આઈસ્ક્રીમ ખાતા હતા ત્યારે રમેશ બોલ્યો ,”પ્રદીપ ,અત્યારે તારી લગ્નની ઉંમર છે.તું લગ્ન માટે બહુ મોડું ન કરતો.મારો ખુદનો અનુભવ છે કે લગ્નની પાકટ ઉંમર વીતી જાય ત્યાં સુધીમાં જો કોઈ જીવનસાથી શોધી ન શકીએ તો જીવન જીવવા જેવું રહેતું નથી.”

રમેશ , કેમ આવી વાત કરે છે? તારા મુખે આવા શબ્દો મેં પહેલી વાર સાંભળ્યા છે,’પ્રદીપે કહ્યું. ‘પ્રદીપ,હ્રદયની વેદનાઓને વાચા ત્યારે જ ફૂટે છે જયારે તેને યોગ્ય સમય અને વ્યક્તિ મળે છે.તું મારો પ્રિય અને અંગત મિત્ર છે ,તેથી તો આ હ્રદયનો ભાર થોડો હળવો થયો છે.’રમેશ બોલ્યો.” રેમેશ, હું આપણી દોસ્તીના નાતે એક પ્રસ્તાવ મૂકું છું.કોઈ જાતની ગેરસમજ ન કરતો.”પ્રદીપે કહ્યું. ‘પ્રદીપ,તારી કોઈ વાતમાં ગેરસમજ થવાની શક્યતા નથી.તારો પ્રસ્તાવ નિ:સંકોચ રજુ કર,’રમેશે પ્રદીપને સમજાવતા કહ્યું. ‘રમેશ , તું મારી મોટી બહેન સાથે લગ્ન કરીશ ? તેને મંગળ છે.માતા-પિતાની “કુંડલીમેળ” ની હઠ ને કારણે હજુ અપરણિત છે’.પ્રદીપે કહ્યું. તે એક વખત મને તારી અપરણિત બહેન વિશે વાત કરેલી,મને યાદ છે.હું ગ્રહો માં નથી માનતો કે કુંડલીમેળમાં પણ નહિ.જો હું યોગ્ય વ્યક્તિ લાગતો હોઉં તો મારા માટે એ આંનદની વાત છે.તું અમારી મુલાકાત ગોઠવી આપ,ફક્ત મારી પરવાનગીથી કઈ મારાં લગ્ન નહીં થઇ જાય.તારી મોટી બહેનનો અભિપ્રયા પણ અનિવાર્ય ગણાય’.રેમેશે ખુલાસો કરતા કહ્યું. રેમેશ-પ્રદીપની મુલાકાતનું પરિણામ એ આવ્યું કે બીજે દિવસે રમેશને તેના ઘરે લઇ ગયો.અવંતી નિત્યક્રમ મુજબ પ્રદીપની રાહ જોઈ રહી હતી.ડોરબેલ રણકતા અવંતીએ દરવાજો ખોલ્યો.પ્રદીપ સાથે કોઈ અજાણી વ્યક્તિને જોઈ તેણીની યાદાસ્તનો સાગર ખળભળી ઉઠ્યો હતો.રેમેશ પણ અવંતીને જોઈ અવાચક બની ગયો હતો.ઔપચારિકતા પતાવી રમેશને ડ્રોઈંગરૂમમાં બેસાડી પ્રદીપ અવંતીની પાછળ રસોડા તરફ ગયો અને અવંતીને હકીકતથી વાકેફ કરી કે રમેશ શા માટે આવ્યો છે.

અવંતી પાણી લઇ ડ્રોઈંગરૂમમાં આવી.રમેશ અને પ્રેદીપને પાણી આપી ચા બનાવવા ચાલી.થોડા સમય બાદ અવંતી ચા સાથે ફરી ડ્રોઈંગરૂમમાં આવી. ડ્રોઈંગરૂમમાં રેમેશ એકલો બેઠો હતો.તેને એકલો જોઈને કઈ બોલવા જાય તે પહેલા રમેશ બોલ્યો,”પ્રદીપ હમણાં આવે છે,તમે બેસો. અવંતી,આ પહેલા આપણી મુલાકાત થઇ હોય તેવું મને યાદ આવે છે.” ‘તમારી વાત સાચી છે.’અવંતીએ ટુંકમાં જવાબ આપ્યો.અવંતી,આ ઉંમરે લગ્ન કરવા અનિવાર્ય નથી લગતા,પરંતુ જરૂરી તો લાગે જ છે.જયારે આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે જો “કુંડલીમેળ” થઇ ગયો હોત તો તે સમયના અને અત્યારના સમયના લગ્નજીવનમાં જોડાવાનો આંનદ,ઉમંગ અને ઉત્સાહમાં જમીન-આસમાનનો તફાવત છે.આપને તો મેં ત્યારે પણ પસંદ કરેલાં અને અત્યારે પણ કરું જ છું.તમે તમારા વિચારો જણાવશો.”રમેશે પોતાના વિચારો જણાવતા વાત પૂરી કરી.‘મેં તો તમને જોયા ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે સૌથી પહેલા મને જોવા તમે જ આવેલા, તે કમનસીબ દિવસને કે તમને હજુ સુધી હું ભૂલી નથી, તમારા બાદ અનેક મુરતિયા મને જોવા આવેલા પરંતુ તેમાંનો એકે ચહેરો પણ યાદ નથી.આજથી પંદર વરસ પહેલા મારા દિલમાં આપની અંકિત થયેલી તસવીર હજુ અકબંધ છે.’અવંતી એક શ્વાસે બોલી ગઈ.

‘અવંતી,આ ઉમરે લગ્નનો અર્થ સ્વયમ બદલાય જાય છે. આ ઉમરે જીવન જીવવા માટે એક સહારાની જરૂર હોય છે, એક હુંફાળા સહવાસની.અતૃપ્ત રહી ગયેલી પ્યાસ એટલી તીવ્ર નથી હોતી છતાં તેને બુજાવવી જરૂરી બની જતી હોય છે. જિંદગીની અડધી સફર તો એકલતાના અંધકારમાં પૂરી થઈ ગઈ છે.બાકીની પોતાના કહી શકાય એવા સાથીના સહારે ગુજારવાની ઈચ્છા જાગે છે.જીવનસાથી સાથે મહેંકતા દામ્પત્ય જીવનમાં પ્રવેશવાની ,સાથે કદમ મિલાવી ચાલવાની મહેચ્છા છે.’રમેશે પોતાના દિલની વાત નિખાલસપણે રજુ કરતા કહ્યું.હું એકલો જ બોલું છું.તમે તમારો અભિપાર્ય તો જણાવો.

અવનીત જાણે કોઈ સપનામાંથી જાગી હોય તેમ બોલી .’હ....હ...હા.... રમેશ બોલ્યો,’તમે તમારો જવાબ પ્રદીપને આપી દેશો.હું નીકળું છું. રમેશ બહાર નીકળ્યો ત્યાં પ્રદીપ આવ્યો અને આવતા જ પૂછ્યું ,રમેશ ક્યાં ?

અવંતી ધ્રજતા સ્વરે કહ્યું,’ તે....તે... જા તારા જીજાજીને જલદી બોલવ કહેજે, ચા પીને જાય.