Kavita books and stories free download online pdf in Gujarati

કવિતા

“ચહેરા ની ચોપડી”

એક ચકી હતી ,

એક ચકો હતો ,

ચકી બ્લેકબેરી લાવી ,

ચકો આઈફોન લાવ્યો ,

બંનેએ ચહેરાની

ચોપડીમાં ખાતા ખોલ્યા ,

પછી શું થયું ?

ચકીએ માળાનો ફોટો મૂક્યો ,

ચકાએ ચકીનો ફોટો મૂક્યો ,

કોણ ચોખાનો દાણો લાવ્યું ?

કોણ મગનો દાણો લાવ્યું ?

કોણ પાસ્તા લાવ્યું ને ,

કોણ પીઝા લાવ્યું ,

મને ખબર નથી અનિલ

તમને ખબર છે ?

મેં એક કલાકથી

ચહેરાનો ચોપડો

ખોલ્યો જ નથી !!!

***

“વરસાદ”

મેં

તને મુશળધાર વરસાદમાં

મળવા બોલાવી હતી ,

તને યાદ છે ને ?

તું આવેલી પરંતુ

રેઈનકોટ પહેરી !!!

હું વરસાદી પાણી એ લથબથ

ભીનો થયેલો

અને તને પૂછ્યું હતું !!

તું કેમ ..... તે મને

પૂરું બોલવા પણ

ના દીધો ,ને તે કીધું

હું તારી લાગણી અને પ્રેમમાં

લથબથ ભીની થયેલી છું

મને વરસાદ શું ભીંજવી શકે?

ને તે રેઈનકોટ

કાઢી નાખ્યો હતો

અને પછી !!!!

***

“મોબાઈલ”

આજકાલ મોબાઈલ

અનિવાર્ય અનિષ્ટ

સમો થઇ ગયો છે.

કેમ ખરું કહું છું ને?

અવનવા ટચ સ્ક્રીન મોબાઈલ માં

માનવી રત થતો જાય છે.

સંબંધોથી સાવ અળગો થતો જાય છે,

ને લાગણીના સ્પર્શથી દૂર થતો જાય છે.

***

“સદનસીબ “

ગઈ કાલે હું સમુદ્ર ને

મળવા ગયો હતો !

વરસાદી મોસમના એંધાણે

એ ઘુંઘવતો પોતાની વ્યથા –દર્દ ને

જોરશોર થી મોઝા રૂપે

કિનારા પર વ્યકત કરતો હતો .

તેમને જોઈ મને તેમની

ખુબજ ઈર્ષા થઇ !

કે કેવો સદનસીબ છે ,

તેને કિનારો તો મળ્યો છે !!!!

***

“માણસ કાંડ “

માણસ એટલે માણસ

દરિયાવ દિલ માણસ

સંબંધ ના દરિયે

તરતો ડૂબતો માણસ

હાલતો ચાલતો માણસ

તૂટતો ફૂટતો માણસ

નદી નાળા ટપતો માણસ

હાલક ડોલક થતો માણસ

શમણાં વહેચતો માણસ

ભ્રમણા વહેચતો માણસ

માણસ દંભથી ઓળખાય

માણસ સ્વાર્થથી છે ભર્યો

હરતો ફરતો માણસ

માણસ માણસ થી ઓળખાય

માણસ સમાચાર થી ભર્યો

માણસ એટલે માણસ

માણસ માણસ નો પર્યાય

માણસ વાનર કેરો વંશ

પણ દયે છે સર્પ જેવો દંશ

માણસથી એ ડરતો માણસ

રાત ‘દી રડતો રડતો માણસ

માણસ પેંસા થી ઓળખાય

માણસ જુઠ થી ઓળખાય

ખાલી ખાલી માણસ

માણસ ચંદન કેરી સુવાસ

લખતો વાંચતો માણસ

માણસ પેન્સીલકેરો જીવ

માણસ મન થી મર્યો

માણસ સત્ય થી ડરીયો

એકનો એક માણસ

એક માંથી બે માણસ

માણસ બે થી તો બસ

માણસ દરિયાથી યે ખારો

હાથ મિલાવતો માણસ

ઘા કરતો માણસ

માણસ અમાનત થી ઓળખાય

માન માટે મરતો મરતો માણસ

બી સી થતો માણસ

માણસ અંદોલન થી ઓળખાય

માણસ એટલે માણસ

માણસ જીવતો જીવતો મારતો

માણસ મરતા મરતા જીવતો

તોયે મોત થી ડરતો માણસ

“સમય “

મોબઈલ નો જમાનો છે

દીકરો-દીકરી નો મિસ કોલ આવે

તો સમજવું બેલેન્સ ડૂલ છે.

જયશ્રી કૃષ્ણ હવે JSK

થઇ ગયું છે.

હાય હેલો કહેવાનો સમય ક્યાં છે!

ટચ સ્ક્રીન મોબઈલમાં

E-mail - Whatsapp

બધું જ આંગળી ના ટેરવે છે.

આજની પેઢી પાસે

પણ... પણ...

લાગણી નિતરતા બાપ બેટી કે

બાપ બેટા વચ્ચે

રૂ –બ –રૂ કેમ છો પપ્પા?

કેમ છો મમ્મી? પૂછવા

નો સમય નથી!

***

“મળીએ “

ચાલ આપણે

ફરી મળીએ

પહેલાની જેમ .

જે દાદ –ફરિયાદ છે

તેને હતા કરી નાખી

આપણે

રેત સમુદ્રે મળીએ ,

જ્યાં હર એક લહેર

ફરી ફરી

કિનારાને મળવા

પ્રયત્ન શીલ છે .

સમયની લહેર સાથે

બદલાતા લોકોમાંના આપણે

નથી .

તે

સાબિત કરીએ

ચાલ આપણે

ફરી મળીએ

ભૂતકાળ ને ભૂલી

ભાવી તરફ

ભણીએ .

“દિલ “

હાસ્ય રૂદન ...

ગમતા નથી ,

હવે દંભી જીવન

જીવાતું નથી

જીરવાતી નથી

એ વાસ્તવિકતા ...

કે તું નથી જીવનમાં !!

ખબર છે ..

માગ્યા મોત મળતા નથી

પરંતુ

માગ્યા દિલ પણ ક્યાં

મળે છે ???

***

“બદલાય “

ઘણું બદલાય છે આજે !

સમય સાથે

માનવી માનવીના સંબંધ

ભૂતકાળમાં હતી

વર્તમાનમાં છે

બદલાય જગત તો

ગમનથી !!

ન બદલાય તું

મારા માટે બસ છે!!

***

“ કુદરત “

આઈ લવ યુ !

હું નથી કહેતો !

તો તો !

કુદરત હરહમેશ

આપણને કહેતો

રહ્યો છે કે

આઈ લવ યુ

પરંતુ

આ પૃથ્વી પરનો

કોઈ માનવી તેને

સમજી નથી શક્યો !!

ક્યાં ક્યાં માધ્યમથી

કહે છે તે તમને

ખબર છે ?

મને પણ ખબર નથી !!

પરંતુ થોડું થોડું

જાણ્યું છે !

દરેક ઝાડના પાનના

આકાર હ્રદય જેવા કેમ છે ?

બધાના કદાચ ચોકસ હ્રદય

જેવા નથી ને ?

પરંતુ કોઈ પણ ઝાડના

પત્ત્તા કે પાંદડું ત્રિકોણ કે ચોરસ

તમે જોયું ?

તેનો આકાર દિલ ના આકારની

નજીક જ હોય છે ને ?

પીપળો ,નાગરવેલ, વડલો

બધા લાગે છે ને આઈ લવ યુ

જેવા !!

લીંબડો થોડો અલગ છે પરંતુ

તે પણ ત્રિકોણ કે ચોરસ

નથી ને ?

ખૂણા તો માનવ બનાવે છે

પોતાની મરજી મુજબના !!

ખૂણા છોડો ,પર્યાવરણમાં

થોડું ધ્યાન દો ,

હર જન્મદિવસ પર એક

વૃક્ષ વાવવાનો નિર્યણ

કરો ને !!?

***

“ મે આવ “

વરસાદ એટલે ?

ધરતી પુત્ર ની પુકાર !

એક પ્રિયતમ માટેની .

જેમાં મોર પણ

સાથ આપી બોલે છે !

“મે આવ ....મે આવ “

પરંતુ પ્રેમમાં

પ્રતીક્ષા એજ તો

પ્રેમની પરીક્ષાનું

પહેલું પેપર

હોય છે .

પ્રતીક્ષાની કોઈ

હદ નથી હોતી !

જેમ પ્રેમની પણ

કોઈ હદ નથી હોતી !

પ્રેમ એટલે પ્રેમ !

શાસ્વત છે ,

નિસ્વાર્થ છે .

પરંતુ

આજના યુગનો પ્રેમ

એટલે ?!

ક્રેડિટ કાર્ડ ,આઈ ફોન ,

બેંક બેલેન્સ ,કાર

નોકરો ,ચાકરો ,

બંગલો ...

આમા વરસાદ

પણ કેમ વરસે !?

***

“માણસ “

માણસની અંદર એક માણસ છુપાયેલો હોય છે .

જેમ દરિયા મહીં અનેક દરિયા છુપાયેલો હોય છે .

સભ્યતાની લક્ષ્મણ રેખા પર ના કરો તો સારું છે ,

નહિતો જવાળામુખી દરેક માનસમાં છુપાયેલો હોય છે .

આમ તો દરેક માનવ સમા માનવ જ હોય છે ,

જો કોઈ છછેંડે તો દરેકમાં એક રાવણ છુપાયેલો હોય છે .

લાગે આજ દરેક માનવ સભ્યતાનો વારસ પણ ,

ક્યાંક તો લાલચી ને સ્વાર્થી માણસ છુપાયેલો હોય છે .

હું તો જીવ્યો ગાંધીના સિધ્ધાંત ને અપનાવી અનિલ ,

પરંતુ ગાંધી મહી પણ એક ગાંધી છુપાયેલો હોય છે .

***

“સપના “

હર એક માનવને પ્યારા હોય છે સપના ,

કુદરત ની એક અનમોલ ભેટ છે સપના .

સપના એટલે જીવન ને જીવન એટલે સપના ,

પુરા કે અધૂરા પણ હંમેશા અપૂર્ણ હોય છે સપના.

સપનાને અમૃત કોણે પીવડાવ્યું કહો ને તમે ,

સદા સતત જીવતા શાને રહે છે સપના .

સપના છે એટલે તો હર માનવ સુખી અનિલ ,

જીવનની ખરી મૂડી એટલે છે સપના .

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED