Sury Dubi gayo dariyama books and stories free download online pdf in Gujarati

સૂર્ય ડૂબી ગયો દરિયામાં

સૂર્ય ડૂબી ગયો દરીયામાં

સ્નેહલ તેના બેડરૂમમાં બેઠી હતી. મેગેઝીનના પાનાઓ ઉથલાવતી પોતાની જાતને વિચારોથી દૂર કરવાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી. સ્નેહલ એ રેડિયો ઓન કર્યો. તેનું મનપસંદ ગીત સાંભળવા મળ્યું – યાદ ન જાયે બીતે દિનોકી.... સ્નેહલ તે ગીત ગણગણવા લાગી. તેને થયું કે પોતાના જીવનમાં પણ હવે યાદ સિવાય રહ્યું છે શું ?

ગીત પૂરું થતા તેણે ડોરબેલનો રણકાર સાંભળ્યો. તેથી દરવાજો ખોલ્યો. દરવાજે સતીશને જોઈ તે ખુશ થતા બોલી :’ઘણા દિવસ બાદ આજે ફુરસદ મળી ?’ નહીં સ્નેહલ,બે દિવસ જરા ઓફિસે કામમાં હતો. અંકલ – આન્ટી ક્યાં છે ?તેઓ તો તારા ઘરે જ ગયા છે. ’વાતો કરતા કરતા બંને ડ્રોઈગરૂમમાં આવ્યા.

“તું શું કરતી હતી સ્નેહલ?, વિચારો જ કે બીજું કઈ ?મેં તને કેટલી વખત કહ્યું છે કે વધુ પડતા ખોટા વિચારોથી માણસ માનસિક રીતે વૃદ્ધ થઇ જાય છે. સતીશે, સ્નેહલ ને બોલવાનો મોકો આપ્યા વગર જ કહ્યું :’ચાલ લોનમાં બેસીએ. ’લોનમાં ખુરશી પર બેસતા સ્નેહલ બોલી :’સતીશ તું મારા માટે સર્વિસનું કઈ કહેતો હતો તેનું શું થયું ?’ ‘એ પણ થઇ જશે સ્નેહલ,કદાચ આવતી કાલે જ. પરંતુ અત્યારે આ આકાશ તરફ જો. કેવી સંધ્યા ખીલી છે !જાણે કોઈ નવવધૂએ ચુંદડી પહેરી હોય તેવું લાગે છે અને ધરતીએ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું લાગે છે. કેમ ખરું ને, સ્નેહલ?તું સાંભળે છે ને સ્નેહલ ? “હા સતીશ તારી વાત સાચી છે પણ હું જાણે એવું બધુ જોવાની દ્રષ્ટિ ગુમાવી રહી હોઉં તેવું લાગે છે. સતીશ તારી સાથે હોઉં ત્યારે કઈ નવી જ અનુભતી થાય છે. ”

‘સ્નેહલ,તારો – મારો કોઈ લોહીનો સંબધ નથી છતાં મેં અનુભવ્યું છે કે આપણો સંબધ લોહીના સંબધ કરતા વિશેષ છે,બારમાસી ફૂલ જેવો ! સતીશ, આપણી દોસ્તીને ચાર વર્ષ થઇ ગયા હસે ને ? ‘નહિ આપણી દોસ્તી પર પાંચ પાનખર વીતી ગઈ છે ‘ તેમાં ઘણી કુંપળો પાન બન્યા પહેલા ખરી ગઈ છે,તે જાણ્યું છે અને અનુભવ્યું છે. ’સતીશ ચિન્મય સાથે તો મારે...... ઓહ સોરી ! ‘હું તને ઘણા સમયથી એક વાત કહેવા માગતો હતો,જે હવે કહી જ દઉં છું.

‘સ્નેહલ,મેં તારા સ્નેહને ચિન્મય પર વરસતો જોયો છે. તને તરછોડયા પછી ચિન્મયની જિંદગી સ્નેહલના સ્નેહ વગર પણ વહી તો રહી જ છે પરંતુ તે મૃગજળ પાછળ દોડતા મૃગ જેવી છે અને તારી જિંદગી પણ એવી જ કહું તો કશું ખોટું નથી. ’ સ્નેહલ, તને સમજાય છે કે હું શું કહું છું ? તું સાંભળે છે ને ?તારા પ્રત્યે ચિન્મયના ઉદ્ધતાઈભર્યો અને અકલ્પનીય વ્યવહારને આજે પણ તું ભૂલી છો ? નહિ જ ! છતાં મેં તારી આંખોને ચિન્મયના સ્નેહ અને લાગણીને યાદ કરી વરસતી જોઈ છે અને અત્યારે પણ જોઈ રહ્યો છું. ’

‘બસ સતીશ બસ,હવે હું એકલતાથી અને વિચારોથી થાકી છું. ”હું એજ કહું છું. આમ ક્યાં સુધી તું તારી જાત પર અત્યાચાર કરતી રહીશ ? એ બનાવ બાદ તારી વાણી,વર્તન અને વ્યક્તિત્વ બદલાઈ ગયા છે. ” હા, સતીશ ! હું બદલાઈ ગઈ છું. મારા સંજોગોની એક થપ્પડે મને પાનખરના પર્ણની જેમ વેરાન વગડામાં ફેંકી દીધી છે. ”

‘સ્નેહલ,!તું પણ મારી જેમ ‘ક્વોલીફાઈડ’છે. બધું જ સારી રીતે સમજી શકે છે. છતાં તારું આવું વર્તન ! સ્નેહલ ! કમસે કામ તારે તારા મમ્મી – પપ્પા નો વિચાર કરવો જોઈએ. તેમને કેટલું દુઃખ પહોંચે છે !તેમની રાતોની ઊંઘ તેમનાથી દૂર ચાલી ગઈ છે. તને દુઃખી જોઈ તે તને કંઈ જ કહેતા નથી પરંતુ તારે તો સમજવું જોઈએ. ’ ‘સતીશ તે મને નવો રાહ દેખાડ્યો છે આજે,હું તેના પર ચાલવાનો પ્રયાસ કરીશ. ચાલ ઉભો થા અંદર બેસીએ. અહીં અંધારું થઇ ગયું છે. ’બંને ડ્રોઈગરૂમમાં પ્રવેશ્યા. સતીશ બોલ્યો :મને વિશ્વાસ છે કે તું “બીત ગઈ સો બાત ગઈ “ તેમ સમજી તારી નવી જિંદગી શરૂ કરીશ. ’

‘હા,સતીશ હું તારો વિશ્વાસ અખંડ રહે તેવો પ્રયત્ન કરીશ. ’ત્યાં ડોરબેલ રણકી. સ્નેહલે દરવાજો ખોલ્યો. સ્નેહલના મમ્મી – પપ્પાનું આગમન થયું. ’અરે સતીશ ઘણા સમય બાદ આવ્યો ?અમે તારા ઘરેથી જ આવીએ છીએ. ’સ્નેહલના પપ્પા બોલ્યા. ‘અરે હા સતીશ તારા વિષે એક ફરિયાદ છે, જે આજે મને જાણવા મળી છે. તારા મમ્મી – પપ્પા કહે છે કે તું લગ્ન કરવાની ના પડે છે !અને તેમની વાત માનતો નથી. ’

અંકલ – આન્ટી,એ વાત પછી,પહેલા તમને એક ખબર આપું ! આવતી કાલે સ્નેહલ મારા મિત્રની ઓફિસમાં સર્વિસ ‘જોઈન ‘કરે છે. ‘એ જાણી અમને ખુબ જ આનંદ થઇ છે. સ્નેહલ ને કંઇક ‘ચેઈન્જ ‘ તો મળશે. ’સ્નેહલના પપ્પા બોલ્યા. સતીશે કહ્યું હવે હું જાવ છું ખુબ જ મોડું થઇ ગયું છે. ’ ‘અરે ! એમજ ક્યાં જાય છે ? ડિનર લઇ ને જવાનું છે. ’સ્નેહલ અને તેના મમ્મી – પપ્પા સાથે બોલી ઉઠ્યા. ડિનર લઇ,સ્નેહલને સવારે તેયાર રહેવાનું કહી સતીશ ઘરે જવા નીકળ્યો.

સતીશના ઘરે તેના મમ્મી – પપ્પા શાંતિભાઈ – જયશ્રીબહેન અને તેની નાની બહેન મેના ડાયનીંગ ટેબલ ડિનર લઇ રહ્યા હતા. સતીશ ઘરે પહોંચ્યો ત્યાં શાંતિભાઈ બોલ્યા ;કેમ સતીશ મોડું થઇ ગયું ? અમે તારી રાહ જોઈ હમણાં જ બેઠાં. ત્યાં મેના ટહુકી :પપ્પા ! મોટાભાઈ તો સ્નેહલના ઘરે જમીને જ આવ્યા હશે. કેમ બરાબરને મોટાભાઈ ?. પપ્પા, આ મીનુએ કહી દેજો બહુ બોલ બોલ કરે છે. ’ સતીશ કૃત્રિમ ગુસ્સા સાથે બોલ્યો : પણ મોટાભાઈ મેં વાત તો ખરી જ કહીને ?’ત્યાં સતીશના મમ્મી બોલ્યા તમારે ભાઈ-બહેનને ઝઘડવા સિવાય કઈ કામ છે કે નહીં. મીનું !તું જમવા માંડ. સતીશ તું તારા રૂમ પર જા. તેના પપ્પા હસતાં હસતાં જમવા લાગ્યા.

સતીશે તરત પોતાના રૂમમાં જઈ આકાશને ફોન કર્યો. જે હજુ દસ દિવસ પહેલા અમેરિકાથી પોતાનો અભ્યાસ પૂરો કરી પાછો ફર્યો હતો. હલ્લો.... આકાશ... આપણે વાત થયા મુજબ હું તારી પાસે આવતીકાલે સવારે આવું છું.... ઓ. કે. ! સ્નેહલ માટેની વાત આકાશ સાથે પહેલાજ થઇ ગઈ હતી. તેથી બીજા દિવસથી સ્નેહલે આકાશની પર્સનલ સેક્રેટરી તરીકે સર્વિસ પર લાગી ગઈ.

આકાશ સતીશ નો બચપણનો મિત્ર હતો. આકાશના પપ્પાનો બીઝનેસ ખુબ જ વિશાળ હતો. અને તેથી જ તેમણે આકાશને વધુ સારા અને ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ મોકલ્યો હતો. આકાશ વિશાળ દિલનો,સોંમ્ય અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. ગોળ મોઢું,એકદમ વ્હાઈટ સ્કીન, ગોલ્ડન ફ્રેમના ચશ્માં તેમના વ્યક્તિત્વને એક જુદી જ દ્રષ્ટિ આપતા હતા.

આકાશને સ્નેહલ જેવી પર્સનલ સેક્રેટરી મળતા તેના દરેક કામનો બોજો હળવો થઇ ગયો હતો. હવે તે નિશ્ચિંત હતો. દરેક સાંજે સ્નેહલ તેને બીજા દિવસના કાર્યક્રમની યાદી પાઠવી દેતી. આકાશનું સ્નેહલ તરફનું આકષર્ણ સ્વભાવિક હતું. અતિસુંદર,શાંત અને નિખાલસ સ્વભાવ તેમજ નામ પ્રમાણે ગુણ હોવાથી ગમે તે વ્યક્તિ સ્નેહલના સ્નેહમાં તણાઈ જતી. તેવુંજ આકાશનું થયું. આકાશે વિદેશમાં ઘણી સુંદર છોકરીઓ જોઈ હતી ;ઘણી છોકરીઓ મળી હતી. પરંતુ સ્નેહાલમાં તેને પોતાની શોધની પરિપૂર્ણતા દેખાઈ !

તે સ્નેહલને ફક્ત ‘સ્નેહ’ કહીને બોલાવવા લાગ્યો હતો. પહેલા તો સ્નેહલને આ સંબોધન ગમ્યું નહોતું. પછી તે આકાશ જેવી વિશાળ હ્દયવાળી વ્યક્તિને નારાજ ન કરી શકી. આકાશ ઓફીસ સમય બાદ કઈ પણ બહાનું કરી સ્નેહને લઇ એકાદ કલાક સહવાસ મેળવતો. સતીશ ફોન પર આકાશ – સ્નેહલને મળી લેતો અને સ્નેહલના ઘરની અઠવાડિક મુલાકાત તો ચાલુ જ હતી.

એક દિવસ સ્નેહલે સતીશને કહ્યું ; સતીશ આકાશના વાણી – વર્તન મારા પ્રત્યે વધારે ને વધારે ગાઢ થતા જાય છે. મને શંકા થાય છે કે તે એ તરફ આગળ વધી રહ્યો છે જ્યાં મૃગજળ સિવાય કશું મળવાનું નથી !’

‘સ્નેહલ,ખરું કહું તો હું જાણું છું. આકાશ તને પ્રેમ કરવા લાગ્યો છે,પરંતુ તું યાદ રાખજે તેનો પ્રેમ સાચો છે મને ખબર છે કે તેણે આજ દિવસ સુધીમાં કોઈ છોકરીમાં રસ નથી લીધો. તારા પ્રત્યે આકર્ષાઈ જવું અને પ્રેમી થઇ જવું એ મને પણ નવાઈ પમાડતા હતા. પરંતુ એક દિવસ તેના એકરારદિલથી મને વાત સમજાય ગઈ. અચ્છા સ્નેહલ,હું જાઉં છું.

રાત્રિનું અંધકારમય સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઘડીયાળના બે કાંટાનું મિલન થવાની તેયારીમાં હતું. ત્યારે સ્નેહલ ખુલ્લી આંખે કશા વિચારમાં ખોવાઈ ગઈ હતી,ચીન્મયે મને કેમ તરછોડી ?ચિન્મય સાથેની દરેક સાંજ,સાંજ રાત્રિમાં પલટાતા તે નિરાશ થઈ જતી : અને સ્નેહલ ચિન્મયના સહવાસમાં જુદાઈ આવી જતી. દરેક સાંજે પાંચ જાણે ત્યારે વાગતા જયારે સ્નેહલ અને ચિન્મય જુહુ બીચ પર મળતા. હાથમાં હાથ નાખી લટાર મારતા. ત્યારે પ્રેમી યુગલને સંધ્યાના ઢળવાનો ડર સતાવતો.

એ જુહુ બીચ. એ રેશમી સુંવાળી રેત... રેત.. પર ઘર બનાવતા એ સ્નેહલ – ચિન્મય... બધા દ્રશ્યો સ્નેહાલની છત પર જાણે કોઈ ફિલ્મની માફક રજુ થઇ રહ્યા હોય તેમ લાગતું હતું. વિચારોને ખંખેરી તે સૂવાની કોશિશ કરવા લાગી.

સ્નેહ,આજનું કામ હવે પૂરું કર. જો કેટલા વાગ્યા છે ?પાંચ થવા આવ્યા છે અને મને અત્યારે ફરવાનો ‘મૂડ’આવ્યો છે જો તું કંપની આપશે તો મને આનંદ થશે અને તારા સાથે ખાસ વાત પણ કરવી છે. ચાલ નીકળીએ. બન્ને કારમાં નીકળ્યા થોડીવાર પછી ‘આકાશ !કઈ તરફ જઈ રહ્યા છીએ આપણે? એમ પુછતા જ સ્નેહાલની નજર મંદિર પાસેના તાવ્ર્પસે ગઈ,જેમાં પાંચ વાગવાની તેયારી હતી. તે બોલી ઊઠી ;આ એ જ ટાવર....

‘તું કઈ બોલી,સ્નેહ ? ‘ હ ‘! ના.... ના.... ’

જો સ્નેહ,આ જૂહ બીચ પર કેટલા લોકો છે. નાત જાત ભૂલી લોકો અહીં મળે છે. ગાડી સાઈડમાં પાર્ક કરી સ્નેહલ અને આકાશ રેતીમાં જઈ બેઠાં. સ્નેહલ દરિયાને જોવામ મશગૂલ હતી આકાશ સ્નેહલને જોવામાં. શિયાળાની સાંજની ઠંડીનો ચમકારો લગતા સ્નેહલ અને આકાશનું ધ્યાન તૂટ્યું.

કેમ સ્નેહ,તું કઈ બોલતી નથી ?? જો ચિન્મય હમણાં આ સૂર્ય દરિયામાં સમાઈ જશે. ઓહ.. સોરી આકાશ. ’

‘હું તને ચાહવા લાગ્યો છું,સ્નેહ !તું મારા પ્રેમ મંદિરની મૂર્તિ છે,જેને હું પૂજનીય ગણું છું. હું તારા સાથે લગ્ન કરવા માગું છું.

સ્નેહલ સુર્યાસ્ત જોતી હતી,તેના મુખમાંથી શબ્દો સારી ગયા ; જો ચિન્મય !સૂર્ય ડૂબી ગયો દરિયામાં. ’

અનિલ ભટ્ટ -- ૯૪૨૮૦૭૪૫૦૮

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED