સંધ્યાના રંગ Anil Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યાના રંગ

સંધ્યાના બદલાતા રંગ

તું આવ્યો ભાઈ ,કેમ કોઈ કઈ કહેતું નથી. એ ભાઈ ?વધી ગયેલી દાઢીમાં આંગળીઓ ફેરવતા સુરજે રમેશને આવેલો જાણી જાણે હ્રદયનો ઉભરો ઠાલવતો હોય તેમ પૂછ્યું.રમેશ એક જ એવી વ્યક્તિ હતી જે નિયમિત સુરજ ને મળવા આવતી હતી.”સુરજ મને યાદ છે અને તમે પણ ક્યાં ભૂલ્યા છો ...? તે દિવસ ને.શું સુરજ તમે ભૂલી ગયા હતા કે સુરજ અને સંધ્યા બંનેનું અસ્તિત્વ ક્ષિતિજમાં એક સાથે હોવું અશક્ય છે.” આ સાહિત્ય જગત ના સૂર્ય સમાન સુરજ ની આવી દશા જોઈ રમેશનું હ્રદય મન ધ્ર્રજી ઉઠ્યું.તેણે આગળ ચલાવ્યું સુરજ ,મને અફસોસ છે કે સમાજે તમાર જેવા લોકોનો લાડીલો,સાહિત્યની દુનિયાનો પ્રખર વિદ્વાન લેખક ગુમાવ્યો છે.સુરજ શું મધ્યાને જ અસ્ત થઇ જશે?સુરજ,દુનિયા એ એક નામી અને લોકપ્રિય લેખક ને ગુમાવ્યો છે અને તમે ?”તમે તો જિંદગીમાંથી સંધ્યાને ગુમાવ્યા બાદ અને તે સંધ્યાના ઢળવા પછી મેં કદી તમારી જિંદગી ની સવાર નથી જોઈ અને જોઈ છે તે ફક્ત ભયંકર રાત્રી જ સંધ્યા પણ નહિ”.અવિરતપણે રમેશ સુરજ પાસે પોતાનું વક્તવ્ય આપ્યે જતો હતો.સુરજ મૂઢ બાઘાની જેમ એકધારી આંખો ફાડીને રમેશને જોઈ રહ્યો હતો જાણે અતિતના કઈ ખૂણે જઈને પટકાયો હોય.

સુરજ કાશ તમારો સંધ્યા સંધ્યા સાથેનો પરિચય પ્રેમમાં ન પરિણમ્યો હોત. તે દિવસ મને હજુ પણ યાદ છે.હું તે દિવસે કઈ રીતે ભૂલું ? મેં જ તો તમારો પરિચય સંધ્યા સાથે કરાવ્યો હતો.તમારી “પાવક પ્રેમ” નામની બુકનું વિક્રમ સર્જક વેચાણ થતા મેં જ તમારા પ્રકાશક તરીકે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.તે દિવસે પાર્ટીમાં તમને મેં ફરજિયાત સુટ પહેરાવ્યું હતું.દેખાવમાં સામન્ય ઉચાઈ ,ઘઉં વર્ણા અને ગોળ ચહેરો,કાળી ફ્રેમના ચશ્માં તમારા ચહેરાને તેજસ્વીતા અર્પી જતા હતા.તમારા અવાજની મીઠાશ અને બોલવાની ઢબથી તમે કદી કોઈને પરાયા નહોતા લગતા હતા.કોઈ પણ વ્યક્તિના દિલમાં સ્થાન મેળવવા માટે સુરજની એક મુલાકાત કાફી હતી.રમેશના વક્તવ્યથી નિર્લેપ સુરજ આંગળાના નખ ચાવવામાં મશગુલ હતો.તે દિવસ પાર્ટીની શરૂઆતમાં જ રમેશે સુરજનો પરિચય તેની લેખન કૃતિઓની ચાહક સંધ્યા સાથે કરાવ્યો હતો અને બીજી પણ સાહિત્ય પ્રેમી ઘણી વ્યક્તિઓ સાથે કરાવ્યો હતો પરંતુ પાર્ટીના અંત સુધી સુરજ અને સંધ્યાની વાતો પૂર્ણ થઇ ન હતી.

સંધ્યા શહેરના નામાંકિત ઉધોગપતિ મી.મહેતાનીપુત્રી હતી.દેખાવમાં શ્યામળી,માંજરી અને ચમકતી આંખોવાળી,સંધ્યાના અવાજમાં પણ મધુરતા હતી.તેણીની અમીરાઈ તેણીના પોષક પરથી જાણી શકાતી હતી.સંધ્યા સાથેના સુરજ ના પરિચય બાદ મેં કદી સુરજ કે સંધ્યાને એકલા ક્યાંય જોયા ન હતા.ફંક્શન,પાર્ટી,મુવી,હોટેલ કે ગાર્ડન સુરજ સંધ્યા સાથે જ જોવા મળતા.સુરજના સંધ્યા સાથેના પરિચય

બાદ સુરજની લેખન પ્રવૃતિને એક નવી દિશા મળી હતી અને સાથે સાથે તેમની કલ્પના શક્તિ અદભૂત ખીલી હતી.”સંધ્યા જ્યાં સુધી તું મળી નહોતી ત્યાં સુધી જિંદગીમાં કશુંખૂટી રહ્યું હોય એવો અહેસાસ થતો હતો.”સુરજ ઉવાચ.”સુરજ તારો પરિચય થયા બાદ મને લાગે છે કે જિંદગી જીવવા જેવી છે.આજ સુધી હું લાગણી અને પ્રેમ શબ્દની વ્યાખ્યાથી અપરિચિત હતી.હું જે સોસાયટીમાં જીવી રહી છું ત્યાં મને કશી જ કમી નહોતી છતાં હું ત્યાં ગુંગળાઈ રહી હતી.અમારી એ સોસાયટીમાં દરેકના જીવન દંભી છે.દરેક ચહેરા દંભ નીચે છુપાયેલા છે અને દંભ રૂપી મહોરાં પહેરીને જીવે છે.એ સોસાયટીમાં લાગણી કે પ્રેમ નામનો કોઈ શબ્દ નથી ત્યાં છે ફક્ત પેસો અને પેસો જ ...”સંધ્યાએ કડવાસભરી ખીન્ન્તાથી આગળ ચલાવ્યું.સુરજ પેસાથી બધી વસ્તુ ખરીદી શકાતી નથી.તને ન મળી હોત તો હું જિંદગીનું સાચું સ્વરૂપ સમજી કે માણી શકી ન હોત,તારી સાથે ગુજારેલ એક-એક પળ મને યાદ છે.

સુરજ-સંધ્યાના મિલનનું સ્થળ એક મારી ઓફીસ પણ હતી,તેથી મને ઘણી વખત તેમના વાર્તાલાપો સાંભળવા મળતા.બંને પ્રેમીઓની એક બીજા પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઈ મને આશ્ચર્ય થતું કે શું આટલી હદ સુધી બીજી વ્યક્તિને ચાહી શકાય ?જો કે પ્રેમમાં વ્યક્તિના જુદાપણાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો.નિસ્વાર્થ સાત્વિક પ્રેમ કોને કહેવાય અને સાચો પ્રેમી એટલે શું તે તો મેં સુરજ ની જિંદગીમાં જ જોયાં.

“સુરજ તમે ભૂલી ગયા મેં તમને એક દિવસ શું કહ્યું હતું ? તમને તો હવે કશું યાદ જ ક્યાં છે” ?સુરજ તમે સંધ્યાને ખુબ જ ચાહો છો પરંતુ તમે કદી એ વિચાર્યું નહિ કે તમારા બંનેનું મિલન શક્ય છે ?ત્યારે તમે મને લાંબી ફિલોસોફી સંભળાવી હતી.” રમેશ સુરજ ને તેની માનસિક વ્યથામાંથી બહાર લાવવા નિષ્ફળ કોશિશ કરતો રહ્યો.પણ સુરજ અપલક નીસ્પૂહ પણે રેમેશને સાંભળી રહ્યો હતો.રમેશના શબ્દોની કોઈ જ અસર સુરજ ઉપર પડી નહિ. “સુરજ યાદ આવે છે તમે જ એક દિવસ મને કહ્યું હતું કે રેમેશ,પ્રેમ શું છે તે પ્રેમ કરનાર જ સમજી શકે.પ્રેમમાં કશું મેળવવાની અપેક્ષા નથી હોતી પ્રેમ તો ત્યાગનું પ્રતિક છે.યાદ કરો સુરજ તમે જ તો કહ્યું હતું કે અમારૂં બંનેનું મિલન તો આત્માનું મિલન છે.પછી બીજા ક્યાં મિલનની જરૂર છે? ભલેને જુદાઈ મળે.ત્યારે તમને કહ્યું હતું કે સુરજ બધી વાતો કરવી સહેલી છે પરંતુ ક્યાં સંધ્યા એક કરોડપતિ પિતાની એકની એક પુત્રી અને ક્યાં તમે.તમે એક લેખક,આજે “ઓફ્કોર્સ”તમારું નામ સમાજમાં છે.એક પ્રતિષ્ઠા છે નામના છે પણ તેથી શું ? શું સંધ્યા જે સાહ્યબીઓ ભોગવી રહી છે તે તમે તેને આપી શકો તેમ છો ?તમારો અતિત તો હું અને સંધ્યા જ જાણીએ છીએ કે તમે એક આનાથ આશ્રમમાંથી યુવાન થઈ આવ્યા છો.તેથી તમારા માતા-પિતા વિશે તો તમને કશું પુછવાનો કોઈ સવાલ જ નથી પરંતુ સંધ્યાના પિતા જયારે તમારો અને સંધ્યાનો સંબંધ અને અત્તિત જાણશે ત્યારે તે તમારા અસ્તિત્વને અતિત બનાવી દેશે. સંધ્યાના પિતા બહુ શક્તિશાળી વ્યક્તિ છે તે તેમની પુત્રી ને તે રસ્તે તો નહિ જ જવા દે કે જે રસ્તા પર તમે જિંદગી વિતાવી રહ્યા છો.સુરજ તમે ત્યારે મારી વાત ધ્યાન પર ન લીધી તે ન જ લીધી અને અંતે મારી કલ્પના ધીમે ધીમે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરવા લાગી.

યાદ કરો સુરજ આત્મપ્રેમના અનુગ્રહી તમે માત્ર આઠ દિવસના જ સ્થૂળ દેહિક વિરહથી બેચન બની ગયા હતા.હું તમારી ગમગીની જોઈ રહ્યો હતો કારણ કે આઠ દિવસથી સંધ્યા આ શહેરમાં ન હતી.તે દિવસે તમે વહેલા મારી ઓફિસે આવી ગયા હતા જયારે તેણી આવવાની હતી.ત્યારે તમે કેટલા ખુશ નજર આવતા હતા.ઓફિસમાં આવતાની સાથે જ તમે મને કહ્યું હતું કે રમેશ આજે સાંજે સંધ્યા આવવાની છે.તું આવશેને તારી ગાડી લઈને તેને રીસીવ કરવા ? મેં ત્યારે તને તારી સાથે આવવાની સંમતિ દર્શાવી હતી.બપોરે આપણે સાથે લંચ લઇ કશું કામ ન હોવાથી “ખિલોના”મુવી જોવા ચાલ્યા ગયા હતા. અને સાંજે આપણે સંધ્યાને રીસીવ કરવા જતા પહેલા મારી ઓફિસે પોસ્ટ જોઈ લેવા ગયા.હું અને તમે ઓફિસે પહોંચ્યા ત્યારે પટાવાળો ઓફીસ બંધ કરવાની તેયારી કરી રહ્યો હતો.આપણે બંને મારી કેબીનમાં ગયા અને પર તે દિવસની ટપાલ જોઈ રહ્યા હતા.તમે તેમાંથી એક કવર ઉપાડી લીધું હતું અને આતુરતાથી વાંચવા લાગ્યા હતા.મેં હજુ એકાદ-બે ટપાલ જોઈ હશે

ત્યાં તમે ? “સંધ્યા” નામની બુમ પડી ખુરશીમાં ઢળી પડ્યા હતા.મેં તુરંત પટાવાળાને બોલાવી પાણી મંગાવી તમારા ચહેરા પર છાટ્યું અને તમને ભાનમાં લાવવાની કોશિશ કરી હતી પણ બેકાર નિવડી હતી.ત્યાં મારું ધ્યાન તમારા હાથમાં રહેલ મેરજ કાર્ડ પર ગયું.મેં તુરંત તે કાર્ડ વાંચ્યું.વાંચતા વાંચતા મને થયું કે આખી ઓફીસ ગોળ ગોળ ફરી રહી છે.મહામુસીબતે મેં મારી જાત ને સભાળી અને પટાવાળાનીમદદથી તમને હોસ્પીટલ પર પહોચાડ્યા, હોસ્પીટલ પર પહોંચ્યા પછી પણ તમે ભાનમાં નહોતા આવ્યા.

તમે હોસ્પીટલમાં પુરા સાત દિવસ બેભાન રહ્યા.મેં તે અરસામાં ઘણી કોશિશ કરી સંધ્યાને મળવાની પરંતુ તેણી મને ના મળી તે ના જ મળી.સુરજ સતત સાતમાં દિવસે પણ તમે ભાનમાં નહોતા આવ્યા અને હું તે રાત્રે તમારી પાસે બેઠો બેઠો સંધ્યાનું તમારા પરનું કાર્ડ જે આવ્યું હતું અને જેના થકી તમારી આ દશા થઈ હતી તે કાર્ડના શબ્દો વાગોળતો કીક્ત્વ્યમુંઢ અવસ્થામાં વાંચી રહ્યો હતો.સંધ્યાના એ શબ્દો હજુ મારા આખાએ માનસને ધ્રુજાવી દે છે.સંધ્યાના એ શબ્દો હતા.

સુરજ, તમને શું લખવું તે જ સમજાતું નથી.હું બેવફા તો ઠરી જ છું.મેં એક દિવસ કહ્યું હતું ને કે અમારી સોસાયટીમાં દરેક દંભના મહોરા પહેરી જીવે છે.મેં પણ તમારી સાથે પ્રેમનો દંભ કરેલ હતો.તેમજ હું તમને ભૂલી ગઈ છું તેમ માની મને ભૂલી જજે.વધુ હું મારી મજબૂરીનું વર્ણન કરવા માંગતી નથી.સુરજ મને ભૂલી જજે .સંધ્યા ...

પત્ર વાંચ્યા બાદ હું શાંતિથી બેઠો હતો કારણ કે છેલ્લા પ્રસંગ પછી મારી પણ વિચાર શક્તિ મુઢ થઇ ગઈ હતી.સાત સાત દિવસો પસાર થઇ ગયા હતા.રાત્રીનો ઘોર અંધકાર પથરાઈ રહ્યા હતો.મોડી રાત્રીએ તમે એકાએક ભાનમાં આવી ગયા હતા.

પરંતુ તે તમે ન હતા.લાખો ચાહકોના દિલોમાં સ્થાન જમાવનાર એ સુરજને રાહુ ગ્રાહસ કરી ગયો હતો.તે દિવસે મેં મારા મિત્ર સુરજને ગુમાવી દીધો તે દિવસ પછી મને મારો સુરજ નથી મળ્યો જે એક નામી લેખક હતો.આજે જયારે પણ તમને મળવા આ મેન્ટલ હોસ્પીટલમાં હું આવું છું ત્યારે તમે કહો છો “ એ ભાઈ સુર્યાસ્ત થયો ?સુર્યાસ્ત ક્યારે થશે ?મારે મારી સંધ્યાને મળવું છે “

અને હું કશો જ ઉતર આપ્યા વગર વ્યથિત ર્હદયે છાના આંસુ સારી પાછો ફરું છું અને મન માં કહું છું.”સુરજ સૂર્યાસ્ત તો ક્યારનો થઈ ગયો પરંતુ તમે તેને જોઈ કે ઓળખી ન શક્યા”....

અનિલ ભટ્ટ જામનગર