Pani Smita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ધ ગ્રે મેન - ભાગ 2

     પ્રકરણ ૨: ડૉ. નીતિનું દ્વાર ૧. અવાજની પડઘા અને શહેરી મૌનઆર્...

  • કાળી ટીલીનું પ્રાયશ્ચિત

    ઓહોહો... વાત જ જાણે એવી હતી કે આખા ગામની છાતી પર જાણે કાળો ડ...

  • અપેક્ષા

       જીવન મળતા ની સાથે આપણે અનેક સબંધ ના સંપર્ક માં આવીએ છીએ....

  • આયનો - 2

    ​️ કેદ થયા પછીની સ્થિતિ: ધૂંધળી દુનિયા​આયનાની અંદરનો કારાવાસ...

  • ટેલિપોર્ટેશન - 3

    ટેલિપોર્ટેશન: વિલંબનું હથિયાર​અધ્યાય ૭: વિલંબનો અભ્યાસ અને ન...

શ્રેણી
શેયર કરો

Pani

પાણી ...

Smita Shah

smitashah2910@gmail.com

.............

"મા ,હજુ અમદાવાદ કેટલું દુર છે ..! " જીવલી ના નાના પગ થાક્યા હતા .કંકુ એ જવાબ આપ્યો "બસ અબ ઘડી પુગી જઈશું . ઝટ પગ ઉપાડ ." એણે ચાલવાની ઝડપ વધારી . નાની જીવલી લગભગ દોડતા દોડતા બોલી . "મા , બહુ તરસ લાગી છે .પાણી આપ ને ..!"

કંકુ કંઈ બોલી નહિ . ગામ ના માથાભારે સવર્ણો એ ગામ ના કુવા પર કબજો કર્યો હતો . તળાવે જતી એકલદોકલ દલિત યુવતીઓ ને વહુઆરુ ને ઈજ્જત બચાવવી ભારે પડતી .

એક જ ઊંડો પથરાળો કુવો જ્યાં થી દલિતો પાણી ભરી શકતા ત્યાં કોઈ વિરોધીએ આવી ઓઈલ નાખી દીધું હતું . રાત્રે રાડ પડી કે ઝુપડા સળગવાનાં છે . કંકુએ બચકી બાંધી .ધણી અમદાવાદ કમાવા ગયો ત્યાર ના કશા વાવડ નહોતા . લોકોના ઘર ના વાસીદા કરી બે ટંક માંડ ખાવા જેટલું મળતું .

પણ આજની રાત ભારે હતી . સરકાર માં કોઈએ નાનામો કાગળ લખી ફરિયાદ નોંધાવી તેથી સવર્ણો ના જુવાન માથાભારે તત્વો ઉશ્કેરાયા હતા .

જીવલી ને ચક્કર આવતા હતા . નાનકડો જીવ ... કેટલું સહન કરે ...! લથડિયું ખાઈ રસ્તા માં ગબડી પડી . કંકુ ની રાડ ફાટી ગઈ .પણ જીવલીએ આંખ ન ખોલી . એણે નાક પાસે જોયું . શ્વાસ ચાલુ હતો .

કંકુ એ આજુબાજુ નજર કરી .અંધારું ખાસું જામ્યું હતું . સોપો પડી ગયો હતો .આખું ગામ જાણે સુતું હતું .એણે જરા હિંમત કરી . દબાતા પગલે કુવા તરફ આગળ વધી .

કુવા પાસે કોઈ નહોતું .

અંધારા માં ઓળા ની જેમ દબાતા પગલે કંકુ આગળ વધી . ઢોર ને પાણી પીવડાવવા માટે રાખેલી ડોલ માં સહેજ પાણી હતું . એને ધીમે થી ડોલ ઉપાડી . જીવલી તરફ પગ ઉપાડ્યો ને" રાં સાલી .. ચોરી કરે છે અને પછી અભડાવવા નીકળી છે !"

માથા પર જોર થી ફટકો પડ્યો ..આંખ માં અંધારા આવી ગયા .. જોરથી નીચે પટકાયેલી કંકુ ની આંખ ઉપરથી વહી જતા ગરમ રક્તપ્રવાહ અને ઢળી ગયેલા પાણી નો રંગ એક થતો હતો ... કાળો ...ચમકતો ...ગાઢ અંધારા ની જેમ જ .

આઝાદી ના આટલા વર્ષો પછી વિશ્વ જળ દિન નિમિત્તે ..સખેદ .

સ્મિતા શાહ ' મીરાં '