Asbaab Smita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Asbaab

Asbaab

Smita Shah

smitashah2910@gmail.com
..........


બસ લગ્ન ની તૈયારી ચાલતી હતી . જાત જાત નું શોપિંગ ..તૈયારી થતી હતી .સોની આવી ગયો .સેટ ની લેટેસ્ટ ડીઝાઈન પસંદ કરી ,બનાવવા અપાઈ ગયો . ઘરે દરજી તો ન બેસાડાય ..મમ્મી તો ડોક્ટર એટલે કાયમ વ્યસ્ત .
એ પણ દરજીઓ ને સોંપી દીધું . ચાંલ્લા, બંગડીઓ ,ચંપલો,મેક અપ નો સમાન ..અધધ વસ્તુઓ નો ઢગલો થઇ ગયો .
અમે નાના હતા ત્યારથી મમ્મી ખુબ વ્યસ્ત રહેતી .છતાં આખું ઘર એકદમ વ્યવસ્થિત ચાલતું .મમ્મી જયારે ફ્રી હોય ત્યારે સોના ચાંદી વાળાને ત્યાં લઇ જાય . અમને બંને બહેનો ને ગમે તેવી ઝીણી ઝીણી વસ્તુઓ લેવાની .
માળાઓ ,બુટ્ટીઓ ,બંગડીઓ , સાંકળા ,જાત જાતની વીંટીઓ ...
અમારે ત્યાં વડોદરામાં તે વખતે
નવરાત્રી માં શેરી ગરબા થતા .
દર વખતે નવરાત્રીના મહિના પહેલા રાત્રે જાગીને મમ્મી નવા ચણીયા ચોળી બનાવે .તોઈ થી શણગારે .
અમે બંને બહેનો સરસ તૈયાર થઇ ને ગરબા રમવા જઈએ .
મમ્મી નું જોઈ અમે ભરત,ગુંથણ, સિલાઈ .. અથાણા ...એવું તો ઘણું ઘણું શીખી ગયા .એ અમને ક્યારેય કઈ જ ના કહે .ગુસ્સો કે મારવાની તો વાતજ નહિ .
એક વાર અમે ફિલ્મ જોવા ગયા. મારાથી કબાટ માં ચાવી રહી ગઈ હતી . મારો નાનો ભાઈ ..ત્યારે સાવ નાનો હતો .એ અને એનો દોસ્ત રેડિયા પર મેચ સાંભળતા હતા .અને તે જ વખતે કોઈ આવી ને અમારા ચાંદી ના બધાજ દાગીના લઇ ગયું . અમે પાછા આવ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઇ છે .તો પણ મમ્મી કે પપ્પાએ કઈ ન કહ્યું . "એટલું ધ્યાન નથી રખાતું કે કબાટમાં ચાવી કેમ રાખી ...!!" એટલું પણ નહિ .
આજે વિચાર આવે તો એમ થાય કે અમારી વૈયક્તિક સ્વતંત્રતા અને હોવાપણા નું કેવું માન રાખતા એ મા બાપ ..!! ક્યારેય અપમાનજનક શબ્દો કે વર્તન પણ નહિ ... કે દીકરા અને દીકરી વચ્ચે ફરક પણ નહિ !
લગ્ન ની બેગ ગોઠવાવા માંડી .એક પછી એક વસ્તુઓ મુકાવા માંડી . અમારી રોજના વપરાશ ની નાની નાની વસ્તુઓ પણ મૂકી . સમય નજીક આવતા આવતા મમ્મીની મૌન આંખોમાં એક વ્યથા અને પપ્પાના ચહેરા પર ની ચિંતાએ મને પણ હચમચાવી દીધી ..
કઈ જ સમજ નહોતી પડતી... .આગલે દિવસે રાત્રે બધા સુઈ ગયા પછી મેં ,મારા કબાટ માં બધું જ જેમ હતું તેમ મૂકી દીધું .
ફક્ત કરિયાવર ની વસ્તુઓ રાખી બેગ અને કબાટ બંધ કર્યાં .
મને ખબર પડી ગઈ હતી કે હું આખે આખો અસબાબ લઇ જઈશ, તો મમ્મી અંદર થી તૂટી જશે ...
એનું મૌન હું સમજી ચુકી હતી .
લગ્ન થયા પણ હું સંપૂર્ણ રીતે ક્યારેય વિદાય ન લઇ શકી ... જવાયું જ નહિ મારાથી મારા મૂળ ત્યજીને . વર્ષો વીતી ગયા લગભગ ૩૫ .આટલા વર્ષોમાં એવું નથી બન્યું કે મમ્મી સાથે ફોન પર વાત ન થઇ હોય . શક્ય હોય તો એની પાસે જ હોઉં ...
આજે જયારે મારી દીકરી મોટી થઇ અને એના લગ્નના વિચાર માત્ર થી ધ્રુજી જાઉં છું . એની ઝીણામાં ઝીણી વસ્તુઓ મેં સાચવીને રાખી છે .મમ્મી ની જેમ જ .

Smita shah ' meera '