Swamaan Smita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Swamaan


સ્વમાન

સ્મિતા શાહ ’મીરાં’



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સ્વમાન

પ્રીતિનું મોં સુજી ગયું હતું. લાલઘુમ આંખો અને શરીરે ભૂરા ચકામાં ગઈ રાત ની કોઈ ભયાનક ઘટનાનાં સાક્ષી હતા.

માંડ માંડ પથારી માંથી ઉભી થઈ પ્રીતિ. કૌશિક એને જગાડયા વગર જ ઓફીસ જતો રહ્યો હતો.

પ્રીતિ અને કૌશિક કોલેજ માં સાથે ભણતા હતા.

પ્રીતિ ખુબજ રૂપાળી અને હોશિયાર. કૌશિક પૈસાવાળો નબીરો. પપ્પાના પૈસે વટ મારે. આજુબાજુ ચમચા પાર્ટી તો ખરી જ.

બંને જણ પ્રેમ માં પડયા અને પરણી ગયા. પ્રીતિના માબાપ ની મરજી વિરૂદ્ધ.

સરસ મજાના ફ્લેટમાં એમની ગૃહસ્થી શરૂ થઈ. વર્ષો વિતતા વાર ક્યાં લાગે. ચાર વર્ષ તો જોતજોતામાં વહી ગયા.

પ્રીતિના સાસુ નો આગ્રહ રહેતો કે એક બાળક થઈ જાય પણ કૌશિક વાત ઉડાવી દેતો.

પ્રીતિ પણ કઈ બોલતી નહિ.

કૌશિક ની ઓફિસમાં નવી સેક્રેટરી રાખી હતી એણે. પ્રીતિએ એને એક વાર ઓફીસ માં જોઈ. એને બહુ ગમ્યું નહિ. અત્યંત રૂપાળી અને મોડર્ન કપડા માં સજ્જ. પ્રીતિને પોતાની જાત ઝાંખી પડતી લાગી અને થોડો ભય પણ. પુરૂષ છે આખરે તો કૌશિક. એને જે ગમે તે હાસલ કરવાનો એનો સ્વભાવ એને ડરાવી ગયો ક્ષણભર.

કઈ બોલી નહિ પણ પોતાની જાતને પાછી સુસજ્જ કરવા માંડી. વ્યવસ્થિત કપડા, હેરસ્ટાઈલ, બ્યુટીપાર્લર માં ટ્રીટમેન્ટ... સ્પા.

એને પણ સારૂં લાગ્યું.

ઓફીસ થી આવીને કૌશિક બાથરૂમ માં હતો. સામાન્યરીતે એને કૌશિકનો ફોન જોવાની આદત નહોતી. આમજ જોતા જોતા કૌશિક અને નવી સેક્રેટરી ના અભદ્ર ફોટા એની સામે આવ્યા. એની નસો ફાટતી હતી મગજની. જલ્દી જલ્દી ફોટા વોટ્‌સેપ માં પોતાના સેલ માં મોકલી હિસ્ટ્રી ડીલીટ કરી કિચન માં કામે વળગી.

એના મનમાં ઘમાસાણ ચાલતું હતું. કૌશિકને ખબર ના પડે એટલે નોર્મલ જ રહી. પણ એના મનમાં કોઈક યોજના ઘડાઈ ગઈ હતી.

કૌશિક ની પોતાનીજ ઓફીસ હતી. એના પપ્પાના બિઝનેસમાં. પણ હવે પપ્પા ઓછુ આવતા ઓફિસે. પ્રીતિ એના સસરાને મળવા ગઈ. નજીકમાં જ એમનો બંગલો હતો. બિઝનેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી પ્રીતિએ.

એના સાસુ પણ ખુશ થયા કે એ કૌશિક ની સાથે રહી શકશે અને પપ્પાજીનો ભાર પણ હળવો થશે.

બંને જણ માની ગયા. પ્રીતિએ કૌશિકને કંઈ કહ્યું નહિ. બીજે દિવસે કૌશિક ઓફીસ ગયો અને કલાક પછી પ્રીતિ ગઈ.

કૌશિક સેક્રેટરી સાથે પ્રેમલીલા માં વ્યસ્ત હતો અને અચાનક પ્રીતિનું આવવું. ..

બંને ડઘાઈ ગયા. સામાન્ય રીતે ઈન્ટરકોમ માં પરમીશન લઈને જ કૌશિકની ઓફિસમાં જવાતું.

કૌશિક નફ્ફટાઈ થી હસવા માંડયો. "ઓહો બીવીજી આજે કઈ આ બાજુ ભૂલા પડયા. ..!!"

સેક્રેટરી ને એની પોતાની કેબીન માં જવાનું કહ્યું એટલે એ ચાલી ગઈ પટ પટ કરતી.

પ્રીતિ ખુરશીમાં ફસડાઈ પડી. રડવા લાગી. કૌશિક એને પટાવતા બોલ્યો. . " તું પણ શું ડાર્લિંગ આમ નાની નાની વાતો માં ગુસ્સે થાય છે ! "

"એ જ મને ફસાવવાનો પ્રયત્ન કરતી હતી. એને જોબ માં થી કાઢી મુકીશ. બસ. .!! "

પ્રીતિ ઘરે જતી રહી. એનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું.

ધીમે રહીને એ ઉભી થઈ. કારની ચાવી લઈ બેંકમાં ગઈ. એના એકાઉન્ટ માં કૌશિકે જે પૈસા મુક્યા હતા એમાંથી મોટા ભાગની રકમ ગાયબ હતી.

લોકર માં જોયું તો કૌશિકે ઘણા બધા દાગીના પણ કાઢી લીધા હતા. વધેલા દાગીના પર્સ માં મૂકી લોકર બંધ કરી પાછી આવી. પગમાંથી જોર ઓસરી ગયું હતું. બેન્કના મેનેજર સાથે વાત કરી એનો ઈ એકાઉન્ટ ચાલુ કર્યો અને બાકીના પૈસા એમાં ટ્રાન્સ્ફર કર્યા.

સાંજ પડી. કૌશિકનો મેસેજ આવ્યો. જમી લેજે. મીટીંગ માં છું. પ્રીતિએ જવાબ ન આપ્યો અને જમી પણ નહિ. બાલ્કનીમાં બેસી રહી.

એને કઈ સૂત્તું નહોતું. પોતાના પેરેન્ટ્‌સ ને તો ક્યારની છોડી ચુકી હતી. કોને કહેવું બધું ?

રાત્રે બાઈ પણ ન આવી. એ એકલી ટીવી સામે બેસી રહી. રાતના બાર વાગ્યા સુધી હજુ કૌશિક આવ્યો નહોતો. એને ફોન કરવાની ઈચ્છા ન થઈ. આમ પણ એ ખોટું જ બોલવાનો હતો.

એ બેઠા બેઠા ઊંંઘી ગઈ ત્યાંજ.

અચાનક બારણાનું લેચ ખુલવાના અવાજ થી સફાળી જાગી ગઈ પ્રીતિ. નશામાં ધુત કૌશિક એની પાસે આવ્યો.

" ડાર્લિંગ હજુ જાગે છે..! સુઈ જવું હતુંને !!"

કોઈ પ્રતિભાવ આપ્યા વગર એ બેસી રહી. કૌશિક બેડરૂમ માં જી એમ જ સુઈ ગયો હતો. કપડા બદલ્યા વગર. પ્રીતિને પહેલી વાર એના માટે ઘૃણા થઈ આવી. ઓશીકું અને ઓઢવાનું લઈ લીવીંગ રૂમમાં સોફા પર જ સુઈ ગઈ.

સવારે આંખ ખુલી તો હજુ કૌશિક નસકોરા બોલાવતો હતો. એ ફ્રેશ થઈ બાલ્કનીમાં યોગા કરવા લાગી. રાબેતા મુજબ.

કૌશિક ફ્રેશ થઈ ઓફીસ માટે તૈયાર થઈ ચુક્યો હતો. મોડું થઈ ગયું છે. ચા ઓફિસમાં પી લઈશ એમ કહેતા કારની ચાવી લઈ નીકળી ગયો.

પ્રીતિને ખબર હતી કે એ ઓફીસ નહિ. બીજે ક્યાંક ગયો છે. એની બોડી લેન્ગવેજ એની ચાડી ખાતી હતી.

બાઈ આવી. આંખો લાલ , મોઢા પર ભૂરા ચકામાં. . એનાથી બોલી જવાયું "અરે ગંગુબાઈ !આ શું થયું ?"

બાઈએ કહ્યું એના મરદે દારૂ પી ને મારી.

"પોલીસ ને બોલાવવી હતીને ! સીધો થઈ જાત. "

બાઈ હસી પડી. "આતો એની આદત છે. નશો ઉતરે એટલે પગ પકડીને માફી માંગે. પણ મેડમ પ્રેમ તો મને જ કરે હો. બીજી તો બધી મા બહેન...!"

એના કાળજે ચિરાડો પડી ગયો. ક્યાં કૌશિક અને ક્યાં આ બાઈનો અભણ મરદ..!!!

એ ણે સાસુને ફોન કર્યો અને મળવા ગઈ. સેક્રેટરી વિષે વાત કરી ફોટા પણ બતાવ્યા. એના સાસુ સસરા કઈ બોલ્યા નહિ. એ હતાશ થઈ ઘરે આવી. એ લોકો પણ પોતાના ઘડપણ ની લાકડી ખોવા નહોતા માંગતા વચ્ચે પડીને.

એક રાત્રે તો ઘરે જ ન આવ્યો કૌશિક. ઓફિસથી માણસ આવી એના કપડા વગેરે લઈ ગયો

એ દિવસે કૌશિક મોડો મોડો પણ ઘરે આવ્યો. પ્રીતિ સુઈ ગઈ હતી. કૌશિક એની પાસે ગયો અને હલબલાવીને ઉઠાડી દીધી. દારૂની તીવ્ર વાસથી કમરો ભરાઈ ગયો. પ્રીતિને જુગુપ્સા થવા લાગી. કૌશિક નો હાથ ઝાટકી દીધો અને જરા દુર જી ઉભી રહી. કૌશિકે બરાડો પડયો. " બેંકમાં થી પૈસા કેમ ટ્રાન્સફર કર્યા. .ખબર છે મારૂં ક્રેડીટ કાર્ડ ના ચાલ્યું. મારે કેટલું નીચું જોવાનું થયું !"

"તમારા એકાઉન્ટ માં તો પૈસા હતા ને. . આતો મારો એકાઉન્ટ હતો ! "

કૌશિકનો પિત્તો જતો હતો "કેમ તારા બાપના ઘરેથી પૈસા લાવી હતી. મેં જ તો આપ્યા હતા. આવી મોટી મારા પૈસા વાળી..!"

હવે પ્રીતિની પણ જીભ ખુલી ગઈ. "પેલી પાછળ ખરચવા જોઈએ છે પૈસા !!"

"અને લોકરમાંથી મારા દાગીના ક્યાં ગયા !"

કૌશિક નો ગુસ્સો સાતમાં આસમાને હતો.

"તું કોણ મને પૂછવા વાળી ?"પ્રીતિ પ્રતિકાર કરતી રહી પણ કૌશિક ન રોકાયો. એ મારતો રહ્યો ગડદા પાટું ,ધોલ ધપાટ...

પ્રીતિ બેહોશ થઈ ગઈ. સવારે ઉઠી ત્યારે એની હાલત બહુ ખરાબ હતી. બાઈ આવી એને જોઈ એ છુટ્ટા મોઢે રડી પડી. બાઈ સમજી ગઈ હતી સાહેબના બદલાયેલા તેવર અને શેઠાણીનું દુઃખ. પ્રીતિને ચા મૂકી આપી. પગ પાસે આવીને બેઠી. "મેડમ ,ખરાબ ન લગાડતા. આજે સહન કરશો તો આખી જીંદગી આ જ સહન કરવું પડશે. ઉભા થાવ. "

બ્લાઉઝ ના ખિસ્સામાં થી એક ચોળાયેલી ચબરખી કાઢી. અંદર એક ફોન નમ્બર લખેલો હતો.

પ્રીતિએ કઈ જ પૂછ્‌યા વગર નમ્બર ડાયલ કર્યો. અડધા કલાક માં એક ડઝન લેડીઝ એના ઘરમાં હતી. મહિલા ઉત્પીડન વિરોધી બહેનો. એકે મીડિયા વાળાને ફોન કર્યો. બીજીએ પોલીસને. થોડી જ વાર માં શહેરના બીઝનેસમેન કૌશિક કડકિયા નો ફોટો બધી ચેનલ્સ પર ગાજતો હતો. પ્રીતિએ એના અને સેક્રેટરી ના ફોટા પણ પોલીસ તથા મીડિયા ને આપી દીધા.

મારપીટ અને મેન્ટલ ટોર્ચર માટે કૌશિક જેલમાં હતો. વકીલને બોલાવી પીટીશન ફાઈલ કરતી પ્રીતિ બાઈનો મનોમન આભાર માનતી હતી. એનું સાહસ જગાડવા બદલ. નહીતો પ્રેમ ,આબરૂ ,ઈજ્જત ના નામે એક વધુ સ્ત્રીનું બલિદાન લેવાઈ ગયું હોત...

સ્મિતા શાહ ’ મીરાં ’