Raju-ni Khushi books and stories free download online pdf in Gujarati

Raju-ni Khushi

રાજુ ની ખુશી ...

Smita Shah

smitashah2910@gmail.com

...........................

રોજ સવાર ની જેમ રાજુ જલ્દી ઉઠી ને બાજુની ડંકી માંથી પાણી ભરવા માંડ્યો .જરા મોડું થઇ જાય તો ગીર્દી અને બુમાબુમ ધક્કામુક્કી થઇ જાય . ઘર માં તો પાણી આવતું નહિ . ઘર ..! ઘર એટલે શહેર નાં છેવાડે આવેલી ખુલ્લી જગ્યા માં છાપરા જેવી ઓરડી . એવી ઘણી બધી ઓરડીઓ માં રહેતા ઘણા બધા માણસો. ..એટલે ભાથુજી ટેકરી નો સરકારી જમીન માં ગેરકાયદે વસી ગયેલો બીલો પોવર્ટી લાઈન સમૂહ .

બધા જ કઈ ને કઈ કામ કરતા . બહેનો ' બંગલે ' જતી .ઘરકામ કરી ઘરખર્ચ કાઢતી .. બાળકો ને ભણાવતી ...

આટલા બધા વચ્ચે પાણી માટે આ ડંકી જ હતી .

રાજુ જલ્દી કામ આટોપી પોતાની ચા ની લારી લઇ નીકળ્યો . સરકારી બગીચા માં બહુ લોકો ચાલવા આવતા . ત્યાં એની ચા ની પણ ખુબ જ માંગ રહેતી .એનો સરળ શાંત સ્વભાવ એને સારો ધંધો પણ કરાવી આપતો .

આજે સારો વકરો થયો ..રાજુ હરખાતો હતો .થોડા દિવસ માં નવા છાપરા નખાવી દઈશ ઓરડી પર . વરસાદ પણ માથે જ છે ." લારી સમેટી ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યા જ હતા ત્યાં ઝાડી માં થી રડવાનો અવાજ આવ્યો નાના બાળક નો . એણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું . ભૂત પ્રેત ના ડર થી મન માં હનુમાન ચાલીસા બોલવા માંડ્યો .

અવાજ વધારે જોર થી આવતો હતો . એક કુતરું ઝાડી તરફ ધસ્યું અને કઈ સમજ્યા વગર એ પણ ઝાડી તરફ દોડ્યો . એક નાનકડી બાળકી જમીન પર સુવાડેલી હતી .કુતરું એની પાસે જઈ ને સુંઘે એ પહેલા રાજુએ પથ્થર ઉપાડી કુતરાને માર્યો . કુતરું કું કું કરતુ ભાગી ગયું . પાસે જઈ ને બાળકી ને હળવે થી ઉપાડી . ઝાડી માં થી જીવડા અને કીડીઓ ચડી ગઈ હતી . જલ્દી જલ્દી ખંખેરી ને બાળકીને સાફ કરી . બાળકી તાવ થી ધીકતી હતી .

રાજુ એ આજુબાજુ તપાસ કરી . કોઈ હતું નહિ . બગીચા ના માળી અને વોચમેન ને કહ્યું કે "કોઈ શોધતું આવે તો મને કહેજો . આને હું મારા ઘરે લઇ જાઉં છું . "

માળીએ કહ્યું "ભાઈ તું ઉપાધી શું કામ વ્હોરે છે .પોલીસ ને સોપી દે . "

એને પણ વાત યોગ્ય લાગી .

રાજુ પોલીસ સ્ટેશન ગયો .ગરમી ના સખત મારા થી પોલીસ પણ કંટાળી ગયેલો હતો .

બગાસું ખાતા ખાતા એણે રાજુની વાત સાંભળી ન સાંભળી કરી .ફરિયાદ કાલે નોંધાવી જજે . કદાચ એના ઘરવાળા એને શોધતા આવે ...

રાજુ પોતાનું નામ ઠેકાણું લખાવી સીધો દવાખાને ગયો . ડોકટરે દવા લખી આપી . રાજુ ના મનમાં છાપરાનો વિચાર આવ્યો જે એણે ખંખેરી નાખ્યો .ઘરે જતા આજના વકરા માં થી દૂધ,દવા, બેજોડી ફ્રોક લીધા .

ઘરે પહોચી પડોશ વાળા બેન ને વાત કરી .આમ પણ મધ્યમ વર્ગીય લોકો માં ઘરોબો વધુ જોવા મળે . આજુબાજુ ની બેનોએ બાળકીની જવાબદારી ઉપાડી લીધી . નામ પણ ખુશી રાખ્યું .

રાજુ રોજ લોકો ને પૂછે .. પોલીસ સ્ટેશન ધક્કા ખાય પણ કઈ પત્તો ન પડ્યો .

ખુશી મોટી થવા લાગી અને રાજુની જવાબદારી પણ ...

રાજુ હવે મન દઈને કામ કરવા લાગ્યો હતો . એક ઓફીસ ની બહાર બપોર પછી ઉભો રહેતો . કમાણી પણ ઠીકઠાક થવા લાગી .ખુશી એની જીંદગીમાં ખુશી લઈને આવી હતી ...

ખુશી હવે પા પા પગલી માંડી ને પપ્પા બોલતી થઇ ગઈ હતી . રાજુ નું જીવન જાણે ધન્ય થઇ જતું એની કિલકારીઓ અને કાલાઘેલા બોલ થી .

સમય પાંખો લગાવી ઉડતો હતો .

બાજુ વાળા બહેને ખુશી ને સ્કૂલમાં એડમીશન લઇ આપ્યું .નાનકડી ખુશી હવે બીજા બાળકો સાથે સરકારી શાળા માં જવા લાગી .

સમય પાંખો લગાવી ઉડતો રહ્યો અને જીંદગી આગળ વધતી ગઈ . આજે શાળામાં કલેકટર ના હાથે તેજસ્વી બાળકોને ઇનામ અપાવા ના હતા

મોટાભાગના ઇનામો ખુશી લઇ ગઈ . ટીવી વાળા ઈન્ટરવ્યું લેતા હતા . નાનકડી ખુશી ચમકતી આંખો અને મો ભરાઈ જાય એવા હાસ્ય સાથે રાજુ ની વાત કરતી હતી કે મારી મા અને બાપુ એકજ છે .રાજુ એના દોસ્તો અને પડોશીઓ સાથે ટીવી સામે લાઈવ પ્રસારણ જોતો હતો .એની આંખો ચોધાર વહેતી હતી . સામે દીવાલ પર ફોટામાં કનૈયાના મોં પર મંદ મંદ હાસ્ય હતું .

સ્મિતા શાહ ' મીરાં '

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED