Veeshal Rahday Smita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Veeshal Rahday


વિશાળ હ્ય્દય

સ્મિતા શાહ ’મીરાં’



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વિશાળ હ્ય્દય

સ્વીટી પ્રેગ્નન્ટ હતી. બંને બેનપણીઓ ના મોઢા ફિક્કા પડી ગયા હતા. વર્ષા અને સ્વીટી નાનપણ થી એકજ ક્લાસ માં ભણતા.

એક બીજાના ઘરે રહેવું.. સાથે ભણવું.. રમવું. બાળપણ ક્યાં વીત્યું ખબર જ ન પડી. સ્વીટી ના પપ્પાનું કેન્સરમાં અવસાન થયું હતું. ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે કથળવા માંડી.

કોલેજ ની ફી તો છોકરીઓ માટે સાવ નજીવી પણ ઘરનો ખર્ચો કેમ કાઢવો. .!

સ્વીટીની મમ્મીએ એક બ્યુટીપાર્લ ર માં જોબ લઈ લીધી. પણ ખર્ચો પહોચી વળતો ન હતો.

સ્વીટીએ પણ એક ઓફીસ માં પાર્ટ ટાઈમ કોમ્પ્યુટર ઓપરેટર ની જોબ લીધી.

વર્ષાના પપ્પાએ જાણ્‌યું તો એમણે મદદ કરવાની તૈયારી બતાવી. થોડા થોડા દિવસે પૈસાની મદદ કરતા એ.

સ્વીટી એમના અભાર ના ભાર તળે દબાઈ ગઈ હતી.

એક દિવસ ઓફિસમાં તબિયત સારી લાગતી ન હતી. વર્ષાને ફોન કરી ઓફીસ બોલાવી બંને ડોક્ટરને બતાવવા ગયા.

ડોકટરે ચેક કરી દવા તો આપી અને બ્લડ યુરીન ટેસ્ટ કરવાનું પણ લખી આપ્યું.

દવા લેવા ગયા ત્યાં સ્વીટીએ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પણ લીધી. વર્ષાને નવાઈ તો લાગી પણ એ ચુપ રહી. ત્યાં થી બંને ઘરે આવ્યા અને રીઝલ્ટ પોઝીટીવ. ..

બંને જણા ચિંતામાં પડી ગયા.

વર્ષાએ બહુ પ્રયત્ન કર્યા પણ સ્વીટી બોલીજ નહિ કે આ બાળકનો પિતા કોણ છે...

સમય વીતતો જતો હતો.

એબોર્શન કરાવવાની ના પાડતી હતી સ્વીટી.

એની મમ્મીને ખબર પડી ગઈ એટલે એમનો પણ કકળાટ ચાલુ હતો. વર્ષાને જ કહ્યું કે એ ગમેતે રીતે જાણી લે.

સમજાવી પટાવી એ છોકરા સાથે પરણાવી દઈશું.. ન્યાત જાત કઈ જ જોવું નથી.

વર્ષાના પ્રયત્નો ચાલુજ હતા પણ સ્વીટી ટસની મસ નહોતી થતી બસ રડયા કરતી અને પલંગમાં કોકડું થઈ પડી રહેતી.

ડોક્ટર ની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. હજુ સ્વીટી મગનું નામ મરી નહોતી પાડતી. કોલેજ જવાનું બંધ થઈ ગયું હતું.

જોબ પણ છોડવી જ પડી.

પાંચેક મહિના થયા ત્યાં વર્ષા માટે સારૂં માંગું આવ્યું.

એનું લગ્ન લેવાઈ ગયું અને એ સાસરે ગઈ.

પાછી આવી ત્યાં સુધીમાં સ્વીટીની ડયુ ડેટ નજીક આવી ગઈ.

વર્ષા એને હજુ પૂછ્‌યા કરતી હતી. જવાબમાં સ્વીટી રડી પડતી.

કોઈની સમજાવટ કામ નહોતી લાગતી. આખરે એ દિવસ આવ્યો કે જયારે હોસ્પિટલ લઈ જવી પડી સ્વીટીને.

સિઝેરિયન કરવું પડે એમ હતું. એટલા પૈસા સ્વીટીની મમ્મી પાસે નહોતા.

વર્ષાએ પપ્પા પાસે લઈને ભરી દીધા હોસ્પિટલમાં.

સ્વીટીને સરસ મજાનો દીકરો થયો. રૂડો રૂપાળો ગોરો. માથા પર કાળા ભમ્મર વાળ.

બધા જ ગૂંચવાયા હતા કે ખુશ થવું કે દુખી... !!

સ્વીટી નું બાળક મોટું થતું હતું. આમ જ પાંચ મહિના વીતી ગયા.

વર્ષા નાં પપ્પાની કાર ને એકસીડન્ટ થયો હતો. શહેરની મોટી હોસ્પિટલ માં ક્રીટીકલ કેર માં આખરી શ્વાસ માંડ માંડ લઈ રહેલા વર્ષાના પપ્પાએ એની મમ્મીને ખાનગીમાં કૈક કહ્યું અને એની મમ્મી હૈયાફાટ રડતી હતી.

વર્ષાના પપ્પાએ આખરી શ્વાસ લીધો.

મરણ ને બે દિવસ પત્યા. સગા સબંધી સહુ ભેગા થયેલા હતા.

વર્ષાના મમ્મીએ ત્યાં જાહેર કર્યું કે પોતે સ્વીટીના બાળકને દત્તક લેવા માંગે છે.

એકદમ સોપો પડી ગયો.

વર્ષા આશ્ચર્ય થી મમ્મી સામે જોવા લાગી. પોતે આ ઘરની એક માત્ર દીકરી અને વારસદાર છે તો સ્વીટી નું અનૌરસ બાળક શા માટે !!

વર્ષા નો પતિ ધુઆપુઆ થતો બહાર ગયો. પોતાના મનોભાવો છુપાવતો. એના બધા પ્લાન તૂટી પડયા હતા. એને એમ હતું કે હવે એને અને વર્ષાને અહીં બોલાવી લેશે બધું સંભાળવા.

વર્ષા ના મમ્મી શાંત ચિત્તે બેસીને બધું જોઈ રહ્યા.

વર્ષા કઈ બોલી નહિ પણ એની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી.

મા એ વર્ષાને કંઈ કહ્યું નહિ.

બે ચાર દિવસમાં એ પણ સાસરે જતી રહી.

વર્ષાના મમ્મી એક સવારે સ્વીટીને ત્યાં ગયા. સ્વીટી નું મોં ડરથી સફેદ પડી ગયું.

એમને સ્વીટીના મમ્મી સાથે જ વાત કરી કે પોતે બાળક ને દત્તક લેવા માંગે છે.

જેથી સ્વીટી પોતાની જીંદગી નવેસર થી ચાલુ કરી શકે.

સાંભળીને સ્વીટી અને એના મમ્મીએ આનાકાની કરી.

પણ સ્વીટી માની ગઈ એક શરતે કે એ પણ બાળક મોટું થાય ત્યાં સુધી એમની સાથે રહેશે.

વર્ષા ના મમ્મી એ બંને ને ઘરે લઈ ગયા. લીગલ દત્તક વિધિ પતાવી. સ્વીટીના મમ્મીને પણ રાહત થઈ. એ એમના ઘરે પાછા ગયા.

એ સાંજે બંને સ્ત્રીઓ એકલી પડી. વર્ષાના મમ્મીએ કહ્યું. .

" તને ખબર પડી જ ગઈ હશે કે મેં આ પગલું કેમ ભર્યું. આટલો વખત તે મારા ઘરની ઈજ્જત રાખી છે તો હું પણ તને રઝળતી કેમ રાખી શકું ? તું મારી દીકરી હતી અને રહેશે પણ મારા પતિનું સંતાન એના હક થી વંચિત ન રહેવું જોઈએ. એમનું આ સ્ખલન મારે સ્વીકારવું જ રહ્યું. બને તો આ રાઝ ને રાઝ જ રહેવા દેજે. "

સ્વીટી એમને વળગી રડતી રહી અને ધુમ્મસ ઓગળતું રહ્યું. ..!!!

કોઈની સમજ બહાર બંને સ્ત્રીઓ બાળકના ઉછેર માં લાગી ગઈ. ચુપચાપ. ..

કોણે કહ્યું કે સ્ત્રીના પેટમાં વાત ન રહે. !

આ વિશાળ હૃદયા સ્ત્રી ક્યાં કદી કોઈનેય સમજાઈ છે !!

સ્મિતા શાહ ’ મીરાં ’