ભર ઊનાળે ચોમાસું. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ભર ઊનાળે ચોમાસું.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

ભર ઊનાળે ચોમાસું. [વાર્તા] પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

‘મેં મારા માટે છોકરો પસંદ કરી લીધો છે.’ ધરતીની વાતથી ઘરમા જાણે બોમ્બ ધડાકો થયો,

વાત જાણે એમ બની હતી કે સારુ ભણીગણીને ધરતી સારી જોબ પર લાગી હતી. એટલે એના માટે સારા સારા ઘરોમાથી લગ્નની ઓફર્સ આવવી શરુ થઈ હતી. એમાથી એક સારા મુરતિયાનો ફોટો જ્યારે ધરતીને બતાવવામા આવ્યો ત્યારે ધરતીએ કહ્યું કે એણે એના માટે મુરતિયો શોધી લીધો છે. ધરતીના મમ્મીપપ્પા શીલાબેન અને રાજુભાઇ કોઇ જુનવાણી સ્વભાવના નહોતા. તેઓ આધુનિક વિચારસરણી ધરાવતા મોડર્ન સ્વભાવના માણસો હતા. એટલે જ્યારે ધરતીએ પોતે મુરતિયો પસંદ કરી લીધો છે, એમ કહ્યું ત્યારે ખુશ થઈને એમણે પુછ્યું કે ‘છોકરાનું નામ શું છે? છોકરો શું ભણ્યો છે? ક્યાં કામ કરે છે? કયા ફેમિલીનો છે?’ ત્યારે ધરતીએ જે માહિતી આપી એ અત્યંત વિસ્ફોટક હતી. એણે કહ્યું કે, ‘છોકરો એની સાથે એની ઓફિસમા જ એના સિનિયર તરીકે કામ કરે છે. એંજિનિયર થયેલો છે.’ ‘ એનું નામ શું છે?’ પ્રશ્નના જવાબમા સહેજ ખંચકાઇને એણે કહ્યું, ‘ એનું નામ અહમદ છે.’

‘અહમદ? એટલે કે મુસ્લીમ ફેમિલીનો છે?’ મમ્મીપપ્પા બન્ને એકદમ ચોંકી ગયા. ‘હા, એ મુસ્લીમ ફેમિલીનો છે.’ ધરતીએ એકદમ શાંત સ્વરે જવાબ આપ્યો.અને ધરતીની આ વાતથી ઘરમા જાણે બોમ્બ વિસ્ફોટ થયો. ‘તને પરણવા માટે બીજો કોઇ નહી અને મુસ્લીમ ફેમિલીનો છોકરો જ મળ્યો?’ એના પપ્પાએ અત્યંત ક્રોધિત થઈને કહ્યું. ‘પપ્પા તમે જ તો કહેતા હતા કે હિંદુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, બધા માણસો સમાન છે?’ ધરતીએ દલીલ કરતા કહ્યું. ‘એ તો હું આજે પણ કહું છું.પણ અહીં સવાલ આખી જિંદગી સાથે વિતાવવાનો છે.એમના રીત-રિવાજો, રહેણી-કરણી, ખાન-પાન અને ધર્મ-પહેરવેશ આપણા કરતાં તદ્દન જુદા છે.’ ‘મને ખબર છે, પપ્પા. પણ હું એડજસ્ટ થવા તૈયાર છું, કેમ કે હું અહમદને ખુબ પ્રેમ કરું છું.’ ‘તારા પ્રેમની હું કદર કરું છું, બેટા. પણ તને ખબર છે, એ લોકોમા એક કરતા વધારે લગ્ન કરવા એ સ્વાભાવિક અને કાયદેસર છે?’ ‘હા, પપ્પા. મને એ ખબર છે. પણ અહમદ એવું નહીં કરે, કેમ કે એ પણ મને ખુબ ચાહે છે.’ ધરતી મક્કમતાથી બોલી. ’પ્રેમનું ભુત ઉતરી જશે, પછી જ બધી ખબર પડશે, કે આવા સાસરામા એડજસ્ટ થવું કેટલું અઘરું છે,’ ધરતીની મમ્મી નારાજગીથી બોલી. ‘એ તો દરેક છોકરીને અઘરું પડતું જ હોય છે ને, મમ્મી. પણ જોને તું ક્યાં નથી એડજસ્ટ થઈ? અરે, ભાભી પણ જુદા જ ફેમિલીમાથી આવી છે, છતાં એડજસ્ટ થઈ જ ગઇ છે ને? અને હા, ભાઇએ પણ તો લવમેરેજ કર્યા છે, ને? એના વખતે તો તમે કંઇ વિરોધ ના કર્યો અને હવે મારી વખતે તમે વિરોધ કરી રહ્યા છો. ધીસ ઇઝ નોટ ફેર.’ ધરતીએ દલીલ કરી.

‘બેટા, અમે લવમેરેજના વિરોધી નથી.પણ અહીં તો આખો ધર્મ જ અલગ થઈ જાય છે.’પપ્પા બોલ્યા. ‘અરે, આજકાલ તો લવ જેહાદ ના નામે મુસ્લીમ છોકરાઓ હિંદુ છોકરીઓને લગ્ન કરીને ફસાવી રહ્યા છે, તેવા કેટલા બધા કિસ્સા બહાર આવી રહ્યા છે.’ મમ્મી બોલી. ‘મમ્મી અને પપ્પા, તમે બન્ને ધ્યાનથી સાંભળો. અહમદે મને ધર્મપરિવર્તન કરવાનું નથી કહ્યું. હું આપણો હિંદુ ધર્મ જ પાળીશ.’ ધરતી એના નિર્ણયમા અફર હતી. પછી તો આ બાબતે જોરદાર અને ગરમાગરમ ચર્ચાઓ થઈ. અનેક વાદવિવાદ થયા. ધરતીના ભાઇભાભીએ પણ એને સમજાવવાના પ્રયત્નો કરી જોયા, પણ ધરતીએ કહ્યું, ‘ડાહી સાસરેના જાય, અને ગાંડીને શીખામણ આપે, એવી વાત થઈ આ તો. ભાઇ, તમે પોતે તો લવમેરેજ કરીને બેઠા છો, અને મને કહો છો કે હું લવમેરેજ ના કરું?’ ’મેં લવમેરેજ જરુર કર્યા છે, પણ હું કોઇ અલગ ધર્મની મુસ્લીમ છોકરીને નથી લઈ આવ્યો, સમજી?’ ભાઇએ ગુસ્સાથી તમતમીને કહ્યું. ‘એ મુસ્લીમ છે એટલે શું માણસ મટી ગયો?’ ધરતીએ સામી દલીલ કરી.’ ‘તારી સાથે તો વાત કરવી જ બેકાર છે.’ ભાઇએ કહ્યું. ’જવા દો ને તમે એને, વાર્યાના વળે, એ હાર્યા વળશે.’ કહીને ભાભીએ મોં મચકોડ્યું. ધરતીના મમ્મીપપ્પાની વિનંતિથી એની બહેનપણીઓએ પણ એને સમજાવી જોઇ,પણ ધરતી તો હિમાલયની જેમ અડગ જ રહી.’પ્રેમ આંધળો હોય છે.’ એવું સાંભળ્યું હતું, પણ કોઇની પણ વાત કાને ન ધરતી, ધરતીને જોઇને લાગતું હતું કે,’પ્રેમ બહેરો પણ હોય છે.’

ઘરનું વાતાવરણ અત્યંત ગમગીન અને શોકમય બની ગયું હતું. ધરતીના પપ્પાએ ખનગીમા તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જે અહમદ સાથે ધરતી લગ્ન કરવા માંગે છે તે એના કરતાં ઉમરમા દસ વર્ષ મોટો છે. એ જાણીને એમની ચિંતામા ઓર વધારો થયો. એમણે ધરતી સાથે આ બાબતે ચર્ચા કરી તો ધરતી પર એની પણ કંઇ જ અસર ના થઈ. એ બોલી, ‘ પપ્પા, તમે પેલુ ફેમસ સોંગ તો સાંભળ્યું જ હશે..ના ઉમ્ર કી સીમા હો, ના જન્મકા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન..’ ધરતીને એક સણસણતો તમાચો મારવાનું મન થયું એના પપ્પાને, પણ એમણે મહાપરાણે ગુસ્સા પર કાબુ રાખ્યો. ‘Argument wins the situation, but lose the Relationship.’ એના હિસાબે ધરતી ઘરના સૌ સભ્યો સાથેની સહાનુભૂતિ અને આત્મીયતા ખોઇ બેઠી હતી.

કોઇ વાતે કે કોઇ રીતે ધરતી માનવા તૈયાર જ નહોતી અને એના ઘરના તમામ લોકોને એના ભવિષ્યની ચિંતા હતી. એવામા રાજુભાઇના બહારગામ રહેતા મિત્ર પરેશભાઇ કોઇ કામ અંગે વડોદરા આવ્યા અને ધરતીના ઘરે ઉતર્યા. સૌને ચિંતામગ્ન જોઇને એમણે કારણ પુછ્યું,તો રાજુભાઇએ એમને ધરતીના લગ્ન બાબતે એના હઠાગ્રહની વિગતવાર વાત કરી. બે દિવસના રોકાણ દરમ્યાન આ બાબતે બન્ને મિત્રો વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ. પરેશભાઇએ આ સમસ્યાનો ઉકેલ લાવવાની એક યોજના રાજુભાઇને સમજાવી. . ‘લાગ્યું તો તીર, નહી તો તુક્કો’. જો ધરતી આ રીતે પણ એના નિર્ણયમાથી પાછી વળતી હોય તો. એમણે આ યોજના અમલમા મૂકી જોવાની તૈયારી બતાવી’

એક દિવસે રાજુભાઇએ ધરતીને કહ્યું,’ બેટા,માર્કેટમાથી મારે માટે નવો મોબાઇલ લેવાનો છે, તું આવે છે મારી સાથે?’ ‘ઓકે પપ્પા, ચાલો હું આવું છું.’ ‘બેટા, મારા એક મિત્ર રફિકભાઇની મા બિમાર છે,સાથે સાથે એને પણ મળી આવીશું.’ ‘ત્યાં હું આવીને શું કરીશ?’ ધરતીએ કહ્યું ‘અરે! ચાલ તો ખરી, ત્યાંથી જ પછી માર્કેટ જતા આવીશું’ પપ્પાના આગ્રહથી ધરતી જવા તૈયાર થઈ ગઈ. બન્ને જણા બેઠા ઘાટના લાગતા એક મકાનમા પહોંચ્યા. રફિકભાઇએ એમને આવકાર્યા અને એક સોફામા બેસાડ્યા. રફિકભાઇના અમ્મી બીજા સોફામા રજાઇ ઓઢીને સુતા હતા. ખબર અંતર પુછ્યા પછી રફિકભાઇએ રાજુભાઇને કહ્યું, ‘જુવોને અમ્મી બિમાર છે,એમને ખાવાનુ આપીને દવા આપવાની છે.પણ આજે અમારો કૂક નથી આવ્યો, એટલે ખાવાનું બનાવે કોણ એની મુશ્કેલી થઈ છે.’ રાજુભાઇએ કહ્યું, ‘અરે! એમા શું? મારી ધરતી ખાવાનું સરસ બનાવે છે, એ મદદ કરશે, હેં ને બેટા?’ ધરતી થોડી ખંચકાઇ, એને રસોઇ કરવાનો ખુબ શોખ હતો, પણ આવી અજાણી જગ્યાએ? પણ એ પપ્પાને ના પણ કેવી રીતે કહે? એ પરાણે રફિકભાઇની સાથે એમના કીચનમા ગઈ.

પણ થોડીજ વારમા એ નાક અને મોં પર હાથ દબાવીને બહાર દોડી આવી. એની આંખો અકળ વિકળ થતી હતી. એને ઉબકા આવતા હતા. જાણે હમણા એને ઊલટી થશે એવું લાગતું હતું. એ સડસડાટ ઘરની બહાર દોડી અને કારનું બારણું ખોલી એમા બેસી ગઇ. રાજુભાઇ પણ એની પાછળ પાછળ બહાર આવ્યા અને પુછ્યું, ‘શું થયું, બેટા, તું કીચનમાથી બહાર કેમ આવી ગઈ’? ધરતીએ ઇશારાથી રાજુભાઇને કારમા બેસી જવા કહ્યું, ‘પપ્પા, જલ્દીથી ઘરે ચાલો.’ એણે રાજુભાઇને કહ્યું. રાજુભાઇએ રફિકભાઇની માફી માંગી અને કારમા બેસી ગયા.

ઘરે આવી ધરતીએ સીધા બાથરુમમા જઈ સાબુથી બે વાર હાથ અને મોં ધોયા.એર ફ્રેશનર કર્યું. બહાર આવી સોફામા બેસી પડી. થોડીવાર પછી સ્વસ્થ થઈ. ‘બેટા,કેમ આમ એમના ઘરેથી ભાગી આવી?’ રાજુભાઇએ પુછ્યું. ધરતી આક્રોશથી બોલી, ’પપ્પા, શું કહું તમને, એમના કીચનમા ઉભા ના રહેવાય કે જોવાય પણ નહી એવું બધું હતું.’ ‘એવું તે વળી શું હતું એમના કીચનમા?’ રાજુભાઇએ પુછ્યું.’ ‘પપ્પા, વાત ના પુછો. યાદ કરતાં પણ કમકમા આવે એવું. કપાયેલી મુર્ગીનું માંસ...મટન..લોહી..ઓહ!’ધરતીએ બે હાથે માથું પકડી લીધું. ‘તો એમા શું થયું? એ લોકો તો આવુ બધું રોજ ખાય.’ રાજુભાઇએ સ્વાભાવિકપણે કહ્યું. ‘ અને આવું બધું ખાનારા તમારા ફ્રેન્ડ?’ ધરતીએ ગુસ્સાથી કહ્યું. ‘તો શું થયું? મારે ક્યાં એમને ત્યાં જમવા જવાનું છે, તે મારે ચિંતા કરવી પડે?’ ‘તો પણ પપ્પા,જીવતા પ્રાણીઓને મારીને ખાય એવા માણસો સાથે દોસ્તી ના રખાય,’ ‘હું પણ તો એ જ કહું છું, બેટા. આવા લોકોની સાથે દોસ્તી ના રખાય, તો આવા લોકને પરણાય શી રીતે?’

ધરતી વિસ્ફારિત નેત્રે અને શૂન્યમનસ્ક પણે એના પપ્પાને તાકી રહી. પછી કળ વળી હોય એમ એની આંખોમાથી એ રીતે અવિરત અશ્રુઓ વહી રહ્યા, જાણે...... ’ભર ઊનાળે ચોમાસું.’