Bresiyarni pasadagi books and stories free download online pdf in Gujarati

બ્રેસિયરની પસંદગી

બ્રેસિયરની પસંદગી

મિતલ ઠક્કર

દરેક મહિલા માટે બ્રેસિયરની પસંદગી સરળ બની રહે એ માટે તેના વિશે સંકળાયેલી દરેક માહિતી આપના માટે એકત્ર કરીને સંકલિત કરી છે. આશા છે કે તે ઉપયોગી બની રહેશે. પહેલી વખત બ્રા લેતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેના વિશે નિષ્ણાતો કહે છે કે દરેક કન્યાના ઉરોજોનું માપ જુદું જુદું હોય છે. અને જીવન દરમિયાન જુદાં જુદાં છ થી આઠ માપની બ્રા પહેરવાનો વખત આવશે, તેથી જ્યારે સ્તન યુગ્મનું કદ બદલાય ત્યારે તેને અનુરૂપ માપની બ્રા ખરીદવી. આ સિવાય બંને સ્તનનું માપ એકસમાન જ હોય એ જરૂરી નથી. ઉરોજોના કદમાં વત્તાઓછા અંશે ફરક હોઈ શકે. તેથી બંને સ્તનનું માપ એકસરખું ન હોય તોય ચિંતા કરવી નહીં. તેવી જ રીતે કસરત કરવા સિવાયના સમયમાં બ્રા પહેરવા માટે કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આમ છતાં બ્રેસિયર પહેરવી જરૂરી તો છે. ઘણીવાર કોઈ કન્યાના વક્ષ:સ્થળનો વિકાસ ધીમો હોય તો પેડેડ કે પુશ-અપ બ્રા પહેરવા ઉતાવળી બને છે. સૌથી પહેલાં તો ઉરોજોનો પૂરતો વિકાસ થાય તેની રાહ જુઓ. આમ છતાં તેમાં યોગ્ય ઉભાર ન આવે તોય પેડેડ કે પુશ-અપ બ્રા પહેરાવવાની ઉતાવળ ન કરવી. સામાન્ય બ્રેસિયરથી સારી રીતે ટેવાઈ જવાનું. ત્યારબાદ ચોક્કસ પરિધાન સાથે જ પેડેડ બ્રા પહેરવાનો આગ્રહ રાખવો. ઘણી યુવતીનો બાંધો ખૂબ જ પાતળો હોવાથી તેને સ્તન અવિકસિત લાગે છે. સ્તન અવિકસિત હોય તો બજારમાં મળતી પેડેટ બ્રા પહેરો તેમજ બ્લાઉઝ પણ કટોરી વાળા કરાવો જેથી ઉરોજ ઉપસેલા દેખાય.

આજકાલ યુવતીઓમાં પોતાના શરીરને સ્ફૂર્તિભર્યું રાખવા માટેની જાગૃત્તિને લીધે યોગ્ય પ્રકારની બ્રાની બનાવટો પણ વધી છે. પરિણામે, સ્પોર્ટસ બ્રા બજારમાં આવી. વિદેશમાં નિર્મિત આ બ્રામાં નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ભારતમાં પણ આવી બ્રેસિયરો બને છે. સ્પોર્ટ્સ બ્રા એટલે કસરત, યોગાભ્યાસ, રમતગમત, દોડકૂદ વગેરે દરમિયાન પહેરવામાં આવતી બ્રા. વ્યાયામ કરતી વખતે શારીરિક હલનચલન થવાથી વક્ષ:સ્થળને સાધારણ બ્રા દ્વારા જે આધાર મળે છે, તેનાથી આ બ્રા વધુ આધાર આપે છે. તેમાં લોખંડ કે સ્ટીલના હૂક, આઇ કે રિંગ ન હોવાથી ત્વચા સાથે ધસાવાનો ભય રહેતો નથી. તેમાં સિલાઇ કરવામાં આવી નથી. અને તેના પટ્ટા પણ પહોળા રાખવામાં આવ્યા છે, જેથી કસરત કરતી વખતે તે સરકી ન જાય. જે સ્ત્રીઓ દરરોજ કસરત કરતી હોય, તેમના માટે 'સ્પોર્ટસ બ્રા' લાભકારક છે. તેનાથી સ્તન વધુ ઉપસતાં અટકે છે તેમ જ તે ઉઝરડા વગેરે ઇજાથી પણ બચાવે છે. આને ઇચ્છા મુજબ ચુસ્ત અથવા ઢીલી કરી શકાય છે.

એક હેલ્થ ક્લબના પ્રશિક્ષિકાનું કહેવું છે, કે જ્યાં સુધી આ બ્રાનું સંશોધન નહોતું થયું, ત્યાં સુધી સ્ત્રીઓ સાધારણ બ્રા પહેરીને જ કસરત કરી લેતી હતી, જે વધારે પડતી ચુસ્ત હોવાથી તકલીફદાયક અને શરીર સાથે ઘસાતી હતી, પરંતુ હવે સ્પોર્ટ્સ બ્રાથી તેમાં પરિવર્તન આવી ગયું છે. આ એકદમ નવીનતમ શોધ છે. તેનાથી વ્યાયામ વખતે સ્તનની હિલચાલ ઓછી થાય છે તેમ જ તે વધુ આરામદાયક સ્થિતિમાં રહે છે. સાધારણ બ્રાથી સ્તનને માત્ર આધાર જ મળે છે, જ્યારે સ્પોર્ટ્સ બ્રા વક્ષ:સ્થળને યોગ્ય રીતે સંભાળે છે. નાનાં સ્તન ધરાવતી સ્ત્રીઓએ પણ આનો ઉપયોગ કરવો જોઇએ. સ્તન માટે આ આધાર જરૂરી છે, કેમ કે સ્તન ઉતકોનાં બનેલાં હોય છે, જેમાં ચરબી હોય છે. સ્તનમાં આધાર આપી શકે તેવી માંસ પેશીઓ હોતી નથી. તેનાં બદલે નાજુક સ્નાયુ તંતુઓની પટ્ટીઓ હોય છે, જે બંને સ્તનને એક સાથે રાખે છે તથા તેમને શરીરના અગ્રભાગ સાથે જોડે છે. વાસ્તવમાં વક્ષ:સ્થળને ત્વચાથી આધાર પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે શરીર ઝડપથી ગતિ કરે, ત્યારે તેનો સ્તન પર પ્રભાવ પડે છે.

એક પ્રયોગ અનુસાર કેટલીક ઝડપથી દોડતી સ્ત્રીઓની છાતીનું ફિલ્માંકન કરવામાં આવ્યું. આ ફિલ્મ દ્વારા જાણવા મળ્યું કે, દોડવાની ક્રિયા દરમિયાન સ્તન ઝડપથી નીચે આવે છે. અને ત્વચા સંકોચાય છે. ત્યાર પછી તે ઝટકા સાથે ઉપર આવે છે અને ત્વચા ફરીથી ખેંચાય છે. આ બ્રા દ્વારા તે સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. તે સ્તન પર આવતા વધારે પડતા દબાણમાં ઘટાડો કરે છે, સ્તનનો ઘાટ જાળવી રાખે છે તથા કસરત, રમતગમત વગેરે દરમિયાન ગભરામણને અકળામણનો અનુભવ થતો નથી.

* છેલ્લા કેટલાંક વષોમાં બ્રામાં વિવિધતા આવી છે. તેની જાણકારી મેળવી લઇએ.

અંડર વાયર : આ પ્રકારની બ્રામાં કપની નીચેના ભાગમાં પાતળું વાયર બેસાડવામાં આવ્યું હોય છે. તેને કારણે ઉરોજોને વધારાનો સપોર્ટ મળે છે. મોટાભાગની ડિઝાઇનર બ્રા અંડરવાયર હોય છે. પણ નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારતા કહે છે કે ભૂલેચૂકે પણ રાતના આવી બ્રા પહેરીને ન સૂવું. આ ઉપરાંત આ બ્રેસિયરનું માપ પરફેક્ટ હોવું જોઇએ. જો તે તમારા માપ કરતાં ટાઇટ હશે તો વાયરની નિશાની તમારી ત્વચા પર ઉપસી આવશે.

લેસવાળી બ્રાઃ આ બ્રા એટલી સુંદર લાગે છે કે તે કોઇપણ માનુનીના મનને લોભાવે છે. પણ લેસી બ્રેસિયર લેતી વખતે તેનું મટિરિયલ અચૂક તપાસી લો. ક્યાંક એવું ન બને કે સસ્તું અને હલકું ફેબ્રિક તમારી ત્વચાને નુક્સાન પહોંચાડે. વળી નાયલોન મટિરિયલની લેસ ખૂબ સુંદર લાગે છે. પણ ઉનાળાના દિવસોમાં તેમાં બહુ ગરમી લાગે છે. અને તેમાં પરસેવો શોષાતો ન હોવાથી વાસ આવે છે. આવી બ્રા ઇલેક્ટ્રીક બ્લુ, શોકિંગ પિંક, બ્લેક, બદામી, જાંબુડી, પોપટી લીલા, જેવા રંગોમાં અત્યંત સુંદર લાગે છે. તમે તમારા પસંદગીના તેમ જ તમારા પોશાકના કલર મુજબ લેસવાળી બ્રા પસંદ કરી શકો છો.

સીમલેસ બ્રાઃ આ પ્રકારની બ્રેસિયરની બ્રાના કપમાં કોઇ જાતની ડિઝાઇન નથી હોતી. તેથી જ તેને ટીશર્ટ બ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવી બ્રા વાઇટ, બ્લેક, ક્રીમ કે બેબી પિંક કલરમાં મળે છે.

પેડેડ બ્રાઃ મોટાભાગે નાના કે પછી મધ્યમ કદના ઉરોજો ધરાવતી યુવતીઓ પેડેડ બ્રા પહેરવાનું પસંદ કરે છે. આ બ્રેસિયરમાં અંડરવાયર હોય છે તેથી સ્તન યુગ્મને પૂરતો આધાર મળે છે. આવી બ્રા પહેર્યા પછી નાના સ્તન ધરાવતી યુવતીઓમાં લઘુતાગ્રંથિ ઓછી થતી જોવા મળી છે.

પુશઅપ બ્રાઃ અંડરવાયર ધરાવતી લાઇટ ફોમવાળી પેડેડ બ્રેસિયર ઉરોજોને લિફ્ટ કરે છે. આવી બ્રેસિયર પહેરવાથી સ્તન યુગ્મ સુડોળ દેખાય છે. ફિટેડ ડ્રેસ કે ઇવનિંગ ગાઉન સાથે આ પ્રકારની બ્રા સુવિધાજનક પણ લાગે છે. આ સિવાય બ્રેસ્ટ ફીડિંગ પછી ઉરોજો ઢીલા થઇ જાય ત્યારે આવી બ્રા સ્તન યુગ્મન સપોર્ટ આપે છે. ઘણી માનુનીઓ ડીપ નેક બ્લાઉઝ સાથે આવી બ્રા પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઉરોજોનો ઉભાર દર્શાવવા.

સ્ટ્રેપ બ્રાઃ સામાન્ય રીતે ડિઝાઇનર બ્રેસિયરના સ્ટ્રેપ પાતળા હોય છે. પરંતુ જો તમારો ઉરોજોનું કદ મોટું હોય તો તમારે પહોળી પટ્ટીવાળી બ્રેસિયર લેવી જોઇએ જેથી તમને ખભા પર તેનો પૂરતો સપોર્ટ મળે. આ ઉપરાંત જેના ઉરોજોનું કદ નાનું કે મધ્યમ હોય તેણે જ પારદર્શક અને ટયુબ જેવી પટ્ટીવાળી બ્રા ખરીદવી. મોટા સ્તન યુગ્મ ધરાવતી માનુની આવી બ્રા પહેરે તો તેને ખભા અને પીઠનો દુખાવો થવાની ભીતિ રહે છે.

બોડી શેપર બ્રાઃ આ બ્રેસિયર સીમલેસ બ્રાને મળતી આવે છે. સામાન્ય રીતે સ્કીન કલરમાં મળતી આ બ્રેસિયરનો ફાયદો એ છે કે નાની સાઇઝની બ્રા બોડી શેપરમાં અલગ કપ પણ મળે છે. અને તેને રેગ્યુલર બ્રામાં ફીટ કરીને પહેરી શકાય છે. આ બ્રા બ્લાઉઝ જેવી પેટર્નના ટોપ કે બ્લાઉઝમાં પહેરી શકાય છે.

સપોર્ટ બ્રાઃ આ બ્રામાં બે પ્રકાર ઉપલબ્ધ હોય છે. લાઇટ પેડેડ અને પ્લેન સપોર્ટ બ્રા. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરતી વખતે કે યોગ કરતી વખતે આવી બ્રેસિયર પહેરવી જોઇએ.

બ્રાનાં વિવિધ રૂપોના પ્રચાર- પ્રસાર અને આધુનિકીકરણ પછી હવે સવાલ એ પણ થાય કે, શું બ્રા પહેરવી ખરેખર જરૂરી છે? ત્યારે એ ધ્યાનમાં રાખો કે છેલ્લી શોધના આધારે એ સાબિત થઈ ગયું છે કે, જાડા સિન્થેટિક નાયલોન પેડવાળી મોંઘી બ્રાથી સ્તન કેન્સર થવાની સંભાવના રહે છે. અમેરિકન ડોક્ટર જોન એમ. ડગલસનું કહેવું છે કે, આવી બ્રા પહેરનાર સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. ડગલસે કેટલાંક પ્રયોગો કર્યાં અને તેમણે એ પરિણામ તારવ્યું કે, જાડી તથા ફીટ બ્રા પહેરવાથી સ્તનમાં ગ્રંથીય ઉત્તક (કોષ) વધુ પડતા ગરમ થઈ જાય છે, જેથી કેન્સર થવાની સંભાવના રહે છે. મોટા તથા બ્રાથી જકડાયેલાં સ્તન નાનાં તથા ખુલ્લાં સ્તન કરતાં વધુ ગરમ રહે છે અને ગરમ સ્તનોમાં જ કેન્સર થાય છે. બ્રા પહેર્યાં વિનાનાં સ્તન નાનાં હોવા છતાં ઠંડા રહે છે હવે સ્ત્રીઓમાં કેન્સરના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. બ્રા પહેરવાથી પણ સ્તન કેન્સર થાય છે તે હકીકતને દુનિયાના તમામ ચિકિત્સકોએ સમર્થન આપ્યું છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે સ્તન કેન્સરને લીધે જ, ૨,૮૦૦ થી પણ વધુ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. હવે ત્યાં બ્રાનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે તાલીમ આપવામાં આવે છે, જેથી રોગને અંકુશમાં રાખી શકાય.

બ્રાની પસંદગી કરતી વખતે અહીં જણાવેલ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :

* બ્રા સાદા કાપડમાંથી બનાવેલી હોય, તો વધારે સારું.

* તમે નાયલોનની બ્રા પહેરતાં હો, તો થોડા થોડા સમયે બદલી નાખો અને બને તેટલી ઢીલી પહેરો.* બ્રાની અંદર ટેલ્કમ પાઉડર લગાવીને પહેરો.

* સ્તનનો થોડો ભાગ ખુલ્લો રહે એવા પ્રકારની બ્રા પસંદ કરો. જો તમે એ ભાગ ઢાંકવા ઈચ્છતાં હો તો તેને તમારા પાલવથી ઢાંકી શકો.

* માસિક આવવાનું હોય ત્યારે બ્રા ન ખરીદો.આ દિવસોમાં સ્તનનો આકાર થોડો મોટો થઈ જવાથી બ્રાની સાઈઝમાં ફરક આવી જશે.

* જો તમને પીઠ અથવા ખભા પર દર્દની સમસ્યા સતાવતી હોય તો હોલ્ટર નેકની બ્રેસિયર ન પહેરો. જો તમારા ઉરોજ ઢીલા પડી ગયા હોય તો સ્ટ્રેપલેસ બ્રા પહેરવાને બદલે અંડરવાયર બ્રેસિયર પહેરો.

* જો તમે ટી-શર્ટ અથવા દુપટ્ટા વિનાનો ડ્રેસ પહેરતા હો તો ટી-શર્ટ બ્રા પહેરવાનો આગ્રહ રાખો. આવી બ્રેસિયરમાંથી નિપ્પલ ઉપસી આવતા નથી.

* જો સ્તન વધુ ફેલાયેલા હોય તો બ્રાની બાજુએ કર્વ સપોર્ટ હોય એવી અથવા મિનીમાઈઝર બ્રેસિયર પહેરો.

* રાત્રે સુતી વખતે બ્રેસિયર પહેરવાની આદત બિલકુલ અયોગ્ય અને અવૈજ્ઞાનિક છે. એવું નથી કે આવું કરવાથી રોગ થાય છે, પણ સુતી વખતે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય એ જરૂરી છે.

* બ્રા બે વર્ષથી વધુ સમય સુધી ન પહેરો.

* સ્નાન કરતી વખતે સ્તન પર ઠંડુ પાણી રેડો. સ્નાન કર્યા બાદ થોડી વાર સુધી સ્તન પ્રદેશ ખુલ્લો રહેવા દઈ પછી જ બ્રા પહેરો.

* બ્રા ખરીદતી વખતે તેનું ટ્રાયલ અચૂક લો. જો તેનું ફિટિંગ યોગ્ય ન હોય તો તેમાં વાંક માત્ર બ્રાનો જ હોય એવું નથી, વક્ષની માંસપેશીઓ ઢીલી પડી ગઈ હોય તોય બ્રાની ફિટિંગ બરાબર ન આવે. માંસપેશીઓ જો ઢીલી ન પડી ગઈ હોય તોય બ્રાની ફિટિંગ સરસ બેસશે.

* સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમ્યાન સ્તન ભરાય છે અને બ્રેસ્ટફીડ નિયમિત કરાવવાથી તેમ જ યોગ્ય ફીટિંગવાળી બ્રેસિયર પહેરી રાખવાથી ફરી પાછાં નૉર્મલ થઈ જાય છે. જ્યારે તમે યોગ્ય સપોર્ટ મળે એવી બ્રેસિયર ન પહેરો તો લાંબા ગાળે સ્તન લચી પડે છે. કેટલીક વાર તો યુવાન સ્ત્રીઓ વધુ પડતી ફિટ કે વધુ પડતી ઢીલી બ્રેસિયર પહેરતી હોય તો પણ એ ભાગના મસલ્સ વહેલા લચી પડે છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી ન વધુ ફિટ, ન ઢીલી એવી બ્રેસિયર પહેરવી જોઈએ.

* તમારી બ્રાનું સાચું માપ જાતે નક્કી કરો.

માપપટ્ટીને પીઠના વચ્ચેના ભાગથી લાવી વક્ષ: સ્થળની બરાબર નીચે ચારે તરફ માપો. જો છાતીની નીચેનું આ માપ ૬૫ સે.મી., ૭૦ સે.મી. કે ૭૫ સે.મી. (૨૬,૨૮,૩૦) જેવા બેકી નંબર હોય તો તેમાં ૧૦ સે.મી. અથવા ૪ ઈંચ ઉમેરો. જો આ માપ ૭૨.૫ સે.મી. ૭૭ સે.મી. કે ૮૩.૫ સે.મી. (૨૮,૩૧ કે ૩૩ ૧/૨') જેવા એકી નંબરો હોય તો પછી એમાં ૧૨. ૫ સે.મી. (૫') ઉમેરો. દા.ત. જો ૭૦ સે.મી. (૨૮') હોય તો તમારી બોડીસનું માપ = ૭૦ સે.મી + ૧૦ સે.મી. = ૮૦ સે.મી. (૨૮'+ ૪ = ૩૨) થશે. પણ જો તે ૭૨ કે ૭૩ સે.મી. (૨૯') હશે તો તમારી બોડીસનું માપ ૭૨+૧૩= ૮૫ સે.મી. અથવા ૨૯'+ ૫ = ૩૪ થશે.

બ્રાની યોગ્ય સાઇઝ છે કે નહીં તે નક્કી કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે બ્રા પહેરીને દર્પણ સામે ઊભા રહેવું. સ્તન ઉપરથી કે બાજુએથી બહાર નીકળતાં હોય તો મોટી સાઇઝની બ્રા લેવી. પ્રત્યેક કપમાં સ્તન બરાબર આવે તેવી બ્રા જ યોગ્ય કહેવાય છે. ટી-શર્ટસાથે સીમલેસ બ્રા પહેરવી, પરફેક્ટ ફિગર દેખાશે. બ્રાની પટ્ટીઓ આરામદાયક હોવી જોઇએ. જેથી સ્તનના આકાર યોગ્ય લાગે.

બ્રા પહેરવાની રીત : પાછલી પટ્ટીને હમેશાં નીચેની તરફ રાખો એટલે કે કમર તરફ ઝુકેલી હોવી જોઈએ. ઉપરની તરફ નહીં. વક્ષ: સ્થળ ખભા અને કોણીની વચ્ચે હોવા જોઈએ આગલો ભાગ નીચેની તરફ નમેલો નહીં હોવો જોઈએ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED