હદયથી કલમ સુધી VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હદયથી કલમ સુધી

૧)

કોઈને ભૂલી જવાનુ નાટક કરવુ ઘણુ સહેલુ છે પણ

એકાંત મા એ સેહવુ ઘણુ જ વસમુ છે

૨)

હુ દરરોજ તને યાદ કરુ મારા મગજ મા

ને

તુ ધબકે સતત મારા દિલમા

૩)

મારા રડમસ અવાજની દ્વનીને તુ

એવી રીતે સમજે જે રીતે મારા દિલના ધબકારને હુ

૪)

મારી પાંપણે સરકી ગયેલુ ઝાકળ બિંદુ

છેક તારા દિલની ગેહરાયમા ટપકે છે

૫)

કોઈના દિલમા કેદ થવુ એટલુ સેહલુ ક્યા છે

કોઈના દિલમા પેલા ઉતરવાની હેસિયત જોઈએ

૬)

ઝાકળના બિંદુ જેવી યાદ તારી

સાચવીને રાખી મારી પાંપણે!

૭)

આપણે કોઈનુ એકવાર ખરાબ કરીએ ને

આપણને તે યાદ કાયમ રહે…

૮)

ઈશ્વરને તો બધા છેતરે

પોતાની જાતને તો

એકવાર છેતરી બતાઓ

૯)

માણસની નિયત ક્ષણે ક્ષણ બદલે છે

પણ

નિયતિ આજીવન બદલતી નથી

૧૦)

મને તો તારી સાથે પણ સવારથ છે

બોલ તને હુ ગમીશ?

તારે મને સતત પ્રેમ કરવો પડશે

૧૧)

તારા ચહેરા પર એક ખુશી ઝળકે

જ્યારે તુ મને કોઈ ખુશી આપે

૧૨)

તારા સાથે એક જ શરત

તુ મારી સાથે છો

કોઈ સવારથ વગર

૧૩)

ગુસ્સો પોતાના માણસ પર જ કરાય

દોસ્ત

પારકા ન સમજે હો

એ નો અરથ

૧૪)

હુ તારા વગર દરેક દોડમા પાછળ છુ

તે પૈસાની હોય કે ખુશીની

૧૫)

અઘરુ નથી હો

નિભાવવું

પણ

નિભાવતા આવડવુ જોઈએ

હો

૧૬)

લાગણીઓ પણ ક્યા સાથ છોડે?

પોતાના પારકા થય જાય તોય!!!

૧૭)

કોમળતા મારા હોઠથી મારા દિલ સુધી છે

બસ

બે બુનિયાદ શક વગર એ ટકવા દે

૧૮)

તુ મારી સાથે હોય ત્યારે કોઈ કલ્પના જ નથી થતી

તારા વગર....

તારા સિવાય ....

૧૯)

નોકરી કરી હુ તારી સમોવડી નહી

તારી સાથે ચાલતા શીખું છુ

૨૦)

તુ મારા દિલની એ ધડકન છે

જે મને જીવંત રાખે છે ...

૨૧)

મોટા માણસ બનવામાં

નાના માણસ થવાનુ જ રહી ગયુ

૨૨)

30Second ના videoનુ status જો

ખુશી આપી જતુ હોય તો

2second નુ smile

પોતાની જાતને કેટલી ખુશી આપી જાય! ! !

૨૩)

copy /past

માત્ર mobile ના કે computer ના ઉપયોગ માટે જ નથી

લાગણીમા પણ આ ઉપયોગ ફાયદાકારક છે

૨૪)

delet બટન આવ્યુ

ત્યારથી લોકો ભૂલચૂક delet

કરવાનુ જ ભૂલી ગયા

૨૫)

લોકો હકીકતમા જીવવાનુ ભૂલી ગયા

જ્યારથી live જિંદગીમા આવ્યુ

૨૬)

ઊગતા સૂર્યને તપેલા સૂર્યના કિરણમા એટલો ફરક હોય છે

જેટલો હુ તારી નજીકમા ને હુ તારી યાદમા

૨૭)

તુ મારી જિંદગીમા એવી રીતે જગ્યા કરી ગઈ

જે રીતે આંખમા આંસુને દિલમા ધડકન

૨૮)

કોઈ ખાસ વાત તારા સુધી પહોચાડવા

હુ એક ખાસ રસ્તો અપનાવું છુ તારા પ્રેમનો

૨૯)

ચૂંટણી આવેને રોડ બને

તુ પણ કઈંક એવુ ખાસ બનાવ કે

હુ એ જ રસ્તે તારા ઘર સુધી આવુ

૩૦)

તારી એક જલક જોવા

હુ છેક આ છેડેથી પેલા છેડે આવુ

તોય તુ ન મળે તો હુ તારા ઘર સુધી આવુ

૩૧)

ટેકનોલોજીની આ દુનિયામા

લાગણીના ચીલા પાડી

તમારુ દિલ જીતી જવાના

એવા અમે ગુજરાતી થવાના

૩૨)

કોઈ મીરાને કોઈ રાધા

કાના તારી યાદમા કોઈ રુકમણી

વિવશ બની

૩૩)

કાબૂ મા જાત રાખી શકાય દોસ્ત

લાગણીઓ તો વહેવા દેવી જ ભલી...?

૩૪)

એક સોરી તુ બોલે ને મને

પોતાને હુ જ ખોટો હોવાનો એહસાસ થાય છે

૩૫)

શોખ પૂરો કરી શકાય

ઇચ્છા નહી

સાહેબ

કેમ કે માણસે ઇચ્છાની કિંમત પોતાની

જાત કરતા વધારે આંકી છે

૩૬)

કોઈ ધર્મમા લોકો ને હેરાન કરવા એવુ નથી લખ્યુ

તોય બધા કામ તો એ જ કરે છે

સાલુ સમજાતુ નઈ કે ?

૩૭)

બે હાથ ઈશ્વરે આપ્યા ને એક હાથ તારો મળી જાય

તો હુ દુનિયા મુઠ્ઠી મા કરી શકુ એટલી તેવડ છે મારામા

૩૮)

કેટલીય વાર દિલને જાતે જ કેહવુ પડે છે

એ આવી જ હતી તને એકવાર છોડી જવા

૩૯)

જો તારે છોડવો જ હતો તો અંતિમ શ્વાસે છોડ્યો હોત

હુ પણ વિરહની વેદનાથી બચી જાતને તુ પણ

૪૦)

કાચ સામે જોવ તો એક જ વિચાર આવે

કાચ કેટલો ભાગ્યશાળી કે તેના ધારદાર ટુકડાની બધાને ખબર પડે ને

મારા દિલના દુઃખી ટુકડા કોઈને દેખાતા નથી

૪૧)

મને સમજાતુ નથી તુ ધમકી મને આપે છે કે તારી જાતને

'' હુ તને છોડી દઈશ, હુ તને ભૂલી જઈશ''

૪૨)

આકાશ ગમે તેટલુ ઉપર છે

પણ

ધરતીને મળવા તેને જુક્વુ જ પડે છે

એ ધરતીના નિઃસ્વાર્થ પ્રેમની તાકાત છે

૪૩)

એક તારી પહેરાવેલી રીંગની તાકાત તો જો

કાયમ

મને તારી યાદ મા જ ગૂંથેલી રાખે છે

૪૪)

આખીય દુનિયા પ્રેમ ને માને છે

પણ

તેનો સ્વીકર તો કોઈક મારા જેવુ જ કરે છે

૪૫)

કોઈ નુ ક્યા લુટાય જાય જો તમે દુનિયામાંથી ચાલ્યા જાવ

એવુ તમે માનો છો

પણ

એ વ્યક્તિનુ શુ જે કાયમ તમને તેની નઝર સામે જોવા ઇચ્છે છે

૪૬)

સપના જોવા ને સપના માણવા એ મારી આદત છે

પણ તારી સાથે કાયમ રેહવું જ એ મારી ઇચ્છા છે

૪૭)

મે તેને ખુલી આંખે સપના જોવાની ના પાડી ને

તેણે મારા સપના જોવા કાયમ માટે આંખ બંદ કરી દીધી

૪૮)

એક બે કરતા પૂરી જિંદગીની દિવાળી જોઈ લીધી

રડતા રડતા પૂરી જિંદગીની કહાની કઈ દીધી

૪૯)

દિવાળીનો અંધકાર

કારતકી ઉજાસમા ખોવાય ગયો

મારો પ્રેમ આંસુથી ધોવાઈ ગયો

૫૦)

જમાનો કે સમય કોઈ નથી બદલાયુ

બસ

લોકોનો વિશ્વાસ કરવાની રીત ચોક્કસ

બદલાય છે

૫૧)

આપણો સંબંધ બરડ જરૂર છે

પણ કોઈ ઉપયોગ કરી જાય

એવો બટકણો હરગીઝ નથી

૫૨)

મારી આઁખ તારા માટે સદેવ ભીની થાય છે ને

તારા માટે જ લાલ ....

૫૩)

જે લોકો ને તમે વર્ષો થી ઓળખો

છતાય જાણી નથી શક્યા તો પામી શુ શકવા ના

૫૪)

તુ જ્યારે જ્યારે આવે છે

કાન ને

એક દીવાની રાધા

તારા વગર કાયમ તડપે છે

૫૫)

સાગર જેવી આંખો ને

આકાશ જેવડું દિલ

ધરતી જેવા વિશાળ વિચાર

કેમ તારો આવો સ્વભાવ કે

પ્રેમ જ કરવાનુ મન થાય

૫૬)

એક સમય એવો સાથે રેહવાથી મજા આવે

એક સમય એવો chat કરવાથી મજા આવે

૫૭)

એક જમાનો જે પોતાના લોકોની સાથે પ્રત્યક્ષ રેહતાને

એક જમાનો એવો પણ પોતાના લોકોથી live રહીએ

૫૮)

ન્યૂઝપેપર ચા હુ અને તુ

આટલુ જો સવારમા મળી જાય

તો આખો દિવસ સુધરી જાય

૫૯)

મા છે ને આખરે

એ પોતાના જ જીવને કેમ રોળે?

થાય એટલુ સહન તો કરે જ

એટલો તો એ જીવમાત્રની મા છે

ધરતી

૬૦)

વાંક માત્ર જીવમાત્રનો જ નથી

ધરતીનો પણ એટલો જ છે

એ સહન જ એટલુ કરે છે કે

અમુક

બેફામ ફરે છે

૬૧)

એક વ્યસન તુ

અને

બીજુ વ્યસન ચા

બસ બે જ

હો

ત્રીજુ નથી કરવું

૬૨)

જે વાદળ

બોવ ગરજે ને બોવ અવાજ કરે એ સહેલા હો

ગર્જના કર્યા વગર આવે તે અઘરા

મનુષ્યમા પણ આમ જ છે

૬૩)

તમે જે કરો છો એ બધા જુએ છે

કોઈ તમને સીધુ નહી કે એ બરાબર નથી પણ વાતો બધે ફેલાવશે...

૬૪)

ક્યારેક રોંગ નંબર લાગી જાય છે

પણ ક્યારેક એવુ જાણી જોઈને કેરીએ

તો કે જેની સાથે નથી બોલતા તેને call કરી કેમ છો? પૂછીએ

ને કહીએ સોરી રોંગ હતો

૬૫)

કોઈક સંધ્યાના ઢળતા સૂર્યમા પુષ્પ ખીલ્યા હોય

ને તારા ચહેરાનુ ચમકતું નૂર જોયાને હુ ચંદ્રની ચાઁદનીની જેમ તને લપેટી લવ

૬૬)

વ્યક્તિનુ ઇંટ્રોડક્ષન કરવા કરતા આપણે

સંબંધોનુ જ ઇંટ્રોડક્ષન કરી લઈએ તો નહી સારુ?

આ તો પુછ્યુ?

૬૭)

હૂઁ દરેક વખતે ભૂલી જ જાવ છુ કે જીત તારી થઈ છે

પણ ખુશીનો એહસાસ તોય મને થાય છે

૬૮)

ખુશીયોનો ખજાનો મેળવવા પ્રેમ જરૂરી છે

પૈસા તો આજે છે ને કાલે પણ છે જ

પણ પ્રેમ તો કોઈક પાસે જ! ! !

જેમ કે મારી પાસે તુ! ! !

૬૯)

મે એક જ વિષયમા માસ્ટર ડીગ્રી કરી છે

''તને પ્રેમ કરવામા''

હવે કે મારી ડીગ્રી મોટી કે તારી?

૭૦)

પાંચ દિવસના તહેવાર આખુ વર્ષ જીવવાની ખુશી આપી જાય છે

હૂઁ તને એટલો પ્રેમ કરીશ કે મારા ન હોવાથી મારી યાદો તને સહારો કરી જાય

૭૧)

મારા પ્રેમનો તહેવાર તુ છે,

મારા પ્રેમની દિવાળીને મારા પ્રેમનુ નવુ વર્ષ તુ જ છે

જીવનસાથી...

૭૨)

ભૂલવા માટે ઘણી ભૂલ છે મારી

હૂઁ શા માટે તને ભૂલવાનો પ્રયત્ન કરુ

બોલ?

૭૩)

હૂઁ કાયમ વિચારુ તને પ્રેમ કરવાનુ

ને તુ કાયમ વિચારે મને ખુશ રાખવાનુ

બસ આજ તો પ્રેમ છે

કોઈ એકવાર પ્રયત્ન કરે આપણને જુદા પાડવાને

આપણે કાયમ ભેગા રહીએ તેને ખોટા પાડવા

૭૪)

આજે પોતાના અસ્તિત્વને ટકાવવા પવન સાથે જ્યોતને લડતી જોય વિચાર આવ્યો

મનુષ્ય પોતાનો સંબંધ બચાવવા આટલો લડે તો બે વ્યક્તિ અલગ જ ન થાય

૭૫)

ભરતીને ઓટ જિઁદગીમા પણ આવે બસ ત્યારે

જરા જોયને ચાલવાનુ ...

ઠેસ વાગે તો સહન કરવાની જાહેર નહી

૭૬)

આપણો સંબંધ લહેર અને કિનારા જેવો છે

મળવાનુ રોજ તોય એકબીજાના નહી...

૭૭)

કંઈ જ વિચાર્યા વગર કામ કરવા નુ હોય ત્યારે મા જ કહી શકે

' ' દીકરા જે થશે તે સારુ થશે' '

તેને પૈસા કરતા સંતાન વાલુ લાગે છે

૭૮)

મારી બેટરી ત્યારે જ charge થાય છે જ્યારે મારી મા કહે છે

' 'હમણા કેટલો પાતળો થય ગયો છે મારો દીકરો, કામમાંને કામમાં કઈં જ ખાતો નથી ' '

૭૯)

આમ મારી સામે જોવાનુ બંદ કર

પાછા ફરીને તરસાવવા નુ બંદ કર

૮૦)

મારી આંખ નો એક ખૂણો ભીનો થય ગયો

જયારે

તેને કોઈ વાત ની ખબર ન તી તોઈ કહ્યુ

મને તારા પર ભરોસો છે ! ! !

૮૧)

એક કિલ કિલારી માટે

ઈશ્વર તરસાવી દે છે

ને

એ જ કિલ કિલાટ છેલ્લે

મા બાપને તરસાવી દે છે

૮૨)

ખૂબ ઊંડે સુધી એક વિચાર આવે ને પાછો ત્યા જ જતો રહે ...

કે

મરવા નુ બધાને છે જ તો બધા મારુ મારુ કેમ કરે છે ?

૮૩)

આજ કલ છોકરા છોકરી આઈબ્રો વેક્સ ફેશિયલ મા લાગી ગયા

જો આજ કામ દિલ પર કરવા મા આવે તો ?

૮૪)

એ મિત્ર

ડોન બનવુંને કોઇના દિલમા વસાવુ

એટલુ આસાન નથી

હરેક પળ

બીજી વ્યક્તિનો ભય રહે છે

૮૫)

આકાશમા ઉડવાથી સપના સાકાર થતા હોત તો

આજે આપણે પંખીઓના ગુલામ હોત?

૮૬)

શુ કરું?

કંઇ જ ખબર પડતી નથી?

બસ

એક જ આશા

તારા પરથી શરુને

તારા પરથીપૂરી થાય છે

ઈશ્વર

૮૭)

એક પલક ઝબકતા તો કેટલાય ફેરફાર થઈ જાય છે

દોસ્ત

તો માણસને સમય સાથે બદલતા કેટલીવાર?

૮૮)

મને કોઇના જેવા વિચાર નથી આવતા

કેમ કે આપણે તો ગૂસ્સાના માણસ છીએ

કોઈ સાહિત્યના નહી

૮૯)

શુ ખબર જીત કોની થશે?

દિલની કે દિમાગની

પણ

મે હંમેશા પ્રાર્થના તો સત્યની જીત માટે જ કરી છે

૯૦)

લાગણીનુ ભૂત દિલ પર સવાર થાય છે

મિત્ર

દિમાગ પર સવાર થાય ઈ તો વાવાઝોડું

૯૧)

ખબર નથી સાચો રસ્તો કયો છે પણ એટલી ખબર અવશ્ય છે

એ રસ્તો કોઇના દિલ પરથી ન ચાલવો જોઇએ

***