Steven Spielberg books and stories free download online pdf in Gujarati

Steven Spielberg

સફળતાની વાતો

સ્ટીવન સ્પિલબર્ગ

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

kintugadhvi@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સફળતાની વાતો

સ્ટીવન સ્પિલબર્ગ

અમેરિકાના એવોન્ડાલ પ્રાંતમાં આજે રોજબરોજની જેમ જ માર્કેટ ઊભરાયું હતું. સમી સાજે લોકો ઘરે પહોંચવાની ઉતાવળમાં કોઈ બ્રેડ ખરીદવામાં મશગૂલ હતું તો વળી કોઈ પોતાના બાળક માટે ફ્રુટ કેકની ખરીદી કરીને હોશભેર આખા દિવસના થાક સાથે દોડાદોડ જતા જોવા મળે. આવા માહોલમાં એક નાનો છોકરો પોતાના દાદીમાં સાથે શાંતિથી બજારની સેર કરવા માટે નીકળ્યો હતો. દાદીમાના ધીમા પગલાં સાથે બાળક પણ પોતાના પગલાં ધીમા રાખીને ચાલતો હતો. રોજબરોજની જેમ દાદીએ દુકાનમાંથી અનાજ કરીયાણાની ખરીદી કરી લીધી હતી અને એ પછી ઘર તરફ જતી વખતે ધીમે ધીમે દાદીમા અને પૌત્ર જવા નીકળ્યા. વાતાવરણમાં સતત ચહલ પહલ હતી. કોઈ એક મિનિટ માટે પણ રોકાવા તૈયાર ન હતું અને અચાનક પેલા બાળકે ચાલવાનું બંધ કર્યું. બાળકની ચાલવાની ગતિના કારણે દાદીમાએ તરત જ બાળક સામે જોયું તો બાળકે તેની જમણાં હાથની આંગળી એક દુકાન તરફ તાંકીને દાદીમાને એ તરફ ચાલવા માટે દબાણ કર્યું. વૃદ્ધ દાદીમાના શરીરમાં અશક્તિ જ એટલી હતી કે આ બાળકને તે કંટ્રોલ કરી શકે તેમ ન હતી. આખરે બાળકની જીદને વશ થયા વગર આ વૃદ્ધા પાસે કોઈ રસ્તો ન હતો. બાળક આંગળી બતાવીને એક રમકડાંની દુકાનમાં લઈ ગયો. દુકાનના કાચમાં એક મોટી સાઈઝની રમકડાંની બસ મૂકી હતી. સ્ટિવનને આ બસ ખરીદવી હતી. દાદીમા પાસે માત્ર બસો રૂપિયા હતા. રમકડાંવાળાને પૂછ્યું તો બસ પણ બસો રૂપિયાની હતી. દાદીએ આખરે સ્ટિવનને બસ ખરીદી આપી. નાનકડાં સ્ટિવને એક જ આંટામાં દાદીમાને બસો રૂપિયાની બસનો ખર્ચો કરાવીને સંતોષનો શ્વાસ લીધો. દરેક બાળક જેમ નવું રમકડું લાવીને સતત રમ્યા કરે તેમ સ્ટીવન પણ પોતાની નવી બસો સાથે અવનવા અખતરા કરતો હતો. આખરે એક દિવસ આ બસ લઈને સ્ટિવને તેમાં બેલેન્સિંગનો એક નવો અખતરો કર્યો. બસના અડધા ભાગને તેણે ડાઈનિંગ ટેબલની ધારે ટેકવ્યો અને બસને જાણે ખીણમાં પાડતો હોય તેમ અખતરો કરવા લાગ્યો. રસોડામાં કામ કરતા દાદીમાંનું ધ્યાન ગયું કે સ્ટિવન હવે આ બસને નીચે પાડીને તેને તોડવાનો અખતરો કરી રહ્યો છે. દાદીમાએ આ ઘટના જોઈને દોટ મૂકી પણ ત્યાં સુધીમાં તો બેલેન્સિંગ કરી રહેલા સ્ટીવનના હાથમાંથી પેલી બસ નીચે પડીને અને બસ ટુકડાઓમાં વિખેરાઈ ગઈ. દાદીમાએ સ્ટિવન સામે ખૂબ ગુસ્સો ઠાલવ્યો. પણ સ્ટિવનને આ ગુસ્સાની કોઈ અસર ન હતી. આ વાતને દસકાઓ વીતી ગયા હતા. સ્ટિવન હવે સ્ટિવનમાંથી ડિરેક્ટર અને પ્રોડ્યુસર સ્ટિવન સ્પિલબર્ગ બની ગયો હતો. જુરાસિક પાર્ક -૧ નો પ્રિમિયર શો હતો અને આ સમયે દાદીમાં પણ પ્રથમ હરોળમાં બેઠા હતાં અને અચાનક ફિલ્મમાં પેલી બસનું દ્રશ્ય આવ્યું ત્યારે સમગ્ર થિએટરમાં તાળીઓનો ગડગડાટ સંભળાયો. દાદીમાના મનમાં સ્ટિવને કરેલા બસના અખતરાની સ્મૃતિ સામે તરવા લાગે. આખરે સ્ટિવનને આ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો અને સમગ્ર વિશ્વમાં જુરાસિક પાર્ક દ્વારા બાળકોથી લઈને વૃદ્ધો સુધી ડાયનોસોરને જીવંત કરનાર સ્ટિવને પોતાના નાનપણના સંસ્મરણોમાંથી જ કેટલીક પ્રેરણાઓ મેળવી હતી.

સ્ટિવન નાનપણથી જ પ્રયોગશીલ હતો અને એ કારણે જ તેણે અવનવા પ્રયોગો કરીને ફિલ્મોમાં પણ પોતાની કલ્પનાશક્તિના રંગો પૂર્યા હતા. નાની ઉંમરે સ્ટિવનને ડરવું અને ડરાવવું ખૂબ ગમતું. અંધારી રાતે બારીમાંથી ઝૂલતી ડાળીઓ સ્ટિવનને કાળી રાતમાં હસતી ડાકણો જેવી દેખાતી,સમી સાંજે ખુલ્લા મેદાનોમાંથી પસાર થતા રીંછ જેવા કાળા વાદળામાં સ્ટિવનને દાનવી અહેસાસ થતો.પવન,અંધકાર અને જોકરનો હસમુખો ચહેરો કોઈ ભૂતાવળમાં બેઠેલા પ્રેતની જેમ સ્ટિવનને કાયમ ડરાવતો.આમ કરતા સ્ટિવન ડરવાનું શીખી ગયો.અંતે કંઈ જ નિષ્કર્ષ ના નિકળે એટલે સ્ટિવન હસીને સૂઈ જતો.

અંધારી રાતે સ્ટિવને એક અજાણ્યો પડછાયો જોયો. પડછાયાનો પીછો કરતા તે સ્વાભાવિક રીતે પોતાની અગાસીની બહાર જઈને ઉભો રહ્યો.પૂનમની ચાંદનીમાં આ પડછાયો ઘણો લાંબો દેખાતો હતો.એક તરફ ડર અને બીજી તરફ કૂતૂહલને કારણે સ્ટિવન સાવ ભૂલી ગયો કે તે પડછાયો બીજા કોઈનો નહીં પરંતુ તેનો પોતાનો હતો.ધીમે રહીને પોતાના હાથ દ્વારા સ્ટિવને બતકનો મોઢું બનાવીને તેનો પડછાયો ભીંત પર જોયો.હવે બીજાને કેવી રીતે ડરાવવા તે માટેના અનેક નુસ્ખા સ્ટિવનના મનમાં ચાલ્યા કરતા. આ નુસ્ખા કોના પર અજમાવવા તેે શોધ્યા કરતો.અચાનક એક બપોરે તેની બહેન નાન્સી પર એક ડરામણી મજાક કરવાનો વિચાર સ્ટિવનને આવ્યો.આ માટે સ્ટિવને તેની મોટી બહેન એન્નાની મદદ લીધી.ટીવી પર એક હોરર ફિલ્મમાં હીરોઈનનું લોહીલૂહાણ ગળું કાપીને એક પ્લેટમાં પીરસવાની એક ઘટના સ્ટિવન નિહાળી રહ્યો હતો.આ ઘટના સ્ટિવનના મનમાં એટલી પ્રેરાઈ ગઈ કે સ્ટિવનને આ ઘટના આધારિત મજાક વાસ્તવમાં કરીને બહેન નેન્સીને ડરાવવાનું નક્કી કરી લીધું. પણ માથું ક્યાંથી અને કોનું લાવવું તે બાબતે સ્ટિવન થોડો મૂંઝવણમાં હતો.સાંજ પડી નેન્સીને બહુ ભૂખ લાગી હતી એટલે તે સીધી ડાઈનીંગ ટેબલ પર જઈને બેસી ગઈ અને મમ્મીને બૂમ મારવા લાગી.એવામાં સ્ટિવન દૂરથી એક પ્લેટ ઢાંકીને કંઈક ખાવાનું લઈને આવતો દેખાયો.નેન્સી દૂરથી જોઈને મનોમન રાજી થઈ ગઈ કે નક્કી સ્ટિવન તેના માટે કોઈ સ્વાદિષ્ટ વાનગી લઈને આવી રહ્યો છે.કાળા કપડામાં ઢાંકેલી પ્લેટ લગભગ પોણો ફૂટ જેટલી ઉપસેલી હતી.પ્લેટ એવી રીતે કાળા કપડાંમાં ઢાંકેલી હતી કે કોઈ તરફથી સહેજ પણ અંદર શું છે તે દેખાતું ન હતું.

સ્ટિવન નજીક આવ્યોે અને નેન્સીને કહ્યું,

‘તને ભૂખ લાગી છે?’

‘હા’

‘લે આ તારા માટે ગરમા ગરમ લઈને આવ્યો છું.’

‘શું છે ?’

‘એ ના કહેવાય’

‘તું જાતે જ ખોલીને જોઈ લે’

નેન્સીએ પ્લેટ પરથી કપડું હટાવ્યું ત્યારે

કપાયેલું ગળું અને લોહીથી લથબથ ડોકું પ્લેટમાં પીરસવામાં આવ્યું હતું.

નાન્સીના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ.ઘરમાં બધા ભેગા થઈ ગયા.જોયું તો એક રબ્બરની ઢીંગલીનું ગળું કાપીને સ્ટિવને નાન્સીને ડરાવવા માટેનો કારસો ઘડી કાઢ્યો હતો.વર્ષો પછી સ્ટિવન જ્યારે ડિરેક્ટર બન્યો ત્યારે તેની બહેનોને ડરાવવાના કારસ્તાન તેણે તેની ફિલ્મ ‘પોલ્ટરગીસ્ટ’માં મનમૂકીને ઉપયોગમાં લીધા હતા.ત્રણ બહેનો સાથે તોફાનોથી ભરપૂર તોડફોડમાં ઉછરેલા સ્ટિવનની જીંદગીમાં પિતાની થયેલી એક નાની બદલીથી મોટો બદલાવ આવ્યો.

૧૯૫૭ માં પિતા આર્નોલ્ડ સ્પિલબર્ગે જનરલ ઈલેક્ટ્રિક કંપનીમાં નોકરી સ્વિકારી અને સ્પિલબર્ગ પરિવારે ફોનિક્સ એરિઝોના જવા પ્રયાણ કર્યું.સ્ટિવન હવે કિશોરાવસ્થામાં પગરણ માંડી રહ્યો હતો.

ફોનિક્સ એટલે સ્ટિવનના સાચા સંઘર્ષનીશરુઆત.ફોનિક્સમાં સ્ટિવનના બે સાચા સાથીદારો એક તેનો કુતરો લિઝાર્ડ અને બીજો તેનો પોપટ.બંંને મુક્ત રીતે ઘરમાં વિહરતા,ધમાલ કરતા મસ્તી કરતા અને મોડા સુધી વાતો કરતા.મમ્મી કે પપ્પા પકડીને ઉઠાડે નહીં ત્યાં સુધી ટીવી જોયા કરવાની ટેવ.

જેવા ચેનલોમાં ગમતા કાર્યક્રમ પૂરા થાય એટલે તરત જ સ્ટિવન બારીએ બેસીને બરફનો સૂસવાટા ભર્યો અવાજ સાંભળવા બેસી જતો.ક્યારેક આ અવાજથી પોતે ઘણો ગભરાઈ જતો.

એકવાર ડરનો સામાનો કરવા માટે પિતા આર્નોલ્ડે તેને સ્કાઉટમાં જોડાવાની સલાહ આપી. સ્ટિવન સ્કાઉટમાં જોડાયો. નવા બૂટ,નવો ડ્રેસ અને શાળામાં બીજા છોકરાઓને શિસ્તમાં રાખવાની સ્ટિવનને ઘણી મજા પડતી.રોજ શિસ્તની વાતો અને સખત મહેનત.સખત મહેનત સાથે સ્ટિવનને ઈગલ સ્કાઉટનો ખિતાબ મળ્યો જેના કારણે તેના યુનિફોર્મ પણ અન્ય સ્કાઉટના વિદ્યાર્થીઓ કરતા કંઈક વધુ મોભાદાર દેખાતો.

એક સવારે નાનકડો સ્ટિવન સ્કાઉટ ડ્રેસમાં સજ્જ બનીને વિદ્યાર્થીઓને શાળામાં શિસ્ત જાળવવાનું કામ કરી રહ્યો હતો.એવામાં બે ત્રણ અમેરિકી વિદ્યાર્થીઓએ આવીને સ્ટિવનને ‘યહુદી’ કહીને બોલાવીને હડસેલી નાંખ્યો. હજૂ સ્ટિવન કંઈક બોલે તે પહેલા પેલા ત્રણ વિદ્યાર્થીઓમાંથી સૌથી કદાવર દેખાતા એક છોકરાએ સીધી જ સ્ટિવનની બોચી પકડી અને કહ્યું ‘યહૂદી’.હવે સ્ટિવન ગભરાઈને પરસેવે રેબઝેબ થઈ ગયો. રાત્રે સપનામાં પણ સ્ટિવનને પેલા ભયાનક ગુસ્સાવાળા છોકરાનો ચહેરો દેખાતો.ઊંઘમાંથી ચોંકીને સફાળા ઉઠી ગયેલા સ્ટિવનને તેેના પિતાએ આખી વાત જાણી.

ભારે હ્ય્દયે સ્ટિવને સ્કાઉટનો ડ્રેસ કાઢીને પરત કર્યો.સ્કાઉટમાં સમાનતા અને બંધુતાના પાઠ ભણતા સ્ટિવનના નાજૂક મનને પ્રથમવાર વંશવાદનો પરિચય થયો.પહેલીવાર સ્ટિવને પોતાના ધર્મ વિશે વિચારતો થયો.પહેલીવાર તેણે અનુભવ્યું કે તે ધર્મે યહૂદી હતો.

જો કે પાછળથી સફળતાના શિખરે પહોંચીને આ જ સ્ટિવને સ્કાઊટના કેમ્પમાં ઉદાર હાથે આર્થિક મદદ પણ કરી હતી. સ્ટિવનના જીવનની અનેક વાતો આપણને રસપ્રદ લાગે તેવી છે. વૈશ્વિક નામના પામેલા સ્ટિવનના જીવનના સંઘર્ષોના ઉદાહરણો ગણાય ગણાય નહીં એટલી માત્રામાં છે. સ્વભાવે ઉદાત્ત, સતત પ્રયોગશીલ અને પોતાના કામને અને સાથે પરિવારને પ્રેમ કરતાં સ્ટિવનના જીવનના અનેક ઉદાહરણો આપણને સૌને પ્રેરણાં આપે તેવા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED