ગુજરાતી - Life Quotes
(1) સાચું તમને સમજાતું નથી બાકી મને પણ ખોટું કરતાં આવડતું નથી.
(2) આમ હું - નસીબથી આગળ એટલે કોઈને ગમ્યું નહીં, હું એ રમકડું કે કોઈથી રમ્યું નહીં. તો....આજે લોકો કહે છે.."અભિમાની" છે એ તો!
(3) મને કોઈએ પુછ્યું - કે તમે શું ગુમાવ્યું...?? મેં કહ્યું - મને કાંઈ મેળવવાની આશા જ ન'તી.
(4) મને એક સારો વિચાર આવ્યો, ત્યારે આ ટૂંકમાં શબ્દ લખ્યા.. "ન અધુરૂ કે ન કાંઈ પુરૂ એ બંને વચ્ચે હું આમતેમ ફરૂ."
(5) ખુશ રહેવું છે પણ ખુશી ક્યાંયથી મળતી નથી, કારણ - કરી નાખવાની ભાવના ક્યાંયથી જાતી નથી.
(6) જોયું તો બધુ જ મેં, ભૂલ તો તેને સમજવામાં પડી સાહેબ...
(7) સુગંધ ફુલમાં હોય ને સમજણ ભુલમાં હોય, આ બે સમજાય ત્યાં તો ખાલી ઈચ્છા જ મનમાં હોય.
(8) બુધ્ધિનાં સદ્ઉપયોગથી સમુદ્ર્ પણ પાર કરી શકાય છે.
(9) મારી મહેનત અને નસીબથી હું આગળ આવ્યો, પણ વચ્ચેના રસ્તે નિરાશ લોકો બહું મળ્યા, ત્યારે ચિંતિત મનના જવાબમાં મેં "આશાવાદી" લોકો ને જોયા.
(10) મારા માટે મેં ધણું કર્યું મને સફળતા મળી, જયારે લોકો માટે મેં કાંઈ કર્યું તો નામના મળી, તે લોકોનું જ મેં વધારે કાંઈ કર્યું તો "અવદશા" બની.
(11) સફળતાની ઈચ્છા ઓછી રાખો તો સફળ જ છો..
(12) સફળતાની ચાવી ન હોય તો તેમાં નિષ્ફળતાની ચાવી જરૂરથી ચાલશે.
(13) એક બિલાડી નવ ઘર ફેરવે, માણસ ક્યારેક એક મકાનને પણ 'ઘર' નથી બનાવી શકતો..
(14) સારું છે તેનાં કરતાં વધારે - "સારું જ હતું" તેમાં માનવું વધું સારું.
(15) કોઈ ભુલમાં ભુલથી નજર થઈ જાય તો માનવું કે - સમયે સમય દેખાડ્યો.
(16) માનવી છીએ ભુલ તો થાશે, 'સુધારી લેજો નહીંતર ફરી થાશે'.
(17) વિચારીને બોલવાથી...ખુદ પોતાને પહેલાં સમજણ પડે.
(18) 'આજ' થી મહાન કોઈ 'કામ' નથી, એટલે લોકો કહે છે - "કામકાજ"
(19) મન સાફ હોય તો જ્યાં ત્યાં હાથ સાફ કરવાની જરૂર નહીં પડે.
(20) આ ભારતમાં મહાભારત થયું પણ કદાચ હવે કોઈ "શ્રીકૃષ્ણ" નહીં થાય. વાંસળીમાં મન હરી લીધું.
(21) ભગવાનને મેં પ્રાર્થના કરી કે મને બધુ આપો, તેને કહ્યું...બધું એટલે!! દુ:ખ આપુ?? પછી મેં લઈ લીધુ!!!
(22) ક્યારેક એ સમયને યાદ કરવો જ્યારે સાચો સમય ન હોય.
(23) માણસ 'ખલાસ' ત્યારે થઈ જાય, જ્યારે - 'ખુલાસો થઈ જાય છે'.
(24) એક સમયે પથ્થર પણ ધસાય, આ માણસોનું પણ એવું જ છે - ધસાય ને પછી પથ્થર થાય છે.
(25) માતાની મમતા અને પિતાનાં ગુસ્સામાં બતાવી ન શકાય એવો 'પ્રેમ' હૉય છે.
(26) પૈસાથી નોકરીયાતનાં સપનાં સહેલાઈથી ખરીદી શકાય છે.
(27) ધરનાં આંગણે આવકાર હોય, મનથી લોકો સાઉકાર હોય - તેને 'ઘર' કહેવાય.
(28) વિજય મેળવવા માટે જીતની આશા ન રાખો.
(29) સારા મિત્રોથી જેમ મિત્રતા શોભે તેમ સારા વિચારથી માણસ.
(30) મનને કાબુ એટલે જ બધા દુ:ખોની દવા.
(31) સુરજ નું તેજ અને ચંદ્ર્ ની છાયા, બંને માં કંઈક તો ગુણ છે એમ 'માણસમાં પણ કંઈક તો જોઈએ જ'.
(32) આપણું જ ભલું થાય એવી ઈચ્છા ન રાખવી જોઈએ, છેલ્લે પરિસ્થિતિ અલગ પણ હોઈ શકે.
(33) નિતીની કમાણી માં ઓછુ મળે જ્યારે અનિતી માં ધણું, નિતીથી "શાંતિ" ધણી મળે ને અનિતી માં "ચૈન" ઓછું.
(34) ભાગ્યમાં ભાગ્યવાન કહેવાય, સુખમાં કહેવાય સુખી, પણ તે સમય ન ઓળખાય તો થઈ જવાય દુ:ખી.
(35) સફળતા માટે નિષ્ફળતાનાં ધણા ડુંગર ચઢવા પડે.
(36) ફક્ત તમારા માં જ ધ્યાન આપો, બીજા તમારો ખ્યાલ આપમેળે રાખવા જ માંડશે.
(37) કોઈને સમજાવવું હંમેશા સાચું, 'ક્યારેક આપણો પણ તેમાં નંબર લાઞી આવે તો'.
(38) વિચાર માં આપણે ધણા કાચા, સમયે હોય સાચા, પણ એ બધું ના સમજે આપણી વાચા.
(39) કયારેક સારું વાંચન કરવાથી બુધ્ધિનું રિવિઝન થાય.
(40) દોસ્તો ધણા હોય પણ તેમાં 'સારા' ઓછા હોય.
(41) દુવિધા હોય જ્યારે કોઈ વાતથી ત્યારે સમજવું, આગમાં પણ છેલ્લે રાખ જ હોય.
(42) બહુ જ ટૂંકમાં -- તમેં હમણાં કહ્યું, મેં કહ્યું હંમેશા.
(43) નફાના ગણિતમાં ખોટનું નામ છેલ્લે, સુખનું હોય 'નામ' ને દુ:ખનો 'હિસાબ' છેલ્લે.
(44) માણસની નામના સારી હોય -- તો પરીવાર અગરબતી માફક સળગે તો પણ મહેક આપે.
(45) ખોટો વિચાર હંમેશા સહેલો હોય છે.
(46) રામ અને રાવણ નો એક ઈતિહાસ છે, માણસ ને માણસાઈ બંને એક સાથ છે - છતાં માણસને "અહેસાસ" કેમ નથી...??
(47) બધું નસીબ થી જ નહીં અમુક મહેનતથી પણ મળે.
(48) વર્તમાન સમયનાં આનંદ માટે આપણે સમયને જ પહેલાં સમજવો પડે.
(49) મળતું હતું ત્યારે લીધુ નહીં હવે તેને ખરીદવા પણ તૈયાર છે - એ હતું "માન"
(50) કયારેક સમય તમને કાંઈ શીખવાડે તો સમજો કે આપણી પણ કયાંક ભુલ હતી જે આજ સમજાણી.
(51) મોતથી લાગતો ડર એ - એક મોતથી પણ વધુ ભયાનક હોય.
(52) કોઈ વાતને ભુલી ને જીવવું એ મનની કાબિલીયત પરખવા જેવી વાત છે.
(53) તમને તો હું જ કહેતો ને કે, હવે સમજો - પણ શું થયું - તો જાતે જ સમજી ગયા...લાગે છે કે, હારી ગયા!!
(54) સમય સાથે બદલવું જરૂરી છે, કેમ કે એક બંધ ધડીયાળની પણ કાંઈ જ કિંમત નથી હોતી.
(55) મને કોઈ સમજણ ન આપશો, હું એ કયારેય સમજતો નથી જે મને "કયારેય સમજાતું નથી" - મહેરબાની તમારી.
(56) બળ અને બુધ્ધિનો ઉપયોગ સાચી જગ્યાએ કરવો જોઈએ.
(57) ફસાયેલા માણસને, એકવાર ફસાયેલો હોય એ જ સમજી શકે.
(58) કાળ ચડ્યાં બાદનું કાર્ય ક્યારેક જીવન કાળું કરી નાખે.
(59) ગુસ્સાથી જુસ્સો વધે - એ જુસ્સામાં નુકસાન વધે.
(60) નવરા માણસ સાથે કાંઈ નક્કી ન કરાય, એ નહીંતવ વાતમાંપણ પોતાની 'નવરાશ' જ ગોતે.
(61) ભગવાને આપણને 'પેટ' કમાઈને ભરવા માટે આપ્યું છે, છતાં અમુક તેને 'બાળતા' હોય છે.
(62) પ્રકૃતિનો વિરોધ સારો નથી, જાગતી આંખે સુવાતું નથી, સુઈ ગયાં પછી ક્યાંય ઉભુ થવાતું નથી - "મોતનો ભણકારો આમ જ હોય".
(63) સમુદ્ર્માં અનેક જીવ છે, તો'પણ એક સજીવ નથી ટકી શકતો - "માનવ".
(64) સગાં બધાય વહાલાં કેમ નથી હોતા?? કેમ કે બધાં આપણાં નથી હોતા.
(65) મને ગર્વ થવા દેજો મારી કાબિલીયતનો, તો જ બધી 'કાયનાત' થી જીતીશ.
(66) સુખની છાયામાં દુ:ખનો પડકાર ન કર, વિતેલી ક્ષણને દોસ્ત તું પણ યાદ ન કર.
(67) ગરીબ માણસ પાસે કાયમી અમીર રહેવાનાં નુસખાં હોય છે.
(68) સમય કદાચ એવો હોય કે તેમાં તેનું 'મુલ્ય' ન થાય, સમય કદાચ એવો પણ હોય કે તેની અસર ન હોય...પણ એ તો ન જ ચાલે જેમાં એ ન હોય - "સફળતા".
(69) હે ઈશ્વર !! આ પરેશાની તો જુઓ, તેની પણ એક કહાની બની.
(70) જીતવું ત્યારે જ જ્યારે હાર નિશ્ચિત હોય.
(71) સલાહ આપતાં શીખવું જરૂરી છે, કેમ કે આપણને પણ કોઈક "ફ્રી" માં આપતાં હોય છે.
(72) બધા કહે છે - "તકને ઝડપી લેજો", પણ હું કહું છું કે ઝડપાયેલું કાયમ રહેતું નથી. એ જો સાચી અને તમારી જ હશે તો - તમારી પાસે જ આવશે.
(73) બીજા કૉઈ માણસ, વિશ્વાસ આવ્યા પછી છુટે એ પહેલાં જ તેને વિશ્વાસ રાખતાં શીખવાડી દેવું જોઈએ.
(74) ગરીબી એટલી જોઈ 'સંબંધોની', હવે - અમીરીમાં મન નથી લાગતું.
(75) નથી નથી કરી ને હતું એ પણ ખોઈ બેઠાં, કંઈક સંબંધો છોડી બેઠાં - કંઈક વ્યવહારો તોડી બેઠાં.
☆ હજું આગળ પણ તમારા માટે જ લખી રહ્યો છું - 75 Series માં "Love Quotes"...તો જોડાયેલાં રહો મારી સાથે.
- રવિ ગોહેલ