આ દુનિયા ટેકનોલોજીની..
***
માણસોએ બનાવેલાં આ એવાં જમાનાની વાત કે જેમાં જીવન પહેલાં જેવું અધરૂ નથી રહ્યું. વાતોનાં એવાં સંવાદો જ ન રહ્યાં જેને સાંભળવાં વર્ષો કે મહીનાઓ વીતી જાય. જમાનો આવ્યો 'શોર્ટકટ' નો - લાઈફ હોય કે ટેકનોલોજી... આજ જમાનામાં વિચારોનો તર્ક ક્યાં??? ટેકનોલોજી એટલે 'ટુંકી વાત' અને 'ટુંકો સાથ'. સહેલાઈથી જીવન ગુજારવામાં "નો - બર્ડન".
વર્તમાનની સમયમાં જોવાં મળતી ટેકનોલોજી થોડા સમયમાં જુની થઈ જાય છે. રોજબરોજ અલગ સ્થિતિ જોવાં મળે માર્કેટમાં. એવી હલન ચલન જોવાં મળે કે નવી ચીજ વસ્તુનાં નજીવાં ઉપયોગ માત્રથી જ જુની અદાઓનો અહેસાસ થવાં લાગે. એવામાં કોઈને પુછી લો કે તમે શું જાણો છો મોર્ડન ટેકનોલોજી વિશે??? તો તે ચોક્કસથી એક વાત કહેશે - જે અમે ધડપણમાં જોયું ન હતું એ દરેક અત્યારની પધ્ધતિ અને એ નવાં ઉપકરણો અમારાં બાળકોએ બાળપણમાં રમકડાં માફક રમીને ફેંકી દીધા.
અગાઉનાં સમયને યાદ કરીએ તો ટીવીમાં દુરદર્શન અને રેડીયોમાં વિવિધભારતીથી વિશેષ શબ્દો કોઈ હતો જ નહીં. એક સારી સિરીયલ જોવાં માટે તો દુર દુરથી જોવાં વાળાઓનાં ટોળાં ભેગાં થતાં, એ પણ ત્યાં જ્યાં આખાં ગામનાં કોઈ ખુણે ખાચરમાં એક જ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય(વિથઆઉટ ડિજીટલ સેટઅપ બોક્સનું).એ ટેલીવિઝન માં એટલી બધી ચેનલો ન જોવા મળતી તેમાં લાઈવ શો, રીયાલીટી શો, ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટવાળા પોગ્રામનો દોર ઓછો જોવાં મળતો, નવાં સાધનોની ઉપયોગીતાની ઓછી જાણકારી - તેમાં મનોરંજન માટેનાં સમયનો ઉપયોગ ક્યાં કરવો?? એ પ્રશ્ન બની જતૉ. રેડીયો સાંભળવા માટે અડધો કલાક સ્ટેશન સેટ કરવામાં નિકળી જાય બાદમાં ગીતોની કહાનીઓ ચાલુ થાય. આ બધું જોતાં થાય કે એ શું "મોબાઈલ"??? જેને રાખવાથી બધી ખટપટ પુરી થઈ જાય. કોઈને કાંઈ પુછવાની કે બોલાવવાની જરૂર જ ન પડે. મગજની યાદશક્તિ વધારવામાં કોઈ પોગ્રામ કે પર્સનાલીટી ડેવલોપમેન્ટની ઈવેન્ટ ન થતી તો પણ એવી ગજબની એ સમયની આવડત જોવાં મળતી માણસોની પોતાની અંગત કોઠાસુજની કે આજનાં વૈજ્ઞાનિકોને પણ સંશોધન માટેનો પ્રિય વિષય બની જાય ઘણીવાર. અત્યારે જમાનાનું પધ્ધતિકરણ એટલી હદ સુધી થયું કે કોઈ માઈક્રો ઈલેકટ્રીક ડીવાઈઝ બધાં કામનું કારણ બની પ્રશ્ન હલ કરી નાખે. એટલે હવે મગજની મેમરીમાં યાદ રહે તેટલું રાખવાનું બાકીનું મોબાઈલમાં સેવ કરી લેવાનું. મજાની વાતતો ડીજીટલ ડોક્યુમેન્ટ કે ડેટા સાથેની એ જ કે વર્ષોનાં વર્ષો વિતી જાય પણ માહિતીનાં સંગ્રહને ખરાબ થવાની તકલીફ નહીં. એ નાનકડાં મેમોરી કાર્ડ કે પેનડ્રાઈવમાં લાખોની સંખ્યામાં ડેટાઓને સાચવી શકાય. સાથે જ્યાં ચાહો ત્યાં સાથે લઈ જાય શકાય. વધારે ઊંડો વળાંક સ્ટોરેજ મિડીયામાં ત્યારથી આવ્યો જ્યારે જીબી(ગીગાબાઈટ)ની શોધ થઈ. દરેક સ્ટોરેજનાં માધ્યમને નાની, હળવી અને અનૂકુળ બનાવવામાં એ જીબી નો ફાળો મહત્વનો છે. એટલે હવે કખગઘ નો ક્ર્મ 'ને ધડીયાનો પાયો ભુલાઈ ગયા (મોબાઈલની પિંજણમાં જરૂરી સંબંધો પણ ભુલાય ગ્યાં). નાના ધંધાથી લઈ કંપનીઓ સુધીની માહિતી આંકડાકીય હોય પણ એ નાનું 'કેલક્યુલેટર' જે બધાં હિસાબમાં સમર્થ રહે. પલભરમાં મોટા હિસાબની ગણતરી કરી પાડે. હાથનાં વેઢાં ગણવાની સિસ્ટમ ક્યાં હવે?? ફ્કત મોબાઈલ એપ્લીકેશનથી વાત ખલાસ. તો અહીંથી અટકતી નથી વાત...એવી કે કોઈ ને સમય પુછો તો તરત જ મોબાઈલમાં જોઈને કહેશે. ક્યાં એ મોંધીદાટ કાંડા ઘડીયાળનો જમાનો. હા, પણ આપણી ચર્ચામાં ટેકનોલોજીની વાત છે એટલે સાબિતીની જરૂર નથી પડતી. વૈજ્ઞાનિકોએ જ્ઞાનની મદદથી વિજ્ઞાન આગળ વધાર્યુ છે માટેથી આટલી સરળતાથી વિચારી શકીએ છીએ એવું કહી શકાય. કેમ કે અંતે તો આપણી પાસે લાંબુ વિચારવાનો સમય નથી હોતો. માણસે કોઈની કોઈ જગ્યાએ વાંચેલું, સાંભળેલું કે કોઈ જગ્યાએ બોલેલું જ આગળ ને આગળ જ્ઞાન બાટતાં રહેવાનું હોય. પાસે નવો રસ્તૉ જ નથી કોઈ બીજો જેમાંથી આ પૃથ્વીમાં "હું" ને સાબિત કરી શકીએ. અનુસરવું આદત જ હોય તો બાદમાં કોઈ તર્ક લગાડી એ તો નવું કાંઈ નથી આમાં!!! સોંપી દેવાની જિંદગીનું પાનું ટેકનોલોજીની ટેકનીકને એટલે જ સવારની ઊંધમાંથી ઊઠાડવાની જવાબદારીથી લઈ ધરવાળીનાં જન્મદીન સુધીની સચોટ માહિતી સાચવી શકે એ નાનકડું હાથમાં રમતું ડીવાઈસ - મોબાઈલ ફોન.
સ્માર્ટફોનનો જમાનો તો હવે અને હમણાથી આવ્યો, એથી વધુ રોમાચંક ચલણ હતું કોમ્પ્યુટરનું. એવામાં કોઈને કોમ્પ્યુટર પર કામ કરતાં જોઈને લોકો આંકી લેતાં કે "ભ'ઈ બહું ભણ્યો હશે". જમાનો જેમ મૉર્ડન થતો ગયો તેમ આજે ઓછી જરૂર પડવા લાગી સામાન્ય માણસને તેમાં ફક્ત કોર્પોરેટ સેક્ટરને બાદ કરતાં. મોબાઈલમાં એપ્લીકેશન ત્યાં સુધી આવી કે અભ્યાસનાં પુસ્તકો હોય કે ફ્રી ટાઈમમાં થતો ઈંગ્લીશનો કોર્ષ, ધ્યાન બહારનું કોઈ નોલેજ હોય કે ટાઈમપાસની કોઈ ગેઈમ્સ બધુ સરળ એટલું કે ટચથી મળી જાય. એ દુનિયામાં મોબાઈલ એપ્લીકેશનમાં પ્લે સ્ટોરે તો ધુમ મચાવી દીધી. માણસોનાં સો ટકાની દરેક બાબતોનાં પ્રશ્નમાં નેવું ટકાની સચોટ માહિતી મળી જાય. હવે તો મુંઝવણ શારીરીક હોય કે સામાજીક બસ રાહ તો ગુગલમાં સચ કરવાની. એ બધાં હલ સાથે ઈન્ટરનેટ તમને રાત્રે પુછે હાઉ! વોઝ ધ ડે!. આપણી 'કેર' કરે અને આપણા પર 'મહેર' પણ. ઊંધથી આંખ બંધ હોય એટલી જ વાર ખાલી થંભતી હોય આ ઈન્ટરનેટની આવી દુનિયા. એવામાં સમયનાં ફેરફાર સાથે બધું બદલાઈ ગયું. બાકી હોય તો ફ્કત માણસની - તકદીર માપવાનું મિટર!!!
સવારમાં ઊઠતાની સાથે વોટ્સએપ અને ફેસબુક ચેક ન થાય ત્યાં સુધી ચૈનથી બગાસુ પણ આવતું નથી. ચેટનો સમય હોય કે ન હોય તો'ય રીપ્લાય ન આપીએ તો મનમાં બરાબર ન લાગે. ઊપરથી નેટપેક ખતમ એટલે માણસોની દુનિયાનાં શ્વાસ રુંધાય જાય. ફેસબુક 'ને વોટ્સએપનાં સ્ટેટસથી તો ખ્યાલ જ ન પડે કે કોણ શાયર છે 'ને કોણ ધાયલ!! નેટ પ્લાન પુરો થતાં ચારેબાજુ આમતેમ ફોરવર્ડ કરતાં મેસેજને અને સતત ટાઈપીંગ કરતી એ આંગળીઓને તો જબરદસ્ત શાંતિ લાગે. હવે ફાસ્ટ જમાનાની દોડમાં એવું અતિ બન્યું કે કોઈ વ્યકિતને જોવાનું મન થાય તો પ્રોફાઈલ પિક્ચર જોઈ લેવાનું એમાં ફિલિંગ્સનાં શબ્દો લખવાની તો જરૂર જ નથી પડતી. કાર્ટુન મેસેજમાં મોકલતાં જ સમજાય જાય બધાને એવા ટેવાય ગ્યા. વર્ડલેસ થતાં ફિલિંગ્સલેસ પહેલાં થઈ ગયા, સંબંધો જાળવવામાં વાતવાતમાં ફોન કેમ નથી કરતાં??? પહેલાં આવશે. તૉ'ય લૉકો થવાં સેટ અને ભરવા પેટ માટે હેરાન થતાં હોય છે. નિરાધારને 'આધારકાર્ડ' અને મજૂરને પાનકાર્ડની જરૂર પડવા માંડી. ભલે, કોઈ વાતની સિસ્ટમથી તકલીફ હોય આપણને તેમાં નિતી આપણી પણ એ જ જોવાં મળે. થોડી જરૂર છે ને થોડી જબરદસ્તી પણ છે. બેંકમાં જતાં માણસને પૈસાનાં વ્યવહાર સાથે પૈસાનું ટેન્શન પણ વધી રહ્યું છે. પૈસા ઓછા અને પરીશ્રમ વધી જાય. વાત ગમે તે હોય એક વાત છે આ ઈન્ટરનેટનાં જમાનામાં માણસો એકબીજામાં ઈન્ટરફિયર કરતાં બંધ થઈ ગયા. કિંમત માણસની નહીં મોઢામાંથી બોલાયેલાં શબ્દોની પણ નહીં. સાચી પરિસ્થિતિ સમજાવવા મોબાઈલમાં જ લોકેશન શેર કરવું પડે તો વર્તમાનની હાલત ખબર પડે કે હોટેલમાં છે કે હોસ્પિટલમાં. બાકી 'હાઈ' થી સંબંધ ચાલુ અને 'બાય' થી ક્યારે પુરો થઈ જાય તેની ખબર ન પડે.
એટલે હવે તો, ખરું થઈ ગયું પેટ ભરવા માટે પણ નેટ આવ્યાં - તો પછી કેહવું જ પડે ને કે "આ દુનિયા ટેકનોલોજીની"...
"એક જમાનાથા જબ ફોટો ઈતની જલદી નહીં આતી થી..આજ ફોટો તો જલદી આતી હે, લેકીન ઉસમેં 'માસુમિયત' જલદી નહીં આતી".
રવિ ગોહેલ
રાજકોટ