Sex - vatono visfot books and stories free download online pdf in Gujarati

SEX - વાતોનો વિસ્ફોટ

SEX - વાતોનો વિસ્ફોટ

શ્રાવણ માસ - શિવ ભક્તોની લાંબી કતારૉ, "મહાદેવ હર" નો નાદ. ખુબ જ સરસ ગમતું આવું વાતાવરણ. મંદિરે સવારમાં વહેલો ગયો ત્યારે જોવાં મળ્યું શિવલીંગને ધસી ધસીને લૉકૉ નવડાવતા હતાં ભક્તો, પછી શણગાર ફુલોનો થયો. બધા જ તાંબા - પીતળનાં વાસણો પીંતાબરીથી સાફ કરેલા એકદમ ચકચકાટ ચમકતાં હતાં. આવું નયનરમ્ય વાતાવરણમાં મંદિરનો પ્રવેશ અને ધંટ રણકારનો અવાજ પ્રફુલ્લિત મન કરે એવો હતો.

એક ઘરમાં બાપ - દિકરો સોફા પર સાથે બેઠાં હતાં. એટલામાં છોકરાનો ફોન વાગ્યો. સામેથી હેલ્લો..… નો અવાજ સાંભળ્યાં પછી કાપી નાખ્યો. બીજીવાર ફોન આવ્યો ફરી કાપી નાખ્યૉ. બાદ તો એ નંબર મોબાઈલનાં બ્લેક લીસ્ટમાં મુકી દીધો. પછી એ નંબરથી ફોન આવવાનો પ્રશ્ન ન રહ્યો. એ બાપ - દિકરો ટી.વી. જોતાં જોતાં વાતો કરતાં હતાં અને થોડીવારમાં ફરી બીજા નંબરથી છોકરાનાં મોબાઈલમાં ફોન આવ્યો....

" Sir, હું મહેક વાત કરું છું, તમારું શુભનામ જણાવશો???"

"હું વિરેન્દ્ર વાત કરું છું, પણ તમે કોણ??"

"હું મહેક - આઈડીયા કંપનીમાંથી વાત કરું છું."

"ઓકે ઓકે કહોને!!"

વાત કરવાનો ટોન સ્ટાઈલ તરત જ ચેન્જ થઈ ગઈ. એ બંનેવાર ફોન કરનાર છોકરી એક જ હતી. પહેલીવાર તે વિરેન્દ્રની સાચી ગર્લફ્રેન્ડ હતી એટલે કાપી નાખ્યો ફોન(પપ્પા સામે વાત ન થાય એમ!!). બીજીવાર એ જ છોકરી કૉઈ કંપનીની ટેલીકોલર હતી એટલે વિરેન્દ્ર એ વાત કરી નામ પણ કહ્યું એ પાછું પપ્પાની સામે. છોકરા એ હિમ્મત કરી લીધી.

ખબર છે - તમે સમજી નથી શકતા દિમાગથી શું કહેવા માંગુ છે. પણ શાંતિ રાખો બધું સમજાઈ જશે ધીમે ધીમે આગળ વાંચવામાં પહોંચશો એમ આપોઆપ સમજાતું જશે.

***

આપણને મળેલ જીવન, મનુષ્ય અવતાર એટલે ભગવાન તરફથી મળેલ અમુલ્ય ભેટ. છતાં કોણ ક્યાં? અને કેવી રીતે? લડતાં હોય છે, તેની દુનિયાનાં લશ્કરો કઈ બાજુ દોડતાં હોય ખબર ન પડે. જીવન દરમિયાન અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પરીસ્થિતિ વચ્ચે કેવો અજબ - ગજબનો દષ્ટિકોણ જોવા મળે છે. એ સમજાવવા માંગુ છું તમને, પહેલી વાત લઈએ મંદિરની...… માણસને પોતાનાં સાથે બનતી રોજની ધટનાને અને રોજ અનુભવાતી પરિસ્થિતિમાં નવાઈ નથી લાગતી. જેમ કે દરરોજ ખુદને જમવાનું જોઈએ છીએ. એ જમવાની ક્રિયાએ નવાઈની વાત નથી. વગર શરમ અનુભવ્યા વગર જમી લઈએ છીએ. જમતાં જમતાં ડાન્સ કરવાની ક્રિયા આપણી રોજિંદી ટેવ નથી. તો જ્યારે વધુ માણસો સામે આ ઘટનાં બનશે તે દરમિયાન કોઈ સામે જોતાં જ શરમ અનુભવી લઈએ છીએ. આવી તો ધણી વાતોનાં ઉદાહરણ છે રોજબરોજની ટેવ - કુટેવનાં. જેમ કે ન્હાવું, ગાડી ચલાવવી, સવારે બ્રશ ઘસવું વગેરે...વગેરે...પણ રોજ માથું નીચેને પગ ઊપર કરીને સુવું, ગાડીનાં પેટ્રોલને જમવા દરમિયાન પીવું આવી બધી ઘટનાઓ આપણે કરતાં નથી એટલે અજુગતું લાગે વાતથી પણ મનમાં.

અભ્યાસમાં SEX શબ્દ આવે તો સ્કુલ - કોલેજનાં છોકરાઓ પણ જાણવાની તેનાં વિશે ઈચ્છા ધરાવે છે. પછી ભલે એ અભ્યાસી જાતે સ્ત્રી હોય કે પુરૂષ. બસ વાત આપણે કરી એવી જ રીતે એ SEX ની ક્રિયા સામાન્ય છે. અહીં 'સામાન્ય' શબ્દ થોડો અઘરો અપચો કરે એવૉ લાગશે, પણ આ પૃથ્વીનો સર્વસામાન્ય નિયમ કે એક સજીવમાંથી જ બીજો સજીવ ઉત્પન્ન થઈ શકે. એ ઉત્પાદન્નની ક્રિયા જ SEX છે. SEX નું શારીરીક સુખ માણવાની અલગ અલગ રીતો છે. એ બધી રીત સહવાસ માટે જ બનેલી છે. જીવનમાં આપણે ઘુટીઘુટીને આ બહું જ વ્યક્તિગત વિષય બનાવી નાખ્યો છે. સમાજ કે જ્ઞાતિની કાંઈક મર્યાદા છે. એ જરૂરી છે પણ એમાં. એ ધણો અલગ વિષય છે. આવી ચર્ચામાં બધાં વચ્ચે જિંદગીને થોડી અલગ પણ વિચારી શકાય. બાપ - દિકરી સામે, દિકરો - માં સામે, બહેન - ભાઈ સામે, લેડી શિક્ષક - યંગ સ્ટુડન્ટ સામે - ક્યારેય ખુલ્લેથી આ વિષય પર વાત કરતાં નહીં જણાય. તો પછી બધાને આ શબ્દથી થતી ઊતેજનાં, તેનાં વિશે જાણવાની ઉત્સુકતા ઓછી હોય કાંઈ ખરી!!!

થોડો નજરીયો બદલાવવાની જરૂર છે. જેમ બધી વાત ખોટી નથી હોતી, તેમ બધી વાત સાચી પણ નથી હોતી. મંદિરની શિવલીંગને પાણી ચડાવીને, નવડાવીને ઘસી નાખી. તોય આજ સુધી કોઈ વાતનો યથાર્થ સમજતું નથી. આપણા પુર્વજોએ હજારો વર્ષો પહેલાં માતારૂપે "પાર્વતી" ની અને પિતારૂપે "શંકર"ની સ્થાપનાં કરી હતી. એમાં શિવલીંગ એ પુરૂષનું પ્રજનન અવયવ જ છે. તો'ય ખુલ્લેથી આ વિષય પર વાત આજસુધ્ધા કોઈ નહીં કરતું હોય. કદાચ જો મોટા થતાં છોકરાઓ કે છોકરીઓને નાનપણથી જ SEX નું જ્ઞાન તેમની વિશેની રચનાં/ખ્યાલ વગેરે બાબતો સમજાવી દઈએ તો શહેરમાં થતી સૃષ્ટિ વિરૂધ્ધની બનતી ઘણી ઘટનાઓનો ક્રમ નીચો આવી શકે. છુટાછેડાનાં અમુક કિસ્સામાં જણાય છેલ્લે પતિ-પત્ની એકબીજાથી ખુશ ન હતાં. જ્યારે શારીરીક દુરી વધી જાય ત્યારે મોત સમા વાંધાઓ જીવનમાં બને. આ દુનિયાનાં દરેક સ્ત્રી અથવા પુરૂષનાં મનમાં SEX પ્રત્યેનો ખ્યાલ મીઠો જ હોય છે, પરંતુ કોઈ જતાવી નથી શકતું અહીં સામેથી અને મનની ઈચ્છા મનમાં રહી જાય. લાઈફ પાર્ટનર સામે શરમ અનુભવાતી હોય તો બીજાને કેમ ચર્ચા કરવી. જરૂર છે થોડી આ વિષય પર ફ્રીલાન્સ વિચારોની. કોઈની પત્ની સાથે જઈને આઈસ્ક્રીમ ખાવો એ બંને વચ્ચે ‘અફેર’ છે એવું જ નથી બતાવતું. દોસ્તી પણ એવી અતુટ કે ગાઢ હોઈ શકે. જેને એ બે વ્યક્તિઓનાં સંબંધને સાચવીને રાખ્યાં છે. લગ્ન પહેલાં બંને પાત્રોને SEX વિશેની જાણકારી મળી જવી જોઈએ જેથી ગેરસમજની પરિસ્થિતી ઊભી જ ન થાય.

તમને આવી વાતોથી નવાઈ લાગતી હોય તૉ કદાચ પણ મને તો ખબર નથી. આ ફોરવર્ડ વિચાર ધારાને મજબુત બનાવી પરિવર્તન લાવવાની શૃંખલા છે. બધું જ અહીં સુધરેલ છે - માણસનાં વિચાર સિવાય.

SEX એવો ભયંકર વિષય નથી, છતાં લોકો તેને એકદમ વ્યક્તિગત વિષયની જેમ સમજે છે. સાથે એવાં ઉદાહરણો પણ જોયાં છે - મેડિકલ સ્ટોરે જઈ નિરોધ માંગતાં શરમ અનુભવે અને થોડી ભીડ ઓછી થાય ત્યારે ધીમેથી માંગી ફટાફટ ખીસ્સામાં મુકી રફ્ફુ ચક્કર થઈ જાય. જેટલો ઉત્સાહ કોલેજ કે અભ્યાસનાં સમયની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળે તે જ વ્યક્તિ લગ્ન પછી નિ:રસ જેવો લાગવાં માંડે. આ વાત પાછળ એક જ કારણ છે. દરેક વ્યક્તિ પરિવર્તન જીવનમાં બધે જ ઈચ્છે છે પણ કોઈ લાવી નથી શકતું, કોઈ આવ્યા બાદ અપનાવી નથી શકતું. તેમ જો બે વ્યક્તિમાં સ્ત્રી અને પુરૂષ નવાં કોઈ નુસખા જીવનમાં વિચારે અને ખાસ કરીને રોમાન્સ, ફોર પ્લેની ક્રિયા કે આખી SEX ની પ્રક્રિયા દરમિયાન તો બંનેની નજદીકી વધી જવાનાં સો ટકાના ચાન્સ. કદાચ એવું હશે કે વિદેશોની સંસ્કૃતિમાં આવાં જ કારણોને દુર કરવા SEX ને વધારે પ્રાધાન્ય આપ્યું છે. લગ્નનું ખાસ મહત્વ છે ખરા, પણ આટલી ગંભીરતા નથી જોવા મળતી ત્યાં. "કિસ" શબ્દ રોમાંચક છે. સરેઆમ લોકો જીવનમાં અપનાવે છે - નવાઈ નથી. આ વાતોથી આગળ શું છે? એ ગોતવામાં એ દેશો આગળ છે આપણાથી.

ફિલ્મી લાઈફ જોવાં મન ઈચ્છે છે, એટલે વિચારો પણ એવાં થઈ જાય છે. જ્યારે એવી લાઈફ જેવું બનતું નથી વાસ્તવમાં તો જિંદગી સુની છે, ફિક્કી છે એવો અનુભવ થાય. સ્ત્રી કે પુરૂષ SEX માટે સરખાં જ ઉતેજીત હોય છે. સીરીયલ, ટી.વી., ઈન્ટરનેટ વગેરે માધ્યમોમાં જોઈએ તો લગ્નની સુહાગરાતમાં અલગ જ અનુભવ લાગે. સરસ રૂમનાં શણગાર સાથે મધુર - મીઠી વાતોનો માહોલ. જ્યારે 'સુહાગરાત' અને ઈંગ્લીશમાં 'ફર્સ્ટનાઈટ'(First Night) શબ્દ આવે ત્યારે આ જ ચિત્ર ફિલ્મ જેવું મગજમાં ઘુમે. જ્યારે ખરેખર તો શારીરીક સુખની બાબતમાં સ્ત્રી - પુરૂષ વચ્ચેનું અંતર ખાસ્સું જોવાં મળે.

***

થોભો!! હજી વાંચવાનું મુકીને ક્યાંય જતાં નહીં, આવા અકળ મુદ્દાઓથી તમને કંટાળો તો નથી આવતોને!!(મને ખબર છે તમને SEX વિશે જાણવાની ખુબ જ ઈચ્છા છે...સાચું ને!!!). ચાલો, અહીંથી લઈએ બીજી વાતનો ઈતિહાસ. શરૂઆતમાં જેમ વાત કરી તેમ - એક શબ્દ, જે જીવનનો અગત્યનો ભાગ છે. જેને આપણે કહીએ છીએ...છોકરી(સ્ત્રી). આ શબ્દમાં કેટલી તાકાત છે એ જાણવા માટે કૉઈ વીસ - પચીસ વર્ષનાં યુવાન છોકરાને પુંછવું પડે. મગજનાં તરંગો હચમચી જાય, શારીરીક/માનસીક વ્યથા અટ્ટપટ્ટી બની જાય. હવે, અહીંથી વાત મુદ્દાની કરતાં...

અમુકનાં ઘરમાં જોવાં મળતું અહમભર્યું અને જુનવાણી વાતાવરણ પણ છતાં તે ધરનાં સભ્યોને શું 'પ્રેમ' કરતાં રોકી શકાય! એક જુવાનીમાં ડગલાં માંડેલ ઘરની છોકરી કે છોકરાને પોતાની જાતે પ્રેમ કરવાનો અધિકાર મળતો ન હોય ત્યાં SEX શબ્દ તો વાવાઝોડું લાવી દે. બધામાં વિજાતીય લીંગ પ્રત્યે જોવાં મળતું આકર્ષણ સ્વાભાવિક છે. તો'ય જેને ક્યારેય પ્રેમ કર્યો ન હોય, કોઈ દારૂ - સીગારેટ વગેરે જેવી કોઈ આદત ન હોય તેને આદર્શ વ્યક્તિ માની લઈએ છીએ, પણ એકવાર જેમ આ ટેવોની લત લાગ્યાં બાદ નવાઈ નથી લાગતી એમ SEX જીવનમાં ભરપુર માત્રમાં મળી જાય તો દિમાગની વિકૃતિ ઓછી આપોઆપ થઈ જાય છે. કોઈ ગુનો નથી કે દોસ્ત કે ગમતા પાત્રની સાથે શારીરીક સુખ માણવું એ. છેલ્લે વાત તો મનની ભાવનાઓને શાંત પાડવાની જ હોય છે. કોઈની વાતૉ ખુલ્લે આમ હોય, કોઈની છાની - છતરાયી પણ SEX તો ખુદ બદનામ જ સાબિત થાય. કેમ ખુલ્લેઆમ નથી?? એ બધું સમજાતું નથી! શું કોઈ સરકારી કાયદો, કોઈ કલમ ન બનાવી શકાય??? જેની પરવાનગીથી કે વગર સાબિતીએ માણસ જીવનની તમામ ક્ષણને ભુલીને થોડી ક્ષણો માટે જિંદગીનો મઘુર અહેસાસ માણી શકે...એ SEX થી...SEX માં....SEX દ્વારા.

***

- રવિ ગોહેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED