અંતે તો અમે ગુજરાતી
રવિ ગોહેલ
ધડીયાળમાં વાગ્યા હતાં સાંજનાં છ, એટલામાં જ મિ. પારશભાઈનો ફોન આવ્યો તેમના પત્ની સેજલનાં ફોનમાં...
"સાંભળ સેજલ, આજે મારે ઓફિસે બહું કામ નથી, તો વિચાર કરું છું વહેલો ધરે આવી જાવ પછી જમી કરી - કાસમભાઈને ત્યાં બેસીને જઈ આવીએ."
"ક્યાં કાસમભાઈ વળી?" - સેજલ આશ્ચર્યથી બોલી.
"અરે! પેલાં મારાં જુની ઓફિસનાં મિત્ર કાસમભાઈ."
"હા, તો એમ બોલોને પણ એ ઓફિસવાળા ભ'ઈ."
"સારું!!! ચાલ હું થોડીવારમાં પહોંચી જઈશ ધરે, જમવાનું તૈયાર રાખજે."
"હા મિ. પતિ પધારો તો ખરા પહેલાં". રોમાંચક અવાજનાં એ શબ્દો સેજલનાં હતાં.
પારશભાઈ અને સેજલ બંનેએ કર્યા તો હતાં એરેન્જ મેરેજ પણ બંનેની જિંદગી જીવવાની કળા જોઈને ભલભલાથી ગોથું ખવાઈ જાય. પહેલી નજરે તો લવ મેરેજ જ લાગે. અને આમ પણ બંનેની જોડી એટલી 'ક્યુટ' લાગતી કે આડોશી-પાડોશી નોંધ લેતા બંનેની. પારશની જુની ઓફિસનાં મિત્ર "કાસમભાઈ". બંનેએ ઓફિસમાં સાથે કામ કરતાં કરતાં દોસ્તી એવી બનાવી હતી કે ફેમિલી રિલેશન બની ગયાં હતાં. એક જાતે હિન્દુ અને એક મુસ્લિમ છતાં અનોખું જ બંધારણ બન્યું. તહેવાર હોય કે નાની અમથી મિજબાની એકબીજાને આમંત્રણ આપ્યા વગર રહે જ નહીં. બંનેનાં બાળકોને પણ સારું જામ્યું તુ એટલે ઉત્સાહ વધી જતો.
"કેમ ભાઈ - ભાભી હમણાં આવતાં નથી?" કાસમભાઈ દુભાતી લાગણીથી બોલ્યાં.
પારશે ઉતર વાળ્યો...
"હમણાં ભાઈ એવું છે ને કે મારે ઓફીસેથી જ નીકળતાં મોડું થઈ જાય છે, અને છોકરા પણ ધરે મારે પહોંચતાં સુઈ ગયા હોય એટલે આળસ ચડી જાય છે."
"એવું છે એમને!!"
કાસમની પત્ની આવી એટલામાં તો રસોડામાંથી...
"બસને ભાભી ભુલી ગયા ને?"
"અરે ના!, એવું નથી - અમે એ જ વાત કરતાં હતાં હમણાં ટાઈમ જ નથી મળતો તમારાં ભાઈને એટલે"...
બધાએ સાથે ચા-પાણી લઈને લાગણી સભર વાતો કરી. થોડી અમથી ખુદની વાત ખોલી અને હાસ્યનાં હળવા મનથી વિખરાઈ જતી. ગજબની મિલાવટ થઈ ગઈ હતી બંને જુદાં જ પરીવારો વચ્ચે. ન સમજાતું, ન ગમતું એવી કોઈ પરીસ્થિતિ ન બનતી જેનાથી કોઈ તરખાટ ઊભું થાય એવી માયા લાગી ગઈ હતી. - એ બંને ગુજરાતી પરીવારના સભ્યો વચ્ચે વાતમાં ઊડતી ચક્કર ખાતી અને ભમતી વાત આવી ગઈ પિકનીકમાં જવાં માટેની એટલે ભળી સોનામાં સુગંધ. શનિ - રવિની સાથે રજા આવે અને ગુજરાતી જો લાભ તે રજાનો ના લે તો એ ગુજરાતી ન કહેવાય ને!! કાસમભાઈની નવી ખરીદેલી કાર લઈને નીકળ્યાં ફરવા - ને ખુબ મજાક મસ્તી, અંતાક્ષરી સાથે ગાડી હજારો કીલોમીટર ફરવા નીકળી'તી.
તો પછી બાકી રહે કાંઈ જ...
પારશભાઈનો આખો દિવસ ઓફીસમાં વકીલો સાથે રહીને પસાર થતો એટલે સ્વાભાવિક વાતમાં નિરીક્ષણ ક્ષમતા આવી ગઈ હતી ખુબ. બે કલાકનું લેક્ચર દેવાનું હોય કે પછી જીવનની ગડમથલ ઉકેલતી ચાવી, ચાલુ થઈ જાય એટલે સમજાવે પાર પાડે. આમ પણ કોમળ સ્વભાવે માણસ શોભે વધારે એટલે મજાકના મુડનું તૉ કહેવું જ ન પડે ને!!
એ મુસાફરીમાં વાત કંઈક બીજી ચાલતી'તી ને વચ્ચે આવી ગઈ "ગુજરાતી" ની અને પછી પારશભાઈથી ચુપ રહી શકાય એવું બને નહીં ને...
"ઓ કાસમભાઈ - સાંભળો જો, મારા મનમાં આપણા ગુજરાતી વિશે નવાં વિચારો આવ્યાં તમે કહો તો જણાવું".
"અરે સાહેબ બાબુ તમે કહો ને મારાથી ના પડાય જ નહીં ને!"
"એમ તો સાંભળો બધાં......
"આપણે ગુજરાતી છીએ..કેવાં??? ગુજરાતી..."
અને પછી પારશભાઈનો રેડિયો નોન-સ્ટોપ વાગ્યો...એ પણ વગર એડ બ્રેકવીના,
• 'ખાંડવી' હોય કે 'માંડવી' મોજ એ જ હોય આપણી.
• આપણે તો વગર પૈસે દીવ-દમણને ગોવાના પોગ્રામ બનાવીએ, હજી ધટતું હોય એવું લાગે તો ટ્રેનની પુછપરછ પણ કરી લઈએ.
• જમવામાં જોશે મારે 'છાશ' તો જ થાશે મને 'હાશ'.
• નઠારું, નકામું અને નબળું કામ અમે કરીએ જ નહીં, અને અમે તો એવાં કે અમારી તો ઠીક પણ તમારી ચિંતા કરી લઈએ.
• રીક્ષામાં જવાથી કાંઈ અમારું માન ઓછું નથી થાતું - અરે!! નાઈટડ્રેસમાં આખી માર્કેટ ફરી લઈએ છીએ.
• યાર! કોલેજે ટાઈમસર જતાં છતાં પણ મોડું કેમ થતું? એ હજું સમજાતું નથી!
• સ્કોલરશીપનાં આવેલ સરકારી પૈસામાં મોંધા મોબાઈલ ખરીદ્યાં હવે રીચાર્જની તકલીફ છે.
• ૠતુ કોઈપણ હોય પહેલાં અમે તેની જ ખબર લઈએ, 'ઠંડી કેવી?' - 'વરસાદ છે કે નહીં?'
• છાપાઓનાં લવાજમ ભર્યા પહેલાં પસ્તીનાં ભાવની ગણતરી થઈ જાય અને જોખતાં લંબસમ જ બેસે, ખબર નહીં ભંગાર વેચતાં કે શું??
• સાહેબ, આપણે હોસ્પિટલનું નામ પડતાં આખી જિંદગીની ન બોલાવવાની 'હઠ' પણ એકવાર તોડી દઈએ.
• વ્યાજે લેશું, વ્યાજ પણ ખાશું અને વ્યાજમાં જ જીવીશું એવી દ્રઢ સંકલ્પની મનોકામનાં સિધ્ધ કરી અમે બતાવી છે.
• 'ચા' નામ પડે તો મોઢામાં પાણી આવી જાય. એક આખી ચા નાં સો રૂપિયા પુરાં કેમ નથી? તો'ય ધાટી રગડાં જેવી જ જોઈએ.
• અમારાં ગામનાં વ્યસનમુક્તિનાં પોગ્રામમાં ખાલી તમાકુ ખાવાવાળા વધુ જોવા મળે છતાં તેને મોંધવારી નડે! અલ્યાં પાંચની પડીકીમાં આટલી માથાકુટ શાની કરશ!.
• 'લોન' નું તો નામ ન લેવું. બધી લેવાની જ હોય - પુછવુ જ નહીં..."સબકી લોન - સબકા વિશ્વાસ".
• વધારે મહેમાનમાં એક ખુરશીમાં બે બેસી જઈએ અને લોકમેળાનાં ફજ્જરમાં છોકરાની આખી ટીકીટ લેવાની.
• અમને વસ્તુનાં ભાવ જો ૯૯૯ હોય તો ફાવે. ૧૦૦૦ માં મન ન આવે(ખોટું શું બોલવું).
રસ્તામાં વચ્ચે આવી હોટલ એટલે મુસાફરીનો થાક ઉતારવાં ગાડી ઊભી રાખી. હળવો ચા-નાસ્તાં કરવાનો આ બાય ડીફોલ્ટ પોગ્રામની જેમ નક્કી થયું. બધાને મજા કરાવી દીધી પારશભાઈ એ તો...
થોડા આરામ બાદની મુસાફરી ફરી ચાલુ થઈ,
કાસમભાઈના પત્ની બોલ્યાં...
"પારશભાઈ હજી થોડું કાંઈ બાકી હોય તો કહી દો ને અમને બધાને મજા પડી ગઈ".
"એમ! શું વાત કરો છો?"
હા, તો સાંભળો થોડું હજી નવું જણાવું...
• પાણીની બોટલ તો થમ્સઅપની જ હોય! સ્પેશીયલ પાણીની ન ફાવે.
• અમે દેવી દેવતાઓને માનવામાં ત્રીસ કરોડ સુધી તો પહોંચી ગયાં છીએ તમે જ બધાં ગણોને કુલ હવે કેટલાં બાકી?
• બુધવારે કારખાનામાં રજા હોય તો એવું લાગે શ્રીલંકાનો મુખ્યમંત્રી બે પ્રકારનાં સ્પ્રે લગાવી બહાર નીકળ્યા હોય.
• તો'પણ વખાણ ખુટશે નહીં અને હિમ્મત તુટશે નહીં અમે તો એ 'ગુજરાતી' કે જીવન જોવો તો રોજ એવું જ લાગે હશે અહીંના 'બારાતી...' કે 'ગુજરાતી'.
• અમારામાં બધું નવું જ છે બાકી જુનું તો રવિવારમાં મળી જાય. લ્યુનાનું 'ટાયર' અને ધરવાળીનું 'બટરફ્લાયર' (પછી ઉડ્યે રાખો તમ' તમારે).
• કોઈપણ જગ્યાએ પુછવું જ ન પડે! ગુજરાતી એટલે પુરૂં....."બધા આપણને પહેલાં હાથ જોડે ને પછી માથું નમાવે...."
બધું થાય છતાં 'ભાન' છે, 'માન' છે, 'જ્ઞાન' છે અને 'ઈમાન' છે. મારું એ ગુજરાત જેનું આખી દુનિયામાં 'નામ' છે.
• જમણવારમાં જલસો અને પગાર થાય તો પાણીપુરી હોય જ. આઆઆઆપપપપણેણેણે.....
તાલીઓનાં ગડગડાટ સાથે આ નવીનતમ ગુજરાતીની પહેચાનની વાતો માટે બધાએ ઉત્સાહ પારશભાઈનો વધાર્યો.
સેજલ - "(વાહ મારા મિસ્ટર વાહ!) તમને આવું બધું ક્યારથી આવડવાં માંડ્યું?"
- - "જ્યારથી તારી સાથે એક પ્લેટમાં પાણીપુરી ખાતો થઈ ગયો ત્યારથી..."- પારશભાઈ સેજલનાં ગાલમાં નાની ચુટલી ભરી બોલ્યાં...
***