Ek Hevan books and stories free download online pdf in Gujarati

એક હેવાન...

એક હેવાન...

વાસણ સાફ કરતાંનો અવાજ સાથે પાછળ તાલ પુરાવતા શબ્દો સંભળાય છે.

"એ સાંભળો, આજે પ્રવિણભાઈનો ફોન હતો, આપણા જીગલા માટે સગપણની વાત કરતાં હતાં. તમે વાત કરી લેજો ને"

"હા - હા!! નવરો થઈને ફોન કરી લઈશ"

"અને ભુલતાં નહીં નહીંતર એને રસ નથી વાતમાં એવું લાગશે" - સંબંધોની ભાવનાથી તરબોર શબ્દો જીગલાની મમ્મીનાં

"આ વરહમાં તો પયણાવી દેવો છે - બરોબરને દીકરા??"

"પપ્પા, તમે ક્યો એમ થાય, પણ સારું ઠેકાણું ગોતજો છોકરી કાંઈ સારી એવી"

જીગલો આખા એનાં આખા ગામમાં આ જ નામથી ઓળખાય છે. તેનું અસલી નામ છે જીજ્ઞેશ બચુભાઈ કાપડીયા. માંડમાંડ ધક્કા ગાડીની જેમ કોલેજ સુધી ભણ્યો. જોક્સની જેમ સવારથી બપોર સુધી. એ દેશી ઢંગનો જીગલો હજી જીન્સનાં પેન્ટમાં શરમ અનુભવે છે અને બોલે તો બે વાર પુછવું પડે એવા શબ્દોમાં તેમની પેઢીનો ધંધો ખેતીવાડીની દવાનાં વેપારની દુકાન છે. જીગલાનાં સગપણની વાત આખા ગામમાં ફેલાઈ ચુકી છે. ખાધે-પીધે, પૈસે ટકે સુખી કાપડીયા પરીવારમાં સગપણ માટે પ્રવિણભાઈનો ફોન આવ્યો છે. જોઈએ આગળ શું થાય છે??

"પકાભાઈ, બચુભાઈ બોલું વિરદાસ નગરથી"

"એ બોલો-બોલો બચુભાઈ"

"તબીયત-પાણી સારા ને" દેશી વાતો ફોનમાં ચાલુ કરી બચુભાઈએ

"અરે મજા તો ક્યો"

"સારું તો, હવે નવરા થાવ એટલે ક્યો - બોલાવી લઈ દીકરીવાળાને"

"હા, એ તો કે જ છે તમે ક્યો ત્યારે ગોઠવી નાખી"

"ભલે ઘરમાં વાતચીત કરી ફોન કરું પાછો"

"હા-હા વાંધો નહીં"

પછી આમ જ પ્રવિણભાઈનાં સગપણ કરાવવાનાં સાથથી જીગલો પરણી ગયો. વર્ષ ૨૦૧૩ નું ને' છઠ્ઠો મહીનો. માં-બાપની હથેળી ઉપર રહેનારી મધ્યમ વર્ગનાં પરીવારની દિકરીને આનંદનો પાર ન હતો. રૂપમાં દેખાવડી અને ખુલતા વાનની એ છોકરી કાપડીયા ખાધદાનની વહુ બની એ કિંજલ. એક વાત સતાવતી હતી પોતાનાં ભાઈની એ હાલત - માથે લાખોનું દેણું. એ "કિંજલ" નો ભાઈ જુગટું(જુગાર) રમવામાં લાખો રૂપિયા હારી ગયો તો'. બધાની જાણમાં આ વાત પણ ખરેખર ટેકો કર્યો નવા વેવાઈ બચુભાઈ એ. બચુભાઈએ ત્રણ લાખ દિકરીનાં બાપ શ્યામલાલને આપ્યા'તા, ઉપરથી કાંઈ કામકાજ હોય તો કહેવું. એવો સાદ મીણની માફક જિંદગી ઓગાળી નાખે એવો લાગ્યો. નવા સંબંધોમાં આટલી મદદ અને નરમાશ કંઈક પચી ગઈ કિંજલનાં પિતાને. ગામડાનું જીવન શહેરની છોકરી માટે થોડું કપરું ભર્યું પણ સંસ્કારી બાપની દિકરી એટલે સંસ્કાર સાથે લઈને આવી હોય. એ કિંજલ જે પોતાનાં ઘરે થોડી નવીનતમ પહેરવેશમાં જોવા મળતી એ હવે સાડીનાં ઘુંઘટા માથે તાણીને ફરે છે. ઘરનાં કામમાંથી બહાર નથી આવતી ત્યાં ઘરે ભગવાનની કૃપાથી દિકરીનો જન્મ થયો. બધી ઘરની જંજાળમાં પડી ગયેલ કિંજલ હનીમુનનો તો સ્પેલીંગ સુધ્ધા ભુલી ગઈ હતી, એવું જીવન પસાર કરે છે અને હળીમળીને ગુજારો કરે છે.

"વોવ બેટા, ગરમ પાણી તૈયાર રાખજો, પાદરે દાઢી કરાવીને આવું છું હમણાં"

"કિંજલ, નાસ્તો જલ્દી તૈયાર કરજે, દુકાન વહેલી ખોલવી છે આજ"

"એ કિંજલ દિકરા, આ પથારી સંકેલી લેજો એટલે જગ્યા થાય"

આ બધાં ધરનાં સભ્યોની હાકલ સાંભળતી એકમાત્ર વ્યક્તિ કિંજલ. બધાનાં હદયનાં ધબકારાનો રણકાર એ. એમાં આખો દિવસભરની થયેલ નાની-મોટી પારીવારીક હલચલોને રાતની નવરાશની પળોમાં વાગોળ્યાં કરે. બહું થાય તો કડવા બોલેલાં કોઈનાં શબ્દોથી રડી પડે એકલા ખુણે. બસ, આટલું થઈ શકે છે એનાથી કેમ કે આખરે એ 'સ્ત્રી' છે.

બધાં વચ્ચે બાળકનું ધ્યાન રાખતી અને આખું ઘર સંભાળતી એ વ્યક્તિ તેમનાં પતિ, તેમનાં સર્વસ્વથી ઘણી અલગ છે. એ મોર્ડન વિચારની કિંજલ અને ક્યાં એમનો ગામડીયો પતિ જીગલો!... કડવી બોલી, ઘરની દેશી રહેણી, જુનવાણી રૂઢીનો પતિ, સાસુ-સસરાનું ચિડીયાપણું, ન જિંદગીમાં રોમાન્સ, ન મનચાહિતો SEX. આવી તો કઈ કઈ બાબતોનું લીસ્ટ બનાવે એ ખબર ન પડતી. જીગલો અર્થાત જજ્ઞેશ ઘરવાળીનાં રૂપમાં કામવાળી મેળવી ચુક્યો હતો. લગ્નનો અર્થ એવો નીકળ્યો કિંજલ માટે કે ગમે તે પરિસ્થિતિમાં પતિ અને ઘરને અનુરૂપ થઈને રહેવું. વ્યથા જીવનની પિતાને કહેવાતી નથી, નથી માં ને કહેવાતી કે પતિ સમજી શકતો. આ બધી વાતોનો પટારો તો ઠીક પણ ઘટસ્ફોટ એક બાબત હતી. જે સાંભળતાં દિલ સુન્ન પડી જાય, મગજ ચકરાવવા માંડે અને અચંબામાં નાખે એવી હતી.

***

થોડીવારમાં કિંજલનાં રૂમમાં એક માણસ પ્રવેશ કરે છે. એ કડક શબ્દોનો અવાજ....

"આજે રાત્રે ઘરમાં બધાની ગેરહાજરી થાય ત્યારે લાલ સાડીમાં તૈયાર રહેજે. હા, આ બે ગોળી સમયસર લઈ લેજે. કોઈને કહેવાની હિંમત તો કરતી જ નહીં-શું પરીણામ થાશે એ તો તું જાણશ જ..." કૃત્યનો રચિયાતાનાં આ શબ્દો. કિંજલને કાનમાં બહું ખુચે છે છતાં સહમત થવું પડ્યું. આવું તો એક નહીં અનેકવાર બન્યું.

પછી આમ જ બદન લુટાણું, ઈજ્જત લુટાણી અને અનચાહી મોજ આપતી રહી એ બેજુબાન સ્ત્રી.

ઘરનાં સભ્યોની ગેરહાજરીમાં થતો એકજાતનો રેપ, શરીર સંબંધ બાંધવા માટે ફરજીયાત પણું, અનઈચ્છનીય ઈશારા. શું-શું કરવું? ક્યાં જવું? બસ, એ જ વાત છે જીવનની એ હસતી કિંજલની જિંદગીમાં. નથી સહેવાતું છતાં સહન કરવું પડે છે. ઊપરથી આ કામ-આ કૃત્ય. આખરે જીવન દાવ પર છે. ભર જુવાની એ પણ નજર ઊઠાવીને પુરૂષ સામે જોયું નથી એ વ્યક્તિ આજે કોઈનાં માટે રોમાન્સનું રમકડું બન્યું, SEXની ભુખ ભાંગનાર ઈન્સાન અને મજબુરીમાં સપડાયેલ સ્ત્રી.

***

મન ભરાય આવ્યું છે કિંજલનું, કહી જ દેવી છે બધી આપવીતી જીજ્ઞેશને....

"જીજ્ઞેશ ચાલોને-આજે અગાશી પર બેસવા જઈએ"

રાતનાં સમયમાં નવરી પડેલી કિંજલ તેમનાં પતિને કહે છે. થોડી પ્રેમ સમી વાતો કરી, એમાં જિંદગી વિશે ચર્ચા ચાલું થઈ.

"જીજ્ઞેશ આપણે એવું કરીએ તો...આ ગામ મુકી બીજી જગ્યાએ રહેવા જઈએ તો?"

આ સાંભળી બે ઘડી જીગલાની આંખો ચોંટી ગઈ કિંજલ પર

"કેમ...? શું કામ પણ..?

અહીંથી કિંજલની જીભ ઘટનાનાં શબ્દોની માહિતી જાણ કરવાં ઈચ્છતી હતી. હિંમત ભેગી કરવી પડે એવું હતું આમ પણ તો'ય અંતે એ ને એ જ, ન કહી શકી બધી વાત. કિંજલ ખુદ મનમાં શરમ અનુભવતી હતી.

ફરી આમ જ એ રાત પણ સામાન્યની જેમ ચાલી ગઈ અને બધું ચાલે છે એમ જ ક્રમ એમને એમ ચાલું રહ્યો. ત્યાં સુધીમાં તો અવારનવાર એ કોઈની દિકરી, એ વહુ અને એ એક માં નું શારીરીક શોષણ ઘણીવાર થઈ ચુક્યું હતું. બે ઈન્સાની પાસાઓને સાચવવાની જવાબદારી તેમનાં માથે હતી. એક પતિ અને એક મજબુરીનો ફાયદો ઊઠાવતો ઈન્સાન.

(હજી આગળ શું થાય છે જોઈએ...)

અચાનક ઘરેથી જીજ્ઞેશ પર દુકાને ફોન જાય છે. ઘરે જલ્દી આવવા માટેનું કહેવામાં આવે છે. ગાડી ફટાફટ બહાર નીકાળી જીગલાએ અને પિતા બચુભાઈને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. થોડીવારમાં અફડાતફડી મચી ગઈ અને જીવન મરણનાં ખેલ જેવું બની ગયું. બચુભાઈ બંને પગોનો સહારો ગુમાવી બેઠાં, પથારીવશ થઈ ગયાં. તેમનાંથી બોલાતું નથી - આંખોથી નીરીક્ષણ થઈ શકે ફક્ત. હવે એનું જીવન બીજા પર નિર્ભર છે. એ જીગલાનાં પિતા બચુભાઈને સમય સવારનાં ૧૧:૩૦ ની આસપાસ જોરદારની આચકી સાથે પેરેલીશીશનો હુમલો આવી ગયો હતો. પછીથી એ લાચારી માફક જિંદગી જીવી રહ્યાં હતાં.

ઘણો લાંબો સમય પસાર થઈ ચુક્યો છે. ડોક્ટરો-વૈદ્યોનાં બધાં પ્રયત્ન નિષ્ફળ રહ્યાં, બચુભાઈ કાયમી ન ચાલી શક્યા, ન બોલી શક્યા. ખોટું પડી ગયેલ અર્ધા શરીરને લઈને જિંદગી એમ જ કાઢે છે. એક કિંજલનાં સાસુ જે હવે ગઢપણમાં મંદિર-ધુનનાં સહારે જીવે છે. સસરા જેની સગા પિતાથી વિશેષ સેવા કરતી કિંજલ, એ અજાણ રહી ગયેલ પતિ અને કિંજલની દિકરી પણ સમજી શકે એવી મોટી થઈ ગઈ. એકસરખી રહી તો એક વ્યક્તિ ખુદ કિંજલ. સમયનો ચમકારૉ જોઈ અને જાણી ગઈ હતી. સસરાનાં મદદથી સગાભાઈની આપતિ ટળી ગઈ. એમ કિંજલનાં સગા માં-બાપ ગઢપણનાં કિનારે ક્યારેક સાજા, ક્યારેક માંદા એમ જોલાં ખાય છે. ઘરની ધણી સમસ્યાઓ હતી - ઘણાં પ્રશ્નો હતાં જે હંમેશાં એમને એમ જ રહેશે આજીવન માટે એવું લાગતું કિંજલને. સમય લાંબો વિત્યા બાદ ઘરનું વાતાવરણ ઘણું અલગ છે.

હા, ધરની આજે જે પરિસ્થિતિ છે એ જોઈને કિંજલ ઘણી ખુશ છે. પથારીવશ સસરાને જોઈને તો જિંદગી પાછી મળી હોય તેમની એવું લાગે છે. એ જ બચુભાઈ જે જીગલાનાં પિતા. પોતાનાં દિકરાની વહુનું શારીરીક શોષણ કરતાં હતાં. આ તરફ ઘરનાં વડિલની વાત કહેવી એવી હિમ્મત કિંજલમાં ન આવી પણ સમયે સાથ આવ્યો. બચુભાઈએ તેમનાં વેવાઈનાં ઘરમાં આર્થિક સહાય ઘણી કરી. પહેલાં ત્રણ લાખ પછી છુટાં-છુટાં પાંચ-સાત લાખની રકમ આપી તી'. આ સામે મજબુરી બની કિંજલની અને ધમકી સગાં ભાઈ અને માં-બાપને પૈસા આપી મારી નાખવાની.

પોસાય છે એક લાચાર વ્યક્તિની સેવા ચાકરી કરવી એ કિંજલને. અહીંથી તેની સાથે રોજ રોજ બનતી દુવિધાનું કૃત્ય તૉ અટક્યું. આવા હવસખોર હેવાન જેવા સસરાની વિકૃતીએ જિંદગી કાળી કરી નાખી હતી. કિંજલને હવે ઘરમાં સારો અહેસાસ થાય છે, જ્યાં એક દિવસની કહાની પણ અલગ હતી. આજે કિંજલ બેબસ લાચાર તેમનાં સસરાના અબોલ મોંઢા સામે જોઈને આંખોની નજરથી જ બચુભાઈ વડિલને આપવીતીની વેદનાં કેવી હતી એનો અહેસાસ કરાવી દે છે.

હર સુબહ આતી હૈ, ઔર રાત ફિર હો જાતી હૈ,

સબ ઠીક હોને મેં, સદિયાં ચલી જાતી હૈ.

- રવિ ગોહેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED